રાંધણ ગેસ અંગે કેન્દ્ર સરકારના જનહિત વિરોધી પગલાંનો સિલસિલા બંધ
હકીકતો સાથે પર્દાફાશ કરતા મુખ્ય મંત્રીશ્રી
રાંધણગેસના સિલીન્ડરોના વપરાશના નિયંત્રણો અને ગુજરાતના પાઇપલાઇનથી રાંધણ
ગેસ આપવાના ગેસ ગ્રીડના વિતરણના અધિકારો છીનવી લેવાના ભારત સરકારના
અન્યાયકારી વલણ સામે આક્રોશ વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાત આજે પણ રાંધણગેસના પાઇપલાઇન કનેકશનોથી કેન્દ્રની ગેસ સિલીન્ડરો
ઉપરની સબસીડીમાં રૂ. ૬૦૦ કરોડની બચત કરી આપે છે
ગુજરાતમાં પાઇપલાઇનથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નાંખવાનો રાજ્યનો અધિકાર બે
વર્ષથી છીનવી લીધો
ગુજરાતે રર૦૦ કિ.મી. ગેસગ્રીડ અને ૮૦૦૦ કિ.મી. ગેસ ડિસ્ટ્રીબ્યુશન લો
પ્રેસર પાઇપલાઇન નેટવર્ક પાછળ રૂ. ૧૧,૦૦૦ કરોડનો ખર્ચ કરેલો છે
ગુજરાતનો પાઇપલાઇનથી રાંધણ ગેસ આપવાનો ન્યાયી હક્ક મંજૂર થાય તો ગુજરાત
ત્રીસ લાખ રસોઇ ગેસ કનેકશનો આપી શકે અને તેમ થતાં વર્ષે સાડાત્રણ કરોડ
ગેસ સિલીન્ડરોની બચત ગુજરાત કરી શકે એમ છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારની
રાંધણગેસના સિલિન્ડરોના વપરાશ ઉપર નિયંત્રણો મુકીને કરોડો ગૃહિણીઓની
પરેશાની વધારવાની સાથોસાથ એલ.પી.જી. ગેસ સિલીન્ડરો કરતા વધુ સસ્તા ભાવે
ગેસ મળે તે માટે ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે કે જે રાજ્યમાં રર૦૦
કિ.મી.ની ગેસગ્રીડની પાઇપલાઇનનું નેટવર્ક ઉભું કર્યું છે ત્યારે ગેસની
પાઇપલાઇન નાંખવા અને આ પાઇપલાઇનથી ગેસનું વિતરણ કરવાનો રાજ્ય સરકારનો બે
વર્ષથી અધિકાર છીનવી લેવાના કેન્દ્ર સરકારના અન્યાયકારી વલણની
આક્રોશપૂર્વક આકરી ટીકા કરી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં કેન્દ્ર
સરકારની જનહિત વિરોધી રાંધણ ગેસની નીતિ સામે વિરોધ નોંધાવતાં જણાવ્યું
કે, એક બાજુ ભારત સરકાર જનતાને રસોઇના ગેસના સીલીન્ડરો આપવાની ત્રેવડ
ધરાવતી નથી અને ગેસના સીલીન્ડરોનું રેશન-નિયંત્રણ કરીને ગૃહિણીઓને
કાળાબજારમાંથી મોંધા ભાવે રાંધણગેસના સિલીન્ડરો ખરીદવા ફરજ પાડે છે. આની
સામે આખા દેશમાં એકમાત્ર ગુજરાત સરકારે રૂ. પ૦૦૦ કરોડ ખર્ચીને રર૦૦
કિ.મી.ની હાઇપ્રેશર ગેસ લાઇન અને બીજી રૂ. પ૦૦૦ કરોડના ખર્ચે ૮,૦૦૦
કિ.મી.ની લોપ્રેસર વિતરણ પાઇપલાઇન નાંખીને સરકારી અને ખાનગી કંપનીઓની
ભાગીદારીથી ૧૦ લાખ જેટલા એલ.પી.જી. રસોઇ ગેસના ધરોના કનેકશનો નાખ્યા છે
જેની પાછળ પણ રૂ. ૧૦૦૦ કરોડનો ખર્ચ થયેલો છે.
આમ આ ગેસગ્રીડ હાલ ૩પ૦ જેટલા ગામો અને શહેરોમાં રાંધણગેસ કેન્દ્રના
સિલીન્ડર ગેસ કરતાં સસ્તા ભાવે આપે છે. કેન્દ્ર સરકાર તો રસોઇ ગેસ
સિલીન્ડર પાછળ સબસીડી આપે છે તેને ગણતરીમાં લેતાં ગુજરાત સરકારે રાજ્યના
૧૮ જિલ્લાઓમાંથી જે ગેસગ્રીડ પસાર થાય છે તે અન્વયે પાઇપલાઇનથી અપાતા
રસોઇ ગેસના કારણે કેન્દ્રની રસોઇ ગેસ સિલીન્ડરોની જે સબસીડીની બચત
ગુજરાત કરે છે તે રકમ વર્ષે રૂ. ૬૦૦ કરોડ થવા જાય છે.
આમ છતાં, ગુજરાતમાં ભાજપાની સરકાર હોવાની રાજકીય વેરવૃત્તિથી કેન્દ્ર
સરકારે છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો નાંખવાનો
અધિકાર છીનવી લીધો છે. આ અન્યાય સામે રાજ્ય સરકારને ન્યાયિક આશરો લેવો
પડયો છે. જો ભારત સરકાર ગુજરાત સરકારનો ગેસની પાઇપલાઇનો નાંખવાનો અધિકાર
માન્ય રાખે તો ગુજરાત આવતા ત્રણ થી પાંચ વર્ષમાં રાજ્યમાં ૩૦ લાખ રસોઇ
ગેસ કનેકશનો પાઇપલાઇનો મારફતે આપી શકાય એવી ક્ષમતા ધરાવતું નેટવર્ક
ગુજરાત સરકાર પાસે છે. આ ગણતરી ધ્યાનમાં લેતા એકલું ગુજરાત દર મહિને ૩૦
લાખ ગેસના સિલીન્ડરોની બચત કરી શકે એટલે કે વર્ષે સાડા ત્રણ કરોડ ગેસ
સિલીન્ડરોનો વપરાશ એકલા ગુજરાતમાં જ ધટી શકે જેની સબસીડીનો અબજો રૂપિયાની
બચતનો સીધો ફાયદો ભારત સરકારની તિજોરીમાં થઇ શકે એમ છે. પરંતુ કેન્દ્રની
કોંગ્રેસ સરકાર ગુજરાતને ધરાર અન્યાય કરવાની રાજકીય પેંતરાબાજીમાં જનતાના
નાણાંનો દુર્વ્યય થાય તો ભલે પણ ગુજરાતને પરેશાન કરવાની વિકૃત માનસિકતા
ધરાવે છે એનું આ જીવંત દ્રષ્ટાંત છે, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું
હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો