જુનાગઢના 2 યુવાનો
દારૂ-બીયર સાથે પકડાયા
જેતપુર તા.7
જેતલસર નજીકના ચોકી ધાર પાસેથી નંબર વગરના મોટર સાઈકલને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ માલીવાડે રોકી પૂંછપરછ કરતા ચાલક અને પાછળ બેઠેલ એમ બંને ગેંગેફેંફે કરવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે એવિયેટર મોટર સાઈકલની ડીકી ખોલી તપાસતા તેમાંથી 2 વિલાયતી શરાબની બોટલ અને 8 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 52400 ના મુદામાલ સાથે જુનાગઢના શક્કરબાગ નજીકના રામદેવપરામાં રહેતા ઇદ્રીશ આમદ સંધી અને અશરફ રફીક ઘાંચી એમ બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો