અનુયાયીઓ

શનિવાર, 28 નવેમ્બર, 2020

વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ૪૩ ખેડૂતોને ૬ લાખથી વધુ રોપાઓનું વિતરણ

 રાજકોટ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને નિવારવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા જંગલોની જાળવણીના અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયાં જન ત્યાં વૃક્ષના સૂત્રને રાજયના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નવા આયામો થકી સિદ્ઘ કરીને ગુજરાતને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં રાજકોટ જિલ્લામાં વન અને પર્યાવરણની સુરક્ષા અર્થે સને ૨૦૧૯-૨૦૨૦માં સામાજીક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજનાની પેટા યોજના વિકેન્દ્રી નર્સરી અમલી છે.

વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ નાના અને સિમાંત ખેડૂતો, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જમીન વિહોણા ખેતમજૂરો મારફતે રોપા ઉછેરવામાં આવે છે જેમાં ખેડુતોને પોતાના ખેતરમાં ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રોપા મંજુર થયા મુજબ ઉછેરવાના રહે છે. ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. જેમાં પોલીથીન બેગ સાઇઝ ૧૦×૨૦ માં રોપદિઠ કુલ રૂ. ૨.૨૦/-  તથા પોલીથીન બેગ સાઇઝ ૧૫×૨૫ માં રોપદિઠ કુલ રૂ. ૭.૪૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક વ્યક્તિઓ અને સંસ્થાઓ તથા શાળાઓએ નિયત નમુનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારી મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે. આ અરજી મંજુર થયે લેખિત કરાર કરી રોપ ઉછેરની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૩ લાભાર્થીઓને ૧૦x૨૦ ની સાઇઝના ૩.૪૦ લાખ રોપા અને ૧૫x૨૫ ની સાઇઝના ૩.૩૫ લાખ રોપાઓ ઉછેરેલ છે, જે ચાલુ ચોમાસા દરમિયાન વિતરણ કરવામાં આવનાર છે. તેમ રાજકોટ નાયબ વન સરંક્ષણશ્રી પી.ટી.સિયાણીની યાદીમાં જણાવાયું છે.

શુભમ                                                

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ અંતર્ગત અત્યાર સુધીમાં રાઉન્ડ વાઇઝ ૬૮ હજાર ઘરનો કરાયો સર્વે

 

૦૦૦૦૦

ધનવંતરી રથ દ્વારા રોજ સરેરાશ ૧૨૮ લોકોની કરાય છે ઓપીડી સારવાર

૦૦૦૦૦

રાજકોટ ; રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ૧૯ને નિયંત્રણમાં રાખવા અને સંક્રમિત લોકોનું વેળાસર નિદાન થાય તે માટે ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી રહી છે .

કોરોનાથી નાગરિકોને બચાવવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અદ્યતન વ્યવસ્થાઓ નેટવર્ક સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે .કર્મયોગીઓ દ્વારા દિવસ-રાત કામગીરી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહી છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બીજા હેલ્થ સેન્ટરો પર પણ કોરોનાની તપાસ અને સર્વેની કામગીરી પર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહીછે .

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૨૧ ટીમો કાર્યરત છે. તા ૨૬ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં ૬૭૯૧૫ ઘરોનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ૫૧ ધન્વન્તરી રથ પણ ફરી રહ્યા છે .જેની સરેરાશ ઓપીડી ૧૨૮ છે. હાલ શિયાળાની સિઝન ને લીધે શરદી-ઉધરસના કેસ વધતા નિદાન ટેસ્ટ ની કામગીરી વધારવામાં આવી છે. ૧૦૪ અને ૧૦૮ પર રિસ્પોન્સ સમય ૨૧.૧૯ મિનિટનો છે .જેમાં તત્કાલ સેવા આપવામાં આવે છે .૯ સંજીવની રથ પણ કાર્યરત છે.

            જિલ્લામાં હાલ ૩૮૭ જેટલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. રાજકોટ જિલ્લાના લોકોએ ટેસ્ટ એજ બેસ્ટ સૂત્ર અપનાવી શરદી ,સખત તાવ કે શંકાસ્પદ  લક્ષણો હોય તો નિદાન કરાવી લેવા અને જરૂરી સારવાર કરવા અને કોરોના થી બચવા માટે સોશ્યલ ડિસ્ટનીગ ,માસ્ક પહેરવું ,સેનેટરાઈઝેશન કરવા અથવા તો વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી છે.\

રાજકોટવાસીઓએ બનાવી અનોખી એવી વેસ્ટ પેપરના રીસાઇકલીંગમાંથી કિફાયતી ઇકો ફ્રેન્ડલી બોલપેન

 

વેસ્ટમાંથી માત્ર બેસ્ટ નહીં પણ ધિ બેસ્ટ"

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 “યુઝ એન્ડ થ્રોની વિભાવનાના સાંપ્રત સમયે યુઝ એન્ડ ગ્રો ની ક્રાંતિકારી નુતન વિભાવનાને અગ્રેસર બનાવતા રાજકોટના યુવા સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ઉચ્ચ અભ્યાસ કરીને પણ નોકરી કરતાં વધુ કમાઉ છું તથા અન્ય લોકોને રોજગારી પણ આપી શકું છું તેની મને ખુશી છે - યશ પુજારા

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદસુરતવડોદરારાજકોટજામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિકવ્યાપારીકસેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક અમલીકૃત કરવામાં આવ્યા છે.

શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો કારણ કે તેના હાથમાં સમાજ અને રાષ્ટ્રનિર્માણની જવાબદારીતેના શિરે હોય છે. આ વાતને સાબિત કરતા મારવાડી કોલેજના પ્રોફેસર ડો. દિપક મશરૂ જણાવે છે કેશિક્ષક તરીકે મારૂ કામ વિદ્યાર્થીને વર્ગખંડની બહાર પણ મદદ અને માર્ગદર્શન આપવાનું કામ છે. મારા જન્મદિવસે મેં બધા વિદ્યાર્થીઓને ચોકલેટના બદલે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પેન્સિલ આપી હતી. જેમાંથી મારો વિદ્યાર્થી યશ પુજારાકાગળની પેનના વિચારે મારી પાસે આવ્યો અને ત્યાં સુધીમાં તેણે બે -ત્રણ પ્રયોગો કરી લીધા હતા. શરૂઆતમાં રોજ સાંજે ભેગા થઈને હાથવણાટથી પ્રયત્નો કરતા હતા. ત્યાર બાદ ધવલ બારભાયાએ પોતાની કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કરાવ્યું. આ પ્રકારની રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા’ વતી સન્માન કરવામાં આવ્યુ છે. ગુરૂ કરતાં શિષ્ય સવાયો થાય તે ગુરૂ માટે ગૌરવની બાબત છે.  ધવલ બારભાયા અને યશ પુજારાએ મેળવેલી સિધ્ધીની  મને ખુબ જ ખુશી છે.  







 

પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ કહ્યુ હતું કેઅમે ઈન્ડીયા સ્ટાર્ટ અપ અંતર્ગત કંપનીની શરૂઆત કરી છે. જેની અંદર અમે વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની મુહીમ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવો જેને પગલે અમને એવો વિચાર આવ્યો કે પ્રતિમાસ પ્લાસ્ટીકની ૧૦ ટન જેટલી પેન ફેકીં દેવામાં આવે છેજેથી ૧૦ ટન જેટલા પ્લાસ્ટીકના કચરાનું ઉત્સર્જન થાય છે. આપણે આ બાબતે કાંઈક વિચારીને સમાજ માટે સારૂ શું કરી શકીએ ?

વધુમાં જણાવતા શ્રી ધવલે કહ્યું હતું કેઆપણે જો રીસાયકલ પેપરમાંથી પેન બનાવીએ તો વૃક્ષો કપાય નહીં અને વર્જીન કાગળોનો ઉપયોગ ટાળી શકાય. જેથી પર્યાવરણની જાળવણી કરી શકાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડી કરી શકાય. અમે કાગળને વણીને હાથ બનાવટથી બોલપેન બનાવતા હતા. પરંતુ ઉત્પાદન ક્ષમતાની મર્યાદા હોવાના કારણે અમે જાતે જ મશીન ડીઝાઈન કરીને એન્જીનિયર્સ પાસે તૈયાર કરાવ્યું. જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો અને પડતર કીંમતમાં ઘટાડો થયો. જેથી પ્લાસ્ટીકની બોલપેનની કીંમતમાં અમે કાગળની બોલપેન આપવા સક્ષમ થયા છીએ.

દેશ અને વિદેશની કોઈ સંસ્થામાંથી પી.એચ.ડી કરીને સ્વના નામ આગળ ડો. લાગે તે સૌ કોઈનું સપનું હોય છે પરંતુ તે સ્વપ્નને છોડીને રાષ્ટ્રહિતના નિર્માણમાં યોગદાન આપવાનો વિચાર કરીને આગળ વધવાનો નિર્ધાર સાથે કામ કરતા યશ પુજારા જણાવે છે કેમને માસ્ટર ડીગ્રી એનવાયરલ મેનેજમેન્ટમાં કરેલું છે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં મને રસ રહેલો છે. બહુ બધુ રીસર્ચ કર્યા પછી અમને  થયું કે કઈ રીતે અમે કાગળની બોલપેન બનાવવાની વાતને અમે બિઝનેશ મોડેલમાં ફેરવવાના પ્રયત્ન કર્યા. આટલો અભ્યાસ કરીને પણ હું જેટલી સેલેરી નથી મેળવતો તેથી વધુ હું કમાઈને અન્ય લોકોને રોજગારી આપી શકું છું તેની મને ખુશી છે.

અપીલ કરતા યશ પુજારાએ કહ્યું હતું કેસમગ્ર ગુજરાતના માતા પિતાઓયુવાઓને વિનંતી છે કે રોજીંદા જીવનમાં વાપરવામાં આવતી પ્લાસ્ટીકની પેનનો ઉપયોગ અટકાવીને કાગળની પેનનો ઉપયોગ કરીએ,પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં યોગદાન આપીએ.

અત્રે ઉલ્લેખનિય છે કેપ્લાસ્ટીકના બદલે કાગળમાંથી બનતી ‘પેપર પેન’ સંપુર્ણપણે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પ્રદુષણ મુક્ત છે. તે વોટરપ્રૃફ અને પરસેવાની અસરરહિત છે. તેનો એસિડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ પોઝીટીવ છે જેથી વ્યક્તિના શરીરપર તેની કોઈ નેગેટીવ અસર થતી નથી. વજનમાં પ્લાસ્ટીકની પેન કરતા હળવી અને પેન લપસતી ન હોવાના કારણે ઝડપથી લખી શકાય છે. ‘પેપર પેન’ ટેકનોલોજી અંદર રહેલી શાહીને ઠંડીમાં ગરમ રાખે છે અને ગરમીમાં ઠંડી રાખે છેજેથી બોલપેન ઉભરાતી નથી કે થીજી જતી નથી. ઉપરાંતલાલલીલા,પીળાકાળાગોલ્ડનસિલ્વરતમામ કલરમાં પેન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે માર્કેટમાં ચાલતી “યુઝ એન્ડ થ્રો” ની વિભાવનાને બદલીને “યુઝ એન્ડ ગ્રોની વિચારધારા છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બીયારણ આપવામાં આવે છે જેમાં ટમેટામેથીમરચુ તુલસીફુદિનો વગેરેનો સમાવેશ થાય છે. આ પેનનો ઉપયોગ પુર્ણ થયા બાદ તેને ભંગારમાં ફેકી દેવાના બદલે ઘરના કુંડામાં ઉગાડી શકાય છે. આવુ માત્ર પેન-પેન્સિલમાં જ નથી પરંતુ કાગળની નોટબુકડાયરીનિમંત્રણ કાર્ડવિઝીટીંગ કાર્ડમાં પણ સીડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની જીન્સના કાપડમાંથી પેન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે.

આજે જયારે દુનિયામાં પર્યાવરણીય અસમુતલા વ્યાપ્ત છે અને પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે દુનિયા ભારતના માર્ગદર્શન માટે અપેક્ષીત બની રહયું છે. ત્યારે આવા નાના પણ ઉજ્જવળ ભાવી તરફ દોરી જતા પ્રયાસો આ ક્ષેત્રે ચોકકસપણે પથદર્શક અને અનુકરણીય બની રહેશે.  

હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું દુનિયાને "અલવિદા"

 


                                                        ભૂમિ પટેલની ફાઇલ તસવીર
 

અમદાવાદ : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે. જોકે, આ અહેવાલના પગલે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે.

 ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ભૂમિને કેન્સર હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે, અંતે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.

ઉલ્લેખીય છે કે તાજેતરમાંજ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઑફ લતાનું બિરૂદ પામેલા મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું ઉંમરના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમાંમાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.

સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત ‘હેલ્લારો’ ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ બંને એવોર્ડ જીતનાર ‘હેલ્લારો’ પહેલી ગુજરાતી ફિલ્મ છે.
 (સાભાર- News18 Gujarati)

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પડાયું

 💫  _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે *જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા ઉપરાંત લગ્ન પ્રસંગે તેમજ સ્મશાન યાત્રામાં પણ મર્યાદિત  લોકો રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ..._


💫  _જુનાગઢ




*રેન્જના પોલીસ વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, *જૂનાગઢ જીલ્લામાં લોકોને કોરોના વાયરસના સંક્રમણ સામે ઘડવામાં આવેલ નિયમોથી વાકેફ કરી, વધુમાં વધુ જાગૃત કરી, કાર્યવાહી કરવા પણ સુચનાઓ* કરવામાં આવેલ છે...._ 

💫  _આજરોજ જૂનાગઢ શહેરમાં કોરોના રથને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.પરમાર, ટ્રાંફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ, પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ જે.એચ.કછોટ, પીએસઆઇ વી.બી.ચાવડા, ટેક્નિકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરૂ, ઇન્ચાર્જ એમટીઓ રાજુભાઇ પંપાણિયા તથા સ્ટાફના માણસો 

તેમજ અનુશાસન એન.જી.ઓ.ના રાજેશભાઇ કવા, ઓન્લી ઇન્ડિયન તથા કારકુન એસ.જે.પુરોહિતની હાજરીમાં *લીલી ઝંડી આપી, રવાના કરી, પ્રસ્થાન કરવામાં આવેલ* હતો. આ કોરોના રથ ઉપર *લોકોને સાવચેત રહેવા માટે અનુશાસન એન.જી.ઓ. ના રાજેશભાઇ કવાના સયહયોગ થી સ્લોગન લખેલા પોસ્ટર લગાવવામાં આવેલ* છે. ઉપરાંત લોકોને જાગૃત કરવા એક માઇક સિસ્ટમ પણ રાખવામાં આવેલ છે. આ *માઈકમાં જૂનાગઢ પોલીસના હે.કો. દેવાભાઈ તથા એફએમ રેડીયોના આરજે નીતિનભાઈ હરિયાણી દ્વારા બનાવવામાં આવેલ સ્લોગન લખેલ કલીપ દ્વારા જાગૃતિ* લાવવા આવશે. શરૂઆતમાં શહેરના પોલીસ સ્ટેશનોમાં અને ત્યારબાદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે, જેના ઇન્ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.ને રાખવામાં આવશે. આમ, *જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કોરોના રથ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભીડભાડ વાળા વિસ્તારમાં લોકોને જાગૃત કરવા કાર્યવાહી* કરવામાં આવશે..._


💫  _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના *જૂનાગઢ શહેર તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં એક કોરોના રથ તૈયાર કરી, જૂનાગઢ જિલ્લાની પ્રજાને કોરોના વાયરસ સામે લડવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર હાથ સેનેટાઇઝ કરવા ઉપરાંત લગ્ન મેળાવડા, સ્મશાન યાત્રામાં ભીડ નહીં કરવા તથા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા* જણાવવામાં આવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લામાં કોરોના રથ તૈયાર કરી, *શાક માર્કેટ, શોપિંગ મોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થાનો જેવા ભીડ ભાડ વાળા વિસ્તારમાં જઈને માઈકમાં જાહેરાત* કરવામાં આવે છે અને *લોકોને સાવચેત રહેવા જાણ કરી, કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર* કરવામાં આવે છે....._

💫  _હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં તહેવારો બાદ ઉછાળો આવ્યો છે, ત્યારે કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં *જિલ્લાના જુદા જુદા શહેરો તથા ટાઉનમાં કોરોના રથ મોકલી, જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી* કરવામાં આવી રહી છે...._

શુક્રવાર, 27 નવેમ્બર, 2020

શહેરમાંથી લગ્ન પ્રસંગ માટેની મંજુરીનો નિર્ણય હટાવવા બદલ શહેર પોલીસ કમિશનરનો આભાર માનતું ચેમ્બર



રાજકોટ: હાલમાં તહેવારોની પુર્ણતાની સાથે જ રાજકોટ તથા ગુજરાત આખામાં કોરોનાએ ફરીવાર કહેર મચાવ્યો છે ત્યારે રાજય સ૨કા૨ દ્વા૨૨ સંક્રમણ ને રોકવા માટે ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુની અમલવારી કરી દેવામાં આવી છે. સાથો સાથ લગ્નગાળાની પણ સિઝન શરૂ થઈ ગયેલ છે. ત્યારે સરે કારના નિયમો પ્રમાણે લંડન પ્રસંગમાં માત્ર ૧૦૭ વ્યકિતઓને જ મંજુરી આપવામાં આવેલ છે અને તેમાં પણ લગ્નના આયોજન દર્મ્યાન જે તે વિસ્તારના પોલીસ મથકમાંથી લોકોએ મંજૂરી મેળવવાની રહેશે.

આ નિયમના અમલીકરણ કરવાથી લોકોને મંજુરી મેળવવામાં નાની મોટી મુશકેલીઓ પડતી હતી અને વારંવાર ધકકા ખાવા પડતો હતા. સાથો સાથે જે તે વિસ્તારના પોલીસ મથકની મંજુરી મેળવવાની કાર્યવાહીમાં ૧% માણસોનું લિસ્ટ પણ આપવું પડતું તેવી વગેરે બાબતે હાલાકી પડતી હોવાથી સમગ્ર પ્રજાના હિતને ધ્યાને લઈ ગઈકાલ સવારના તાત્કાલીક અસરથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષણવએ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ સાથે આ મુશ્કેલીના નિવારણ અર્થે સવિસ્તાર ચર્ચા-વિચારણા કરેલ

અને લગ્ન પ્રસંગના ઓયોજન દરમ્યાન લોકોને પોલીસ ખાતા દ્વારા સરળતાથી મંજુરી કેમ મળી રહે અને સાથો સાથ લોકોને કોઈપણ તકલીફ ન પડે તે બાબતે રજુઆત કરતા તેનો પોલીસ કમિશનરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી તાત્કાલીક અસરથી લગ્ન પ્રસંગ માટેના મંજુ રીનો નિર્ણય હટાવી લીધેલ હોય આવા ત્વરીત અને સરાહનીય નિર્ણય લેવા બદલ ૨ાજકોટ ચેમ્બર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબનો સહર્ષ આભાર ની લાગણી વ્યકત કરે છે. આમ રાજકોટ ચેમ્બરે ની રજુઆતનો સ્વિકાર કરવામાં માવેલ છે.


પોરબંદર-હાવડા-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હવે 31 ડિસેમ્બર સુધી ચાલશે


 રાજકોટ : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા પોરબંદર-હાવડા-સાપ્તાહિક મહોત્સવની વિશેષ પેસેન્જર ટ્રેનનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક મહોત્સવની વિશેષ ટ્રેન હવે 31 ડિસેમ્બર, 2020 સુધી ચાલશે.  આ વિશેષ ટ્રેનની કુલ 20 ટ્રિપ દોડશે ઉપરોક્ત ઉત્સવની વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: -
                 પોરબંદર-હાવડા દ્વિ-સાપ્તાહિક મહોત્સવની વિશેષ ટ્રેન, દર બુધવાર અને ગુરુવારે પોરબંદરથી દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 2, 3,9,10,16,23,23,24,30 અને 31 ડિસેમ્બરે દોડશે.  આમ, આ ટ્રેન પોરબંદરથી કુલ 10 ટ્રીપ્સ ચલાવશે.  


આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 08.50 વાગ્યે પોરબંદરથી હાવરા જંક્શન સુધી ચલાવશે .આવી જ રીતે, ટ્રેન નંબર 09206 હાવડા-પોરબંદર-સાપ્તાહિક મહોત્સવ વિશેષ ટ્રેન હાવડાથી દર શુક્રવારે અને શનિવારે દોડાવવામાં આવશે, ખાસ ટ્રેન 4,5,11,12,18,19,25,26, ડિસેમ્બર 2020 અને 1 અને 2 જાન્યુઆરી 2021 પર દોડશે.આ રીતે, આ ટ્રેનમાં હાવડાથી કુલ 10 ટ્રીપ્સ પણ જશે.  આ ટ્રેન હાવડાથી 21.15 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 15.40 વાગ્યે પોરબંદર પહોંચશે.

 આ મુસાફરી દરમિયાન આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બદનેરા, નાગપુર, ગોંડિયા, રાજ-નંદગાંવ, દુર્ગ, રાયપુર, ભાટપરા, બિલાસપુર, ચંપા, રાયગઢ  જશે.  ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતનગર અને
બંને દિશામાં ખડગપુર સ્ટેશનોમાં રોકાશે.  ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે તેવું   સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજરે જણાવ્યું છે.
    


માળીયા હાટીના તાલુકાના ગલોદરથી સાસણ રોડમાં મોટો ભ્રષ્ટાચાર ??

 Pratap Sisodiya 

 

માળીયા હાટીનામાં ગલોદરથી સાસણ તરફ જતો એક વર્ષ પહેલા બનેલો હાલ નબળી ગુણવત્તા ના કારણે અતિ બિસ્માર હાલત માં છે. તેથી નાના મોટા એક્સિડન્ટ થયા છે. અને એક્સિડન્ટ થવાના મોટા સંભવ છે.






પરંતુ તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનો અનેક વખત જો આ રસ્તે નીકળતા હોય તો શું આ ખાડા  તેમને દેખાતા નહિ હોય? શુ  આ વિકાસ ના કામ પોતે ભ્રષ્ટાચાર માં સામેલ છે? તેવી લોક મુખે ચર્ચા


ખરેખર એક વર્ષ પહેલાં આ રસ્તો કરોડો ના ખર્ચે બનેલો છે. તે હાલ વોરંટી માં પણ છે  પ્રજા ના પૈસે લીલા લેર કરતીએજેન્સી સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર માં સામેલ છે જે  તંત્ર ના અધિકારી એ એજેન્સી પાસે ફરી થી એમની પાસે રોડ બનાવડાવવો જોઈએ જો અધિકારી આ કામ એજેન્સી પાસે ના કરાવે તો સરકાર શ્રી એ અધિકારી ને સસ્પેન્ડ અને એજેન્સી ને બ્લેકલીસ્ટ માં મુકવા જોઈએ તેવી લોકો ની પ્રબળ માંગ ઉઠી છે.


જ્યારે રોડ બને ત્યારે સરકારી બાબુ ઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ક્યારેય ફરકતા નથી પોતાનો હીશો મેળવી ઘરે બેસે છે આબધાની મિલી ભગત થિ પ્રજા પીડાય છે.


લોકો મુખે એવી પણ ચર્ચા જાગી છે. જ્યારે ચૂંટણી આવે છે રાજકીય પક્ષો ના આગેવાનો સામ સામે  આક્ષેપ બાજી કરે છે. પરંતુ ચૂંટણી વહી જતા વિકાસ ના નબળી કામ ગિરી સામે વિરોધ કરવામાં કચાસ પણ રાખે છે. જો સતા ધારી પક્ષ અને વિરોધ પક્ષ પોતાની મહત્વ ની ભાગ ભજવે તો વિકાસ ના કામ સારા થાય છે. પરંતુ અહીં ચૂંટણી પુરી થયા બાદ સતા ધારી અને વિરોધ પક્ષ ના રાજકીય આગેવાનો ભેગા કામો કરે છે. આ વા નબળા કામને ગુજરાત ને ગુજરાત નું મોડલ ગણે છે તેવુ માળીયા હાટીના ની પ્રજા ના લોક મુખે ચર્ચાય રહ્યું છે.


હવે એ જોવાનું રહેશે ક્યાં આગેવાનો લેખિત માં રજુઆત કરશે અને કેટલી ઝડપે કામ કરાવશે તેવુ લોકો માં ચર્ચા થઈ રહી છે.


રિપોર્ટર પ્રતાપ સીસોદીયા 

માળીયા હાટીના

ગુરુવાર, 26 નવેમ્બર, 2020

માળીયા હાટીના પો.સ્ટે.માં દાખલ થયેલ વાહન ચોરીનો અનડીટેક ગુન્હાના મુદામાલ તથા આરોપીઓ ગણતરીના દિવસોમાં શોધી કાઢતી માળીયા હાટીના પોલીસ

 ( Pratap Sisodiya )


 જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે માળીયા હાટીના પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એચ.વી.રાઠોડ તથા પો.સ્ટાફના માણસો પો.હેડ.કોન્સ. બી.વી.કરમટા તથા પો.કોન્સ. તુલશીભાઇ હીરાભાઇ મેવાડા તથા પો.કોન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ ભેડા તથા પો.કોન્સ. પુંજાભાઇ અરજણભાઇ ખાંભલા તથા પો.કોન્સ. સંજયભાઇ મનહરભાઇ પરમાર વિગેરે દ્રારા અસરકારક વાહન ચેકીંગ કરી આવા ગુન્હાઓ શોધવાના સઘન પ્રયાસો કરતા તા.૨૪/૧૧/૨૦૨૦ ના માળીયા હાટીના ગળોદર રોડ ઉપર બાયપાસ ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગ દરમ્યાન નંબર પ્લેટ વગરના એક ત્રણ સવારી મો.સા.ના રોકાવી પુછપરછ કરતા ત્રણેય ઇસમો સંતોષ કારક જવાબ આપતા ન હોય જેઓને યુક્તિ પ્રયુકતિ થી પુછપરછ કરતા સદરહુ મો.સા. કેશોદ લોહાણા સમાજ વંડી પાસેથી ચોરેલ હોવાની કબુલાત આપતા હીરો હોન્ડા સ્પેલન્ડર કાળા કલરનું કબ્જે કરવામાં આવેલ પુછપરછ કરતાં પોતે નીચે મુજબની હકિકત જણાવે છે.  


હસ્તગત કરેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અંગઝડતી માંથી કબ્જે કરેલ    

(૧) સાવનભાઇ મનોજભાઇ ગોધાસરા જાતે-પટેલ ઉ.વ.૧૮ રહે.ભંડુરી તા.માળીયા હાટીના જી.જુનાગઢ વાળો તથા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ ર કિશોર કુલ-૩ 

મો.ફોન – ૩ કિ.રૂ.૧૫૦૦૦/- 

કુલ મુદામાલ મો.ફોન-૩ કિ.રૂ.૧૫૦૦૦/-

 

કબ્જે કરવામાં આવેલ વાહનોની વિગત- 

હિરો સ્પેલન્ડર પ્લસ મો.સા.  – ૧ કિ.રૂ.૨૫૦૦૦/- 

હિરો સ્પેલન્ડર પ્લસ મો.સા.  – ૧ કિ.રૂ.૨૦૦૦૦/- 

કિ.રૂ.૪૫,૦૦૦/- 

મળી કુલ મુદામાલ કિ.રૂ.૪૫૦૦૦/- 


એમ.ઓઃ- 

મજકુર પકડાયેલ ઇસમો દિવસ દરમ્યાન રેકી કરી અને રાત્રીના સમયે પાર્કીગમાં પડેલ લોક કર્યા વગર પડેલ વાહનો ડાયરેકટ કરી ચોરી કરવાની ટેવ ધરાવે છે. 


પકડાયેલ આરોપી દ્વારા કરવામાં આવેલ કબુલાતઃ- 

(૧) ગઇ તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ માળીયા હાટીના સાસણ રોડ પરફેકટ ગેરેજ બહાર પાર્કિંગમાં પડેલ અર્ટીકા ફોર વ્હીલ કાર ચોરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતા માળીયા હાટીના પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૩૦૩૬૨૦૦૯૯૫/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે. 


(૨) ગઇ તા.૧૮/૧૧/૨૦૨૦ ના રોજ લોહાણા મહાજન વંડી માંગરોળ રોડ કેશોદ ખાતેથી પાર્કિંગમાં પડેલ હીરો સ્પેલન્ડર મો.સા. કરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતા કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૩૦૩૦૨૦૧૫૭૯/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે. 


(૩) ગઇ તા.૦૮/૧૧/૨૦૨૦ ના રોજ કેશોદમાં આવેલ કેશોદ-વેરાવળ રોડ દ્રારકાધીશ માર્કેટ નામની દુકાન પાસે પાર્કિગમાં પડેલ હીરો સ્પેલન્ડર મો.સા. ચોરી કરેલ છે. જે અંગે કબુલાત આપેલ છે.


કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-

આ કામગીરીમાં માળીયા હાટીના પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એચ.વી.રાઠોડ તથા પો.હેડ.કોન્સ. બી.વી.કરમટા તથા પો.કોન્સ. તુલશીભાઇ હીરાભાઇ મેવાડા તથા પો.કોન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ ભેડા તથા પો.કોન્સ. પુંજાભાઇ અરજણભાઇ ખાંભલા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

બુધવાર, 25 નવેમ્બર, 2020

વીંછીયા યાર્ડમાં મગફળીની સરકારી ખરીદીમાં બેદરકારીના આક્ષેપો કરતું કિસાન સંઘ


 વિછીયા તાલુકા ની અંદર હાલ અત્યારે માર્કેટીંગ યાર્ડની અંદર સરકાર દ્વારા ટેકાના ભાવની જે  મગફળીની ખરીદી કરવામાં આવે છે, તેમાં ખૂબ જ બેદરકારી છે. જેમાં ખેડૂતોને સવારે બોલાવવામાં આવે છે, પરંતુ સાંજ સુધી ક્યાંય માલ ઉતારવા દેવામાં આવતો નથી, જેથી અસંખ્ય ખેડૂત ખૂબ તકલીફમાં હોય ગામડેથી પોતાના હજારો રૂપિયાના ખર્ચે વાહન ભાડે કરી અને મગફળી ઉતારવા આવતા હોય અને અહીંયા માર્કેટીંગ યાર્ડની અંદર અધિકારીઓની બેદરકારી તથા મજુર એસોસિયન મજૂર સંઘ ને કામ આપ્યું છે, મજૂરોની બેદરકારીના લીધે સવારથી સાંજ સુધીમાં જે માલ નો નિકાલ કરવાનો હોય તે નિકાલ થતો ન હોય અને મજૂરની ખૂબ જ ઘટ હોય દરેક ખેડૂત એકથી બે દિવસ ત્રણ દિવસ ખૂબ હેરાન થતા હોય તેમ છતાં ના સંચાલકો અને અધિકારીઓ તથા મજુર એસોસિએશન દ્વારા પણ નિકાલ કરવામાં આવતો ન હોય જેથી ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા ની ટીમ ખેડૂતને મુલાકાતે પહોંચી અને ત્યાં તમામ દ્રશ્યો જોયા તો ખેડૂતને સવારથી સાંજ સુધીમાં માત્ર ને માત્ર લાઈનમાં ઉભા રાખવા સિવાય કશું કરવા આવું થવા દેવામાં આવતું નથી તો ભારતીય કિસાન સંઘ ની માગણી છે કે એક પણ ખેડૂતને પોતાને પોતાના વાહનો તથા પોતાનો ટાઈમ ન બગડે તમામને તાત્કાલિક યુદ્ધના ધોરણે વારો આવી જાય અને વ્યવસ્થાપકો પૂરતું ધ્યાન આપે મજૂરો પૂરતું ધ્યાન આપે નહીં તો આગામી દિવસોની અંદર વિછીયા માર્કેટિંગ યાર્ડની અંદર ગાંધીચીંઘ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવીને તમામ અધિકારીઓ  ને ભાન કરાવવામાં આવશે એવું ભારતીય કિસાન સંઘ ના જિલ્લા સદસ્ય   મુકેશભાઈ રાજપરા તેમજ તાલુકા પ્રમુખ ઝાલાભાઇ તેમજ તાલુકા ના સદસ્યો દ્વારા એ જણાવ્યું


- દિલીપભાઈ સખીયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રાજકોટ

લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે" - આશાવર્કર સરોજબેન શીશાંગિયા

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

૦૦૦૦૦૦

"લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે" 

- આશાવર્કર સરોજબેન શીશાંગિયા

૦૦૦૦૦૦

સતત આઠ મહિનાથી રાજકોટના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં પ્રતિદિન ૧૫૦-૨૦૦ જેટલા ઘરોમાં ડોર ટુ ડોર સર્વેની નિરંતર સેવા

૦૦૦૦૦૦



"મે અધિક માસ અને અગિયારસ રાજકોટના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં ફરજ દરમિયાન પુરા કર્યા છે. મારા માટે તો લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ જ મારી અગિયારસ છે." આ શબ્દો છે આશાવર્કર સરોજબેન શીશાંગિયાના.., પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આશાવર્કર બહેનો દ્વારા જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સઘન અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે એવા જ એક ફરજનિષ્ઠ કર્મયોગી સરોજબેન અંગે વાત કરવી છે. 

સરોજબેન રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે કાર્યરત છે,  સતત આઠ મહિનાથી આજ સુધી પ્રતિદિન તેમણે રાજકોટ શહેરના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. શરૂઆતમાં તેમણે મહાનગરપાલિકા સંચાલિત ધન્વંતરિ રથમાં ડોકટર્સ સાથે રહીને લોકોને આયુર્વેદિક ઉકાળા, દવાનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ત્યાર બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સરોજબેન ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. પોતાના કાર્યાનુભવ વિશે વાત કરતા સરોજબેન જણાવે છે કે,"અમે દરરોજ ૧૫૦-૨૦૦ ઘરોના સર્વે કરીએ છીએ, ખાસ તો અમે લોકોના મનમાંથી કોરોનાનાં ભયને દૂર કરવાનું કામ કરીએ છીએ અને લોકોને ટેસ્ટ કરવા પ્રેરિત કરીએ છીએ, પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણી વાર અમારે ઘણુ જ ખરૂ-ખોટું સાંભળવું પડતુ, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ ઘરે પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા, અમને આશીર્વાદ આપતાં. આશાવર્કરની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર ધ્યેય છે કે અમે વધુ થી વધુ લોકોને આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ"

અત્રે ઉલ્લેખનીય છે કે સરોજબેનના એક સ્વજનનું અવસાન થયું એ સમયે તેઓ ફરજ પર હતા. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમણે હૈયે હામ રાખી, મનને મક્કમ કરીને લોકોને કોરોનામુક્ત કરવા ખડે પગે હાજર રહ્યા હતા. તેમનો આ નિર્ણય સરાહનીય છે, સરોજબેને પોતાના અગિયારસ અને અધિક માસના ઉપવાસને પણ લોકોને કોરોનાનાં સંક્રમણથી બચાવવા માટે સમર્પિત કર્યા છે. 

          આમ, સરોજબહેન તેમની નૈતિક ફરજની સુવાસ થકી અન્ય આશાવર્કર બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

શુભમ અંબાણી