અનુયાયીઓ

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

બેંક હડતાળ




ઓલઇન્‍ડિયા બેંક યુનિયન દ્વારા રપમીએ દેશવ્‍યાપી હડતાળ

વડોદરા : ઓલ ઇન્‍ડિીયા બેંક એમ્‍પ્‍લોઇઝ એસોસીએશનના આદેશ મુજબ જાહેરક્ષેત્રેની બેંકોના કલેરીકલ તેમજ સબ સ્‍ટાફ કક્ષના કર્મચારીઓ તા. રપ -૯-૧૩ના રોજ હડતાળ પાડશે. હડતાળથી વડોદરા શહેરમાં તમામ બેંકો સ્‍ટેટબેંક તેમજ ઇન્‍ડીયન ઓવરસીઝ બેંક સિવાય બંધ રહેશે. બેંક ઓફ બરોડામાં હડતાળની આંશિક અસર જોવા મળશે. હડતાળમાં કારણોમાં બેકિંગ ક્ષેત્રે સુધારણાનો વિરોધ, જાહેર ક્ષેત્રની બેંકોનું વિલીનીકરણના પ્રયાસોના વિરોધ, સ્‍ટેટ બેંકની એસોસીએટ બેંકો બંધ કરવાને બદલે તેમને સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાથી અલગ કરી સ્‍વાયત બનાવાની માંગણી સાથે સ્‍ટેટ બેંકની એસોસીએટસ બેંકોને સ્‍ટેટ બેંકનમાં ભેળવી દેવા હિલચાલનો વિરોધ, ઉદ્યોગગૃહોને બેન્‍કીંગ પરવાના આપવાનો વિરોધ તેમજ એસોસીએટ બેંકો પર સ્‍ટેટ બેંકની નોકરીની શરતો એકપક્ષીય રીતે લાગુ કરવાના પગલાનો વિરોધ મુખ્‍ય છે.

ટિપ્પણીઓ નથી: