અનુયાયીઓ

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

વોલીબોલ સ્‍પર્ધા હવે ૨૬મીએ

વોલીબોલ સ્‍પર્ધા હવે ૨૬મીએ

ભુજ, સોમવારઃસ્‍વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્‍મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે
જિલ્‍લા રમતગમત અધિકારી કચેરી દવારા અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે
યોજાનાર જિલ્‍લા કક્ષાની વોલીબોલ સ્‍પર્ધા હવે ૨૯-૯ને બદલે ૨૬-૯ના રોજ
સવારે સાડા આઠ વાગ્‍યે સર્વોદય સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, નવાવાસ માધાપર
ખાતે યોજાશે.

બુથ લેવલ ઓફિસર મતદારયાદી સંબંધી જાણકારી આપશે

ભુજ, સોમવારઃ મતદાતાઓને મતદારયાદી સંબંધી વિસ્‍તૃત માર્ગદર્શન મળી રહે તે
હેતુસર નિમાયેલા બુથ લેવલ ઓફિસર તેમના વિસ્‍તારમાં શૈક્ષણિક કાર્યને અસર
ન થાય તે રીતે દર શનિવારે બપોરના બે વાગ્‍યા થી સાંજે પાંચ વાગ્‍યા સુધી
મતદાતાઓને મતદારયાદી સંબંધી જાણકારી તથા જરૂરી માર્ગદર્શન આપશે.
મતદાતાઓને મતદારયાદી સંબંધી માહિતી માટે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવા
જિલ્‍લા ચૂંટણી તંત્ર દવારા જણાવાયું છે. કોઇપણ મતદાતા પાસે ઓળખપત્ર હશે
પણ મતદારયાદીમાં નામ નહીં હોય તો, મતદાન કરી શકાશે નહીં જેથી દરેક
મતદાતાઓએ તેમનું નામ મતદારયાદીમાં યોગ્‍ય જગ્‍યાએ નોંધાયેલું છે કે નહીં
તેની ખાત્રી અવશ્‍ય કરી લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

કપાસના પાકમાં નિદાન ઉપાયો જરૂરી

દાંતીવાડાથી જાત તપાસ અર્થે આવેલી તજજ્ઞની ટીમનું તારણ
ભુજ, સોમવારઃ કચ્‍છ જિલ્‍લામાં કપાસના પાકમાં આવેલા સુકારા રોગના નિદાન
માટે સરદાર કૃષિનગર દાંતીવાડાથી જાત તપાસ અર્થે આવેલી તજજ્ઞની ટીમે જુદા
જુદા વિસ્‍તારમાં ફરીને તારણ કાઢી ખેડૂતોને માર્ગદર્શન આપ્‍યું હતું અને
આવા રોગથી બચવાના ઉપાયો સૂચવ્‍યા હતા.
જિલ્‍લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્‍યા અનુસાર, ચાલુ વર્ષે વરસાદની
ઋતુ દરમિયાન સતત ભેજવાળું અને ઉંચુ તાપમાન રહેતા કપાસના પાકમાં
અલ્‍ટરનેરિયા લીફ સ્‍પોટ રોગ જોવા મળે છે. સતત ભેજવાળું વાતાવરણ ઉદભવે
ત્‍યારે જ આગોતરાં પગલાંના ભાગરૂપે મેન્‍કોઝેબ ફૂગનાશક દવાનો છંટકાવ ઉભા
પાકમાં કરવો જોઇએ. પરંતુ પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં જે ખેડૂતોના પાકમાં
સુકારો જોવા મળે છે, ત્‍યાંથી રોગિષ્‍ઠ છોડ દૂર કરી મેન્‍કોઝેબ ૦.૨ ટકા
દવા (૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી) છંટકાવ કરવા સૂચવ્‍યું છે.
ઘણા ખેતરમાં કપાસના પાન લાલ થઇ જવાના કિસ્‍સા પણ જોવા મળતા તેમણે નિદાન
કર્યું કે, આવા કિસ્‍સામાં નિરાકરણ માટે મેગ્‍નેશ્‍યમ સલ્‍ફેટ એક ટકા(૧૦૦
ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો જરૂરી છે. ત્‍યાર બાદ ૧૦ દિવસ
પછી યુરિયા ૨ ટકા (૨૦૦ગ્રામપ્રતિ ૧૦ લિટર) નો છંટકાવ કરવો જરૂર જણાય તો
૧૦ દિવસના અંતરે ફરીથી છંટકાવ કરવા સૂચવ્‍યું છે.
જો કપાસના પાકમાં મીલીબગનો ઉપદ્રવ જોવા મળે તો, પ્રોફેનોફોસ ૧૫ મીલી-૧૦
લિટર પાણીમાં અને ૧૦ ગ્રામ તેલીયા સાબુનું દ્રાવણ ઉમેરી પાકમાં છંટકાવ
કરવા જણાવ્‍યું છે.

ભચાઉ હીરાલક્ષ્‍મી દોલતરાય ધોળકીયા કન્‍યા વિધાલય ખાતે આપત્તિ
વ્‍યવસ્‍થાપન અંગે સેમિનાર સંપન્‍ન થયોઃ

રાજય સરકારની વ્‍યવસ્‍થા અને પ્રજા જાગૃતિથી નુકશાની થી બચી શકાય
- નાયબ માહિતી નિયામકશ્રી કિશોર આહિર
ભુજ, સોમવારઃ ગુજરાત પ્રેસ એકેડમી અને રાજય આપતિ વ્‍યવસ્‍થાપન, ભુજ
શાખાના સંયુકત ઉપક્રમે કચ્‍છના ભચાઉ ખાતે હિરાલક્ષ્‍મી દોલતરાય ધોળકીયા
કન્‍યા વિધાલયના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું હતું. રાજયનું ડિઝાસ્‍ટર
મેનેજમેન્‍ટ કુદરતિ આપતી સમયે શુ ઉપયોગી થઇ શકે, કુદરતી આપતી અને
માનવસર્જિત આપતિ બંનેના તફાવત બાબતે કુદરતી આપતી અટકાવી શકાતી નથી. જયારે
માનવસર્જિત આપતિ યોગ્‍ય આયોજન અને વ્‍યવસ્‍થાથી નુકશાનીમાંથી બચી શકાય છે
તેવા મતવ્‍યો વિષય નિષ્‍ણાંત અને તજજ્ઞો દ્વારા રજુ થયેલ હતા.
આ પ્રસંગે ટ્રેની તરીકે શ્રી તિલોકભાઇ ઠાકરે કન્‍યા વિધાલયની બાળાઓને
આપતી સમય બચાવ માટેનું પ્રેકટીકલ જ્ઞાન આપેલ હતું. બાળાઓના ડિઝાસ્‍ટર
બાબતે પ્રશ્‍નોતરી થયેલ હતી. કન્‍યા શાળાની વિધાર્થીઓને ડિઝાસ્‍ટર બાબતે
વિશેષ રૂચી બતાવી પોતાના જ્ઞાનમાં વધારો કરેલ હતો.
કન્‍યા વિધાલયના પ્રિન્‍સિપાલશ્રી ચંન્‍દ્રીકાબેન જાડેજા દ્વારા
ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટની પૂર્વ તૈયારીથી થતા ફાયદો દર્શાવેલ હતા અને
સજાગતાથી આપતિમાંથી બચી શકાય છે તેમ જણાવી કન્‍યા શાળાની વિધાર્થીઓને
સજાગતા બતાવી હિંમતભેર સામનો કરવા અપીલ કરી હતી.
કચ્‍છ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી કિશોર આહિરે ડિઝાસ્‍ટર
મેનેજમેન્‍ટની જરૂરિયાત શું છે, તેમજ આદર્શ મેનેજમેન્‍ટ માટે કરાએલ
વ્‍યવસ્‍થા અંગે વિસ્‍તૃત સમજૂતી આપી કુદરતી આપતિથી થતી નુકશાનથી બચવાના
ઉપાયો વર્ણવેલ હતા. ભૂકંપ, વાવાઝોડા, અતિવૃષ્‍ટિ, અનાવૃષ્‍ટિ જેવી કુદરતી
આપતિ સમયે લોકજાગૃતિ અને લોકભાગીદારી તેમજ રાજય સરકાર અને પ્રજાની
જાગૃતતાથી નુકશાની નિવારી શકાય તે અંગે આ પ્રકારના સેમિનાર યોજવા હિતાવહ
છે તેમ જણાવી તમામ હાજર મહાનુભાવોને આવકાર્યા હતા.
સેમિનારને સફળ બનાવવા જિલ્‍લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના શ્રી ચેતનાબેન
રાજપુત, ફિલ્‍ડ ઓફિસરશ્રી નિલેશ પરમાર, મણીબેન, માહિતી વિભાગના શ્રી
ખત્રી તેમજ ભચાઉ કન્‍યા વિધાલયના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી: