અનુયાયીઓ

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

જેતપુરનો રાજુ ધામી ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે પકડાયો.જુનાગઢના રાજુ રબારીની શોધખોળ ચાલુ.

જેતપુરનો રાજુ ખીમજી ધામી નામનો યુવાન ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે ઝડપાયો. અગાઉ ખૂન કેશમાં સંડોવાયેલો અને જામીન પર છૂટેલો રાજુ ધામી કોલેજ સામે એક ખાલી ડેલો ભાડે રાખી , વિદેશી શરાબ તેમાં સંતાડી વેચતો હતો પણ બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબીના પી આઈ જાની અને સ્ટાફના નારણ અહિર બાપાલાલ ચુડાસમા સહિતના સ્ટાફે ખાલી ડેલામાં આજે સવારે દરોડો પાડતા પોલીસ ને રૂપિયા ૩૫૦૦૦ ની ૧૧૫ બોટલ વિદેશી શરાબ હાથ લાગ્યો હતો. પોલીસે રાજુની અટક કરી આકરી પૂછપરછ કરતા રજુ એ આ દારૂ જુનાગળના રાજુ ડોસા રબારીનો હોવાનું કબુલતા પોલીસે હવે રાજુ રબારીને દબોચવાની કવાયત આદરી હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: