LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015
છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી
રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં હાથ ધરાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાન !!
રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએજેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાંહાથ ધરાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાન !!જેતપુરમાં કદાચિત સૌ પ્રથમ ગણાવાઈ રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ જોડાયા !અગાઉ માત્ર ફોટા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરનાર સેવાભાવીઓને રીતસરનું નીચાજોણું !!?જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા)જેતપુરમાં અત્યાર સુધીમાં ક્યારેય સ્વચ્છતા અભિયાન હાથ ના ધરાયું હોય તેવું સ્વચ્છતા અભિયાન પોતાના મુક્તિધામમાં હાથ ધરીને શહેરના ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિઓના પરિવારજનોએ એકતા તો ઠીક, પણ આ બાબતે અગાઉ માત્ર ને માત્ર ફોટા પડાવી ચુકેલા સેવાભાવીઓ કે આગેવાનોને ભોંઠપનો સામનો કરવો પડે તેવી વાત વાત સાબિત થઇ હતી.સૌથી વિચિત્ર, જ્ઞાતિ પ્રત્યેની સામુહિક એકતા અને ખરા દિલે, આવકને પણ ''લેટ ગો'' કરી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની વિગતો જોઈએ તો અહીના ભાદર નદીના જુના પુલ પાસે ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિજનોનું મુક્તિધામ(સ્મશાન ગૃહ) આવેલું છે. આ જગ્યાએ આ ત્રણેય જ્ઞાતિના અનેક દિવંગત આત્માઓની સમાધિઓ, ખાંભીઓ ઉભી છે.આ મુક્તિધામ ખુદ એટલું ભયંકર ગંદકી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે આવી જતા ત્રણેય જ્ઞાતિઓના આગેવાનો, યુવાનો, નાના ભાઈ બહેનો, અબાલ વૃદ્ધ સૌએ સરકારની સ્વચ્છતા અભિયાનની વાતને અસરકારક રીતે પાર પાડવા નક્કી કરી લીધું ! ખાસ કરીને રજાના દિવસે આવું અભિયાન હાથ ધરાઈ તેવી પ્રારંભિક ચર્ચાઓને ફગાવી દઈ, આ ત્રણેય સમાજના યુવાન ભાઈ બહેનો મળી સૌએ કહ્યું કે આવું તો બધા કરે, આપણે કઈક અનોખું કરીએ !બસ, આ વાતને વળગી રહેલા આ ત્રણેય સમાજના અબાલ વૃદ્ધ સૌએ પોતપોતાની રોજગારીના ચાલુ દિવસે એટલેકે રવિવાર કે બુધવારને ધ્યાને લીધા વગર, આજે ગુરુવારે સવારના ૮-૩૦ વાગ્યાથીજ તેઓના મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન આદરી દેતા જોત જોતામાં બાળકો, નાની બાળાઓ, યુવાન મળી અબાલ વૃદ્ધ સૌએ ''સાથી હાથ બઢાંના'' જેવી કહાવત સાબિત કરીને અનન્ય સેવા અન્યોને બતાવી હતી.જે કદાચિત અગાઉ માત્ર ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરી હોવાનો ઓડકાર ખાતા તમને નીચાજોણું અને ભોંઠા ના પડાવી ગઈ હોય તો જ નવાઈ !!બોક્સ: રૂપિયા ૫૦૦ રોજ જતું કરીને આવ્યા છીએ !!જેતપુર: ખાંટ,કોળી અને બાવાજીના સ્મશાનગૃહમાં હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ મજદૂર વર્ગના યુવાનો, બહેનો અને વૃદ્ધોને બતાવતા આ સમાજના યુવાન આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, ભાઈ ખેતીનું મોસમ કામ ચાલુ હોય તેમ અહી મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહેલા તમામ રૂપિયા ૫૦૦/- રોજ મેળવતા મજદૂર વર્ગના લોકો છે. સમાજની એકતા દર્શાવવા અને સમાજના મુક્તીધામને સ્વચ્છ કરવા તમામ પોતપોતાની એક દિવસની રોજગારી છોડીને અહી આવ્યા છે. આ વાતમાં રોજમદારીનો આંકડો જોઈએ તો રૂપિયા અઢી લાખ વેતન છોડી, ગુમાવી હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન અન્યોને ચોક્કસ શીખ આપશે !બોક્સ: અમારા મુક્તિધામમાં પાલિકા કચરો ના ઠાલવે...જેતપુર : ખાંટ, કોળી અને બાવાજી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ એક દુખ વ્યક્ત કર્યું હતું કે પાલિકા તંત્ર ગામનો ઉસેડેલ કચરો સમયાંતરે તેઓના મુક્તિધામમાં ઠાલવી જાય છે. આમ થવાથી મુક્તિધામમાં કાં તો દિવંગતોને દફ્નાવાની જગ્યા નથી રહેતી અથવાતો ખાંભીઓની ગરિમા જળવાતી ના હોય તેમ કચરા નીચે ખાંભીઓ બુરાઈ જાય છે. પાલિકા તંત્ર હવેથી આ જગ્યાએ કચરો ના ઠાલવે તેવી આ ત્રણેય સમાજની માંગ છે.ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર ૯૮૯૮૮૪૮૫૮૪
મંગળવાર, 27 ઑક્ટોબર, 2015
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીના આગેવાને કરોડનું ફૂલેકું ફેરવ્યાની લોકચર્ચાથી સહકારી આગેવાનો સમાધાનની વેંતરણમાં !?
સોમવાર, 26 ઑક્ટોબર, 2015
જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ
જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય
શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ
જેતપુર તા.૨૬
જેતપુરમાં સતત ૭ માં વર્ષે પટેલ સમાજના ભાઈ બહેનો માટે લેઉવા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય શરદોત્સવનું આયોજન કરાયું છે. તા.૨૫ થી શરુ થયેલ શરદોત્સવનો આજે ૨૭ મી એ છેલ્લો દિવસ છે. અહી આયોજકોના કહેવા મુજબ મન મુકીને પટેલ સમાજના ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમી રહ્યા છે. જુનાગઢ રોડ પર ચમુદા માતાજીના મંદિર સામેના શિવકૃપા નગરમાં ચાલતા આ દાંડિયારાસના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત થઇ રહ્યા છે. આજે આયોજનના અંતિમ દિવસે પણ પટેલ સમાજના ભાઈ બહેનોએ રાસ ગરબા રમવા આયોજક ટીમે અનુરોધ કર્યો છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર
૪ વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ થયા બંધ કરી દેવાતા રજુઆતો..
જેતપુર તાલુકાના ચારણીયા ગામની
૪ વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ
થયા બંધ કરી દેવાતા રજુઆતો...
જેતપુર તા. ૨૬
જેતપુર તાલુકાના ચારણીયા ગામની ૩ વિધવા મહિલાઓની વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા બંધ કરી દેવતા વિધવા મહિલાઓને મદદ કરવા ઇચ્છુકોએ લાગતા વળગતા સત્તાધીશોને રજુઆતો કરી છે.
આ અંગે ચારણીયાના રઘુભાઈ જીવાભાઈ રાઠોડે જેતપુરના મામલતદાર, કલેકટર તેમજ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ કાર્યવાહકોને લેખિત રજુઆતો કરી જણાવેલ છે કે તેઓના ગામના મંજુલાબેન મેસુરીયા(ખાતા નંબર ૨૦૦૧૮૦), સવિતાબેન રાઠોડ(૨૦૦૫૧૫), મુક્તાબેન સોલંકી(ખાતા નંબર ૨૦૧૫૫૦)ને તથા મુક્તાબેન એલ.(ખાતા નંબર ૨૦૧૮૪૧) મળતી નિરાધાર વિધવા પુનઃ વસવાય માટેની નાણાકીય વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા મળતી બંધ થઇ ગઈ છે. લાભાર્થી વિધવા મહિલાઓએ જણાવેલ કે તેઓને ક્યા કારણસર સહાય બંધ કરાઈ ? આ બાબતે સંબંધિતોને રજુઆતો કરાતા ક્યાયથી પણ કોઈ યોગ્ય જવાબ મળતો ના હોવાનો રઘુભાઈનો આક્ષેપ લાગતા વળગતા ઉચ્ચ સત્તાધીશોએ તપાસવો જોઈએ તેવી માંગ કરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
રવિવાર, 25 ઑક્ટોબર, 2015
જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે ભૂગર્ભ ગટરના રોડ-રસ્તા પર ફેલાતા પાણીથી પ્રજા હેરાન પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં !??
જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે
ભૂગર્ભ ગટરના રોડ-રસ્તા પર ફેલાતા પાણીથી
પ્રજા હેરાન પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં !??
લોકો કહે છે કે આ સમસ્યા તાકીદે નહિ નીવારાય તો ગ્રામજનો રોગચાળાનો ચોક્કસ ભોગ બનશે
જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે સ્થાનિક સત્તાધીશોની અણઆવડતને લીધે કઢાયેલા ભૂગર્ભ ગટરના પાણી રોડ રસ્તા પર ઉભરાતા હોવાની સમસ્યાથી કંટાળી ગયેલા લોકોએ પત્રકારો સમક્ષ સંબંધિતો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરી, આ સમસ્યા નહિ નીવારાય તો ગ્રામજનો ભયંકર રોગચાળાનો ભોગ બની જશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે ભૂગર્ભ ગટરના પાણી વર્ષો થયા રોડ રસ્તા પર આવી જતા હોય અને બેસુમાર ગંદકી ફેલાતી હોવાની સમસ્યા વિકરાળ બની જતા ગ્રામજનોએ સામુહિકરૂપમાં આ વાતનો વિરોધ વ્યક્ત કરી લાગતા વળગતા તંત્રોની ભૂગર્ભ ગટરના પાણી કઢાવવાની અણઆવડતની આકરી ટીકા કરી હતી.
ગામની આ સમસ્યા પરત્વે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ગુંદણીયા, માજી તાલુકા પંચાયત પ્રમુખ પી.એલ.વસોયા વિગેરેએ આ પ્રશ્નને વર્ષોજુનો ગણાવી રાજકોટ જીલ્લા કલેકટર સહિતના સત્તાધીશોને સમયાંતરે રજુઆતો કરાતી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાતી ના હોવાના આક્ષેપો કર્યા હતા.
ગામ લોકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે આજે સરકાર સ્વચ્છતા અભિયાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચીને જન જાગૃતિ માટે અથાગ પ્રયાસો કરી, મહદઅંશે રોગચાળાને દુર ભગાડે તેવા સ્વચ્છતાના પગલાઓ ભરી રહી છે, ત્યારે ખજૂરી ગુંદાળા જેવા ગામોમાં ભૂગર્ભ ગટરોના ગંધાતા પાણી રોડ-રસ્તા પર આવીને પ્રજાના આરોગ્ય પર ખતરો પેદા કરી રહ્યા હોય, ઉચ્ચ સરકારી તંત્રોએ જાગીને ખજૂરી ગુંદાળા ગામની સમસ્યા હલ કરવી જોઈએ.
બોક્સ: રહેણાંક વિસ્તારમાં ગટરોના પાણી ઉભરાય છે !!
જેતપુર : ખજૂરી ગુંદાળાવાસીઓએ એકીસુરે ફરિયાદ કરતા જણાવેલ કે સહજ રીતે કોઈ ગામોમાં ભૂગર્ભ ગટરોના પાણીનો નિકાલ ગામ બહાર, નજીકના નદી નાળામાં કરાતો હોય છે, પણ અહી સંબંધીતોએ રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી કાઢ્યા હોય, કાયમી ગંદકીભર્યા વાતાવરમાં જીવતી પ્રજા અનેક રોગોનો નિશાન બની રહી છે. સમસ્ત ગ્રામજનો આ બાબતે કોઈ અસરકારક આંદોલન છેડી બેસે તે પહેલા ઘટતું કરાય તેવી ગ્રામજનોએ માંગ દોહરાવી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતપુર )
જેતપુરમાં આરએસએસની રેલી નીકળી
જેતપુર : પ્રતિ વર્ષે દસેરા નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનના લંકેશ સામેના વિજયોત્સવના માનમાં ભારતભરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રત્યેક શહેરોમાં બેન્ડવાજા સાથે રેલીનું આયોજન કરાય છે. જેતપુરમાં પણ સ્થાનિક આરઆરએસ દ્વારા એક રેલી યોજાઈ હતી જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી
(ફોટો : કશ્યપ જોશી જેતપુર )
..............અવસાન નોંધ...........
જેતપુર : સ્વ.મુળજીભાઈ કલ્યાણજીભાઈ પોપટ(થલીવાળા)ના પુત્ર કિરીટભાઈ પોપટ(ઉ.વ.૪૫) તે ચીમનભાઈ અને દીપકભાઈના મોટાભાઈ તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૨૬ ને સોમવારે, બપોરે ૩ થી ૫, જૂની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
શનિવાર, 24 ઑક્ટોબર, 2015
જેતપુરમાં તાજીયા વિસર્જિત થયા
શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015
જેતપુરમાં ડ્રેસ મટીરીયલ્સના વેપારી પર માજી સુધરાઈ સભ્યના પુત્રનો લોખંડના સળિયા વતી હુમલો
જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા
જેતપુરના ધરાશાસ્ત્રીનો તેમનાજ મકાનમાંથી મૃતદેહ મળતા ચકચાર: લાશ ફોરેન્સિકમાં મોકલાઈ
ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં હુમલો કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !
રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા
ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં હુમલો
કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !
સાઈડ આપવા જેવી વાતમાં લાજવાને બદલે ગાજેલા બે શખ્શો ફોજદાર પર તૂટી પડ્યા !!
જેતપુર તા. ૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે સવારે બે ભરવાડ શખ્શોએ રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા ફોજદાર ચુડાસમા ઉપર નજીવી બાબતે હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં રહેતા અને હાલ રાજકોટ ખાતે પોલીસ હેડક્વાર્ટર ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પરબતસિંહ ચુડાસમા આજે રાજકોટથી પોતાની કાર લઈને જેતપુર આવી રહ્યા હતા ત્યારે નવાગઢથી જીજે ૦૩ એચ કયું ૮૬૦૬ નંબરના બે બાઈક સવારોને હોર્ન મારવા છતાં સાઈડ ના આપતા ટપારવા ગયેલા રાજભા ચુડાસમા પર બંને શખ્શો તૂટી પડ્યા હતા.
જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એકે ધક્કો મારીને પછાડી દઈને અને બીજાએ માથામાં કડું મારી ઈજા કરતા ફોજદારને તાત્કાલિક અહીની સરકારી હોસ્પીટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર રાજભા ચુડાસમાને માથામાં ચાર પાંચ ટાંકા લેવાની સારવાર અપાઈ હતી.
બનાવ જેતપુરના બસ સ્ટેન્ડ સામેજ વિશાલ ટ્રાવેલ્સ નજીક બનતા માણસોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાડા ડ્રેસમાં રહેલા ફોજદાર પર આમ સરેઆમ હુમલો થતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી હતી. અંતે આ મામલો પોલીસમાં પહોચતા પોલીસે રાજભા ચુડાસમાની ફરિયાદ પરથી, નવાગઢના બે શખ્શો ભરત સુધા મોરી અને ગોગન પાંચા મુશળ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં સમાધાન થઇ ગયાની ચર્ચાઓ પર પરદો પાડતા જેતપુર શહેર પોલીસ મથકના પીએસઓ સુરેશભાઈ પટેલે જણાવેલ કે, ના કોઈ સમાધાન થયું નથી, ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી ૨ શખ્શો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )
જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાં
કાર યુવાનને હડફેટે લઇ ઝાડ સાથે ભટકાઈ
અકસ્માત સર્જી ચાલક નાશી છૂટ્યો !
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે બપોરે સર્જાયેલ એક વિચિત્ર કાર અકસ્માતમાં એક યુવાનને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી પસાર થયેલી જીજે ૫ સીએ 4115 નંબરની કાર ચાલકે અચાનક ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા કાર કોર્ટ નાઝીકના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં રસ્તે ચાલીને જતો સંજય જેન્તી સોલંકી (ઉ.વ.૨૪-રહે.વિરાશક્તિ મંદિર વિસ્તાર, ધોરાજી રોડ જેતપુર) નામનો યુવાન હડફેટે ચડી જતા તેમને સારવાર માટે અહીની સરકારી દવાખાને ખસેડેલ. પોલીસ તપાસ દરમિયાન કારમાં જયદીપ આર. પટેલ(રહે.ચારણીયા) તથા ભૂપત પટેલ બેઠેલા હોવાનું તેમજ કાર ચાલક ઉમેશ હોવાનું અને નાશી છૂટ્યો હોવાનું પોલીસે જણાવેલ. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )
થોડા સમય પહેલાજ બનેલો રોડ ખખડધજ બની ગયો, બોલો !
જેતપુરના બોરડીસમઢીયાળાથી રૂપાવટી
સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાથી રૂપાવટી ગામ તરફ જવાનો રસ્તો હાલ અત્યંત બિસ્માર બન્યો હોય, વાહનચાલકો ત્રાસી ગયા છે.
આ બાબતે રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશભાઈ પાંભર જણાવે છે કે, જેતલસર થી રૂપાવટી ગામ જવાનો જેમ પાકો રસ્તો છે તેમ તાલુકાના બોરડીસમઢીયાળાથી રૂપાવટી જવાનો પણ રોડ બન્યો છે. પણ આ રોડ બન્યાને થોડા સમયમાંજ જર્જરિત બની ગયો હોય,સંબંધિત સરકારી તંત્રોએ આ રોડ સામું કદી ના જોયું હોય, આ રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે વાહનચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પર ચાલનારા વાહનચાલકોનું કહેવું છે કે આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે તારવી તારવીને થાકી જવાય છે અને ઘણી વખત તો ખાડા તારવામાં ધ્યાન હોય ત્યાં સામેના વાહનો સાથે અથડાઈ પડાઈ છે. આ રોડની તાકીદે બિસ્માર હાલત સુધારાય તેવી માંગ કરાઈ છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )























