રાજકોટ : મુસાફરોની સુવિધા માટે
પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળથી ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બર ર0ર0થી
વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 06333-06334
વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દર ગુરૂવારે 10
ડિસેમ્બર, ર0ર0થી આગામી આદેશ સુધી દોડશે. ટ્રેન નંબર 06333-06334
વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન ટ્રેન નંબર 06333
વેરાવળ-ત્રિવેન્દ્રમ વિશેષ ટ્રેન વેરાવળથી 10 ડિસેમ્બર ર0ર0 (ગુરૂવારે)ને
6.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 4 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન 07 ડિસેમ્બર ર0ર0 (સોમવાર)ના રોજ 1પ.40 વાગ્યે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને ત્રીજા દિવસે 1પ.45 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન નંબર 06334 (ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશ્યલ) મણિનગર અને માવેલીકારા સ્ટેશનો પર પણ રોકાશે અને ટ્રેન નંબર 06333 (વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશ્યલ) પચ્યન્નૂર, કન્નાપુરમ, વડકરા, કાયિલાંડી, ફેરોક, પરપ્પનંગાડિ અને તિરૂવનંતપુરમ પેટ્ટા સ્ટેશનો પર પણ રોકાશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.
આ ટ્રેનનું બુકીંગ ર3 નવેમ્બર ર0ર0 (સોમવાર)થી શરૂ થશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરે અને ગાડી ઉપડવાના સમયથી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા વિનંતી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો