મુખ્ય મંત્રીશ્રીની શ્રદ્ધાંજલિ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતી રંગભૂમિ, તખ્તા અને
ચલચિત્રોના પીઢ ચારિત્ર્ય અભિનેતા મૂળરાજ રાજડાના દુઃખદ અવસાન અંગે ઊંડા
શોક અને ધેરા આધાતની લાગણી વ્યકત કરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ પાઠવેલા શોકસંદેશમાં સ્વ. મૂળરાજ રાજડાના અવસાનથી
રંગભૂમિ અને ગુજરાતી ચલચિત્રોમાં ચારિત્ર્ય અભિનયના ઓજસ પાથરનારા એક
રંગકર્મીની ખોટ પડી છે, તેમ પણ જણાવ્યું છે.
વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલને મુખ્ય મંત્રીશ્રીની શ્રદ્ધાંજલિ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વખ્યાત જાદુગર અને ગુજરાતના
પનોતા પુત્ર સ્વ. કે. લાલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક અને ધેરા આધાતની
લાગણી વ્યકત કરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ સ્વર્ગસ્થના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતાં
શોક સંદેશામાં સ્વ. કે.લાલને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, જાદુની
કલાને વિજ્ઞાનના તથ્યો સાથે જોડીને તેમણે દાયકાઓ સુધી વિશ્વભરમાં
જાદુકલાના અનેક પ્રયોગો દ્વારા ગુજરાત અને ભારતનું નામ ઉજ્જવળ રાખ્યું
હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો