રાજકોટ જિલ્લાનાં જળાશયોની સ્થિતિ
રાજકો ગુજરાતની વિકાસ યાત્રાની ગતિને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા છેક ગ્રામ્ય સ્તર સુધી વિકાસનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા ‘‘ચલો તાલુકે’’ અભિયાનથી સાર્થક કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા ખાતે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ રાજયના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આગામી તા. ર/૯/૦૦ થી તા.૪/૯/૧૧ ના ત્રણ દિવસ દરમીયાન સવારના ૯-૦૦ કલાકે યોજાનાર છે. ચલો તાલુકે કાર્યક્રમ અંતર્ગત તા. ર/૯ના રોજ ધોરાજીના લેઉઆ પટેલ સાસ્કૃતિક ભવન ખાતે , તા.૩/૯ના રોજ ઉપલેટામાં કડવા પટેલ સમાજ કંટેસરીયાવાડી, સરકારી હોસ્પિટલ નજીક, ઉપલેટા ખાતે અને તા.૪/૯ના રોજ જામકંડોરણા લેઉવા પટેલ સમાજ કાલાવડ રોડ ખાતે યોજાશે.
ચલો તાલુકેના ધોરાજી અને ઉપલેટાના કાર્યક્રમોમાં રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, તેમજ જામકંડોરણા ખાતે કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને પછાત વર્ગોના કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.
રીંગરોડને વધુ બે માસ માટે એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
રાજકોટ રાજકોટ શહેરમાં રેસકોર્ષ ફરતે મોર્નીંગ વોક માટે નીકળતા નાગરિકો સલામતી અનુભવે અને પ્રદૂષણનો ભોગ ન બને, તે માટે શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટ દ્રારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે જણાવેલ રસ્તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે તા.૦૧-૦૯-૨૦૧૧ થી તા. ૩૧-૧૦-૧૧ સુધી એક માર્ગીય (વન વે) કરવા હુકમ કરેલ છે. આ હુકમ સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે લાગુ પડશે.
રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે મુજબ રેસકોર્ષ રીંગ રોડનો ફકત બહારના ભાગે આવેલ રોડ એક તરફી ‘‘કલોક વાઇઝ’’ જાહેર કરવામાં આવે છે. એટલે કે જીલ્લા પંચાયત ચોકથી એ.જી. ઓફીસ, કીસાનપરા સર્કલ, મેયરશ્રીનો બંગલો, બીગ બાઇટ આઇસ્ક્રીમ, જુની એન.સી.સી. ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ગેલેકસી સિનેમાથી પોલીસ કમિશ્નર કચેરી થઇ જીલ્લા પંચાયત ચોકમાં થઇ તે રીતે તમામ પ્રકારના વાહનો માટે એક તરફી રસ્તો ચાલુ રહેશે. આ ફોરટ્રેક રીંગ રોડનો અંદરનો જે રસ્તો છે તે રોડ ઉપર સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહે છે અને ફકત પગે ચાલીને મોર્નીગ વોક કરવા માટે નીકળેલા નાગરિકો માટે જ રસ્તો ચાલુ રહેશે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રીગ્રેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહી. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
પડધરી તાલુકાના ખેડૂત ખાતેદારોની ડેટા એન્ટ્રી, ફીંગર પ્રિન્ટ તેમજ ફોટોગ્રાફીની કાર્યવાહી કરાશે.
રાજકોટ પડધરી તાલુકાના ખેડૂત ખાતેદારોની ડેટા એન્ટ્રી, ફીંગર પ્રિન્ટ તેમજ ફોટોગ્રાફીની કાર્યવાહી ૨૯ ઓગસ્ટથી શરૂ થયેલ છે. સરકારશ્રીના ઇ-પ્રોજેકટ અન્વયે પ્રથમ રાઉન્ડમાં બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારોની ડેટા એન્ટ્રી ૧૦૦ ટકા પૂર્ણ કરવાની હોવાથી આ કામગીરી માટે સંબંધિત ગામોના ખેડૂત ખાતેદારોએ ગામના તલાટીશ્રીનો સંપર્ક કરવા પડધરીના મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્તે રાજકોટ જિલ્લાનાં નવનિયુકત ૭૮૬ પ્રાથમિક વિદ્યાસહાયકોને નિમણૂક હુકમો અર્પણ થશે
રાજકોટ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિદ્યાસહાયકોને નિમણૂકના હુકમો અર્પણ કરવાનો સમારંભ રાજયનાં તમામ જિલ્લામાં તા. ૩/૯/૧૧ના રોજ યોજાયો છે. જે મુજબ રાજકોટ ખાતે આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે તા. ત્રીજીના રોજ બપોરે ૪-૩૦ વાગે યોજાશે.
મુખ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમનું બાયસેગ દ્વારા જીવંત પ્રસારણ થશે. જેમાં મુખ્યમંત્રીશ્રી નરેદ્રભાઇ મોદી વિદ્યાસહાયકોને તથા વાલીઓને સંબોધન કરશે ત્યાર બાદ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનાં કુલ ૭૮૬ વિદ્યાસહાયકોને નિમણૂકના હુકમો રાજયના કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્તે અર્પણ થશે.
આ કાર્યક્રમનું આયોજન રાજકોટ જિલ્લા પંચાયતની જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સંયુકત ઉપક્રમે થયું છે.
વાંકાનેરના ફાયરીંગ બટમાં અવરજવર પર પ્રતિબંધ
રાજકોટ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૫.૯.૨૦૧૧થી તા.૨૩.૯.૨૦૧૧ કૂલ ૧૯ દિવસ સુધી રાજકોટ જિલ્લાના અધિકારીશ્રીઓ/કર્મચારીઓનું વર્ષ-૨૦૧૧ના બીજા ભાગની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ લેવાની હોઇ ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી શ્રી એ.બી.ગોર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લાના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૫.૯.૨૦૧૧થી તા.૨૩.૯.૨૦૧૧ કૂલ ૧૯ દિવસ સુધીના સમય દરમ્યાન જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.
આગામી પર્યુષણ પર્વ નિમિત્તે પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ
રાજકોટ શ્રી એ.બી.ગોર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧.૯.૨૦૧૧ સુધી પર્યુષણ પર્વ દરમ્યાન અધિકૃત કતલખાનાની બહાર, શેરીઓમાં, કોઇ જાહેર કે ખાનગી સ્થળોએ જયાં બહારથી જોઇ શકાય તે રીતે ગાય, બળદ, આખલા, ભેંસ, બકરા વગેરે કોઇ પણ પ્રકારના પશુઓની કતલ નહીં કરવા તેમજ પરવાનેદાર મટનનો ધંધો કરતા બુચર્સ અને દુકાનો બંધ રાખવાના હુકમ કર્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.
તા.૩૧/૦૮/૨૦૧૧ થી તા.૦૯/૦૯/૨૦૧૧ દરમ્યાન રાજા સ્કૂલ ઓફ આર્ટ ખાતે યોજાનાર જળશક્તિ પ્રદર્શન
અમરેલી, નર્મદા, જળસંપત્તિ, પાણી-પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળસંચય તથા જળ વપરાશ અંગે જાગૃત્તિ કેળવાય તેવા હેતુથી જળશક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ભાવિ પેઢીમાં પણ આ અભિગમ વધુમાં વધુ કેળવાય તેવા આશયથી યુવાપેઢીમાં કુદરતી સ્ત્રોત એવા પાણી અને તેના સંવર્ધન, સાચવણી ઉપરાંત વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે જાગૃત્તિ કેળવાય તથા વિકસે તેવા હેતુથી જળશક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શન રાજા સ્કૂલ ઓફ આર્ટ હોલ, ફોરવર્ડ હાઇસ્કૂલ કમ્પાઉન્ડ, સરદાર સર્કલ-અમરેલી ખાતે તા.૩૧/૦૮/૨૦૧૧ થી તા.૦૯/૦૯/૨૦૧૧ દરમ્યાન (સમયઃ સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી) નિહાળી શકાશે. આથી સમગ્ર જનતાને આ પ્રદર્શનનો લાભ લેવા સરદાર પટેલ સહભાગી સિંચાઇ વિભાગ-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી માટે યોજાનાર પૂર્વતાલીમ વર્ગો
બગસરા, લીલીયા તથા જાફરાબાદ તાલુકાના ઉમેદવારો જોગ
અમરેલી, ભાવનગર ખાતેના લશ્કરી ભરતી મેળો યોજાનાર હોય, રોજગાર કચેરી-અમરેલી દ્વારા ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતાં યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વેનો તાલીમ વર્ગ શરૂ થનાર છે. આથી આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક બગસરા, લીલીયા તથા જાફરાબાદ તાલુકાના ઉમેદવારોએ રોજગાર કચેરીના પ્રતિનિધિનો રૂબરૂમાં સંપર્ક કરી આ કેમ્પમાં ભાગ લેવા અંગેના સંમતિપત્રક આપવાના રહેશે. તા.૨જી સપ્ટેમ્બરના રોજ પંચાયત આરામ ગૃહ-બગસરા, તા.૫મી સપ્ટેમ્બરના રોજ પંચાયત આરામ ગૃહ-લીલીયા અને તા.૭મી સપ્ટેમ્બરના રોજ તાલુકા પંચાયત ઓફિસ-જાફરાબાદ ખાતે રોજગાર કચેરીના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. આથી લાગુ પડતાં તાલુકાના ઉમેદવારોએ સ્થળ પર ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-૮ની શાળાઓમાં ગણિત - વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની નિમણૂંક
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે ઉમેદવારોને નિમણૂંક હુકમો એનાયત કરાશે
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત જિલ્લાની ૧૮૦ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરૂ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના વિષય ભણાવવા માટે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવનાર છે.
જે અન્વયે રાજયકક્ષાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિમણૂંક પામેલ ઉમેદવારોને નિમણૂંક હુકમો આપવા માટેનો કાર્યક્રમ યોજાનાર છે. બાયોસેગ દ્વારા પ્રસારીત થનાર આ કાર્યક્રમને નિહાળવા માટેનો સમારંભ રાજયના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.
સુરેન્દ્રનગર સ્થિત કે.પી. ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધી હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર ખાતે આગામી તા. ૩-૯-૨૦૧૧ ને શનિવારના રોજ સાંજે પ-૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લામાં નિમણૂંક પામેલ ઉમેદવારોને નિમણૂંક હુકમો આપવામાં આવશે, તેમ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લખતર ખાતે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્થિત શ્રીમતી એ. વી. ઓઝા પી.ટી.સી. કોલેજ ખાતે આગામી તા. ૪ થી સપ્ટેમ્બર ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે રાજ્યના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાના અધ્યક્ષપદે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં મહેમાનપદે મંત્રીશ્રી પરબતભાઈ પટેલ તથા સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા ઉપસ્થિત ઉપસ્થિત રહેશે.
વિજ્ઞાન થકી જ્ઞાનની નવી અનેક દિશા ખુલી શકે છે- મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
લીંબડી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
સુરેન્દ્રનગર, - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જી. સી. ઇ. આર. ટી. - ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારની કચેરી તથા સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુકત ઉપક્રમે શ્રી રામકૃષ્ણ પરમહંસ શાળા વિકાસ સંકુલની શાળા શ્રી ગીજુભાઇ શુકલ કુમાર વિદ્યાલય ખાતે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે દિપ પ્રાગટય કરતાં વન રાજ્ય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત બાળ વૈજ્ઞાનિકોને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકોમાં અદ્દભૂત જિજ્ઞાસાવૃતિ અને શકિતઓ પડેલી હોય છે. તેમના માટે વિજ્ઞાન થકી જ્ઞાનની નવી અનેક દિશા ખુલી શકે છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે, વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે કેડી કંડાવરાનું કામ શિક્ષકો કરે. શિક્ષકો પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવે અને આધુનિકતા અપનાવે. રાજય સરકાર પણ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન થાય તે માટે કાર્ય કરે છે.
આ પ્રસંગે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પ્રકાશભાઇ સોનીએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેના તાલુકા અને જિલ્લા વિશે શકય તેટલું વધુ જ્ઞાન પ્રાપ્ત કરે તથા અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટરમાં નિપૂણતા કેળવવા અનુરોધ કર્યો હતો.
વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ જણાવતાં તેઓએ કહયું હતું કે, વિજ્ઞાન વગરનો ધર્મ અને ધર્મ વગરનું વિજ્ઞાન નાશ પામે છે. આથી વિજ્ઞાનનો શકય તેટલો વધુ વિકાસ કરવો જોઇએ.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકશ્રી પી.યુ.ઝાલા તથા લીંબડી નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રીતિબેન ભટ્ટે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.
ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં લીંબડી, ચુડા, સાયલા અને ચોટીલા તાલુકામાંથી કૂલ ૯૨ વિદ્યાર્થીઓએ તેમની ૪૬ કૃતિઓ રજૂ કરી હતી તથા ૨૭ શાળાઓએ આ પ્રદર્શનમાં ભાગ લઈ વિજ્ઞાન અને ગણિતની અવનવી અનેક કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે શ્રી દવેભાઇ તથા શ્રી જીજ્ઞેશભાઇ આડેસરાએ સેવા આપી હતી. કાર્યક્રમની અભારવિધિ શ્રી કે.જે. દુલેરાએ કરી હતી.
આ પ્રસંગે શ્રી જી.એસ. કુમાર વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય તાલુકામાં આવેલાં વિવિધ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.
ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેકશન યુનિટ સુરેન્દ્રનગર માટે કરાર આધારિત ફિકસ પગારથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરાશે
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક-અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યાં પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય ગાંધીનગરની માન્યતા અન્વયે ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેકશન સ્કીમ અંતર્ગત જિલ્લા સ્તરે ડીસ્ટ્રીકટ ચાઇલ્ડ પ્રોટેકશન યનિટની રચના કરવાની હોય આ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધારાવતા તથા ૨૧ થી ૪૦ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો પાસેથી સુરેન્દ્રનગર જિલ્લા માટે ૧૧ માસના કરાર આધારીત ફિકસ પગારથી તદ્દન હંગામી ધોરણે ડિસ્ટ્રીકટ ચાઇલ્ડ પ્રોટેકશન ઓફિસર, પ્રોટેકશન ઓફિસર ઇન્સ્ટીટયુશનલ કેર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, કાઉન્સેલર, સોશ્યલ વર્કર, એકાઉન્ટન્ટ, ડેટા એનાલીસ્ટ, આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને આઉટ રીચ વર્કસની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજદારો જે જગ્યા માટે અરજી કરતાં હોય તે જગ્યાનું નામ કવર પર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ જગ્યાઓ માટે નિયત નમુનામાં અરજીપત્રક સંપૂર્ણ વિગતો ભરીને તથા તે સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણિત આધારો સાથે રાખીને અરજીપત્રક જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૫ સુધીમાં રજી.પોસ્ટ એ.ડી.થી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, એ-૫, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગરને મોકલી આપવાનું રહેશે. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. સમય મર્યાદા પછી મળેલ અરજીપત્રક માન્ય ગણાશે નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો