વિશ્વના અનેક દેશોમાં શ્રીગણેશની અલગ-અલગ સ્વરૃપે પૂજા થાય છે
હિન્દુ સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. અલગ અલગ દેશોમાં હિંદુ સંસ્કૃતિ અને દેવી-દેવતાઓનું સ્થાન હજુ પણ યથાવત રહેવા પામ્યું છે. જેમાં ગણેશજીનું ખાસ મહત્વ રહ્યું છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકોએ એ પણ જાણવું જોઇએ કે, ગણેશજીની અલગ અલગ રૃપે દરેક દેશમાં પૂજા થાય છે અને દરેક દેશમાં કેવા સ્વરૃપે પૂજા થાય છે તે રૃપને સુરતમાં દર વર્ષે ડબગરવાડ ખાતે આવેલ શ્રી રેણુકા યુવક મંડળ સ્થાપિત કરે છે. આ વર્ષે તેમણે બાલી દેશના ગણપતિની સ્થાપના કરી છે. શ્રી રેણુકા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન વિવિધ દેશોમાં ગણપતિજીને જે રૃપે પૂજા થાય છે તે જ રૃપની મૂર્તિની સ્થાપના કરે છે જેથી સુરતના લોકો પણ જાણી શકે કે હિંદુ સંસ્કૃતિના મૂળ કયાં સુધી ફેલાયેલા છે. રેણુકા યુવક મંડળના પ્રમુખ પ્રજ્ઞોશભાઇ છત્રીવાલા કહે છે કે, અમે ૧૯૬૨થી અહીં અલગ અલગ દેશના ગણપતિજીની સ્થાપના કરવાની શરૃઆત કરી હતી. જેથી લોકો જાણી શકે કે, ગણપતિજી અન્ય દેશોમાં પણ દેવતા તરીકે પૂજાય છે. આ પ્રથા પહેલા ત્રણ વર્ષ સુધી ચાલી હતી. પહેલાં ત્રણ વર્ષ અમે ચીન, કામ્પુચીયા અને તિબેટનાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. ત્યારબાદ ફરી ૧૯૯૦માં અમે પાછી આ શરૃઆત કરી હતી. ત્યારબાદ અમે અફઘાનિસ્તાનના એલચીના, કમ્બોડીયાના, વિયેટનામ, બર્મા, શ્રીલંકા, જાપાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને સીંગાપોરના ગણેશજીની સ્થાપના કરી છે. અલગ અલગ દેશોમાં ગણેશજીનું મહત્વ અલગ છે.
ચીન : ચીન દેશના ગણપતિજીને ગુઢ વિદ્યાના દેવતા ગણાય છે. જેને આપણે વૈદ્ય કહીએ છીએ તેમની પૂજા ચીનમાં થાય છે.

કામ્પ્યૂચીયા : અહીં ગણપતિજી બૌદ્ધ મુદ્રામાં બેસેલા હોય છે. ધ્યાનસ્થ મુદ્રામાં બેસેલા આ ગણપતિજી ખૂબ જ અલ્પવસ્ત્ર ધરાવે છે. હાલમાં આ ગણપતિજી પેરિસના ગુમયેલ મ્યુઝિયમમાં છે.
તિબેટ : તિબેટના ગણેશજી અલગ પ્રકારના હોય છે. છુટાવાળ, ગળામાં અસંખ્ય સર્પોની માળા હોય છે. આ ગણેશજીને તિબેટમાં મંદિરની બહાર પ્રવેશદ્વાર પર અંગરક્ષક તરીકે સ્થાપિત કરેલ હોય છે.
અફઘાનિસ્તાનના (એલચી) : એલચીમાં વૃદ્ધ બ્રહ્મ પંડિતના સ્વરૃપમાં ગણેશજી હોય છે. જેમના માથા ઉપર વાળ નથી. ભાલ ઉપર ત્રિપુણ છે. લાલ ધોતી પૂર્વાચલની ઓળખ છે.
કમ્બોડીયા દેશ : અહીંના ગણપતિજી વીર મુદ્રામાં બેસેલા હોય છે. જેમને માત્ર બે હાથ છે અને અંકુરવાટમાં જે રીતે આભુષણો પહેરાય છે તે રીતના આભૂષણો પહેરેલ છે અને આદિવાસી પ્રકારનો મુગટ છે.
વિયેટનામ (હેનોઇ) : કુર્મા અવતારના આ ગણેશજી કાચબા ઉપર બિરાજમાન છે. આ ગણેશજીને ત્રિનેત્ર છે. તેમના માથા પર કમળ આકારનો મુગટ છે. તેઓ કાચબા પર બેસેલ છે. આ મુદ્રા હિન્દુસ્તાનમાં કયાંય નથી.
બ્રહ્મદેશ (બર્મા) : બર્માની અંદર ગણેશજીને મહા પીયેન તરીકે ઓળખાય છે. આ ગણેશજીની આંખો સામાન્ય કરતાં મોટી હોય છે. બેઠી દડીના ગણેશજી છે.
શ્રીલંકા : પ્રહકનીશના આ ગણેશજી નદી કિનારે આવેલા પ્રિલેયર ગામનાં સ્તંભ ઉપર કોતરાયેલ હોય છે. ગણેશજીના સિંહાસન ઉપર એક તરફ બ્રાહ્મણ, વચમાં યજ્ઞા વેદી અને એકતરફ ઓમ દ્રશ્યમાન થાય છે.
જાપાન : ગણેશજીના માથા પર ટાલની શીખા પર ચોટલી બાંધેલ છે. બ્રહ્મ સ્વરૃપના આ ગણેશજીનાં હાથમાં પાસ અને ફરશી ઉપરાંત કળશ હોય છે. આ ગણેશજીની આજુબાજુ હરણ દ્રશ્યમાન થાય છે.
નેપાળ : સૂર્ય વિનાયક તરીકે ઓળખાતા આ ગણેશજી હિમાલયની પહાડીઓમાં માટગાંવ સ્થિત પોખરી સરોવરના કિનારે આ પ્રાચીન મંદિરમાં સ્થાપન કરાયેલ છે. હિમાલયના વસતા કોઇપણ સિધ્ધ પુરૃષને નવી સાધના કરવી હોય તો પ્રથમ આ ગણેશજીની ટેક લેવી પડે છે. વિશ્વમાં આ એક જ ગણેશજી એવા છે. જેમની સેવામાં ભગવાન શંકર પોતે અશિતાંગ ભૈરવના રૃપે હાજર હોય છે. આ ગણેશજી જે શિલા પર બેસેલા છે તે શિલા બાર શિવલીંગની બનેલ છે.
ઇન્ડોનેશીયાના બાલી શહેરના ગણપતિ : ઇન્ડોનેશીયાની અંદર હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો રહે છે પરંતુ આ દેશમાં સૌથી વધુ મુસલમાન લોકો રહે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશમાં અસંખ્ય ગણેશ મંદિરો છે અને અહીંની ચલણી નોટો ઉપર વોટરમાર્ક ગણેશજીનો હોય છે. આ ગણેશજી જેમના એક હાથમાં પરશુ છે અને બીજા હાથની અંદર પ્રાચીન ભવિષ્ય કથનની વિદ્યા જે લાકડાની પટ્ટીની હોય છે. જેને ઉલટાવી પલટાવીને ભવિષ્ય કથન કરાતું હોય છે. આ વિદ્યાના જાણકારો હિન્દુસ્તાનમાં ગણ્યાં ગાંઠયા જોવા મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો