જેતપુરમાં આજે રાત્રે ૮ વાગ્યે કોટડીયા વાડીમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે અસ્થીકુમ્ભ વિદાય અને પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.
આ તકે અસ્થી કુંભ પૂજન વિધિ વિજયભાઈ ડી.શાસ્ત્રી કરાવશે. તેમજ ઉપસ્થિત મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા ગાયત્રી પરિવારના પરિજનો, નવા રણુજા ગોલીડાના મહંત પરમ પૂજ્ય કરશનદાસ બાપુ, જીથુડી હનુમાનજીના મહંત રામ દયાલદાસબાપુ, તથા વાસુકી મંદિર મોનપર ના ગીતાબા ખાસ હાજર રહેશે.
શહેરના બ્લડ ડોનર ગ્રુપ દ્વારા અહીના મોટા સ્મશાન ઘાટમાં એક અસ્થીકુમ્ભ મુકાયો છે.જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાતા હોય છે. જે કુંભ પૂર્ણ ભરાઈ જાય એટલે સંસ્થા દ્વારા આ કુંભને હરિદ્વાર ખાતે લઇ જવાય છે. જ્યાં ગંગા નદીમાં અશ્થીઓ પધરાવાય છે.
આવા ઉમદા કાર્ય માટે જેતપુર સોસ્યલ બ્લડ ડોનર ગ્રુપ ના પ્રમુખ વિજય વ્યાસ (૯૩૭૫૨૯૪૦૦૯), ઉપ પ્રમુખ દેવકુભાઈ બાબરિયા(૯૯૨૫૮૭૨૯૯૯/૯૪૨૬૯૯૮૩૩૩), મંત્રી મનમોહનભાઈ, પ્રોજેક્ટ ચેરમેન રૂખડભાઈ લાલુ અને જયેશભાઈ જોશી, હારુન રફાઈ, કિશોરભાઈ ગોરસવા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો