અનુયાયીઓ

શનિવાર, 23 માર્ચ, 2013

Fwd: બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ...ફનએનગ્યાન અને બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ: ૨૦૧૩ ગુજરાતી ભાષામાં સૌથી પહેલો બ્લૉગ કયો શરૂ થયો? અમને ખબર નથી. પણ ગુજરાતી બ્લૉગજગતના જન્મ પછી જે બ્લૉગ્સ શરૂ થયા એમાં વિનય ખત્રીના ફનએનગ્યાન ડૉટ કૉમ. [FunNgyan.com] નો સમાવેશ થાય છે એટલી ખબર છે. આ બ્લૉગની ટૅગલાઈન છે ‘ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાં.’ વિનય ખત્રી ઈન્ટરનેટની દુનિયાના અને બ્લૉગની દુનિયાના જાણકાર માણસ છે. સોનામાં સુગંધ ભળે એમ તેઓ ગુજરાતી ભાષાના પ્રેમી છે, સારા વાચક છે અને સુઘડતાપૂર્વક લખી શકે છે. ફનએનગ્યાન પર એમણે તમામ ગુજરાતી બ્લૉગની યાદી બનાવીને મૂકી છે, દરેકની લિન્ક સાથે. બ્લૉગ ચલાવવાની ટિપ્સ તેઓ વારંવાર આપતા રહે છે. અમારા જેવા એમના અનેક મિત્રોના બ્લૉગ એમને કારણે શરૂ થયા છે અને મેઈન્ટેઈન થઈ રહ્યા છે. એમણે શરૂ કરેલા ‘ગુજ બ્લૉગ’ નામના ગ્રુપમાં લગભગ ૧૨૦૦ જેટલા બ્લૉગરો અને બ્લૉગવાચકો છે. જેમાં તમે પણ ઉમેરાઈ શકો છો. આજે આ બ્લૉગ વિશે લખવાનાં બે કારણ છે. એક તો, આ અઠવાડિયે ફનએનગ્યાન છ વર્ષ પૂરાં કરે છે. અભિનંદન. બીજું, અત્યારે ફનએનગ્યાન દ્વારા એક સર્વે થઈ રહ્યો છે. ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ: ૨૦૧૩’

ફનએનગ્યાન અને બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ: ૨૦૧૩ 

ગુજરાતી ભાષામાં સૌથી પહેલો બ્લૉગ કયો શરૂ થયો? અમને ખબર નથી. પણ ગુજરાતી બ્લૉગજગતના જન્મ પછી જે બ્લૉગ્સ શરૂ થયા એમાં વિનય ખત્રીના ફનએનગ્યાન ડૉટ કૉમ. [FunNgyan.com] નો સમાવેશ થાય છે એટલી ખબર છે. આ બ્લૉગની ટૅગલાઈન છે 'ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાં.' વિનય ખત્રી ઈન્ટરનેટની દુનિયાના અને બ્લૉગની દુનિયાના જાણકાર માણસ છે. સોનામાં સુગંધ ભળે એમ તેઓ ગુજરાતી ભાષાના પ્રેમી છે, સારા વાચક છે અને સુઘડતાપૂર્વક લખી શકે છે. ફનએનગ્યાન પર એમણે તમામ ગુજરાતી બ્લૉગની યાદી બનાવીને મૂકી છે, દરેકની લિન્ક સાથે. બ્લૉગ ચલાવવાની ટિપ્સ તેઓ વારંવાર આપતા રહે છે. અમારા જેવા એમના અનેક મિત્રોના બ્લૉગ એમને કારણે શરૂ થયા છે અને મેઈન્ટેઈન થઈ રહ્યા છે. એમણે શરૂ કરેલા 'ગુજ બ્લૉગ' નામના ગ્રુપમાં લગભગ ૧૨૦૦ જેટલા બ્લૉગરો અને બ્લૉગવાચકો છે. જેમાં તમે પણ ઉમેરાઈ શકો છો. આજે આ બ્લૉગ વિશે લખવાનાં બે કારણ છે. એક તો, આ અઠવાડિયે ફનએનગ્યાન છ વર્ષ પૂરાં કરે છે. અભિનંદન. બીજું, અત્યારે ફનએનગ્યાન દ્વારા એક સર્વે થઈ રહ્યો છે. 'બેસ્ટ ગુજરાતી બ્લૉગ: ૨૦૧૩' તમને ગમતા બ્લૉગ માટેનો મત તમે ફનએનગ્યાન પર જઈને આજે જ નોંધાવો. મતદાનની છેલ્લી તારીખ ૧૬ માર્ચ અર્થાત આ શનિવાર રાત્રિના બાર વાગ્યા સુધીની છે. જે રિઝલ્ટ આવશે તે અમે આ જગ્યાએ બધાની સાથે શૅર કરીશુંં.

ગાગરમાં ગંગા યાને કિ વર્લ્ડબેસ્ટવેબસાઈટ્સડૉટ કૉમ

એક આખી ગંગા નદીને તમારે કથરોટમાં સમાવી દેવી હોય તો શું કરવું. મન ચંગું રાખવું પડે એ તો બરાબર પણ ખરેખર કંઈ ગંગા આખેઆખી નાનકડી ગાગરમાં સમાઈ જવાની નથી. નેટ પર આ પોસિબલ છે. અગાઉ તમને 'ટાઈમ' સાપ્તાહિકના સંપાદકોની પસંદગીની બેસ્ટ વેબસાઈટ વિશે વાત કરી હતી. આજે એના કરતાં પણ જાયજેન્ટિક એવી સાઈટ પર તમને મોકલવાના છે: www.worldbestwebsites.com. વર્લ્ડબેસ્ટ વેબસાઈટ્સ ડૉટ કૉમના પોતાના ધારાધોરણો છે કઈ સાઈટ્સ શ્રેષ્ઠની કેટેગરીમાં આવે છે તેને લગતાં હોમપેજ પર 'ક્રાઈટેરિયા' વિભાગમાં તમને આ તમામ માપદંડો વિગતે વાંચવા મળશે. તમારી પોતાની વેબસાઈટને વધુ સારી બનાવવાની ઈન્ડાયરેક્ટ ટિપ્સ પણ તમને એમાંથી મળશે. અહીં વિવિધ વિષયોની વેબસાઈટ્સના વિભાગો પાડ્યા છે તેથી ન્યુઝને લગતી વેબસાઈટ મ્યુઝિકની વેબસાઈટ સાથે કૉમ્પીટ ન કરે. દરેક કૅટેગરીની સાઈટની સ્પર્ધા પોતાના વિષયની સાઈટ સાથે જ થાય. ન્યુઝના વિભાગમાં વળી અનેક પેટાવિભાગ અને આ પેટાવિભાગમાં પણ પાછા પેટાપેટા વિભાગ. આટલી સુંદર ગોઠવણી છે. બેસ્ટ ઈન્ડીપેન્ડન્ટ એન્ડ ઑલટર્નેટિવ ન્યુઝ સાઈટ્સવાળા પેટાવિભાગમાં તમને પ્રોજેક્ટ સેન્સર્ડના પેટાપેટા વિભાગ જોવા મળશે. એમાં તમને આ વર્ષના ટૉપટૅન સૅન્સર્ડ ન્યુઝ વાંચવા મળશે. આમાંના એક ન્યુઝ એ છે જેમાં જણાવવાનું છે કે અમેરિકામાં વિશ્ર્વની માત્ર પાંચ ટકા વસ્તી વસે છે આમ છતાં દુનિયાના કુલ કેદીઓના રપ ટકા કેદીઓ અમેરિકામાં છે. ન્યુઝ લાંબા છે. આ ન્યુઝના સોર્સ વગેરેની લિન્ક્સ છે. ઉપરાંત સૅન્સર્ડ ન્યુઝવાળા વિભાગના હોમપેજ પર તમને ગયા વર્ષની સૅન્સર્ડ સ્ટોરીઝની ઈ-બુક મળશે, ડેઈલી સેન્સર્ડ નામના બ્લૉગની લિન્ક મળશે. મીડિયા ફ્રીડમ ઈન્ટરનેશનલની લિન્ક મળશે. આ બધું તો વર્લ્ડબેસ્ટ વેબસાઈટ્સ ડૉટ કૉમનો માત્ર એક રજકણ જેટલો નાનકડો અંશ છે. બાકી આ ગંગામાં અખૂટ નેટજળ છે.





ટિપ્પણીઓ નથી: