અનુયાયીઓ

રવિવાર, 31 જુલાઈ, 2011

રાજકોટવાસીઓની આદત બદલી નાખી છે તેમણે -હસતા મોઢે કામ કરો



કિરીટ ગુણવંતરાય ગણાત્રા, અખબાર માલિક

જન્મ: ૧૪ જુલાઈ, ૧૯પ૦, રાજકોટ

અભ્યાસ: બી.કોમ.

કિરીટભાઈને વિજ્ઞાનપ્રવાહમાં જવું હતું, પરંતુ સારા માક્ર્સ ન આવતાં પરિવારજનોના કહેવાથી કોમર્સમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ પ્રેસ સંભાળ્યું, જે તેમના માટે ટિનઁગ પોઈન્ટ હતો. આમ તો તે અભ્યાસની સાથે સાથે બાપુજીને મદદ કરવા તેમના સાપ્તાહિક ‘જય સૌરાષ્ટ્ર’માં કામ કરતા. તે પિતા પાસેથી ચોટદાર હેડિંગ મારવાની કળા શીખ્યા. કિરીટભાઈએ બાદમાં બપોરનું દૈનિક ‘અકિલા’ શરૂ કર્યું જેને જબદસ્ત સફળતા મળી. તેમના સૂત્ર ‘સવારે ચા સાંજે અકિલા’માં સહેજ પણ અતિશયોક્તિ નથી-રાજકોટના લોકોને સવારની ચાની જેમ સાંજના ‘અકિલા’ની આદત પડી ગઈ છે.

જીવનસાથી સાથેની પહેલી મુલાકાત: મારી સગાઈ કલોલ થઈ હતી. હું મારી ભાવિ પત્નીને મળવા રાજકોટથી મિત્રનું બુલેટ લઈને કલોલ જતો હતો ત્યારે લીમડી પાસે આગળ જતી ટ્રકમાંના સળિયા વાગતાં છાતીમાં છરકો થઈ ગયો હતો અને લીમડી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. અમદાવાદથી નવો શર્ટ લીધો અને પછી કલોલ ગયો.

બાળપણની યાદ:
દિવાળીમાં મેં મીઠાઈમાં મીઠું નાખ્યું હતું અને ઘરે ભણાવવા આવતા શિક્ષકને એ મીઠાઈ ખવડાવી હતી. બાપુજીને આની જાણ થતાં તેમણે મને ફડાકો માર્યો હતો.

વસ્ત્રો-ખોરાક: નવાં કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. કાઠિયાવાડી ભોજન, ઓળો, ઊંધિયું, બટેટાવડાં અને મરચાનાં ભજિયાં ખૂબ ભાવે છે.

વિશેષ: અનેક ગીતો લખ્યાં છે. ધૂન તૈયાર કરી છે. રાજકોટના સંગીતકાર વિજય રિયાઝ કરતા ત્યારે મારી પાસે ગીત ગવડાવતા. જો જીવન ફરીથી જીવવા મળે તો સંગીત ક્ષેત્ર પસંદ કરું.

નવી પેઢી વિશે: આજની પેઢીમાં અમારા કરતાં ખૂબ શક્તિ છે, પરંતુ નવી પેઢીએ કોઈ પણ આશા કે સ્વાર્થ વગર સતત કામ કરવું જોઈએ.

આદર્શ: મારાં માબાપ. તેઓની સરળતા-સાહજિકતા મને ખૂબ સ્પર્શી ગઈ.

પ્રિય પુસ્તક: ઓશોનું દરેક પુસ્તક.

સફળતાનો મંત્ર:
હસતા મોઢે કામ કરવું.

સૌથી વધુ મહત્વ શેને આપો છો ?: નાના માણસોને સાંભળવા.

curtsy : Divyabhaskar.

ટિપ્પણીઓ નથી: