અનુયાયીઓ

બુધવાર, 6 જાન્યુઆરી, 2016

Beautiful India

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Jan 6, 2016 8:43 PM
Subject: Beautiful India
To: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Cc:

Beautiful India


A Baptist Church in Alichen, Nagaland.

Nohkalikai Falls at Cherapunji, Meghalaya.
View from Ooty, Tamil Nadu.



Raigad Fort, Maharashtra.




Tea Gardens at Munnar, Kerala.

Kanchenjunga (8586m) viewed from Sandakphu, Sikkim.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank , Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.



Enroute to Kibber, Himachal Pradesh.


Nubra Valley, Ladakh, Jammu and Kashmir.


The blue range of mountains that run along the western coast of India.This shot was taken in mid May from Palivasal Tea Estate in Munnar, Kerala.



Kargil District, Ladakh, Jammu and Kashmir.




Kaveri river running through Hogenakkal, Tamil Nadu.




Lake Pichola , Udaipur , Rajasthan.


Chittorgarh Fort, Rajasthan.




Kumbalgarh Fort, Rajasthan.




Thirumalai Nayak Palace, inner courtyard, Madurai,Tamil Nadu.


The port city of Vishakhapatnam (Vizag for short), Andhra Pradesh.



Lake Palace, Udaipur, Rajasthan.





Eravikulam National Park, Kerala.




Tso-kyo Lake, Tawang, Arunachal Pradesh.




Valley of Flowers National Park, Uttaranchal.




Silent Valley, Palakkad, Kerala.




A boathouse on the placid backwaters of Kumarakom, Kerala.




A Cathedral in Thiruvalla, Kerala incorporating the features of a traditional Hindu Temple, a Mosque and a Church.




Munnar, Kerala.




Gaganachukki Falls, Mandya, Karnataka.





Vellore fort, Tamil Nadu.

મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

કશ્યપ જોશી જેતપુર

જેતપુર પાલિકાના માજી પ્રમુખનો આઈફોન
ચોરનાર નજીકનોજ યુવાન નીકળતા ચકચાર
જેતપુર તા.5
બે દિવસ પહેલા જેતપુરમાં માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાનો આઈફોન ચોરનાર તેમનોજ મદદનીશ યુવાન નીકળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્યા રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો રૂ.32 હજારનો આઈફોન પોતાના મકાનની બારીમાં ચાર્જીંગ માટે રાખ્યો હતો.
દરમિયાન કોઈ શખ્સ આ ફોન બારીમાંથી ઉઠાવી જતા આ બારાની શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
બીજીબાજુ રમાબેનનો મોબાઈલ તેમનીજ સાથે નાના મોટા કામમાં મદદરૂપ બનતાં સાગર નામના યુવાને ઉઠાવ્યો હોવાનું બહાર આવતા રામબેને પોલીસને જાણ કરતા પોલીસે સાગરની પૂછપરછ હાથ ધરી હોવાનું એક ટેલિફોનિક મુલાકાતમાં રમાબેને જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતપુર

જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..

જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુર તા.5
અહીંના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન ધીરુભાઈ ઝાલા નામની મહિલાએ પોતાની યુવાન પુત્રી હેતલ સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત નહિ ફરતા, ગૂમ થયાની શહેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર

જેતલસર જંક્શનમાં જુગાર દરોડો..

જેતલસર જંકશનમાં જુગાર દરોડો
જુગાર રમતા 5 પંટરો ઝડપાયા..
જેતપુર તા.5
જેતલસર જંક્શનના પોપટપરા વિસ્તારમાં આજે જાહેરમાં જુગાર રમતા જમાલ, હરેશ મનજી, નથુ પાલા, કાળું મનસુખ અને મુકેશ એમ 5 પંટરોને તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ એ પકડી પાડ્યા હતા.
                                                                કશ્યપ જે. જોશી જેતપુર

જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.

જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુર તા.5
જેતપુરમાં આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે ચલણી નોટોના નંબર પર એકિબેકીનો જુગાર રમતા 3 ઇસમોને રોકડ રૂપિયા 26770 સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરમાં કાણકિયા પ્લોટમાં આવેલ સવજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરમાં રોજ ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમાતો હોવાની રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા આજે તેઓએ શોપિંગ મોલમાં ત્રાટકતા ત્યાં ચલણી નોટોના નંબર પર પૈસાથી એકિબેકીનો જુગાર રમતા 3 શખ્સો પકડાઈ ગયા હતા..પકડાયેલ શખ્શોમાં બાવાજી ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા(રહે.આશાપુરા હોલ પાછળ, ગોંડલ), પટેલ જયેશ ઉર્ફે જલો રવજી ગોધસારા(રહે.નવાગઢ) તથા અશ્વિન નાનજી પંચાસરા(રહે.બોખલા દરવાજા, જેતપુર) નો સમાવેશ થતો હોવાનું ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું.
કશ્યપ જે.જોશી જેતપુર

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે..         (કશ્યપ જે.જોશી જેતપુર)

જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..

જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુર તા.5
જેતપુર શહેરમાંથી ગંદકી હટવાનું નામ લેતી નથી..અગાઉ સ્વચ્છતા અભિયાનનું સૌએ ફોટો શેશન પૂરું કર્યું, હવે લત્તાવાસીઓ કચરો બતાવતા ફોટો પાડાવીને ગંદકી હટાવવાની માંગણીઓ દોહરાવી રહ્યા છે..ત્યારે ગંદકી હટાવ્યાના કાગળ પર હાકલા પડકારા કરનાર જેતપુર પાલિકાના સત્તાધીશો અહીંના કણકિયા પ્લોટમાં મહાકાળી ઇલેક્ટ્રિકવાળી શેરીમાં લટાર મારે તો ગંદકી હટાવવાની જેઓની જવાબદારી છે તેઓની બેદરકારી બહાર આવે તેમ છે..
                                  (કશ્યપ જે.જોશી..જેતપુર)

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ..જેતપુર..4.1.16

અવસાન નોંધ..જેતપુર..4.1.16
જેતપુર : નવાગઢ નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનિરુદ્ધભાઈ પોપટભાઈ દવે તે રોહિતભાઈ(મીનુભાઈ) તથા બાલકૃષ્ણભાઈ (બનાભાઈ)ના પિતા તા. 4 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.7 ને ગુરુવારે, સાંજે 4થી6, તેમના નિવાસસ્થાન, સ્વામી વિવેકાનંદ સોસાયટી, સ્ટેટ બેન્ક રોડ, નવાગઢ ખાતે રાખેલ છે..
કશ્યપ જોશી જેતપુર 99742 62812

રવિવાર, 3 જાન્યુઆરી, 2016

જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..

જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..
જેતપુરમાં તલવાર વતી બિહારી શખ્શનો ભરવાડ યુવાન પર હુમલો...
જેતપુર તા.3
જેતપુરમાં આજે વહેલી સવારે સામાન્ય બોલાચાલી દરમિયાન એક બિહારી શખશે એક ભરવાડ યુવાન પર તલવાર વતી હુમલો કર્યાની જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતો યુવાન રાજુ હમીર ટોળિયા ઉ.વ.35 આજે સવારે પોતાના વિસ્તારમાંથી નીકળતો હતો ત્યારે સામે મળેલ શિવો બિહારીએ ભૂતકાળની બોલાચાલી અને ઝગડાને તાજો કરી રાજુને જમણા હાથ ઉપર તલવાર વતી હુમલો કરતા રાજુને લોહીલુહાંણ હાલતમાં પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

પોલીસે ઘટના સ્થળે દોડી શિવાને પકડવા પ્રયત્નો કરેલ પણ તે નાશી છૂટ્યો હતો..બનાવથી ભરવાડ સમાજમાં રોષ ફેલાયો છે..અત્રે એ નોંધનીય છે કે જેતપુરના સાડી કારખાનાઓમાં હજારો પરપ્રાંતીય મજૂરો બેરોકટોક મજૂરી કરી રહ્યા છે.ઘણા સમાજ સેવકોએ અનેક વખત પોલીસને રજૂઆતો કરી છે કે અહીં કોઈ પરપ્રાંતીય મજૂરોની વિગતો રાખવામાં આવતી ના હોય, આવા તત્વો કોઈ પણ ગુનો કરતા જરાય અચકાતા ના હોવાની અનેક ઘટનાઓ બની રહી છે.ત્યારે સંબંધિત કારખાનેદારો પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટર મેઇન્ટેન્ડ કરી પોલીસને પહોંચાડે તો પોલીસને ગુનેગારોને પકડવામાં સરળતા રહે..
કશ્યપ જે.જોશી જેતપુર

સમાચારમાં કરેક્શન..સુધારો..

સમાચારમાં કરેક્શન..સુધારો..
આજે મારા દ્વારા કૃષિ મેળાના સમાચારમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા ની અટકાયત એવું ભૂલથી લખાઈ ગયું હોવાનું મને અત્યારે માલુમ પડ્યું છે...
હકીકતમાં રાજ્ય મંત્રી જયેશ રાદાડિયાં ની હાજરીમાં કૉંગ્રેસી આગેવાનોની અટકાયત થઇ છે તેમ સમજવું..
હાજરીમાં  શબ્દ ઉતાવળથી ભુલાઈ ગયો હતો..જે બદલ ક્ષમા બક્ષી હવેથી ધ્યાન રાખીશ તે વાત ધ્યાને લેવા વિનંતી છે.
કશ્યપ જોશી
જેતપુર..જેતલસર

જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..

જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..
જેતપુરમાં આજથી રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન...
જેતપુર તા.3
એકતા ક્રિકેટ કલબ જેતપુર દ્વારા આજે તા.4.1. થી અહીંના જીમખાના મેદાનમાં ઓપન રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થશે.જેમાં સૌરાષ્ટ્ર ભરની ટિમો જોડાશે તેવું સંસ્થાના મિતેશ ચૌહાણ જણાવે છે..આયોજકોએ એવું પણ જણાવેલ છે કે ચાલુ મેચ દરમિયાન પણ કોઈ ટીમોએ જોડાવું હોય તો જોડાઈ શકશે.
કશ્યપ જે. જોશી....જેતપુર.

જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...

જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...
જેતપુર નગર પાલિકા શહેરમાં પીવાના પાણીની સારી વ્યવસ્થા થઇ શકે તે માટે ઘણી જગ્યાએ પાણીના સ્ટોરેજ માટે ટાંકીઓ ઉભી કરવામાં આવી રહી છે. જે સુવિધાના ભાગરૂપે આજે મહાત્મા ગાંધી રોડ પર આવેલા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ખડપીઠ વિસ્તારમાં વધુ એક પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે કરાયું હતું. જે વેળાએ પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઈ બારોટ, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ, પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અરવિંદ વણઝારા, જેસુખ ગુજરાતી તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા..
ફોટો :  કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812

જેતપુર : 30 થી વધુ કોન્ગી આગેવાનોની અટકાયત...

જેતપુર : 30 થી વધુ કોન્ગી આગેવાનોની અટકાયત...
જેતપુરમાં યોજાયેલ કૃષિમેળામાં વિરોધ કરવા ગયેલા
15 કૉંગ્રેસી આગેવાનોની પોલીસે કરી અટકાયત....
(કશ્યપ જોશી) જેતપુર તા.3

જેતપુરમાં આજે અહીંની લાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં વિરોધવ્યક્ત કરવા ગયેલા શહેર તાલુકાના 30 થી વધુ કૉંગ્રેસી આગેવાનોની રાજ્ય  મંત્રી જયેશ રાદડિયા ની શહેર પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

આ બાબતે મળતી વિગતો મુજબ આજે જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ લાયન્સ સ્કુલ ખાતે કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.
આ વાત જાણી ગયેલા જેતપુર શહેર અને તાલુકાના કૉંગ્રેસના આગેવાનો જગદીશભાઈ પાંભર, વિપુલ વૈષ્ણવ, જેતપુર તાલુકા પંચાયત સદસ્યા કિરણબેન ભુવાના પતિ સુરેશ ભુવા, કિશોર પાદરિયા વિગેરે રવિ કૃષિ મેળાની જગ્યાએ પહોંચી જઈ ખેડૂતોને પૂરતી વીજળી આપો, પૂરતું પાણી આપો, બિન ચુકવાયેલ પાક વીમો આપો, ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો આપો, આવા મેળા જેવા ખોટા દેખાડા બંધ કરો, જય જવાન, જય કિશન, જય જવાની ભાજપ જવાની જેવા સૂત્રોચ્ચાર કરી મેળાનું સ્થળ ગજવી મુકાતા
મેળા આયોજકો અને કાર્યવાહકો એક તબક્કે મુંજાય ગયા હતા.
જો કે આ સ્થળે ઉપસ્થિત પોલીસે કૉંગ્રેસના 25 થી વધુ  આગેવાનોની જીપી એક્ટ 68 મુજબ અટકાયત કરી પોલીસ થાણે લઇ ગઈ હતી.પોલીસ થાણે પણ કોન્ગી આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

બોક્સ : દ્વારકામાં પાટીદારો વિરુદ્ધ બોલનાર સીએમને જાકારો આપવા કોન્ગી આગેવાનનો અનુરોધ...

જેતપુર: જેતપુર પોલીસ મથકે કૉંગ્રેસના આગેવાન જગદીશ પાંભરે પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદારની દીકરી એવા મુખ્યમંત્રી પાટીદારોની વિરુદ્ધ બોલી પાટીદારોની ચોર જેવી વાત સાથે સરખાવ્યા તે વાતની તેઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ઉપસ્થિએ સૌ પાટીદારોને જણાવેલ કે, આપણી વિરુદ્ધ બોલનાર કોઈ આપણો હોઈ નાં શકે..પાટીદારોની વિરુદ્ધ બોલનારને બહુ ઝાઝો સમય સત્તા પર ના રહેવા દેવાય..જેમ તાલુકા જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસે બેઠકો ભાજપના હાથમાંથી ખૂંચવી લીધી તેમ આગામી ધારાસભામાં પણ ભાજપને પરાસ્ત કરવા પાટીદારોએ બમણી તાકાત કામે લગાડવી પાડશે.

બોક્સ: કોની કોની પોલીસે કરી અટકાયત ?

જેતપુર: જેતપુરમાં આજે રવિ કૃષિ મેળા સ્થળે કાળા વાવટા સાથે વિરોધ વ્યકત કરવા ગયેલા અને પોલીસે અટકાયતમાં લીધેલા કૉંગ્રેસી આગેવાનોમાં જગદીશ પાંભર, વિપુલ વૈષ્ણવ, શુરેશ ભુવા, કિશોર પાદરિયા, નારણ ઠૂંગા, અશોક વાલેરા, જગદીશ હિરપરા, વિનોદ રાદડિયા, વજુભાઈ તેજાભાઈ ઠુમર, રાજેશ કાનજી મૂળિયાં, રસિક ભીખા રાણપરિયા, ભગવાનજી રામજી જેઠવા, મોહન ભીખા વેકારીયા, ભાવેશ વેલજી કોટડિયા, કાંતિ લુણાગરા, છગન વેકારીયા, ધીરુ વાછાણી, રતિલાલ વેકારીયા, ભીમજી વેકરીયા, દેવજી વેકરીયા, રામજી બોરડ, રણછોડ મકવાણા, કાળા જેરામ, અને નરસી ભીખા વેકારીયાનો સમાવેશ થતો હોવાનું જેતપુર પોલીસ જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 99742 62812

શનિવાર, 2 જાન્યુઆરી, 2016

જેતપુરમાં જાદુગરની મંજૂરી રદ કરતા જિલ્લા કલેકટર...

કશ્યપ જોશી જેતપુર
9974262812

જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ ગુંસાઇજી પ્રાગટય મહોત્‍સવનું આયોજન

જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ
ગુંસાઇજી પ્રાગટય મહોત્‍સવનું આયોજન

જેતપુર તા.૨(કશ્યપ જોશી)
એમવાયએમ ફાઉન્‍ડેશન દ્વારા ગઈકાલ તા.૨ અને ૩ જાન્‍યુઆરી એમ બે દિવસીય શ્રી ગુંસાઇજી પ્રાકટય પંચશતાબ્‍દી પુર્તી મહોત્‍સવનો આજ સાંજથી દબદબાભેર પ્રારંભ થયો હતો.
   અખંડ તૃમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્‍મ જ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઇજીના પ્રાકટયના પ૦૦માં વર્ષની પુર્તી સમયે મોટી હવેલીનાં વૈષ્‍ણવાચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી બાલકૃષ્‍ણલાલજી મહારાજના આશીર્વાદ અને મદનમોહન યુવક મંડળના યુવા વૈષ્‍ણવાચાર્ય પ્રિયારાયજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલા શ્રી ગુંસાઇજી પ્રાકટય મહોત્‍સવમાં સાંજે પ થી ૭ શ્રી પુષ્‍ટીમાર્ગીય મહીલા વૈષ્‍ણવ સમાજ દ્વારા મોટી હવેલીના પટાંગણમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજે બીજા દિવસે રવિવારના વચના મૃત અને સાંજે ૬ થી ૮ દરમિયાન સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં વધાઇ કીર્તન પ્રસાદનું આયોજન છે. આ બે દિવસીય વૈષ્‍ણવોનો ઉત્સાહ વધારે તેવા ધાર્મિક મહોત્‍સવ દરમિયાન  વૈષ્ણવજનોને બ્રહ્મસબંધ લેવાનો  અનુરોધ કરાયો છે. 
કશ્યપ જે.જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨  

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું... ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦ ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..

ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું...

ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦

ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..

૧૫ દિવસમાં ઘટતું ના કરાય તો થાણાગાલોલના ખેડૂતો આંદોલન છેડશે...

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના થાણાગાલોળ સહિતના ગામોના ખેડૂતોએ જેતપુર દોડી આવી વીજ તંત્રના નાયબ ઇજનેરને આવેદન આપી ખેતીવાડીના અપાતા વીજપુરવઠાને મોડી રાત્રીના બદલે વહેલી રાત્રીનો કરવા માંગ ઉઠી છે.

આ બાબતે રાજેશભાઈ સતાસિયા, ધીરુભાઈ, અનીલ ઉંધાડ, વિષ્ણુભાઈ સાવલિયા, ચંદુભાઈ ભુવા, વિનોદ ઉંધાડ,રમેશભાઈ માથુકીયા, જયેશ સેંજલિયા વિગેરે થાણાગાલોલના ખેડૂતોએ જેતપુર ખાતે પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારના નાયબ ઇજનેરને એક આવેદન પાઠવી એવી માંગ દોહરાવી હતી કે, લાંબા સમય થયા થાણાગાલોળ અને મઢી ફીડર પર ખેતીવાડી વીજ પુરવઠો રાત્રીના ૧૨-૩૦ વાગ્યે અપાતો હોય, કડકડતી ઠંડીમાં, રાત ઉજાગરા વચ્ચે છેક સવાર સુધી જાગીને ખેત પાકોને પિયત કરવું પડે છે.

આ સમયને બદલે જો તંત્ર રાત્રીના ૮-૦૦ વાગ્યે વીજ પુરવઠો આપવાનું શરુ કરે તો ખેડૂતો વગર હાલાકીએ પોત પોતાના ખેતરોમાં જંગલી જાનવરોના ભય વગર વહેલાસર ખેતપાકોને પિયત કરી ઘરે જઈને આરામ કરી શકે. પરંતુ હાલ મોડી રાત્રીના મળતા વીજ પુરવઠાને લીધે થાકેલા પાકેલા ખેડૂતો બીજા દિવસે પોત પોતાની દૈનિક ચર્યામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ખેડૂતોએ આવેદનમાં એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ પ્રશ્ન આગામી ૧૫ દિવસમાં હલ નહિ કરવામાં આવે તો ખેડૂતો જેતપુર ખાતે સંબંધિત વીજ કચેરીઓ સામે આંદોલનના મંડાણ કરશે.  

(કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

રાજકોટ-વિસાવદર રૂટની એસટી બસ નિયમિત રીતે "અનિયમિત" દોડતી ક્યારે બંધ થશે ?

કાયમી અપડાઉન કરનાર મુસાફરો કહે છે કે,
રાજકોટ-વિસાવદર રૂટની એસટી બસ નિયમિત 
રીતે "અનિયમિત" દોડતી ક્યારે બંધ થશે ?
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરથી ઉપડતી જેતપુર વિસાવદર રૂટની એસટી બસ લાંબા સમય થયા ખુબ અનિયમિત ચાલતી હોય, આ બસનો રોજ અપડાઉનમાં ઉપયોગ કરતા મુસાફરો ત્રાસી ગયા છે.
આ બાબતે મુસાફર આલમમાં ઉઠેલી ફરિયાદ જોઈએ તો જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી ૧-૩૦ વાગ્યે ઉપડતી જેતપુર-રાજકોટ રૂટની બસ કોઈ દિવસ સમયસર જેતપુરથી નીકળતી ના હોય, આ બસ રાજકોટ ખાતે પણ દરરોજ મોડી પહોંચે છે. પરિણામે રાજકોટ ખાતેથી આ બસ રાજકોટ - વિસાવદર રૂટમાં ફેરવાઈ જતી હોય, રાજકોટ થી પરત ફરતી આ બસ ગોંડલ, વીરપુર અને જેતપુર જેવા સ્ટેશનો પર નિયમિત પહોચી શકતી નથી.
સમસ્યા ત્યારે ઉભી થઇ રહી છે કે રાજકોટ વિસાવદર રૂટની આ બસ ખરેખર જેતપુર ખાતે પહોંચી સાંજના ૬-૧૫ વાગ્યે ઉપડવી જોઈએ પણ રોજ ત્રીસેક મિનીટ સુધીના સમયમાં મોડી જ ઉપડતી હોય, આ બસનો કાયમી અપડાઉનમાં ઉપયોગ કરતા ભેસાણ, બીલખા, છોડવડી, વિસાવદરના મુસાફરોને રોજ હાલાકી ભોગવવી પડે છે.
વર્તમાન સમયમાં ખાનગી વાહન વ્યવહાર સાથે કદમોકદમ મિલાવવા કટ્ટીબદ્ધ સરકારની એસટી બસ સેવા સુધારવા સરકાર સમયાંતરે લાખો રૂપિયાની અખબારી જાહેરાતો કરીને મુસાફરોને આકર્ષે છે, ત્યારે ખખડધજ બસો એને તેમાય વળી કાયમી રૂટોની બસો નિયમિત રીતે અનિયમિત ચાલતી હોય મુસાફર આલમમાં રોષ સાથે અસંતોષ જોવા મળે છે.
આ બસનો કાયમી ઉપયોગ કરનાર આરીફ પઠાણ અને રક્ષિત જોશી નામના યુવાનોએ ત્યાં સુધી કહ્યું કે રાજકોટ વિસાવદર રૂટની બસની અનિયમિતતાની ફરિયાદ ઓનલાઈન અને જુનાગઢ એસટીના ડીસીને અનેકવાર રજુઆતો કરી છે. પણ આ બસ નિયમિત ચલાવાતી ના હોય હવે કોણે અને કઈ જગ્યાએ આ બાબતે ફરિયાદ કરવી તેવું આ બંને યુવાનો જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨


ગુરુવાર, 31 ડિસેમ્બર, 2015

જેતપુરના મોટાગુંદાળા ગામ નજીક અકસ્માતે પુલ પરથી બાઈક સમેત ગબડી પડેલ જેતપુરના કોન્ટ્રાકટરનું મોત..

જેતપુરના મોટાગુંદાળા ગામ નજીક 
અકસ્માતે પુલ પરથી બાઈક સમેત
ગબડી પડેલ જેતપુરના કોન્ટ્રાકટરનું મોત..
જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)
ધોરાજીથી જેતપુર આવી રહેલ જેતપુરના કોન્ટ્રાકટર જીગ્નેશ પટેલનું અકસ્માતે મોટાગુંદાળા નજીક બાઈક સમેત પુલ નીચે પટકાવાથી કરુણ મોત થતા અહીની બિલ્ડર લોબી અને પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ મૂળ ધોરાજીના અને હાલ જેતપુરના જુનાગઢ રોડ પર રહેતા જીગ્નેશભાઈ ચીમનભાઈ કોયાણી પોતાની ધોરાજી વિસ્તારમાં સાઈટ ચાલુ હોય, ગઈકાલે જેતપુર તરફ ધોરાજીથી પરત આવતા હતા ત્યારે મોટા ગુંદાળા નજીક તેમનું જીજે ૩ પીએચ ૫૫૨૧ નંબરનું હોન્ડા અકસ્માતે પુલ નીચે ગબડી પડતા તેમને બેશુદ્ધ હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફત જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ જવાયા હતા. પણ જીજ્ઞેશભાઈનું રસ્તામાંજ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવથી જેતપુરની કોન્ટ્રાકટર આલમમાં અને પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાયું છે.

જેસીઆઈ જેતપુર રોયલનો કાલે સપથવિધિ સમારોહ
જેતપુર : કાલે તા.૨ ને શનિવારે, સાંજે ૬-૩૦ વાગ્યે જેસીઆઈ જેતપુર રોયલ નામની સંસ્થાના કાર્યવાહાકોનો ૭ મો સપથવિધિ સમારોહ અહીની નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર હોવાનું પ્રમુખ વિનોદ કપુપરાએ જણાવ્યું હતું.
તેઓના જણાવ્યા મુજબ  રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે ઉદ્ઘાટિત થનાર આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે રાજીવ મકવાણા, કીનોટ સ્પીકર તરીકે પ.પુ.પ્રિયાંકરાયજી મહોદય, ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ધરતી રાઠોડ તેમજ, ચેમ્બર ઓફ કોમર્સ સુત્રો, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ સુત્રો વિગેરેની હાજરીમાં નવા વર્ષના પ્રમુખ તરીકે કિરણ સાવલિયા સપથ ગ્રહણ કરશે.
કશ્યપ જે. જોશી જેતપુર 


જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ એકમાત્ર સરદાર પાર્ક.. ફૂલોની ખુશબુ વચ્ચે પ્રેમીઓનું આશ્રય સ્થાન ?

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ એકમાત્ર સરદાર પાર્ક..
ફૂલોની ખુશબુ વચ્ચે પ્રેમીઓનું આશ્રય સ્થાન ?
અહી રોજ સુરજ ઉગેને અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો પોતપોતાના પ્રેમીઓને લઈને બેઠા હોવા 
છતાં શાળા સંચાલકો અને વાલીઓ ઘોર નિંદ્રામાં !? જાગો વાલીઓ જાગો, તમારો ગગો કે ગગી 
શાળએજ જાય છે કે અહી બગીચામાં પડ્યા પાથર્યા રહે છે ? ગાર્ડન સંચાલકો પણ ઘોર નિંદ્રામાં ?
-------------------------
(કશ્યપ જોશી ) જેતપુર તા.31

લાંબા સમય થયા જેતપુરના એમજી રોડ પર આવેલા એકમાત્ર બગીચામાં પડ્યા પાથર્યા રહેતા યુવાન પ્રેમી પંખીડાઓ પરત્વે સ્થાનિક શાળા સંચાલકો અને વાલીઓએ જાગવાનો સમય પાકી ગયો હોવાની એક દુખદ વાત એક ઉત્સાહી અને સંતાનો પ્રત્યે ચિંતિત વાત રજુ કરી હતી.
મારે, તમારે, જેતપુરની તમામ શાળા સંચાલકો, પાલિકા તંત્રની સંબંધિત બાગ બગીચા સમિતિ અને વાલીઓ પણ ધ્રુજી જાય તેવી એવી વિગતો મળી છે કે, જેતપુરના એમજી રોડ પર આવેલ શહેરની શોભા સમાન સરદાર પાર્ક(બગીચામાં) રોજ સુરજ ઉગેને અનેક નવલોહિયા યુવાન યુવતીઓ પોત પોતાના વાલીઓની આંખમાં(અભ્યાસ કરવા જતા હોવાનું જણાવી) ધૂળ નાખી અભ્યાસને બદલે આ બગીચામાજ ભણવાની ઉમરે, પ્રણયફાગ ખેલતા હોય, અહીનો બગીચો ફૂલોની સુવાસ સાથે પ્રેમી પંખીડાઓનું આશ્રય સ્થાન બની ગયું હોવાનું કહેવું અનુચિત નથી !
દુખની વાત તો ત્યારે જાણવા અને જોવા મળી રહી છે કે જેતપુરની બંને કોલેજ ઉપરાંત મોટાભાગની શાળાઓના વિધાર્થી ભાઈ બહેન પોત પોતાની શાળાઓના ગણવેશ (ડ્રેસ) પહેરેલી અવસ્થામાં જ અહી ભણવાને બદલે રોમાન્સ કરતા મહાલતા હોય, આ બાબતે વાલીઓ ચિંતિત બની પોત પોતાના ગગા કે ગગીઓ ખરેખર શાળા કોલેજે જાય છે કે કેમ ? તે તપાસવું જોઈએ ! અન્યથા પોતાના સંતાનો પાછળ શિક્ષણ માટે લાખો, હજારો રૂપિયા ખર્ચતા વાલીઓને સંતાનો સાથે આબરૂ, પ્રતિષ્ઠા ખોવાનો પણ વારો આવશે તેવું કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી !

બોક્સ: સંતાનોને બગડતા અટકાવવા 
વાલીઓના મૂંગા મોં એ સુચારુ ઉપાયો !
જેતપુર: જેતપુરના એકમાત્ર બગીચામાં પ્રેમક્રિડા ખેલતા સંતાનો પરત્વે જાગૃતતા લાવવા અમુક જાગૃત વાલીઓના મૂંગા મોં એ થી એવા સુચારુ ઉપાયો મળી રહ્યા છે કે,(1) પ્રત્યેક વાલીએ શાળામાં ગણવેશ ના પહેવાના દિવસ ઉપરાંત મહિનામાં ચાર પાંચ વાર પોતાના બાળકોની તપાસ કરવી જોઈએ કે બાળક શાળએજ જાય છે કે પછી શહેરના આજુબાજુના કોઈ ધાર્મિક સ્થાનો, બગીચાઓમાં ભણવાને બદલે કૈક અજુગતું કરી રહ્યા છે ? (2) શાળા સંચાલકો કે શિક્ષકોએ પોત પોતાની શાળામાં ગેરહાજર વિદ્યાર્થીઓ બાબતે પ્રથમ વાલીઓ અને પછી ખાનગી રાહે તપાસ કરવી, કરાવવી જોઈએ કે આજે ફલાણી છાત્રા કે ફલાણો છાત્ર કેમ શાળાએ નથી આવ્યો ? (3) બાગ બગીચો સંભાળવાની જેઓની જવાબદારી છે તેવા પાલિકાના સ્ટાફે કોઈ શાળાના ગણવેશ સાથે બગીચામાં પ્રવેશતા છોકરા-છોકરીઓને રોકી જરૂરી પુંછપરછ કરવી જોઈએ કે આજે તેઓ શાળાને બદલે અહી કેમ આવ્યા ? ઉચિત જણાય તો શાળાનો પણ સંપર્ક કરી શિક્ષકોને જાણ કરવી જોઈએ કે તમારા વિધાર્થીઓ અહી કેમ આવ્યા છે ? (4) શહેરના એમજી રોડ પર પોલીસ સ્ટેશનથી ખુબ નજીક આવેલા આ સરદાર પાર્કમાં પોલીસ જવાનોએ પણ સમયાંતરે બગીચામાં લટાર મારી કોઈ સગીર વયના છોકરા છોકરીઓ, વિદ્યાર્થી બાળકો બેઠેલા જોવા મળે તો તેઓની શાંતિથી પૂછપરછ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કે જેથી સંતાનો બગડતા અટકે !

   જો કે આ બાબતે જે હોય તે, "એક હાથે તાળી ના પડે" એ કહાવાતને બરાબર ધ્યાને રાખી જો વાલીઓ, શાળા સંચાલકો, બાગ સંચાલકો અને પોલીસ "જાગ્યા ત્યાંથી સવાર" સમજી થોડા જાગૃત બની પોતપોતાની સુપેરે ફરજ બજાવે તો ગેરમાર્ગે જઈ રહેલા સંતાનોને બેશક બગડતા અટકાવી સુધારી શકાય તેવું પણ કહેવું ઉચિત જણાય છે.

નોંધ : આ સમાચાર સાથેનો ફોટો પ્રતીકાત્મક ચિત્ર છે. 
કશ્યપ જે. જોશી જેતપુર(જેતલસર) 9974262812

બુધવાર, 30 ડિસેમ્બર, 2015

જેતપુરના મંડલીકપુર નજીકથી 2 શખ્શોને વિલાયતી શરાબની 78બીયરના 36 સાથે 2 ને જડપી લીધા.. જુનાગઢથી ઉપલેટા શરાબ-બીયરનો જથ્થો પહોંચે તે પહેલાજ પોલીસે ઝડપી લીધો..


રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચે 
જેતપુરના મંડલીકપુર નજીકથી 2 શખ્શોને વિલાયતી 
શરાબની 78બીયરના 36  સાથે 2 ને જડપી લીધા..
જુનાગઢથી ઉપલેટા શરાબ-બીયરનો જથ્થો પહોંચે તે પહેલાજ પોલીસે ઝડપી લીધો.. 
જેતપુર તા.30 (કશ્યપ જોશી દ્વારા)
આજે બપોરે જેતપુરના તાલુકાના મંડલીકપુર ગામ પાસેથી રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે વિલાયતી શરાબ અને બીયરનો જથ્થો ઉપલેટા પહોંચે તે પહેલાજ બે શખ્શો સાથે ઝડપી લીધો હોવાની વિગતો  મળી રહી છે.

મળતી વિગતો મુજબ આજે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ જેતપુર તાલુકાના  મંડલીકપુર ગામ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલી એક ગાડીને રોકી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણભાઈ પંપાણીયા વિગેરેએ તપાસતા તેમાંથી 78  બોટલ અને બીયરના 36 ટીન મળી આવ્યા હતા.
પોલીસે ગાડી સાથેના કારાભાઈ કરણાભાઈ વંદા(રહે.જુનાગઢ) તથા રાજુ ભાયા કોડીયાત્તર (રહે.જુનાગઢ) ને પકડી પાડી આકરી પૂછપરછ કરતા આ  બંને શખ્શોએ જુનાગઢના લોહાણા ધીરેન કારિયા પાસેથી શરાબ અને બીયરનો જથ્થો લીધો હોય અને ઉપલેટા ખાતે રબારી રાજુ ભરાઈને પહોચાડવા જતા હોવાની કબુલાત આપતા પોલીસે શરાબ બીયરના સપ્લાયર અને ખરીદનાર સુધી પહોચવાની કવાયત આદરી, કુલ રૂપિયા 1.49 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જમાદાર ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈએ જણાવેલ કે સૌ પ્રથમ આ ગાડીને રોકવાનો પ્રયાસ કરાતા દારૂ બીયર ભરેલી ગાડીએ પુરપાટ ઝડપે દોડાવી નાશવાનો પ્રયાસ કરતા પોલીસને ફિલ્મી ઢબે  પીછો કરી પકડવી પડી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

મંગળવાર, 29 ડિસેમ્બર, 2015

જેતપુરના જુનાગઢ રોડ ઉપર યુવાન વેપારીની નજર ચૂકવી રૂ.૨૪૦૦૦ રોકડ સેરવી જતા બે અજાણ્યા શખ્શો !

રૂપિયા ૨૦૦ ના સામાનમાં રૂ.૧૦૦૦ની નોટ આપી, વેપારી છુટા ગોતતો હતો ત્યાં કળા કરી ગ્યા !

જેતપુરના જુનાગઢ રોડ ઉપર યુવાન વેપારીની નજર ચૂકવી 

રૂ.૨૪૦૦૦ રોકડ સેરવી જતા બે અજાણ્યા શખ્શો !

જેતપુર તા.૨૯  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના જુનાગઢ રોડ પર આજે એક યુવાન વેપારીને ખરીદેલા સામાનનું બીલ ચુકવવા રૂપિયા એક હજારની નોટ આપી, વેપારીની નજર ચૂકવી રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી બે ગઠીયા રફુચક્કર થઇ ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાતા ફોજદાર સંઘાણીએ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલ કૃષ્ણ સ્ટીલ એન્ડ સિમેન્ટ નામની દુકાને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમોએ આવી સ્ટીલ વાયર તથા ખીલીઓ માંગતા દુકાન સંચાલક યુવાન વેપારી અંકિત સુરેશભાઈ બરવાળીયા(રહે.સમાધી રોડ, પીરવાળી શેરી, વીરપુર) અજાણ્યા શખ્શને વાયર તથા ખીલીઓ આપી હતી.

દરમિયાન બીલના રૂપિયા ૨૦૦ અંકિત માંગતા અજાણ્યા શખ્સે રૂપિયા ૧ હજારની નોટ આપતા, અંકિત રૂપિયા ૮૦૦ પરત આપવા પોતાના થેલામાંથી છુટા ગણતો હતો ત્યારે ટેબલના ખાનામાં પડેલા રૂપિયા ૨૪૦૦૦ રોકડ આવેલો અજાણ્યો શખ્શ સેરવી તેમની સાથેના અન્ય એક બાઈકચાલક સાથે રફુચક્કર થઇ જતા આ બારની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બાઈક ચાલકો સીસી ફૂટેજમાં દેખાયા...

જેતપુર : આ બનાવના તપાસનીસ પીએસઆઈ સંઘાણીએ જણાવેલ કે, રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી નાશી છુટેલા બંને બાઈક ચાલકો સીસી કેમના ફૂટેજમાં દેખાયા છે. પણ હજુ પકડાયા નથી. તેમજ પૈસા સેરવી જનાર શખ્શે કોફી કલરનો ગરમ કોટ, ક્રીમ પેન્ટ અને ખાખી બુટ પહેર્યા હોવાનું ફરિયાદી વેપારી યુવાને જણાવતા આવા વર્ણનવાળા ઇસમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


આગામી ૧૨ મી જાન્યુઆરીએ યોજાનાર જેતપુર માર્કેટની ચુંટણી માટે ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ફોર્મ વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ફોર્મ ભરાયા

આગામી ૧૨ મી જાન્યુઆરીએ યોજાનાર જેતપુર માર્કેટની ચુંટણી માટે

ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ફોર્મ

વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ફોર્મ ભરાયા

જયારે ખરીદ વેંચાણ સંઘની ૨ શીટ માટે ૪ ફોર્મ ભરાયા..આજે ફોર્મની ચકાસણી,

૨-૧૨ ના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ અને ૧૨-૧ ના રોજ ચુંટણી યોજાશે.


જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)

આગામી ૧૨-૧-૨૦૧૫ ના રોજ જેતપુર જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટ યાર્ડ)ની યોજના ચુંટણી માટે આજે ફોર્મ ભરવાના દિવસે કુલ ૩૬ ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે માહિતી આપતા ચુંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર જયસુખભાઈ ઠુંમર( યાર્ડ સેક્રેટરી)એ જણાવેલ કે માર્કેટ યાર્ડની મુખ્યત્વે ત્રણ પેનલોમાં ૩૬ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ઉમેદવારોએ,

વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ઉમેદવારોએ અને ખરીદ વેંચાણ સંઘ મંડળીની ૨ શીટ માટે ૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ભરાયેલ આ તમામ ફોર્મ્સ તા.૩૦-૧૨. ના રોજ ચકાસાસે, તા.૨-૧-૧૫ ના રોજ ફોર્મ પરત ખેંચવા માટે અને તા.૧૨-૧-૧૫ ચુંટણી માટે નક્કી કરાઈ છે. ચુંટણી બાદ મત ગણના તા.૧૩ જાન્યુઆરીના રોજ થશે. જેતપુર યાર્ડની ચુંટણીમાં કેટલા સદસ્યો મતદાન કરશે ? તેવા સવાલનો જવાબ આપતા ચુંટણી અધિકારી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે જેતપુર તાલુકાની લગભગ ૩૩ સહકારી મંડળીઓના ૪૬૨ સભ્યો પોત પોતાનો કીમતી મત પોત પોતાના માનીતા ઉમેદવારોને આપશે.

અત્રે એ નોંધનીય છે કે આજે ભરાયેલ ફોર્મમાં ખેડૂત પેનલમાં કોંગી અગ્રણી અને જાણીતા દાતા જગદીશ પાંભરે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે ત્યારે યાર્ડના ચેરમેન તેઓ બનશે કે માજી ચેરમેન રીપીટ થશે તે સમયજ બતાવશે.



સોમવાર, 28 ડિસેમ્બર, 2015

જેતપુર માર્કેટ યાર્ડની ૧૨ જાન્યુઆરીએ ચુંટણી

આજે ઉમેદવારી ફોર્મ ભરાશે..

કોંગ્રેસમાં ઉમેદવારોને જવલંત વિજય અપાવનાર જગદીશ પામ્ભર ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવશે, ૩૦ મીએ ચકાસણી અને ૧લી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ..જીલ્લા-તાલુકા પંચાયતની જેમજ ઉભો થઇ રહેલો માહોલ...

જેતપુર તા.૨૮

     જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ પ્રેરિત જેતપુર માર્કેટિંગ યાર્ડની આગામી ૧૨ મી જાન્યુઆરી ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે તા.૨૯ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.

     આ બાબતે માહિતી આપતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે જેમ તેઓના ટીમવર્ક દ્વારા જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો તેવીજ રીતે જેતપુર માર્કેટ યાર્ડમાં પણ પોતાની કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામેની તમામ પેનલો અને અપક્ષ ઉમેદવારોને ધોબી પછાડત આપવા તૈયાર થયા છે.

       અને આ વાતની સાબિતી રૂપે તેઓએ(જગદીશભાઈએ ) જેતપુર યાર્ડના ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવતું ઉમેદવારી ફોર્મ આજે ભરી પોતાની પેનલોને વિજય અપાવવા કવાયત આદરશે. જેતપુર તાલુકાની કુલ ૩૩ થી વધુ સહકારી મંડળીઓના ૫૦૦ થી ૬૦૦ સદસ્યો આ ચુંટણીમાં મતદાન કરશે. કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામે વેપારી પેનલ અને અપક્ષો ચુંટણી લડશે.

     જેતપુરની યાર્ડમાં વર્ષો થયા ચાલતી સ્ટાફ, વાહનો વિગેરેમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડવા અને આજથી વર્ષો પહેલા જેમ યાર્ડ ચેરમેન સ્વ.રમણીકભાઈ પટેલ યાર્ડ સુધી પહોચવા રીક્ષાનો ઉપયોગ કરતા તેવી પ્રણાલીને જાળવી રાખવાના ઉદેશ સાથે જગદીશભાઈ પામ્ભારે ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવી હોય જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે !!

જ્યારે યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશ ભુવાએ ૧૨ મી યોજાનારી ચુંટણીનું ચિત્ર કે વિગતો કાલે(મંગળવારે) ૧૧ વાગ્યે ખબર પડે તેવી વાત ટેલીફોનિક સંપર્ક દરમિયાન જણાવેલ.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨