જેતપુર માહિતી માંગવામાં જે યુવાને રીતસરની જેહાદ જગાવી ભષ્ટ્રાચારી સરકારી તંત્રોની ઊંઘ ઉઘાડી દીધી છે તેવા અજય આંબલીયા ઉપર ગઈ કાલે જેતપુર નવાગઢ સેવા સદનના પ્રમુખ
સુરેશ સખરેલીયા અને રાકેશ ગોહેલ એમ બે જણા એ હુમલો કરી અજયને ટીપી નાખ્યાની જેતપુર પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર ના અજય મગન આંબલીયા ગઈ કાલે પોતે માંગેલી માહિતી સબબ જેતપુર પાલિકા કચેરી એ ગયા ત્યારે ગિન્નાયેલા પાલિકા પ્રમુખ સુરેશ સખરેલીયા અને મહિલા સુધરી સભ્ય કંચન ગોહેલના પતે રાકેશ ગોહેલ સહિતના માણસોએ અજયને ઢીકાપાટું
નો માર મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજા કરતા અજય ને સારવાર માટે જેતપુર ની સરકારી હોસ્પિટલ માં ખસેડાયો હતો.બનાવના પગલે સરકારી દવાખાને લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે અજય ની ફરિયાદ પરથી પાલિકા પ્રમુખ સુરેશ સખારેલીયા અને રાકેશ ગોહેલ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ માં જણાવ્યું છે કે શહેરમાં અનેક જગ્યાએ બેરોકટોક ગેરકાયદેસર બાંધકામોની માહિતી માંગતા તેમના પર હુમલો કરાયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો