અગ્નિસ્નાન કરનાર બોરડી સમઢીયાળાની પરિણીતાનું મોત
---------------------------------
જેતપુર તા.7
ગઈકાલે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની પરિણીતા શાંતુબેન રણછોડભાઈ કોળીએ અગમ્યો કારણોસર શરીરે કેરોસીન છાંટી ભડ ભડ સળગીને દાઝી જતા તેમને જેતપુરથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ, જ્યાં ગણતરીની કલાકોની સારવાર દરમિયાન શાન્તુબેનનું મોત થયાનું તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયું છે.
--------------------------------------------------------------------------------------
જેમાંથી રોજીરોટી રળવાની હતી તે ઘાસ, મૂર્તિની ડાઈ ખાક થઇ ગઈ !
જેતપુરમાં શોક સર્કીટથી મૂર્તિ બનાવનાર કારીગરનું ઘાસ ખાક
----------------------------------
જેતપુર તા.7
જેતપુરના અમરનગર રોડ ઉપર ગઈ કાલે મોડી રાત્રીના વીજ તારના ઝરેલા તણખાથી ગણપતિ બાપની મૂર્તિ બનાવનાર કારીગરની 40 ગાંસડી ઘાસ બળીને ખાક થઇ ગયાની ઘટના શહેર પોલીસ દફતરે જાણ કરાઈ હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર વર્ષો થયા ઝુંપડા બાંધી રહેતા અને ગણપતિબાપની મૂર્તિ બનાવી રોજીરોટી રળતા નારાયણભાઈએ પોતાના ઝુંપડા પાસે આશરે રૂપિયા 50 હજારની કિમતનું ઘાસ અને મૂર્તિ બનાવવાની ડાઈ જેવા આદિ સાધનો રાખ્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રીના સાડાબાર વાગ્યાની આસપાસ તેમના ઝુંપડા ઉપરથી પસાર થતી વીજ તંત્રના તારમાંથી ખરેલા તણખાથી ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.
ચંદુભાઈ ટોળિયા નામના સેવાભાવી આગેવાને જેતપુર પાલિકાને જાણ કરી હતી કે ભારે પવન વચ્ચે લાગેલી આગ કોઈ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરને મોકલો, આવી જાણકારી મળતાજ જેતપુર નગર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા ઉર્ફે ચકુ બોસ અગ્નિશામક બંબાને લઈને ઘટના સ્થળે દોડી જઈ આગ ઠારવામાં બનતી મદદ કરી હતી. પણ ત્યાં સુધીમાં કારીગરનું રોજી રોટીનું દિવાસ્વપ્ન એવું ઘાસ અને સાધનો આગમાં ખાક થઇ જતા કારીગર પરિવારે રોકકળ કરી બધું ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વીજ તંત્ર આ બનાવની ખરાઈ કરાવી કારીગર પરિવારને બને તેટલી જલ્દી આર્થીક સહાય અપાવે તેવી માંગ કરી હતી.
----------------------------
જેતપુરમાં ભાદર કેનાલના 6 કિમી સર્વિસ રોડ-આરસીસી રેલીંગ
માટે રૂપિયા1.80 કરોડ મંજુર કરાવતા રાજ્યમંત્રી રાદડિયા
--------------------------------
જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલના અંદાજીત ૬ કિમીના સર્વિસ રોડને ડામર સપાટીથી નવિનીકરણ અને આર.સી.સી. રેલીંગના અંદાજીત રૂા. ૧ કરોડ ૮૦ લાખના કામો ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા, જેતપુર – જામકંડોરણા મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય તથા પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા મંજૂર કરાવતા
શહેરના ધોરી સમાન આ રસ્તાના નવિનીકરણ અને રેલીંગના કામ મંજૂર થવાથી જેતપુર શહેરની તમામ જનતામાં આનંદ ફેલાયો છે. ચોમાસા દરમિયાન તેમજ વખતો વખત ખેતીવાડી માટે ભાદર ઈરીગેશન તંત્ર જેતપુરની અ ભાદર કેનાલમાં પાણી છોડતું હોય, કેનાલ ભમરીયા કુવાનીજેમ કાંઠાથી ધારોધાર વહેતી હોય, તેમજ કેનાલની બંને બાજુ ઔદ્યોગિક-રહેણાંક વસાહત, કારખાના અને હનુમાનજીનું મંદિર આવેલું હોય, આરસીસી રેલીંગ બનાવવાથી રાહદારીઓ, વાહનચાલકો ભયમુક્ત બનશે..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો