અનુયાયીઓ

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

BHADAR SAPATI 31.10,

BHADAR SAPATI 31.10,JETPURMA 66MM,DEM VISTARMA

61MM VARSAD.JANITA BHAJNIK PRANLAL VYASNU

NIDHAN.SHIV MANDIROMA BHAVIKO UMATYA.BUM BUM

BHOLE.

ભજનનું નભ થયું પ્રાણલાલ વ્યાસ વગરનું .

ભજનનું નભ થયું પ્રાણલાલ વ્યાસ વગરનું .
જાણીતા ભજનિક વ્યાસનું નિધન, જુનાગઢનાં ભાવિકોમાં શોક..સદગતની શ્મશાન યાત્રામાં હસ્તીઓ જોડાઈ.
લોકચર્ચા પરીવારની સદગત વ્યાસને ભાવભીની શ્રધાંજલિ.
કૈસે આવું રે કનૈયા બડી દુર નગરી ભજનથી વ્યાસ ખુબ પ્રચલિત થયા હતા. કશ્યપ જોશી જેતપુર

ભાદર ડેમ ની સપાટી ૩૧ ફૂટ પર પહોચી.

ભાદર ડેમ ની સપાટી ૩૧ ફૂટ પર પહોચી.જેતપુર વાસીઓ માં ભારે રાજીપો.
કશ્યપ જોશી જેતપુર પત્રકાર 9974262812/99095 20812

નવાગઢ ખાતે પોરબંદર ટ્રેન થોભતા લોકોમાં રાજીપો; ચેમ્બર પ્રમુખ રાજુભાઈ પટેલ સહિતના સદસ્યોએ કર્યું ટ્રેન NU સન્માન.
કશ્યપ જોશી જેતપુર પત્રકાર 9974262812/99095 20812



પ્રત્યેક ગુજરાતી પ્રકૃતિપ્રેમી અને વૃક્ષપ્રેમી બને મુખ્યય મંત્રીશ્રીનું આહ્‌વાન આવો, વાવે ગુજરાત જનઅભિયાનમાં જોડાઇએ પરિવારમાં દીકરીના જન્મરની વધામણી પ્રસંગે બે વૃક્ષ વાવીએ: મુખ્યો મંત્રીશ્રી

પાવાગઢમાં ૬રમા રાજ્યન વનમહોત્સ વનો પ્રારંભ
વિશિષ્ટા વિરાસત વનનું નિર્માણ
વન પંડિત એવોર્ડથી સન્માતનિત કિસાન વનવાસીઓ
વન કર્મયોગીઓનું પણ વન ચંદ્રકોથી સન્માન
મુખ્ય્ મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પાવાગઢમાં વિરાસત વનમાં વૃક્ષ વાવીને ૬રમા વન મહોત્સ્વનો શાનદાર પ્રારંભ કરાવ્યોએ હતો.

‘‘વાવે ગુજરાત''નું જનઅભિયાન ઉપાડવાનું આહ્‌વાન કરતાં મુખ્યર મંત્રીશ્રીએ ગામે-ગામ, જન-જનમાં વૃક્ષપ્રેમ જગાવી ગુજરાતને લીલુંછમ કરવું છે, તેમ તેમણે જણાવ્યુંત હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંલ કે, પ્રકૃતિમાં અસંતુલન કરવાનું પાપ પヘમિના ભોગવાદી સમાજે કર્યું છે, પરંતુ આપણે તો છોડમાં રણછોડની પ્રકૃતિપ્રેમની સંસ્કૃંતિના વારસો છીએ અને આ પ્રકૃતિ સાથે વૃક્ષના માધ્ય મથી સંવાદ સાધીને ગ્લોિબલ વોર્મિંગના સંકટથી ઉગરી શકાશે.
પ્રસિદ્ધ શક્તિછપીઠ પાવાગઢની તળેટીમાં વૈશ્વિક વિરાસત ચાંપાનેરમાં ૬.પ હેકટરમાં વિરાસત વનનું વિશિષ્ટધ નિર્માણ જનભાગીદારીથી કરાશે. રાજ્યંમાં દર વર્ષે વનમહોત્સાવની ઉજવણી મહીમાવંત ઐતિહાસિક સ્થ‍ળોએ વિશિષ્ટદ સાંસ્કૃરતિક વનોનું નિર્માણ કરવાની પહેલ સન ર૦૦૪થી મુખ્યણ મંત્રીશ્રીએ કરી છે તેની શ્રેણીનું આ આઠમું વન વિરાસત વન છે, જેમાં ૩૦ જેટલા વિશિષ્ટ જાતોના વૃક્ષો ૭ નવતર વનશૃંખલા સાથે ઉછેરાશે. વિરાસત વન પાવાગઢના વનવાસી ટેકરીઓના પ્રવાસન સૌંદર્યને નવો ઓપ આપશે.
મુખ્યસ મંત્રીશ્રીએ જણાવ્યુંસ કે, વન મહોત્સતવ પ્રકૃતિપ્રેમની આરાધનાનો અવસર છે અને તેને સરકારી કાર્યક્રમમાંથી બહાર લાવીને પરંપરા છોડી અલગ સ્થરળે જનશક્તિમ જોડીને નીતનવા સાંસ્કૃીતિક વનો આ સરકારે ઊભા કર્યા છે તેનાથી તીર્થક્ષેત્રોનો અને પ્રવાસનધામો સાથે વૃક્ષપ્રકૃતિનો સાંસ્કૃસતિક નાતો જોડાયો છે.
વનમહોત્સાવમાં માનવી વૃક્ષ પ્રત્યેો સંવેદના અને પ્રેમથી જોડાય તે માટે આરાધ્યૃ વૃક્ષો, રાશિ, નક્ષત્ર વૃક્ષો, ઔષધિય વૃક્ષો, શક્તિારૂપે પ્રકૃતિપ્રેમ પ્રેરિત કરીને ગુજરાતને લીલુંછમ બનાવવું છે, એમ મુખ્યવ મંત્રીશ્રીએ જણાવ્યુંષ હતું.
આપણી પ્રાચીન વિરાસતમાં સમગ્રતયા આયુર્વેદિક ઔષધ વન અને આરોગ્ય વનસ્પૃતિ સાથે જોડાયેલું છે અને આરોગ્યસના જતન માટે વૃક્ષનું જતન કરે એવી આપણી નેમ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વૃક્ષ અને પ્રકૃતિ, પશુ-પંખીની સૃષ્ટિ ની માવજત આપણી સંસ્કૃ તિ છે એમ તેમણે જણાવ્યુંબ હતું.
ગુજરાત એવું રાજ્ય્ છે જયાં વૃક્ષોની અને વનવિસ્તાસરની વન્યનપ્રાણી સૃષ્ટિ ની સંપદા ઉત્તરોત્તર વધી રહી છે અને સૌનું સહજીવનનું જતન થાય એવી આ ગુજરાતની ધરતી ઉપર હવે ‘‘વાવે ગુજરાત''નું અભિયાન ઉપાડીએ એવું આહ્‌વાન તેમણે કર્યું હતું.
મુખ્યહ મંત્રીશ્રીએ પરિવારમાં દીકરીના જન્મરની વધામણી ઓછામાં ઓછા બે વૃક્ષ વાવીને કરવાનો નવતર સંકલ્પઅ લેવડાવ્યોર હતો. તેમણે જણાવ્યું કે, વૃક્ષમાંથી જ દીકરીના લગ્ન વાજતે-ગાજતે થશે. દીકરી કયારેય બોજ નહીં બને.
ખેડૂતોને વૃક્ષની ખેતી માટે પ્રોત્સા હિત કરવા મુખ્યત મંત્રીશ્રીએ પરંપરાગત ખેતી અને પશુપાલનમાં દૂધ ઉત્પાવદન સાથે ખેતરમાં વૃક્ષોની ખેતી સમાન હિસ્સેણ કરે તેવું પ્રેરક સૂચન કર્યું હતું. આમ થાય તો ખેડૂત કયારેય આર્થિક મુશ્કેરલીનો સામનો કરશે નહીં, તેમ તેમણે જણાવ્યુંુ હતું.
મુખ્યડ મંત્રીશ્રીએ વન મહોત્સૃવની તાસીર બદલી નાખી છે. હવે ગાંધીનગરમાં નહીં પણ જુદા જુદા જિલ્લાઓમાં અને ધાર્મિક સ્થવળોએ લોકભાગીદારીથી રાજ્યદકક્ષાના વન મહોત્સેવો યોજાય છે તેવી માહિતી આપતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈએ જણાવ્યુંી હતું કે, અપરંપાર લાભો આપતા વૃક્ષો અને વનોની ઘણી વધારે કાળજી લેવાની જરૂર છે. ગુજરાતમાં ૧,૩૦૦ પ્રકારની ઔષધિય વનસ્પ તિઓનો વારસો જોવા મળે છે તેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યઔ મંત્રીશ્રીની પ્રેરણાથી લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રોત્સાાહિત કરવા ગુજરાતે સ્મૃંતિવન, રાશિવન, નક્ષત્રવન જેવા અભિનવ વન ઉછેર પ્રયોગો કર્યા છે. શહેરી વિસ્તાવરમાં વનીકરણ માટે વન વિભાગ પ્રયત્નવશીલ છે. મુખ્યા મંત્રીશ્રીએ આ વર્ષે વાવે ગુજરાતનું સૂત્ર આપ્યું છે અને તેને સાર્થક કરવા જયાં જગ્યાજ મળે ત્યાં શકય હોય તેટલાં વૃક્ષો વાવીએ અને ઉછેરીએ તેવી હાર્દિક અપીલ વન મંત્રીશ્રીએ કરી હતી. ખેડા-આણંદ જિલ્લાઓ વૃક્ષ ઉછેર દ્વારા વાર્ષિક રૂા. પ૦૦ કરોડ કમાય છે તેવી માહિતી તેમણે આપી હતી.
મુખ્યી મંત્રીશ્રી પ્રેરિત વાંચે ગુજરાત અભિયાનથી સમાજ જીવનમાં વાંચનની ચેતના પ્રસરી છે હવે વાવે ગુજરાત અભિયાન દ્વારા છ કરોડની જનશક્તિઅને જોડીને હરિયાળા ગુજરાતનું નિર્માણ થશે તેવી લાગણી વ્યિકત કરતાં સામાજિક ન્યાકય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રત્યે્ક ધર્મમાં વૃક્ષને પૂજય ગણવામાં આવ્યુંા છે. રાજસ્થાાનમાં બીજલના એક વૃક્ષને કપાતું રોકવા ૩૬૩ લોકોએ બલિદાન આપ્યું હતું તે ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગ્લો૩બલ વોર્મિંગનો મુકાબલો વન ઉછેરથી જ થઇ શકશે. તેમણે વન મહોત્સયવની પરંપરા શરૂ કરનારા ગુજરાતના પનોતા પુત્ર ર્ડા. કનૈયાલાલ મુનશીને યાદ કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના અને પાવાગઢના પર્યાવરણીય, ધાર્મિક, ઐતિહાસિક, પરિસરીય અને સાંસ્કૃ તિક મહત્વવની યાદ અપાવતાં માર્ગ અને મકાન રાજ્ય, મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિરાસત વન હેઠળ ૬.પ હેકટર જમીનમાં વનનો ઉછેર કરવામાં આવશે. હાલોલમાં ૩પ હજાર રોપાઓ દ્વારા વૃક્ષઉછેર કરવા ઉપરાંત ખાનગી જમીનોમાં માલિકો દ્વારા વૃક્ષ વાવેતર માટે રપ હજાર રોપાઓના વિતરણ ઉપરાંત રસ્તાપની બંને બાજુઓએ વૃક્ષો ઉછેરવામાં આવશે.
વિરાસત વનમાં ૯ હજાર જેટલાં વૃક્ષો લહેરાશે તેની માહિતી આપતાં અગ્ર સચિવ ર્ડા. એસ. કે. નંદાએ સહુને આવકારતાં જણાવ્યુંજ હતું કે, રાજ્યતમાં હેકટર દીઠ ૧૬ વૃક્ષો છે, જેની સંખ્યાી વધારીને ર૦ કરવી છે અને વન વિસ્તારની બહાર ૪.૬ ટકા જંગલ છે તેને વધારીને ૬ ટકા જેટલું કરવું છે.
આ પ્રસંગે મુખ્યી મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેહ વનપંડિત એવોર્ડ વિતરણ ઉપરાંત સદીઓ જૂના વારસો-વૃક્ષોને સાચવનારાઓનું સન્માાન કરવામાં આવ્યુંં હતું અને પિયત વન ઉછેર કરનારી પંચાયતો તથા કેનાલ સાઇડ પટ્ટી વાવેતર દ્વારા વૃક્ષ ઉછેર કરનારા તાલુકાઓને ઉપજના ચેકોનું વિતરણ વન મંત્રી શ્રી મંગુભાઈ તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ફકીરભાઈના હસ્તે કરવામાં આવ્યુંઉ હતું. મુખ્યમ મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ વિરાસત વનના સ્થ્ળે વૃક્ષારોપણ કર્યું હતું અને વન ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા્ હતા.
૬રમા વન મહોત્સયવ સમારંભમાં વન રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, આદિજાતિ કલ્યાેણ રાજ્યછ મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન મંત્રી શ્રી જીતુભાઈ, સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવા, પ્રભાતસિંહ ચૌહાણ, બાળકૃષ્ણ શુકલ, ધારાસભ્યિશ્રીઓ સર્વશ્રી જેઠાભાઈ ભરવાડ, અરવિંદસિંહ ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ અને દાહોદ જિલ્લા પંચાયત અધ્યરક્ષો, તાલુકા પંચાયતોના અધ્યરક્ષો, પદાધિકારીઓ, રાજ્યાના અગ્ર મુખ્યં વન સંરક્ષક શ્રી કુલદીપ ખન્ના, સામાજિક વનીકરણ વિભાગના વડા ર્ડા. એચ. એસ. સિંહ, મુખ્યલ વન સંરક્ષક ર્ડા. જગદીશપ્રસાદ, જિલ્લા કલેકટર મનીષા ચંદ્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા, આગેવાનો અને અત્યંાત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.




સાંપ્રત વિશ્વની આતંકવાદ અને પ્રકૃતિ પ્રકોપની સમસ્યાતઓનો ઉકેલ આપણી વેદ વિરાસતમાં જ છે.....
શ્રી પરમાનંદ ગાંધીના ‘‘આપણો વૈદિક વારસો'' પુસ્ત કનું વિમોચન કરતા મુખ્ય મંત્રીશ્રી.....

અમદાવાદ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ શ્રી પરમાનંદ ગાંધી લિખિત ‘‘આપણો વૈદિક વારસો'' પુસ્તેકનું વિમોચન કરતાં સ્પરષ્ટેપણે જણાવ્યુંદ કે, સાંપ્રત વિશ્વમાં જે ગ્લોજબલ વોર્મિગ અને ગ્લોરબલ ટેરીઝમ (પ્રકૃતિ પ્રકોપ અને આતંકવાદ) ની બંને સમસ્યાીનું સંપૂર્ણ સમાધાન આપણી વેદ વિરાસતમાં છે અને આપણે આ શ્રેષ્ઠો સંસ્કૃનતિને ગૌરવ કરવું જ પડશે તો જ વિશ્વ પણ એને સ્વીવકારશે.
શ્રધ્ધા પ્રકાશન દ્વારા શ્રી પરમાનંદ ગાંધીના જન્મઆ દિવસે આજે અમદાવાદમાં આ પુસ્તવક વિમોચન સમારોહ સંપન્ન થયો હતો.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યુંદ કે, શ્રી પરમાનંદભાઇના સહષા ચન્દ્ર્દર્શન એટલે કે ૮૦ વર્ષ પૂરા કર્યા છે તેને કર્મયોગી તરીકે શાષાના ચિંતનનો અનુભવનો નિચોડ પાંચ દાયકા સુધી પ્રગટ કર્યો છે અને શાષા અને સંસ્કૃ્તિ માટે જીવન આહૂત કર્યું છે.
ભકિત અને જ્ઞાનમાર્ગ સાથે સમાજભકિત તથા ઇશ્વર ભકિતનો સુભગ સમન્વચય તેમણે આ પુસ્તગક-પ્રકાશનોથી કર્યો છે એમ મુખ્યજમંત્રીશ્રીને જણાવ્યુંન હતું. સને ૧૯૬૨માં શ્રી પરમાનંદભાઇ સાથેના પ્રથમ પરિચય બાળવયે થયેલો તેના સંસ્મથરણો શ્રી નરેન્દ્રોભાઇ મોદીએ વ્ય.કત કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંમ કે આપણી વેદ વિરાસતો તેનાથી પુરાતન સુસંસ્કૃ ત માનવજીવન વ્ય્વસ્થારનું પ્રગટીકરણ જ છે અને એ વેદપાઠ સુવાંગરૂપે પેઢીઓ સુધી અવિરત સચવાતું જ્ઞાન વિજ્ઞાન આપણી સમક્ષ પહોચ્યુંુ છે વેદના પ્રકાશમાં સ્મૃુતિ, શ્રૃતિ ઉપનિષદ પંચતંત્ર દ્વારા આપણા પૂર્વજોએ પહોંચાડયું છે. તેમણે જણાવ્યુંશ કે, માત્ર ચિંતન વિચાર નહીં, આચારનો મહિમા સમાજ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મૂકીને વ્યાવસ્થિંતરૂપે ઊભો કર્યો છે.
સમાજજીવનની સમસ્યાચ અને પ્રશ્નોનું સતત વેદ વિજ્ઞાનના પ્રકાશમાં સતત ચિંતન બાર વર્ષે યોજાતા કુંભના મેળામાં થતું અને તેના આધારે સમાજમાં કાળબાહ્ય છોડીને તત્કા્લિન જીવન વ્યાવસ્થામમાંથી ક્ષતિઓ દૂર કરીને નિત્યાનૂતન પરિવર્તનશીલ સમાજ રચનાનો માર્ગ આપણા પૂર્વજોએ બનાવ્યોથ છે તેની ભૂમિકા મુખ્યેમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યજ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વેદના મૂળ સત્વત પ્રકાશને અનુબંધ રાખીને સમયાનુકુલ પરિવર્તન એ આપણી સંસ્કૃાતિનું સૌથી મોટુ આંતરિક સામર્થ્યન છે અને તેના કારણે જ સદીઓ સુધી આપણી વેદ સંસ્કૃંતિ જળવાઇ રહી છે.
લેખકશ્રી પરમાનંદભાઇએ જણાવ્યું હતું કે, દરેક વિચાર,વિષય અને વિજ્ઞાન વેદોમાં સમાવિષ્ટલ થયેલા છે. વેદવાણી સ્વેયં ભગવાનની વાણી છે. પુસ્ત કનો પરિચય પ્રાધ્યાંપક ર્ડા. પ્રજ્ઞાબેન જોશીએ આપ્યોમ હતો. હિન્દું ધર્મશાળાના આચાર્ય સંતશ્રી પરમાત્માકનંદજીએ આર્શીવચન પાઠવ્યાય હતા.
આ પ્રસંગે સર્વશ્રી બ્રહ્મર્ષિ ગુરૂકુળના સ્થા‍પકશ્રી ડાહ્યાભાઇ શાષાી, સંસ્કૃનત વિદ્વાન શ્રી વાસુદેવભાઇ પાઠક, સંસ્કૃહત પ્રવૃતિ વિભાગ સચિવશ્રી ભાગ્યેડશ જહા, પ્રકાશક ર્ડા. ગૌરાંગ ગાંધી વગેરે ઉપસ્થિ ત રહ્યા હતા.


અમદાવાદના દક્ષીણ-પૂર્વ વિસ્તારો માટે વસ્ત્રા્લ ખાતે નવી આર.ટી.ઓ. કચેરી મુખ્યય મંત્રીશ્રીના હસ્તે
તા. ૮-૮-૨૦૧૧ના રોજ શુભારંભ થશે
અમદાવાદ :
અમદાવાદ શહેર તથા જિલ્લાના નાગરિકોને આર.ટી.ઓ.ને લગતી કામગીરીમાં સુગમતા-ઝડપી અને સારી સેવાઓ મળી રહે તે હેતુસર હાલની સુભાષબિજ આર.ટી.ઓ. કચેરી ઉપરાંત અમદાવાદ પૂર્વ (સહાયક પ્રાદેશિક વાહનવ્યાવહાર અધિકારીની કચેરી) વષાલ ખાતે કાર્યરત થશે. આ કચેરીનું વિધિવત ઉદ્‌ધાટન મુખ્યિમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે તા. ૮-૮-૨૦૧૧ના રોજ થશે અને તા. ૯-૮-૨૦૧૧થી તમામ પ્રકારના નવા લાયસન્સય તેમજ નવા વાહનોના રજીસ્રેથ શનની કામગીરી કોમ્પનયુટરાઇઝ પધ્ધ તિથી સિંગલ વિન્ડોથ દ્વારા હાથ ધરવામાં આવશે.
આ આર.ટી.ઓ. અમદાવાદ (પૂર્વ) વષાલ ખાતેની કચેરીમાં (૧) અમદાવાદ મ્યુથ.કો.ના દક્ષિણ ઝોનના બહેરામપુરા, કાંકરીયા, ઇન્દ્રરપુરી,ખોખરા, મણીનગર, દણીલીમડા,લાંભા, ઇસનપુર, ધોડાસર,વટવા વગેરે (ર) અમદાવાદ મ્યુદ.કો.ના પૂર્વ ઝોનના નિકોલ, વિરાટનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, રાજપુર, અર્બુદાનગર,ઓઢવ, વષાાલ, મહાવીરનગર, ભાઇપુરા, હાટકેશ્વર,અમરાઇવાડી, રામોલ, હાથીજણ વગેરે તથા (૩) દસક્રોઇ તાલુકામાં સમાવષ્ટિ સાબરમતી નદીથી પૂર્વ તરફના ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ વિસ્તા)ર સિવાયના અમદાવદ શહેર/જિલ્લાનો વિસ્તાાર હાલની સુભાષબ્રીજ ખાતેની આર.ટી.ઓ કચેરી સાથે સંકળાયેલ રહેશે તેમ ખાસ ફરજ પરના અધિકારી વાહનવ્યશવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશ શ્રી એમ.આર.શાહ દ્વારા રાજકોટ જિલ્‍લા જેલ ખાતે ‘લીગલ એઇડ કલીનીક’ ખુલ્‍લું મુકાયું

રાજકોટ જિલ્‍લા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી વી.કે.વ્‍યાસ, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા પોલીસ વડા શ્રી પ્રેમવીરસિંઘ સહિત જિલ્‍લાના ન્‍યાયાધીશો તેમજ કેદી ભાઇઓ-બહેનોની ઉપસ્‍થિતિ : રાજકોટ જિલ્‍લા જેલના સ્‍વચ્‍છ પર્યાવરણની પ્રશંશા કરતા હાઇકોર્ટ ન્‍યાયાધીશશ્રી

રાજકોટ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી એમ.આર.શાહે આજે રાજકોટ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે રાજકોટ જિલ્‍લા જેલ ખાતે લીગલ એઇડ કલીનીકનું દિપ પ્રાકટયથી તથા રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.

રાજકોટ જિલ્‍લાના સત્ર ન્‍યાયાધીશ શ્રી વી.કે.વ્‍યાસ, રાજકોટ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જસ્‍ટીસ એમ.બી.ડાંગલે, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા પોલીસ વડા શ્રી પ્રેમવીરસિંઘ, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી અભય ભારદ્વાજ, રાજકોટ જિલ્‍લા જેલ અધીક્ષક શ્રી વોરા તથા જિલ્‍લાના ન્‍યાયાધીશો અને કેદી ભાઇઓ-બહેનોની ઉપસ્‍થિતિમાં રાજકોટ જિલ્‍લા જેલ ખાતે આયોજિત આ અંગેના ખાસ સમારોહમાં પોતાના ઉદબોધનમાં જસ્‍ટીસ એમ.આર.શાહે રાજયના છ જિલ્‍લામાં આ પ્રકારે કેદીઓની સેવા માટે-તેમને કાનૂની સલાહ માર્ગદર્શન માટે લીગલ એઇડ કલીનીક શરૂ કરાયાં છે, તે પૈકીનો એક રાજકોટ જિલ્‍લો પણ છે, તેમ જણાવ્‍યું હતું.

કેદ ભાઇ-બહેનો કાયદાની મર્યાદામાં રહી, આજના તેમના વિપરિત સંજોગોની વચ્‍ચે પણ ભારતીય બંધારણે આપેલા માનભેર જીવન જીવવાના તેમના અધિકારને ભોગવી શકે તેવો આ લીગલ એઇડ કલીનીક પાછળનો આશય સ્‍પષ્‍ટ કરી જસ્‍ટીશ શ્રી શાહે જણાવ્‍યું હતું કે લીગલ એઇડ કલીનીકની શરૂઆત થતાં હવેથી પ્રત્‍યેક શનિવારે સવારે ૧૦ થી ૧૨ આ લીગલ એઇડ કલીનીકના કન્‍વીનર સાથે કાયદાનાં પાંચ વિદ્યાર્થીઓ નિયમિતપણે જિલ્‍લા જેલમાં આવશે, કેદીઓની ફરિયાદો સાંભળશે અને તેમને જરૂરી કાનૂની માર્ગદર્શન પુરું પાડશે, ત્‍યારે કેદી ભાઇઓ-બહેનો પણ તેમને તેમના બારણે મળનાર આ કાયદાકીય મદદનો પૂરો લાભ ઉઠાવશે તેવી શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી.

કેદી ભાઇઓ-બહેનોને કોઇ જ હિચકિચાટ વગર પોતાના પ્રશ્નો આ લીગલ એઇડ કલીનીક સમક્ષ રજૂઆત કરવાનો અનુરોધ કરી, કેદી ભાઇઓ-બહેનોને આવા અધિકારો મળે છે તે સામે તેમને પણ જેલના શિસ્‍તના નિયમો પાળવા, કાયદાની કોઇ મર્યાદા નહિ ઓળંગવા અને એમ પોતાની ફરજ પણ બરાબર બજાવવા જસ્‍ટીશ શ્રી શાહે સલાહ આપી હતી, અને તો જ ન્‍યાયતંત્ર દ્વારા અમલી બનાવાયેલો લીગલ એઇડ કલીનીક પાછળનો ઉમદા આદર્શ મૂર્તિમંત થશે, એમ ઉમેર્યું હતું.

જસ્‍ટીશ શ્રી શાહે રાજકોટ જિલ્‍લા જેલના સ્‍વચ્‍છ પર્યાવરણની પણ પ્રશંસા કરી હતી.

પ્રારંભે સ્‍વાગત પ્રવચન રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી અભય ભારદ્વાજે કર્યું હતું.

આ પ્રસંગે એડવોકેટ સુશ્રી ભાવનાબેન જોશીપુરાની આગેવાનીમાં લીગલ એઇડ કલીનીક અને તેના કાર્યક્ષેત્રની કેદી ભાઇઓ-બહેનોને જાણકારી મળે તે હેતુથી રંગલા-રંગલીના પાત્રો સાથેનું એક સુંદર નાટક પણ જિલ્‍લા જેલના મંચ પરથી રજૂ કરવામાં આવ્‍યું હતું, જેને ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશ શ્રી એમ.આર.શાહ સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે રાજકોટની એ.એમ.પી.લો કોલેજના પ્રિન્‍સીપાલશ્રી વૈદ્ય, એચ.એન.શુકલ લો કોલેજના પ્રિન્‍સીપાલસુશ્રી અરૂંધતી દાસાણી અને પાંધી કોલેજના પ્રિન્‍સીપાલશ્રી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કાનૂની સાક્ષરતા અભિયાનમાં કાર્યરત અખિલ હિન્‍દ મહિલા પરિષદના હોદ્દેદાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

જામનગર ખાતે આર્મીની લેખીત પરીક્ષા યોજાઇ

જુનાગઢ ખાતે યોજાયેલ આર્મીરેલીની ફીઝીકલ પરિક્ષમાં ઉર્તિણ થયેલા ઉમેદવારોની જામનગર ખાતે આર્મીની લેખિત પરિક્ષા તા. ૩૧ જુલાઇ ના રોજ ડી.કે.વી. આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ ખાતે યોજાઇ ગઇ. જેમાં ગુજરાત ના જુદા જુદા જિલ્‍લાઓ માંથી આશરે ૧૭૦૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં પાસ થયેલ ઉમેદવારોને ટ્રેડમેન, સોલ્‍જર જનરલ ડયુટી, ટેકનીકલ કર્લાક, નર્સીંગ આસીસ્‍ટન્‍ટ માં લેવામાં આવશે.

પોરબંદરની ખાસ જેલ ખાતે ગુજરાતના સૌ પ્રથમ જેલ લીગલ એઇડ કલીનીકનો થયેલો પ્રારંભ

કેદીસમાજનું અભિન્‍ન અંગ છે, તેમને પણ સામાન્‍યજનની માફક જીવનવ્‍યતિત કરવાનો હક્ક છે.

-હાઇકોર્ટ જજશ્રી જી.વી.શાહ

પોરબંદર

દેશના પ્રત્‍યેક નાગરિકને ન્‍યાય મેળવવાનો અધિકાર છે.તેમના આ મુળભૂત અધીકારનું રક્ષણ થાય અને નાણાંના અભાવે કે માહિતીના અભાવે કોઇપણ નિર્દોષ કાયદાકિય ન્‍યાય ન મેળવી શકે અને દંડાય તેવુ ન બને તે માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના ખુણે ખુણે લીગલ એઇડ કલીનિક એટલે કે કાયદાકિય માર્ગદર્શન આપતું કેન્‍દ્ર શરૂ કરવાનો નિર્દેશ કર્યો જે અન્‍વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજયના ખાસ જેલોમાં સૌ પ્રથમ પોરબંદરની ખાસ જેલ ખાતે લીગલ એઇડ કલીનિકને હાઇકોર્ટના જજશ્રી જી.વી.શાહના હસ્‍તે ખુલ્‍લું મુકવામાં આવ્‍યું.

કેદ એ સમાજનુંજ અભિન્ન અંગ છે તેમને પણ સામાન્‍યજનની માફક જીવન વ્‍યતીત કરવાનો પુરો અધિકાર છે,તેમજ બંધારણ મુજબ દરેક નાગરીકને કાયદાનું રક્ષણ મેળવવાનો હકક છે તે દ્રષ્‍ટ્રીએ પણ લીગલ એઇડ કલીનિકએ જેલમાં માત્ર ક્ષણિક આવેગમાં કરેલી ભુલને કારણે સજા ભોગવતા કેદીઓમાં સામાજિક સુધારણાનું કામ કરશે તથા તેઓની કાયદાકિય મુશ્‍કેલીમાં માર્ગદર્શન પરૂ પાડશે તેમ જણાવતાં કાર્યક્રમના અધ્‍યક્ષ હાઇકોર્ટના જજશ્રી જી.વી. શાહે પ્રાસંગિક પ્રવચનમાં વધુમાં જણાવ્‍યુ હતું કે જીવનની દરેક ક્ષણ અણમોલ છે માટે દરેક ક્ષણને આંનદથી વ્‍યતીત કરવી જોઇએ અને દરેક ક્ષણનો ભરપુર ઉપયેાગ કરવો જોઇએ. તેઓએ જેલના કેદીઓને યોગ અને પ્રાણાયામ કરવા અને તે દ્વારા મત અને તનની શુધ્‍ધિ રાખવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. તેઓએ વાંચનને ઉત્તમ પ્રવૃતી તરીકે સરખાવી સારા પુસ્‍તકોના નિયમિત વાંચનની કેદીઓને સલાહ આપી હતી.

આ પ્રસંગે ઉદબોધન કરતાં અને લીગલ એઇડ કલીનિકનો હેતૂ સ્પષ્‍ટ કરતાં ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી એ.એફ.દવેએ જણાવ્‍યૂં કે કોઇપણ સ્વપ્‍ન જોવું અને તે સ્‍વપ્‍નને સાકાર કરવા ત્વરીત પગલાં લેવાએ એક ક્રાંતિકારી પગલું છે. તે દ્રષ્‍ટ્રીએ દેશના પ્રત્‍યેક વ્‍યક્તિને ન્‍યાય મળે તેવા પૂ. બાપૂના સ્‍વપ્નને સાકાર કરવા લેવાયેલ લીગલ એઇડ કલીનિક શરૂ કરવાનું આ પગલૂં એક સમાજિક ક્રાંતિનું ધોતક બની રહેશે. આ તકે તેઓએ કાયદા શિક્ષણના સ્‍નાતકો દ્રારા લીગલ એઇડ કલીનિકની ઉત્તમ સેવાને બીરદાવી હતી. તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે આ કલીનીકમા; ૧ કાયદા નિષ્‍ણાંત પ્રોફેસર, પ કાયદા વિભાગના વિધાર્થીઓ અને વકીલ ઉપસ્‍થિત રહેશે. તથા બે દિવસ ખાસ કરીને બીજ તથા ચોથા શનીવારે એક મેજીસ્‍ટ્રેટ પણ ખાસ કાયદાકિય માર્ગદર્શન આપવા ઉપસ્‍થિત રહેશે.

આ તકે લો કોલેજના વિધાર્થીઓ દ્વારા કેદીઓને મળતા હક્કો અને ફરજોનું વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું

જિલ્‍લા ખાસ જેલના જેલર શ્રી કુરેશીએ આભારદર્શન કરતાં પોરબંદરની ખાસ જેલમાં કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સંચાલીત આ લીગલ એઇડ કલીનિકના પ્રારંભ માટે કાયદા વિભાગનો આભાર વ્‍યકત કર્યો હતો તથા આ કલીનિકમાં સેવા આપનાર કાયદાના વિધાર્થીઓની સેવાને બીરદાવી હતી.આ તકે તેઓએ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનો આભાર વ્‍યકત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી વકીલશ્રી ભરતભાઇ લાખાણીએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્‍લા ન્‍યાયાલયના જયુડીશ્‍નલ ઓફીસર્સ,ડી.એસ.પી. શ્રી દિપન ભદ્રન, સ્‍વામિ નારાયણ સંપ્રદાયના સંતશ્રી ભાનુપ્રકાશદાસજી, કાયદા કોલેજના પ્રિન્‍સીપાલશ્રીમતી એન.જે.રાવલ, નામાંકિત વકીલો અને સમાજિક અગ્રણીઓ સહિત જેમના માટે લિગલ એઇડ કલીનિકની શરૂઆત કરવામં આવી છે તે ખાસ જેલના કેદીઓ બહોળી સંખ્યામાં ઉપસ્‍થિત રહયા હતા.

પોરબંદર જિલ્‍લામાં આગામી તા.૪ થી ૬ ઓગષ્‍ટ દરમિયાન ત્રણેય તાલુકા મથકે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે.

પોરબંદર

પોરબંદર જિલ્‍લાના ત્રણેય તાલુકા મથકોએ આગામી તા.૪ થી ૬ ઓગષ્‍ટ દરમિયાન સવારે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે. જે અન્‍વયે તા. ૪ના રોજ સવારથી કુતિયાણા ખાતે મહેર સમાજની વાડીમાં, તા.પમીએ પોરબંદરના બીરલા હોલ ખાતે અને તા.૬ઠીએ રાણાવાવ મહેર સમાજની વાડી ખાતે ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ચલો તાલુકે કાર્યક્રમોમાં જિલ્‍લાના પ્રભારીમંત્રીશ્રી અને રાજયના નાંણામંત્રીરી વજુભાઇ વાળા, આદીજાતિકલ્‍યાણ વિભાગના સંસદિય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા, પ્રેરક હાજરી આપશે.

ચલો તાલુકે કાર્યક્રમમાં જિલ્‍લા અને તાલુકાઓમાં છેલ્‍લા ૨૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રે થયેલ વિકાસની કામગીરીનું પ્રેઝન્ટેશન રજેશ રવામાં આવશે.આ કાર્યક્રમોમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ દ્વારા તેમના ગામોમાં થયેલ વિકાસની કામગીરીની રૂપરેખા અપાશે. તેમજ માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામા; આવેલ રાજયના વિકાસ અંગેની સીડી.નું પૂનઃનિદર્શન કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં જિલ્‍લાના અને તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ વિગેરે ઉપસ્‍થિત રહેશે. જિલ્‍લા કલેકટરશ્રી ગિરીશ શાહ અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.

જેતલસર માંથી પટેલ યુવતી ને ભગાડી જતો દલિત યુવાન

ગાયત્રી નગર માં રહેતી એક પટેલ યુવતી ને તેજ વિસ્તારનો એક દલિત યુવાન લલચાવી ફોસ લાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જતા ચકચાર જાગી છે. વાલીઓ છોકરો છોકરીને શોધવા લાગી ગયા છે. કહેવાય છે કે દલિત યુવાન સાથે BHAGI જનાર યુવતી ભારે ભોળી અને સીધી સાદી હતી. છતાં આમ કેમ બન્યું તે સો મણ નો પ્રશ્ન છે.

આનંદો જેતપુર વાસીઓ

આનંદો જેતપુર વાસીઓ
ભાદર ડેમ 30 ફૂટ સપાટી વટાવી ગયો.
સપાટી કુલ ૩૪ ફૂટ છે.
જસદણ પ્ન્થાક્માં વધુ વરસાદ પડે તો ડેમ છલકાશે.
વધુ વિગતો મેળવાઇ રહી છે.
કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨/ ૯૯૦૯૫૨૦૮૧૨

રવિવાર, 31 જુલાઈ, 2011

जेतपुर के शिवालयो में आजसे गूंजेगा शिव नाद

રાજકોટવાસીઓની આદત બદલી નાખી છે તેમણે -હસતા મોઢે કામ કરો



કિરીટ ગુણવંતરાય ગણાત્રા, અખબાર માલિક

જન્મ: ૧૪ જુલાઈ, ૧૯પ૦, રાજકોટ

અભ્યાસ: બી.કોમ.

કિરીટભાઈને વિજ્ઞાનપ્રવાહમાં જવું હતું, પરંતુ સારા માક્ર્સ ન આવતાં પરિવારજનોના કહેવાથી કોમર્સમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ પ્રેસ સંભાળ્યું, જે તેમના માટે ટિનઁગ પોઈન્ટ હતો. આમ તો તે અભ્યાસની સાથે સાથે બાપુજીને મદદ કરવા તેમના સાપ્તાહિક ‘જય સૌરાષ્ટ્ર’માં કામ કરતા. તે પિતા પાસેથી ચોટદાર હેડિંગ મારવાની કળા શીખ્યા. કિરીટભાઈએ બાદમાં બપોરનું દૈનિક ‘અકિલા’ શરૂ કર્યું જેને જબદસ્ત સફળતા મળી. તેમના સૂત્ર ‘સવારે ચા સાંજે અકિલા’માં સહેજ પણ અતિશયોક્તિ નથી-રાજકોટના લોકોને સવારની ચાની જેમ સાંજના ‘અકિલા’ની આદત પડી ગઈ છે.

જીવનસાથી સાથેની પહેલી મુલાકાત: મારી સગાઈ કલોલ થઈ હતી. હું મારી ભાવિ પત્નીને મળવા રાજકોટથી મિત્રનું બુલેટ લઈને કલોલ જતો હતો ત્યારે લીમડી પાસે આગળ જતી ટ્રકમાંના સળિયા વાગતાં છાતીમાં છરકો થઈ ગયો હતો અને લીમડી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. અમદાવાદથી નવો શર્ટ લીધો અને પછી કલોલ ગયો.

બાળપણની યાદ:
દિવાળીમાં મેં મીઠાઈમાં મીઠું નાખ્યું હતું અને ઘરે ભણાવવા આવતા શિક્ષકને એ મીઠાઈ ખવડાવી હતી. બાપુજીને આની જાણ થતાં તેમણે મને ફડાકો માર્યો હતો.

વસ્ત્રો-ખોરાક: નવાં કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. કાઠિયાવાડી ભોજન, ઓળો, ઊંધિયું, બટેટાવડાં અને મરચાનાં ભજિયાં ખૂબ ભાવે છે.

વિશેષ: અનેક ગીતો લખ્યાં છે. ધૂન તૈયાર કરી છે. રાજકોટના સંગીતકાર વિજય રિયાઝ કરતા ત્યારે મારી પાસે ગીત ગવડાવતા. જો જીવન ફરીથી જીવવા મળે તો સંગીત ક્ષેત્ર પસંદ કરું.

નવી પેઢી વિશે: આજની પેઢીમાં અમારા કરતાં ખૂબ શક્તિ છે, પરંતુ નવી પેઢીએ કોઈ પણ આશા કે સ્વાર્થ વગર સતત કામ કરવું જોઈએ.

આદર્શ: મારાં માબાપ. તેઓની સરળતા-સાહજિકતા મને ખૂબ સ્પર્શી ગઈ.

પ્રિય પુસ્તક: ઓશોનું દરેક પુસ્તક.

સફળતાનો મંત્ર:
હસતા મોઢે કામ કરવું.

સૌથી વધુ મહત્વ શેને આપો છો ?: નાના માણસોને સાંભળવા.

curtsy : Divyabhaskar.

શુક્રવાર, 29 જુલાઈ, 2011

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ફોર્ડ મોટર કંપની અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્ય સહયોગના સમજૂતિ કરાર સંપન્ન





ગુજરાત ગ્લોબલ ઓટોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થઇ રહ્યું છે

વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપની ગુજરાતમાં સાણંદ નજીક રૂ.૪૦૦૦ કરોડના મૂડીરોકાણ સાથે સ્થાપશે ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ એન્ડ એન્જીનિયરીંગ

સાણંદ ફોર્ડ મોટર પ્રોજેકટ ૪૬૦ એકરમાં બે પ્લાન્ટ એકમો સ્થપાશે

પ૦૦૦ પ્રત્યક્ષ અને રપ૦૦૦ પરોક્ષ રોજગારી ઉપરાંત આનુસંગિક ૬૦૦૦ રોજગારી મળી કુલ ૩૬૦૦૦ યુવાનોને રોજગારીની તકો

કંપની વિશ્વકક્ષાના ઓટોમોબાઇલ્સ-ઇજનેરી કુશળ માનવબળ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર સ્થાપશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વખ્યાત મોટરકાર ઉત્પાદક ફોર્ડ મોટર કંપની અને ગુજરાત સરકાર વચ્ચે સાણંદ નજીક ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેના રાજ્ય સરકારના સહયોગ માટેના કરાર સંપન્ન થયા હતા.

અમેરિકાની આ વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિસ્તરણના ભાગરૂપે અને ભારતમાં તેના પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ માટે ગુજરાતની પસંદગી કરી છે.

ગાંધીનગરમાં ફોર્ડ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેકટર શ્રીયુત માઇકલ બોનેહાલ (Mr. Michael Boneham) તથા રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુએ આ સમજૂતિના કરાર કર્યા તેવા ગૌરવરૂપ અવસરે મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ફોર્ડ મોટરના પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાત, ગ્લોબલ ઓટો હબ બનવા સક્ષમ છે તેનું આ એક વધુ પ્રમાણ છે. જ્યારે ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટ શ્રીયુત જો હીનરિકસ (Mr. JOE HINRICHS) ‘નમસ્તે ગુજરાતસાથે ભાવવિભોર બનીને ગુજરાત સરકારની પ્રો-બિઝનેસ પોલીસી અને વાઇબ્રન્ટ ગવર્નન્સની પ્રસંશા કરી હતી અને ગુજરાતને ફોર્ડ મોટરના પ્લાન્ટ માટે શ્રેષ્ઠ પસંદગીનું કેન્દ્ર ગણાવ્યું હતું.

ફોર્ડ મોટરનો આ મેન્યુફેકચરીંગ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ રૂ. ૪૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્થપાશે અને અમેરિકા બહાર સ્થાપવામાં આવનારા ફોર્ડ કંપનીનો સૌથી મોટો પ્લાન્ટ ૪૬૦ એકર જમીનમાં સાણંદ નજીક આકાર લેશે. ગુજરાતમાં ફોર્ડના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અને એન્જીનિયરીંગ પ્લાન્ટમાં પ૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી ઉપરાંત અન્ય રપ૦૦૦ને પરોક્ષ તથા ૬૦૦૦ ઇજનેરી યુવાનોને એન્સીલીયરી એન્જીનિયરીંગ ઉદ્યોગોના આનુસંગિક વિકાસમાં રોજગારીની તકો મળીને એકંદરે ૩૬૦૦૦ યુવાનોને રોજગારીના વિવિધ અવસરો પ્રાપ્ત થવાના છે. રાજ્ય સરકારે ફોર્ડ કંપનીના બંને પ્લાન્ટ એકમોની આસપાસ, ઓટોમોબાઇલ્સ એન્ડ એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહક એવા આનુસંગિક નવા ઓટો-ઇજનેરી એકમોના વિકાસ માટે ૧પ૦ એકર વધુ જમીન આરક્ષિત કરી છે. ગુજરાત હવે ઓટોમોબાઇલ્સ સેકટરમાં એક્ષ્પોર્ટ હબ પણ બની રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ફોર્ડ મોટર્સના ઉત્પાદક પદાધિકારીઓ સાથેના પરામર્શનો નિર્દેશ કરતાં ફોર્ડ મોટર કંપની દ્વારા આ ઓટોમોબાઇલ સેકટરમાં ઉત્તમ કૌશલ્ય ધરાવતી માનવશકિતના નિર્માણ માટે વિશ્વકક્ષાના સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ઝડપથી સ્થાપવાની અપેક્ષા વ્યકત કરી હતી.

ગુજરાત તેની પ્રણાલીગત વ્યાપારી રાજ્યની ઓળખમાંથી છેલ્લા એક જ દશકમાં ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ધરાવતા રાજ્યનું ગૌરવ ધરાવતું થયું છે અને હવે તો ગુજરાત વિશ્વના સૌથી ઉત્તમ મૂડીરોકાણ માટેના પસંદગીના સ્થળ તરીકે ગણમાન્ય બન્યું છે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. બોમ્બાર્ડિઅર અને ટાટા-નેનો પ્લાન્ટ જેવા ઓટોમોબાઇલ્સ સેકટરની પ્રગતિથી ગુજરાત છેલ્લા ત્રણેક વર્ષમાં જ ગ્લોબલ ઓટોમોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે શ્રીયુત જો હિનરિકસે ‘‘નમસ્તે ગુજરાત’’ કહીને સહર્ષ જણાવ્યું હતું કે, એશિયા, પેસિફિક અને આફ્રિકા વિસ્તારમાં વિસ્તરણની વ્યુહરચનાના ભાગરૂપે ફોર્ડ કંપનીએ વિશ્વના શકિતશાળી દેશ પૈકીના એક એવા ભારત દેશની પસંદગી કરી છે અને તેમાં ફોર્ડ કંપનીના નવા મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્થાપના પ્રથમ ગુજરાતમાં થઇ રહી છે.

શ્રી હિનરિકસે આ મૂડીરોકાણને ફોર્ડ કંપનીના વૈશ્વિક ભવિષ્ય માટેનું રોકાણ ગણાવી ઉમેર્યું હતું કે, આ દશકના મધ્યભાગમાં કંપનીના વૈશ્વિક વેપારમાં પચાસ ટકાની વૃધ્ધિ એટલે કે વાર્ષિક આઠ મિલિયનથી વધુ વાહનોના વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ગુજરાતમાં સ્થપાનારા આ મહત્વપૂર્ણ એકમો મદદરૂપ બનશે. ઊંચી ગુણવત્તા અને ઇંધણ કાર્યક્ષમતા ધરાવતા વાહનોના ઉત્પાદન માટે કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણની યોજના ધરાવે છે તેની પણ તેમણે માહિતી આપી હતી.

ફોર્ડ ઇન્ડિયાના શ્રી માઇકલ બોનહેમે જણાવ્યું હતું કે, ફોર્ડ કંપની માટે ભારતનું વિશાળ અને શકિતશાળી બજાર વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યુૈં હતું કે તામિલનાડુની જેમ જ ગુજરાતના સાણંદ ખાતે પણ ફોર્ડ કંપની તેની શ્રેષ્ઠ પરંપરાઓને જાળવીને ગુણવત્તાલક્ષી વિકાસ સાધશે.

ગુજરાતના ઔદ્યોગિક સામર્થ્યને કારણે ફોર્ડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીએ પોતાના ઉદ્યોગોની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરી છે. ગુજરાતનું ઉદ્યોગ સહાયક વાતાવરણ, આંતરમાળખાકીય સુવિધાઓ, ઉત્તર-પશ્ચિમ ભારત માટેની બંદરીય વ્યવહારની સુવિધાઓ, કૌશલ્યવાન માનવબળની ઉપલબ્ધિ જેવી અનેકવિધ વિશેષતાઓ વિશ્વના ઉદ્યોગોને ગુજરાત તરફ આકર્ષે છે. ગુજરાતમાં સ્થપાનારા આ નવા ઉદ્યોગોને કારણે દેશના મોટાભાગના પેસેન્જર કાર ઉદ્યોગ જે વિસ્તારમાં આવેલા છે તેવા ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ ઉદ્યોગોને આનુષંગિક નવા મેન્યુફેકચરીંગ એકમો કે ઉદ્યોગોની સ્થાપના માટેનો માર્ગ સહેલો અને ઝડપી બનશે.

સાણંદ નજીક સ્થપાનારા આ બંને ઔદ્યોગિક એકમોનું બાંધકામ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે એટલું જ નહિ, વર્ષ ર૦૧૪માં આ એકમો દ્વારા મોટરકાર અને એન્જીનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે.

પ્રારંભમાં મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ અને ફોર્ડ કંપનીના અન્ય પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.



નિર્દોષ ખેડૂતો અને નાગરિકોની જમીન બોગસ દસ્તાવેજો અને ગેરકાનૂની રીતરસમોથી પડાવી લેનારા માથાભારે તત્વો સામે પૂરી સખ્તાઇથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ આદેશો

સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં આવેલી રજૂઆતોને અત્યંત ગંભીર ગણીને જમીન માફીયા તત્વો સામે લાલ આંખ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલી રજૂઆતોને અત્યંત ગંભીર ગણીને નિર્દોષ ખેડૂતો તથા નાગરિકોની જમીન મિલ્કતો બોગસ દસ્તાવેજો અને ગેરકાનૂની રીતરસમોથી પડાવી લેવાની પ્રવૃત્તિ કરનારા તત્વો અને માથાભારે ટોળકીઓ સામે પૂરી સખ્તાઇથી કાર્યવાહી કરવાના આદેશો જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડાઓને આપ્યા હતા.

દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો, સંબંધકર્તા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને સચિવાલયના વિભાગોના સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળી હતી અને વાજબી ન્યાય અપાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષા સુધી નિયમિત યોજવામાં આવે છે અને કોઇપણ સામાન્ય નાગરિક પોતાના પ્રશ્નોની રજૂઆત, આ સ્વાગત ઓનલાઇનમાં પોતાના ગામ કે તાલુકા કે જિલ્લાના કાર્યક્રમમાં જઇને ન્યાય મેળવી શકે છે.

અત્યાર સુધીમાં રાજ્ય-જિલ્લા અને તાલુકા કક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં સમગ્રતયા ૧,૮૪,૭૧૩ નાગરિકોની રજૂઆતો નોંધાઇ હતી અને તેના સંતોષકારક ઉકેલની ટકાવારી ૯૦.૯પ ટકા થવા જાય છે અન્ય રજૂઆતોના ઉકેલ પ્રગતિ હેઠળ છે.

આ સમગ્ર કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્માના માર્ગદર્શનમાં સ્વાગત-જનસંપર્ક શાખાના અધિકારી-કર્મયોગીઓની ટીમ કરે છે.


રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ખેડા જિલ્લામાં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નડિયાદમાં ધ્વજવંદન કરાવશે

જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો તાલુકામથકોએ-મંત્રીશ્રીઓના હસ્તે ધ્વજવંદન

૬પમાં સ્વાતંત્ર્ય પર્વ, આગામી ૧પમી ઓગસ્ટે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાશે. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં ધ્વજવંદન કરાવશે. ધ્વજવંદન સમારોહ બાદ દરેક સ્થળોએ વૃક્ષારોપણ કરાશે.

જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો તાલુકાના મુખ્યમથકોએ યોજવામાં આવશે, જ્યાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધ્વજવંદન કરાવશે તદ્અનુસાર.

મંત્રીશ્રી

ધ્વજવંદન કાર્યક્રમનું સ્થળ

(૧) શ્રી વજુભાઇ વાળા

કોટડા સાંગાણી (રાજકોટ)

(ર) શ્રી નરોત્તમભાઇ પટેલ

ઉચ્છલ (તાપી)

(૩) શ્રીમતી આનંદીબેન પટેલ

સાણંદ (અમદાવાદ)

(૪) શ્રી નીતિનભાઇ પટેલ

મહેસાણા (મહેસાણા)

(પ) શ્રી દિલીપભાઇ સંઘાણી

લીલીયા (અમરેલી)

(૬) શ્રી ફકીરભાઇ વાઘેલા

બોરસદ (આણંદ)

(૭) શ્રી રમણલાલ વોરા

મેઘરજ (સાબરકાંઠા)

(૮) શ્રી મંગુભાઇ પટેલ

જલાલપોર (નવસારી)

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

(૧) શ્રી સૌરભભાઇ પટેલ

ભેંસાણ (જુનાગઢ)

(૨) શ્રી જશવંતસિંહ ભાભોર

ઝાલોદ (દાહોદ)

(૩) શ્રી કિરીટસિંહ રાણા

ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)

(૪) શ્રી પરસોત્તમભાઇ સોલંકી

સિદસર (ભાવનગર)

(૫) શ્રી પરબતભાઇ પટેલ

ધાનેરા (બનાસકાંઠા)

(૬) શ્રી જયસિંહ ચૌહાણ

માણસા (ગાંધીનગર)

(૭) શ્રી વાસણભાઇ આહિર

ભચાઉ (કચ્છ)

(૮) શ્રી કનુભાઇ ભાલાલા

રાણાવાવ (પોરબંદર)

(૯) શ્રીમતી વસુબેન ત્રિવેદી

જામનગર(જામનગર)

(૧૦) શ્રી પ્રદિપસિંહ જાડેજા

શિનોર (વડોદરા)

(૧૧) શ્રી પ્રફુલ્લભાઇ પટેલ

ઓલપાડ (સુરત)

(૧૨) શ્રી લીલાધરભાઇ વાઘેલા

કડાણા-દિવડા કોલોની(પંચમહાલ)

(૧૩) શ્રી મોહનભાઇ કુંડારિયા

ચાણસ્મા (પાટણ)

(૧૪) શ્રી જયદ્રથસિંહ પરમાર

તિલકવાડા (નર્મદા)

(૧૫) શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા

ઝઘડીયા(ભરૂચ)

(૧૬) શ્રી ઇશ્વરસિંહ પટેલ

પારડી(વલસાડ)

(૧૭) શ્રી રણજીતભાઇ ગિલીટવાલા

આહવા (ડાંગ)

સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહ ચૌહાણ રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નડિયાદ ખાતે, શ્રી યોગેશભાઇ પટેલ વડોદરા જિલ્લાના શિનોર ખાતે જયારે શ્રી હર્ષદભાઇ વસાવા નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અને શ્રી લવજીભાઇ રાજાણી જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ધ્વજવંદન સમારોહમાં સંબંધિત મંત્રીશ્રીઓ સાથે ઉપસ્થિત રહેશે.


ઇલેકટ્રીકલ સુપરવાઇઝર / વાયરમેનની મે-૨૦૧૧માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું

ગાંધીનગર,

રાજ્ય સરકારના લાયસન્સીંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા મે-૨૦૧૧માં રાજ્યના વિવિધ કેન્દ્રોમાં ઇલેકટ્રીકલ સુપરાવાઇઝર તથા ઇલેકટ્રીકલ વાયરમેનની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોનું પરિણામ બોર્ડ દ્વારા તા. ૧૮-૭-૨૦૧૧ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જાહેર થયેલ પરિણામ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, વલસાડ, મહેસાણા, ભૂજ, પાટણ અને જૂનાગઢ કેન્દ્રો ઉપર તેમજ મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરીની વેબસાઇટ www.ceiced.gujarat.gov.in પર જોઇ શકાશે. વધુમાં આ કચેરી દ્વારા લેવામાં આવતી સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાના તથા પરીક્ષામાંથી મુક્તિ અંગેના અરજી ફોર્મ પણ ઉપરોક્ત વેબસાઇટ પરથી મેળવી શકાશે.


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિનો ઉત્તર ગુજરાતનો અભ્યાસ પ્રવાસ

ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાનો અભ્યાસ પ્રવાસ યોજશે. સમિતિ આ જિલ્લાઓમાં ઘનિષ્ઠ વસ્તી ધરાવતાં ગામો-તાલુકાઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઊભી થયેલી વસાહતોની મુલાકાત લેશે તથા આનુષાંગિક બાબતોએ સ્થળ પર નિરીક્ષણ કરશે.

સમિતિના પ્રમુખ શ્રી ઉદેસિંહ ઝાલા અને અન્ય દસ સદસ્યો તા. ૩જી ઓગષ્ટે, ૭-૩૦ કલાકે ગાંધીનગરથી હિંમતનગર જવા રવાના થશે. તા. ૩-૮-૨૦૧૧ના રોજ હિંમતનગર, વડાલીની મુલાકાત લઇને ૧૧-૩૦ કલાકેથી અંબાજી, પાલનપુર અને ચંડીસરની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ પાલનપુર ખાતે કરશે. તા. ૪-૮-૨૦૧૧ના રોજ પાલનુપુરથી સવારે ૮-૩૦ કલાકે નીકળી સિદ્ધપુર, પાટણ, વડનગર, મહેસાણા અને કડી તાલુકાના લક્ષ્મીપુરાની સમિતિ મુલાકાત લેશે. આ દરમિયાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના વસાહતો તથા વ્યક્તિગત રીતે લાભાર્થીઓની પણ મુલાકાત લેશે. ત્યારબાદ ૨૦-૩૦ કલાકે મહેસાણાથી નીકળી ગાંધીનગર પરત રવાના થશે. સમિતિના પ્રવાસ સંદર્ભે સંબંધિત જિલ્લા અધિકારીઓને - પદાધિકારીઓને નોંધ લેવા ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન તરીકે આદિજાતિ વિકાસના અધિક મુખ્ય સચિવ ચાર્જ સંભાળશે

ગાંધીનગર,રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતાં શ્રી આર. એમ. પટેલ, આઇ.એ.એસ. સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન તરીકેનો હવાલો સંભાળશે. અગાઉ તેમના સ્થાન પર ફરજ બજાવતાં અગ્ર સચિવ શ્રી એ.એમ. તિવારી,આઇ.એ.એસ.ની ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કું. લી. ભરૂચના મેનેજીંગ ડીરેક્ટર તરીને નિમણૂંક કરાઇ છે તેમ આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.


આંકડાકીય સંવર્ગના કર્મચારીઓ માટે ઉચ્ચશ્રેણી તથા નિમ્નશ્રેણીની ખાતાકીય પરીક્ષા યોજાશે

ગાંધીનગર,

રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીના આંકડાકીય સંવર્ગના કર્મચારીઓ માટે ઉચ્ચશ્રેણી તથા નિમ્નશ્રેણીની ખાતાકીય પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. સંબંધિત કર્મચારીઓએ નિયત નમૂનામાં તા.૨૦-૮-૨૦૧૧ સુધીમાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીની વેબસાઇટ www.gujecostat.gujarat.gov.in ની મુલાકાત લેવા નિયામકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.