LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011
કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ
અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો
અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો
ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા
દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ
અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ
લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર
મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા
ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે
ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે
સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા
જેતપુરનો રાજુ ધામી ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે પકડાયો.જુનાગઢના રાજુ રબારીની શોધખોળ ચાલુ.
ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2011
હૃદયની દવાનું રસાયણ ત્રાસવાદીઓની પણ પ્રથમ પસંદગી
દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ
અને એ મહિલા વકીલથી મોત બે ક્ષણ છેટું રહ્યું.....
દિલ્હી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ ઘોષિત
હોમ અને કાર લોન પર હવે પ્રિ-પેમેન્ટ પેનલ્ટી દૂર કરાશે
જમીન સંપાદન ખરડો લોકસભામાં રજૂ
દિલ્હી બ્લાસ્ટ : સરકારની અસમર્થતા સામે બોલિવૂડનો ફિટકાર
આવકવેરાના સશસ્ત્ર સ્પેશિયલ એજન્ટો મોટા કરચોરો પર ત્રાટકશે
દિલ્હી હાઈકોર્ટમાં ૨૫ મેનો બ્લાસ્ટ તોફાન પહેલાંની ચેતવણી હતી ?
મુંબઇમાં અગિયાર માળનો બંગલો ૧૦૫ કરોડમાં વેચાયો
વિસ્ફોટ બાદ ઠેરઠેર માંસના ટુકડા અને લોહીથી લથપથ લોકો
દિલ્હી હાઈકોર્ટને ફૂંકી મારવા કાવતરું હતું : પોલીસ
પ્રતિષ્ઠિત મફતલાલ પરિવારમાં નવો વળાંક : અતુલ્ય-શીતલના છૂટાછેડાનો તખ્તો તૈયાર
વિસ્ફોટના ક્લાકોમાં જ હાઇકોર્ટમાં કામકાજ પુનઃ શરૂ
જુલાઈમાં દિલ્હી પોલીસને સાવચેત કરાઈ હતી : ચિદમ્બરમ્
ઇઝરાયેલે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો
વિસ્ફોટમાં ફેરિયાઓ પણ ઈજાનો ભોગ બન્યા
વિસ્ફોટ પહેલાં બેગ સાથે એક વ્યક્તિ કોર્ટ બહાર દેખાયો હતો
ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત થશે
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નથી થયું : ચિદમ્બરમ્
જનાર્દન રેડ્ડીની કસ્ટડી અંગે સુનાવણી ગુરૂવારે
અફઝલને ફાંસી ન થઇ તો ભાજપ પ્રદર્શન કરશે
દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધોના સ્કેચ જારી કરવામાં આવ્યા
જેડેની હત્યા : ઇંગ્લેન્ડમાંથી ત્રણ ડઝન ગ્લોબલ રોમિંગ સિમકાર્ડ ખરીદાયાં હતાં
મુંબઈમાં પત્રકાર જેડેની હત્યાનું કાવતરું પાર પાડવા માટે છોટા રાજને ગત ફેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડમાંથી બોગસ દસ્તાવેજોને આધારે લાખ્ખો રૃપિયાનો...
વાંચો : આતંકવાદીઓએ ક્યારે ક્યારે કર્યા ભારત પર હુમલા...
બ્લાસ્ટના ભોગ બનેલા પરિવારોએ રાહુલ ગાંધીના વિરોધમાં કરી નારેબાજી
અફઝલની ફાંસી રદ ન થાય તો સુપ્રીમ કોર્ટ ટાર્ગેટ : ‘હુજી’
દિલ્હી હાઈકોર્ટની બહાર આજે થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી (હુજી) દ્વારા મોકલવામાં...
પિંડદાન માટે પણ હવે ઓનલાઇન બૂકિંગ!
દિલ્હી બ્લાસ્ટ મામલે ગડકરીએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી
વિદ્યાર્થિનીનું અપહરણ કરી એસઆઈએ વાંધાજનક ફોટો પાડ્યા
બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપાઇ
દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ આજે રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને સોંપવામાં આવી છે. આ હુમલામાં ૧૦નાં મોત નીપજ્યાં ...
સંસદે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો : બંને ગૃહો મુલતવી રહ્યાં
દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટને સંસદનાં બંને ગૃહોએ વખોડી કાઢયા હતા અને બંને ગૃહ મુલતવી રાખવામાં...
મમતા હઠની સાઇડ ઇફેક્ટ, ફેની પર સમજૂતી અટકી
...મેં બોમ્બ મુકનાર વ્યક્તિને જોયો છે
રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને વેલ્લોર જેલમાં ખસેડાઇ
કેશ ફોર વોટ : હવે પ્રશ્નોનું તોફાન કોંગ્રેસ તરફ વળ્યું
માયાવતીએ માફી માંગવી જોઇએ :જૂલિયન અસાંજે
નિષ્ણાંત તપાસ પંચ કરશે પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાની ગણના
બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011
કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે
દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત
દેશનું પાટનગર નવી દિલ્હી ફરી એકવાર પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠયું છે. ત્રાસવાદે ફરી એકવાર તેનો બિહામણો ચહેરો...
લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ
યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ
યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ
સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની
અમરસિંહના ટોપ ટેન વિવાદો
જેતપુર નાઝીક ઘવાયેલા વૃદ્ધનું મોત
મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011
આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્યે જમીનના રીસરવેની કામગીરી શરૂ કરી છે ત્યારે નવનિયુક્ત સર્વેયરોની કામગીરી મહત્ત્વપૂર્ણ બનશેઃ મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ



રાજ્યના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા ૩૬૮ નવનિયુક્ત સર્વેયરોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંક હૂકમો અપાયા
ગાંધીનગર, સોમવારઃ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા યોજાયેલા નવનિયુક્ત સર્વેયરોને નિમણૂંક હૂકમ આપવાના સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુવાનોને નિમણૂંકના હુકમ આપી આવકારતાં જણાવ્યું હતું કે, સરકારી વહીવટી તંત્રમાં સેવા કરવાની તક એવા વિભાગમાં મળી છે જેની શરૂઆત ઇ.સ. ૧૮૮૪માં થઇ હતી. તેમણે સૌ સર્વેયરોને કાર્યનિષ્ઠા દાખવી આ સેવા બજાવવા અનુરોધ કર્યો હતો. જમીન દફતર ખાતું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ નાગરિકો સાથે જોડાયેલું છે એટલે આ વિભાગમાં કામ કરવું સૌથી મહત્ત્વનું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પારદર્શિતા સાથે લોકકલ્યાણના કાર્યો કરવાનાં મંત્ર સાથે વિકાસની વણથંભી વણઝાર સર્જી છે ત્યારે નવનિયુક્ત કર્મચારીઓએ આ મંત્રને સાર્થક કરવા પુરૂષાર્થ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કોઇપણ વિભાગમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે માત્રને માત્ર મેરિટના આધારે ભરતી કરવામાં આવે છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે ૧૩,પ૦૦ વિઘાસહાયકોની ભરતી કરી તેમાં કયાંય પણ ભ્રષ્ટાચારને સ્થાન નથી. ભૂતકાળમાં નિમણૂંક તો ઠીક બદલીઓમાં પણ ભ્રષ્ટાચાર થતા ત્યારે આ રાજ્ય સરકારે સીનિયોરીટીના આધારે બદલીના કેમ્પ કર્યા અને પારદર્શિતા સ્થાપી છે. રાજ્ય સરકારે આવા ત્રણેક લાખ જેટલા યુવાનોને માત્ર ને માત્ર મેરીટના આધારે આ રાજયમાં નોકરી આપી છે. આ જ રીતે આજે ૩૬૮ જેટલાં સર્વેયરોને નોકરી આપવામાં આવી છે. ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે રાજ્ય સરકારે અનેકવિધ કામગીરી આરંભી છે. જમીન દફતર સુધારણા કાર્યક્રમ ઉપરાંત રાજ્યભરના રરપ તાલુકામાં જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૧૩૦ પ્રકારના જનસેવાના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગામના લોકોને તાલુકા મથકે પણ જવું પડે નહીં પરંતુ ૭/૧૧ ના ઉતારા કે જન્મ-મરણની નોંધ જેવા કામ ગામમાં જ થાય તે માટે ઇ-ગ્રામ યોજના શરૂ કરી. ભૂમાફિયા, ગરીબોની જમીન હડપ કરે નહી તે માટે રાજ્ય સરકારે તકેદારી રાખી ઇ-જમીનના પ્રોજેકટમાં ખેડૂત ખાતેદારની સંપૂર્ણ સામેલગીરી કરી છે. આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્યે જમીનના રી-સરવેની કામગીરી શરૂ કરી છે જેનો અભ્યાસ કરવા અન્ય રાજ્યોના અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે આ સરવેની કામગીરીમાં આજથી જોડાતા ૩૬૮ સર્વેયરોને કારણે વધુ ઝડપ આવશે. વર્ષ ર૦૧પમાં રાજ્યની તસુએ તસુ જમીનનો રી-સરવે કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જમીન મોજણીમાં ટેકનોલોજીનો ઉપયોગ મહત્ત્વનો છે તેમ જણાવી મંત્રીશ્રીએ નવનિયુક્ત સર્વેયરોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે તાલીમબધ્ધ થવા અને કૌશલ્યવાન બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન મહેસુલ દફતરના કોમ્પ્યુટરાઇઝેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નવનિયુક્ત સર્વેયરોને ઉજ્જવળ નૂતન કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી પ્રકાશભાઇ સોનીએ નવનિયુક્ત સર્વેયરોને આવકારી જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારના ધનિષ્ઠ આયોજનને કારણે જે ઉમેદવારોએ-યુવાનોએ ટેકનિકલ શિક્ષણ મેળવ્યું છે તેવા મોટાભાગના બેરોજગાર યુવાનોએ આજે રાજ્યમાં રોજગારી મળી રહી છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ દ્વારા યુવાનોને વધુ કાર્યક્ષમ બનાવી રાજ્ય સરકારે રોજગારીની ઉપલબ્ધ તકોમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તસુએ તસુ જમીનની મોજણી કરવાના મહત્ત્વના કાર્ય માટેની જરૂરિયાતને પૂરી કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સર્વેયરોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. એલ. મીનાએ નવનિયુક્ત મોજણીકારોને આવકારતા જણાવ્યું હતું કે, જમીન મહેસુલ વિભાગ વર્ષોથી ચાલતો આવે છે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેણે આ જિલ્લામાં આધુનિક પદ્ધતિથી જમીનના પુનઃ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીના આઠ જિલ્લામાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. શ્રી મીનાએ જણાવ્યું હતું કે, જે શ્રેષ્ઠ છે તેને ટકાવી રાખવું ધણું મહવનું છે તેમણે શ્રેષ્ઠ કામગીરી નિષ્ઠાથી બજાવી પોતાના કૌશલ્યને જાળવી રાખવા નવનિયુક્ત સર્વેયરોને અનુરોધ કર્યો હતો. મોજણીમાં મશીન અને કોમ્પ્યુટરના ઉપયોગ સાથે કદમતાલ મીલાવી કર્તવ્યપરાયણતા સતત જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને નવનિયુક્ત સર્વેયરોને આવકારતા સેટલમેન્ટ કમિશનર શ્રી એમ.વી. જોશીએ જણાવ્યું હતું કે, મેરીટ પ્રાપ્ત કરનારા ઉમેદવારોને પસંદગીનો અવકાશ મળે અને આખી પ્રક્રિયા પારદર્શિ બને તેવા રાજ્ય સરકારના અભિગમને કારણે જ આ સમારોહ શક્ય બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માત્ર ૧૯ દિવસના ટુંકા ગાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી જે ઝડપ દર્શાવી, જે પારદર્શિતા દર્શાવી તે ખરેખર ઉદાહરણરૂપ છે. તેમણે રાજ્યના સાત જિલ્લામાં યુદ્ધના ધોરણે થઇ રહેલી આધુનિક પદ્ધતિ આધારિત જમીન મોજણીની પણ માહિતી આપી નવનિયુક્ત મોજણીદારોને પોતાની સેવા નિષ્ઠાથી બજાવવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહની શરૂઆતમાં દીપપ્રાગટય બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. મહેસુલમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્વેયરોને નિમણૂંકના હુકમપત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહેસુલ સચિવ અને જમીન સુધારણા કમિશનર શ્રી એસ. એ. ગોલકિયા, મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી હેમેન્દ્ર શાહ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાસભર બનાવવાના સફળ પ્રયોગો વિષયક ત્રણ પુસ્તિકાઓનું વિમોચન
વિશ્વભરના ગુજરાતીઓ માટે ઇન્ટરનેશનલ ગુજરાત કવીઝ કોમ્પીટીશનનો ઓનલાઇન પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
વીસ વિજેતાઓને સરકારના ખર્ચે ગુજરાત દર્શન-પર્યટનનું અનોખું ઇનામ અપાશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અસ્મિતા અને ગરિમાપૂર્ણ વિકાસથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માહિતગાર થાય એ માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુજરાત કવીઝ ઓનલાઇન કોમ્પીટીશનની વેબસાઇટ આજે શિક્ષક દિવસે લોન્ચ કરી હતી.
વિશ્વમાં વસતા કોઇપણ ગુજરાતી, આ ગુજરાત કવીઝની ઓનલાઇન સ્પર્ધામાં બીજી ઓકટોબર ર૦૧૧ સુધી ભાગ લઇ શકશે જેમાં ગુજરાત, રાજ્ય બહારના અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે અલગ અલગ વિજેતા કક્ષા સુનિヘતિ કરવામાં આવી છે અને ગુજરાત વિષયક પ૦૦૦ જેટલા પ્રશ્નોની બેંક પ્રસ્તુત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, આ ઇન્ટરનેશનલ ગુજરાત કવીઝ કોમ્પીટીશનમાં વિજેતા બનેલા દશ વિદેશના, પાંચ ભારતના અને પાંચ ગુજરાતના એમ કુલ વીસ વિજેતાઓને સહકુટુંબ રાજ્ય સરકારના શિક્ષણ અને પ્રવાસન વિભાગોના ઉપક્રમે ચાર રાત્રી અને પાંચ દિવસ માટે "ગુજરાત દર્શન' પર્યટનના ઇનામો અપાશે.
ગુજરાતીઓ અને શાળા-કોલેજોના, વિઘાર્થીઓ સર્વાધિક સંખ્યામાં "ગુજરાત કવીઝ' સ્પર્ધામાં ભાગ લે એવા શિક્ષણના આ અભિયાનને સફળ બનાવવા આહ્્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે શિક્ષણ વિભાગ આયોજિત એક કરોડ વિઘાર્થીઓ સાથેના શૈક્ષણિક સંવાદ સત્રનો પ્રારંભ કરતા પૂર્વે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઊંચે લાવવાના શિક્ષકોની નવતર સફળ પ્રયોગાત્મક સિધ્ધિઓ વિષયક ત્રણ પુસ્તિકાઓનું પણ વિમોચન કર્યું હતું.