સૂરતઃ
પલસાણા તાલુકાના જોલવા જી.આઈ.ડી.સીમાં આવેલી પી. કુમાર ફેબ્રિકસમાં ગયા
મહિને વોચમેનને બાંધી ચાકુની અણીએ ૪૮ લાખની ધાડ પાડવાની ઘટનામાં
સંડોવાયેલા ત્રણ આરોપીઓને જિલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડયા છે, જ્યા રે અન્ય
પાંચ આરોપીઓ અને માલ ખરીદનાર વેપારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઇ તા. ૨૩.૫.૨૦૧૨ના રોજ પલસાણા
તાલુકામાં આવેલા જોલવા જી.આઈ.ડી.સીના પી.કુમાર ફેબ્રિક્સામાં રાત્રે આઠથી
દસ જેટલા અજાણ્યાઆ વ્યમક્તિ ઓ વોનમેનને ચાકુ બતાવી બાંધી દઇ ફેક્ટારીના
મશીનોના સ્પેખરપાર્ટ, મોટર, ફોલ્ડદર મળી કુલ ૪૮,૦૦,૦૦૦નો મુદ્દા માલ લઇને
ફરાર થઇ ગયા હતા.
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષક(ગ્રામ્યન) શ્રી પ્રદીપ શેજુળની સૂચના અને
માર્ગદર્શનથી ગુનેગારોને શોધી કાઢવા જિલ્લા એલ.સી.બી., પલસાણા, કડોદરા
જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેનશનના અધિકારીઓ તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી
જિલ્લા તેમજ જિલ્લા બહાર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂરત જિલ્લા
એલ.સી.બી.ની ટીમને મારૂતી વાન (જીજે-૫-સીએ-૮૧૫)માં લૂંટારૂઓ હોવાની
બાતમીના આધારે એલ.સી.બીએ વાપી જી.આઇ.ડી.સી, સેલવાસ વિસ્તાનરોમાં વોચ
ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્તલ નંબર વાળી ગાડી મળી આવી હતી. તેમાં બેસેલા
શખ્સોનની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનામાં સામેલ હોવાનું કબુલ્યું હતું.
જેના આધારે પોલીસ ગાડીમાં સવાર કરણ ઉર્ફે બાબા રાજપથ યાદવ( રહે
ડુંગરાગામ, તા. પારડી, વલસાડ, મૂળ યુ.પી), સરોજકુમાર સિપાહીલાલ યાદવ(મૂળ
મહંમદપુર તા. મઠેર, જિલ્લા છપરા( બિહાર) હાલ રહેઃ કડોદરા અને રાજુ ઉર્ફે
વાડી ઉર્ફે ધર્મેન્દ્ર મિઠાઈલાલ ચૌરસીયા( હાલ રહેઃ ગોડાદરા, સૂરત, મૂળ
યુપી, ભદૌહી)ની અટક કરી પલસાણા પોલીસને સોંપી દેવામાં આવ્યાય છે. આ
ત્રણેયની પૂછપરછ કરતા તેમની સાથે અન્યધ પાંચ અન્યો વ્યઉક્તિકઓ પણ હોવાનું
કબુલાત કરી છે. તેમજ ગુનાનો મુદ્દામાલ લઇ જવામાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ
વાન તેમજ માલ લેનારા વેપારીના નામના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો