સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી વિભાગમાં નોકરી કરતી મહિલા સાથે બન્યો બનાવ
; એક તો પૈસા ઉછીના આપ્યા ને ઉઘરાણી કરતા અંધશ્રધ્ધાના રવાડે ચડાવેલી મહિલા દાઝી : ધુતારાઓએ મહિલાને પૈસાના વરસાદની લાલચ આપી રૂપિયા 90 હજાર પડાવી લીધા :5 શખ્શો સામે શારદાબેન થારુંની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ અરજી : પોલીસ તપાસનો ધમધમાટ શરુ
:ઈજાગ્રસ્ત મહિલાને જમણા હાથની આંગળીઓમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે
"લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" તેવી કહેવત વધુ એક વખત સાબિત કરતો અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સલામતિ દળની એક મહિલા સાથ બનવા પામ્યો છે. જો કે ઉછીના રૂપિયાની માંગણી શરુ કરાતા હંબગ વાતો ઉપજાવી કાઢી એક મહિલા સહીત 5 શખ્શોએ સિક્યુરીટી તંત્રની મહિલાને ધગધગતા તેલમાં હાથ બોળાવી, પૈસાનો વરસાદ થવાની લાલચ આપી રૂપિયા 20 હજાર પાછા દેવાની વાતમાં અંધશ્રદ્ધામાં ભોળવી વધુ રૂપિયા 90 હજાર પડાવી લેવાનો કારસો સફળ બનાવ્યાની એક ફરિયાદ અરજી દાઝી ગયેલી મહિલાએ પ્રદ્યુમણ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની ઉપર શારદાબેન હરિભાઈ થારું નામની કચ્છી મહિલા સિક્યુરીટી વિભાગમાં નોકરી કરે છે. ગઈ તા.13-12 ના રોજ શારદાબેન સાંજના સમયે ફરજ પર હતા ત્યારે ઝનાનાં વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતી રુક્શાનાબેન તેમની પાસે આવી હતી. અને કહેવા લાગી હતી કે "તું મારા અને ઓકસીઝ્નવાળા નિલેશબાપુના સંબંધો બાંટે જે ખોટી વાતો કરે છે તેના સાતકબુલા માટે તારે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના મેલડી માતાજીના મંદિરે ગરમ તેલના તાવમાં હાથ બોળવા આવવું પડશે.
આવી વાતથી શારદાબેન ગભરાઈ ગયા હતા. બીજીબાજુ શારદાબેન નોકરી પરથી છૂટ્યા ત્યારે ત્યાં ઓક્સીઝ્ન પ્લાન્ટમાં નોકરી કરતા નિલેશબાપુ, લાખાભાઈ તેમનો દીકરો સંજય ધાક ધમકી આપી શારદાબેનને મેલડી માતાજીએ મંદિર બળજબરીથી લઇ ગયા હતા. જ્યાં સંજયની પત્ની તેમજ અન્ય એક કર્મચારી હતો. આ સમયે રુક્શાના અને તેમનો પતિ પણ મંદિરે આવીને "તું અમારા સંબંધો બાબતે કેમ હોસ્પીટલમાં ખોટી વાતો કરે છે ? " તેવું કહી ચપલ વડે માર મારવા લાગ્યા હતા.
દરમિયાન નીલેશ, લાખાભાઈ, સંજય અને સંજયની પત્ની તેમજ એક અન્ય મળી તમામે શારદાબેનનો જમણો હાથ ચુલા પર ઉકળતા તેલના તપેલામાં ત્રણ વખત બળજબરીથી બોળાવતા શારદાબેન સખત રીતી દાઝી જતા સારવાર માટે ઈમરજન્સી વિભાગમાં દાખલ થયા હતા. આ બનાવની કોઈને વાત કરીશ તો નોકરીમાંથી કઢાવી મુકીશું તેવી પાંચેય શારદાબેનને ધમકી આપી હોય ત્યારે પોલીસ ફરિયાદ કરી નહોતી. અહી સારવાર દરમીયા તબીબોના અભિપ્રાય મુજબ શારદાબેનને આંગળીમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી ગંભીર ઈજાઓ હાથમાં થઇ હતી.
આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ અરજી કરી શારદાબેને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં શારદાબેને જણાવ્યું છે કે, બનાવનું મૂળ કારણ તો ઉછીના પૈસા પરત નાં આપવા માટે બન્યો છે. પોલીસે અરજી પરથી જરૂરી તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો