૧૩ કરોડ ર૭ લાખના ખર્ચે ૧૦૭૪૬ ચો.મી.માં બાંધકામ કરાશે
ગાંધીનગર
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેનવનિર્માણ પામનાર બે નવા બ્લોક ૧૯ અને ર૦નું માર્ગ-મકાન અને પાટનગર યોજનાવિભાગ મંત્રીશ્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવનિર્માણ પામનાર બે નવા બ્લોકમાં આધુનિક સુવિધાઓનીસાથે વીજળીની બચત તેમજ મુલાકાતે આવનાર લાભાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા હોવીજોઇએ. વધુમાં મંત્રીશ્રીએ આ નવા બે બ્લોકનું કામકાજ એક વર્ષમાં પૂર્ણ થાય તેવો પણઆગ્રહ રાખ્યો હતો.
નવીન બ્લોકમાં ગ્રાઉન્ડ ફલોર તથા બીજા ત્રણ ફલોર બનાવવામાં આવશે. જે રૂા. ૧૩ કરોડર૭ લાખના ખર્ચે નિર્માણ પામશે. જેનો કુલ બાંધકામ વિસ્તાર આશરે ૧૦૭૪૬ ચો.મી. રહેશે.નવા બ્લોક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર પ્રકારના ભૂકંપપ્રુફ બનાવામાં આવશે. આ ઉપરાંતસ્વતંત્ર અંડર ગ્રાઉન્ડ સમ્પ, પાર્કીંગ તથા વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટે રીચાર્જેબલ તેમજલીફટનું પણ આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી તેમજ ગાંધીનગરના પ્રભારી શ્રી જયસિંહ ચૌહાણ,ગાંધીનગરના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ગુડાના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર, તેમજસંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો