અનુયાયીઓ

શનિવાર, 23 માર્ચ, 2013

હોળી- ધુળેટીપર્વની ઉજવણી દરમ્‍યાન સુલેહ શાંતી ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે રાજકોટ આગામી તા. ૨૬/૩/૨૦૧૩નાં રોજ હોળી તથા તા. ૨૭/૩/૨૦૧૩નાં રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ પર્વ દરમ્‍યાન પુરૂષો, સ્‍ત્રીઓ તથા બાળકો જાહેર રસ્‍તાઓ ઉપર તથા શેરીઓ, ગલીઓમાં દોડાદોડી કરી એકબીજા ઉપર કોરા રંગ, રંગ મીશ્રિત પાણી અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહી ફેકતા હોય છે. જેને લીધે લોકોને અડચણ રૂપ બને છે અને લોકોની તેમજ પોતાની સલામતી જોખમાય છે. જે અટકાવવું ખુબજ જરૂરી જણાય છે. તેમજ રાજકોટ શહેરની વર્તમાન પરીસ્‍થીતીને લક્ષમાં લઇ જાહેર શાંતી અને સલામતી જળવાઇ રહે તથા પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે તકેદારીનાં પગલા ભરવા જરુરી છે તે માટે શ્રીએચ.પી.સિંઘ,પોલીસ કમિશ્‍નર,રાજકોટ શહેરએ એક હુકમ પ્રસિધ્‍ધ કરી તા.ર૬/૩/૨૦૧૩ થી તા. ૨૭/૩/૨૦૧૩ સુધી નીચેના કૃત્‍યો કરવાની મનાઇ ફરમાવી છે. કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્‍તા ઉપર કોરા રંગ અથવા મિશ્રીત પાણી રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્‍ગા જેવી વસ્‍તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહન ઉપર ફેકવા નહીં અને તે માટે સાધનો લઇ જાહેર રસ્‍તાઓ ઉપર દો

હોળી- ધુળેટીપર્વની ઉજવણી દરમ્‍યાન સુલેહ શાંતી ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે

રાજકોટ
 આગામી તા. ૨૬/૩/૨૦૧૩નાં રોજ હોળી તથા તા. ૨૭/૩/૨૦૧૩નાં રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ પર્વ દરમ્‍યાન પુરૂષો, સ્‍ત્રીઓ તથા બાળકો જાહેર રસ્‍તાઓ ઉપર તથા શેરીઓ, ગલીઓમાં દોડાદોડી કરી એકબીજા ઉપર કોરા રંગ, રંગ મીશ્રિત પાણી અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહ ફેકતા હોય છે. જેને લીધે લોકોને અડચણ રૂપ બને છે અને લોકોની તેમજ પોતાની સલામતી જોખમાય  છે. જે અટકાવવું ખુબજ જરૂરી જણાય છે. તેમજ રાજકોટ શહેરની વર્તમાન પરીસ્‍થીતીને લક્ષમાં લઇ જાહેર શાંતી અને સલામતી જળવાઇ રહે તથા પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે તકેદારીનાં પગલા ભરવા જરુરી છે તે માટે શ્રીએચ.પી.સિંઘ,પોલીસ કમિશ્‍નર,રાજકોટ શહેરએ એક હુકમ પ્રસિધ્‍ધ  કરી તા.ર૬/૩/૨૦૧૩ થી તા. ૨૭/૩/૨૦૧૩ સુધી નીચેના કૃત્‍યો કરવાની મનાઇ ફરમાવી છે.
કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્‍તા ઉપર કોરા રંગ અથવા મિશ્રીત પાણી રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્‍ગા જેવી વસ્‍તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહન ઉપર ફેકવા નહીં અને તે માટે સાધનો લઇ જાહેર રસ્‍તાઓ ઉપર દોડવું નહિ, પોતાના હાથમાં રાખવા નહીં કે જાહેર માર્ગો ઉપર ટ્રાફીકને અડચણ થાય કે અકસ્‍માત સર્જાય કે કોઇને કે પોતાને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃતિથી ટ્રાફીકને અડચણ કરી વાહનવ્‍યવહારનાં નિયમનમાં અવરોધ કરવો નહીં તેમજ અન્‍ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહીં. પોલીસ કમિશ્‍નરશ્રી, રાજકોટ શહેરની હકુમતમાં આવતા સમગ્ર શહેરી વિસ્‍તારોમાં આ પ્રતિબંધ લાગુ પડે છે.

ટિપ્પણીઓ નથી: