રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચે
જેતપુરના મંડલીકપુર નજીકથી 2 શખ્શોને વિલાયતી
શરાબની 78બીયરના 36 સાથે 2 ને જડપી લીધા..
જુનાગઢથી ઉપલેટા શરાબ-બીયરનો જથ્થો પહોંચે તે પહેલાજ પોલીસે ઝડપી લીધો..
જેતપુર તા.30 (કશ્યપ જોશી દ્વારા)
આજે બપોરે જેતપુરના તાલુકાના મંડલીકપુર ગામ પાસેથી રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે વિલાયતી શરાબ અને બીયરનો જથ્થો ઉપલેટા પહોંચે તે પહેલાજ બે શખ્શો સાથે ઝડપી લીધો હોવાની વિગતો મળી રહી છે.
મળતી વિગતો મુજબ આજે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલી એક ગાડીને રોકી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણભાઈ પંપાણીયા વિગેરેએ તપાસતા તેમાંથી 78 બોટલ અને બીયરના 36 ટીન મળી આવ્યા હતા.
પોલીસે ગાડી સાથેના કારાભાઈ કરણાભાઈ વંદા(રહે.જુનાગઢ) તથા રાજુ ભાયા કોડીયાત્તર (રહે.જુનાગઢ) ને પકડી પાડી આકરી પૂછપરછ કરતા આ બંને શખ્શોએ જુનાગઢના લોહાણા ધીરેન કારિયા પાસેથી શરાબ અને બીયરનો જથ્થો લીધો હોય અને ઉપલેટા ખાતે રબારી રાજુ ભરાઈને પહોચાડવા જતા હોવાની કબુલાત આપતા પોલીસે શરાબ બીયરના સપ્લાયર અને ખરીદનાર સુધી પહોચવાની કવાયત આદરી, કુલ રૂપિયા 1.49 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જમાદાર ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈએ જણાવેલ કે સૌ પ્રથમ આ ગાડીને રોકવાનો પ્રયાસ કરાતા દારૂ બીયર ભરેલી ગાડીએ પુરપાટ ઝડપે દોડાવી નાશવાનો પ્રયાસ કરતા પોલીસને ફિલ્મી ઢબે પીછો કરી પકડવી પડી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો