અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

 

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્‍જ ખાતે તા. ૨૧-૧૧-૨૦૨૦ થી ૫-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે તાલીમ લઈ રહેલ ૧૬૬ તાલીમાર્થીઓ મળી કુલ ૨૫૨ તાલીમાર્થીઓ માટે ઓટોમેટીક હથિયારોનું ફાયરીંગ પ્રેકટીસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તા. ૫-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પ્રિયંકા  

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ ૦૦૦૦૦૦ પ્રવેશ ફોર્મ આગામી તા.૧૭ નવેમ્બર પહેલાં રજીસ્ટર કરવાના રહેશે

 


૦૦૦૦૦૦


ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જેતપુર ( વીરપુર )ની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૭ નવેમ્બર સુધીમાં સવારે ૯:૩૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

શુભમ                 

સમાજને નિર્મળ વાતાવરણ પુરૂં પાડવા નિરાલો નિર્ણય લેતાં આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા

 

૦૦૦૦૦૦૦૦૦૦

૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને સાઈકલીંગ દ્વારા શાળાએ જઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણારૂપ ઉદાહરણ

૦૦૦૦૦૦૦૦૦૦

સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે, પરંતુ સ્વની સાથે અન્યને લાંબુ આયુષ્ય અને સ્વચ્છ વાતાવરણ આપવા આજનો થોડો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે

- નિમેશભાઈ

          મનુષ્યની જીવનકૃતિને સુંદર અને સુખમય બનાવવા અનેક રંગો અને અમુલ્ય ખજાનાઓથી ભરપૂર પ્રકૃતિ આગવી ભુમિકા ભજવે છે. પરંતુ આજે સ્વના ચિંતનમાં આપણે એટલાં મગ્ન થઈ ગયાં છીએ કે આપણી પાસે પ્રકૃતિનું ચિંતન કરવાનો સમય જ નથી. જગતજીત બનવા માટે પ્રકૃતિજીત બનવું આવશ્યક છે. અને એ ત્યારે જ થશે જ્યારે પર્યાવરણની બાબતમાં આપણા રોજીંદા વ્યવહાર અને વિચારોમાં આમુલ પરિવર્તન લાવીએ. પોતાના જીવનમાં નાના પરંતુ મહત્વના નિર્ણય થકી આવું જ પર્યાવરણલક્ષી પરિવર્તન લાવ્યા છે સન ફલાવર સ્કુલના આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા.


 

          શિક્ષકો જ્ઞાનમંદિરરૂપી શાળામાં વિદ્યાર્થીઓને સારી-નરસી બાબતોની સમજણ આપી તેનું ઘડતર કરતા હોય છે. ત્યારે આચાર્યશ્રી નિમેશભાઈએ વર્તમાન અને ભવિષ્યની પેઢી સુંદર અને નિર્મળ હવા લઈ શકે તે માટે દષ્ટાંતરૂપ ઉદાહરણ બન્યા છે. કે જેઓએ માત્ર ભણાવી કે બોલીને નહીં પરંતુ શાળાએ જવા-આવવા માટે સાઈકલીંગને પરિવહનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થી અને સમાજને શુદ્ધ હવાનું મહત્વ પ્રેકટીકલમાં સમજાવ્યું છે.

          ૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને શાળાએ જતાં આચાર્યશ્રી નિમેશભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"અખબારમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. આ બધું શેના કારણે થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાં આપણે કશું કરતાં નથી. એક શિક્ષક તરીકે પર્યાવરણની આ બાબતમાં હું શું યોગદાન આપી શકું ? આ બાબત પર વિચાર કરતા ૧ વર્ષ પહેલા મેં નિર્ણય લીધો કે હવેથી હું શાળાએ જવા માટે સાઈકલનો ઉપયોગ કરીશ."


 

            સકારાત્મક વાતને રજુ કરવા માટે ઘણીવાર નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે મેં મારા નિર્ણય પર અમલ કર્યો ત્યારે ઘણાં લોકો મને રોકવાવાળા હતા અને ઘણાં તો મારા આ વિચારને હાસ્યમાં પણ ખપાવતા, શિક્ષકોને પણ અજીબ લાગતું. પરંતુ મેં આ બધી બાબતોને બેધ્યાન કરીને સાઈકલ ઉપર સ્કુલે જવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પહેલાંના સમયમાં મારી સ્કુલના ઘણાં વિદ્યાર્થીઓ મારામાંથી પ્રેરણા લઇને સ્કુલે સાઈકલ લઈને આવતા થયા હતા. જો કે આચાર્ય હોવાથી મારે તો હાલ પણ શાળાએ જવાનું થાય તો હું સાઈકલ લઈને જ જાઉં છું તેમ નિમેશભાઈએ જણાવ્યું હતું.

       જેમનું કાર્ય સ્થળ નજીક હોય તેમને સાઈકલ લઈને જવા માટે પ્રોત્સાહન આપતાં આચાર્ય વિસાવડીયાએ કહ્યું હતું કે, સમય બચશે એવું બહાનું લઈને વાહનનો વપરાશ કરતાં હોઈએ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે પરંતુ સ્વની સાથે અન્યોને લાંબુ આયુષ્ય અને સ્વસ્છ વાતાવરણ આપવા આજનો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે. કારણે કે આપણે જેવું આપશું તેવું પામશું. તો ચાલો આજથી જ આપણે પર્યાવરણને કેવી રીતે પ્રદૂષિત થતું અટકાવીને તેનો સદ્ઉપયોગ કરી શકીએ તેનો વિચાર-અમલ કરીને કુદરતનું ઋણ ચુકવીએ."

પ્રિયંકા પરમાર                          ૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કોરોનાથી બચવા સાવધાની અને સાવચેતી રાખવી આવશ્યક : આશિષ ભૂત

 



૦૦૦૦૦

રાજકોટ સિવિલમાં મળેલ સઘન સારવારથી કોરોનામુક્ત બનતા કોરોનાગ્રસ્ત દર્દીઓ

૦૦૦૦૦

 

સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો સંક્રમણ મુકત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે. 

આવા જ એક વ્યક્તિ 30 વર્ષીય આશિષ ભૂત એ સિવિલ હોસ્પિટલેથી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફરતા કોરોનાથી બચવા સાવધાની અને સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "કોરોનાના અનુભવે મને એટલું શીખવ્યું છે કે, પ્રીકોશન્સ આર બેટર ધેન ક્યોર એટલે કે, તમે જેટલાં સ્વયં પ્રત્યે સાવધાન અને સતર્ક રહેશો, તેટલા જ તમે કોરોના સામે સુરક્ષિત રહેશો. મારુ લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, તમે કોરોનાના સકંજામાં આવો એ પૂર્વે જાગૃત બનો અને સરકારની સૂચનાઓનું પાલન કરો. કારણકે, કોરોના કરતાં તેનો ડર વધુ હાનિકારક છે.કોરોનાના આ સમયમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં મારૂં શું થશે ? મારા પરિવારનું શું થશે ? હું કેમ બચીશ ? હવે શું થશે ? આ ડર ફેલાયેલો છે, તેને દરેક લોકોએ મનમાંથી દૂર કરીને થોડી સાવધાની રાખવી પડશે. કોરોનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થયા હોય, કે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેની તુરત જ સારવાર લઈએ. અને થોડો સમય હોમ ક્વોરન્ટાઈન થઈએ જેથી આપણે આ રોગથી ઝડપથી મુક્ત થઈ શકીએ."

            તેઓ પોતાના કોવીડ સેન્ટરના અનુભવને વર્ણવતા જણાવે છે કે,"થોડાં દિવસો પૂર્વે મને અસ્વસ્થતા જણાતાં મેં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો જ્યાં મારો કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, જયાં હું ૬ દિવસ કોરેન્ટાઇન રહ્યો. અહીં અમને સારવાર સાથે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થઈ. સમરસ ખાતે પ્રતિદિન સવારે ઉકાળો, બપોરે સ્વાસ્થ્યપ્રદ આહાર અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવતું. હાલ હું સ્વસ્થ છું પરંતુ હવેથી હું મારી જાત પ્રત્યે વધુ સાવધ રહીશ, નિયમિત હાથમોજાનો ઉપયોગ કરીશ અને સમયાંતરે સાબુથી હાથ ધોતો રહીશ."

આશિષભાઈની જેમ દરેક નાગરિકે કોરોના અંગે સાવચેતી અને સલામતી રાખવી આવશ્યક છે જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકાય .

 

શુભમ અંબાણી                              ૦૦૦૦૦

જામકંડોરણા : બટુકભોજન કરાવાયું...


ગૌ સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા પછાત વિસ્તારમાં જઈ ને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળી ના તહેવાર નિમિત્તે ગરીબ બાળકો ને બટુક ભોજન કરાવીને દીવાળી ની ઉજવણી કરી હતી.ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા વાંઝા વાસ વિસ્તાર અને ઇન્દિરા નગર ના વિસ્તાર ના બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.જેમાં ગૌ સેવા સમિતિ ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ,શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણા ના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ,સુરેન્દ્રસિંહ વાળા,અશોકભાઈ બારોટ,ભુપતભાઇ, બીમલસિંહ ઝાલા, શક્તિસિંહ વાળા,અજય રાઠોડ,એલવીનભાઈ,ધીરુભાઈ મઢવી,સાગર મોરી અને ગૌ સેવા સમિતિ ના સભ્યો એ જેહમત ઉઠાવી હતી.

ક્રિપાલસિંહ જાડેજા..પીપરડી

જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

 જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

     શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ દિવાળી ના બીજા દિવસે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ના દર્શન યોજાતા હોય છે. જે આ વર્ષે પણ આવતી કાલે તા. ૧૫ રવિવાર ના રોજ હવેલી તેમજ સ્વામી નારાયણ મંદિર માં ઠાકોરજી ને અન્નકૂટ ધરાશે. મોટી હવેલી ખાતે સાંજે ૫ થી ૭, સ્વામી નારાયણ મંદિરે તેના નિત્ય સમય મુજબ સવારે ૯ વાગ્યા થી, બાવાવાળાપરા મથુરેશજી હવેલી ખાતે મહામારી ને ધ્યાને લઈ ભીતર અન્નકૂટ ઠાકોરજી ને ધરાશે. જેના દર્શન નો લાભ લેવા ભાવિક ભકતો અનુરોધ કરાયો છે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે.


 ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો *દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ* બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાતો રહ્યો છે.



👉🏻 હાલ, કોરોના મહામારીમાં, સમયની માંગ, પ્રશાસનના નિયમ અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે. 


👉🏻 લાઇવ પ્રસારણ માટેની લીંક *GTPL કથા ચેનલ 555* તથા *live.baps.org* 


👉🏻 તા.૧૫ નવેમ્બર, રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન *ઓનલાઈન* અન્નકૂટ દર્શન

👉🏻 તા.૧૬ નવેમ્બર, સોમવારે સવારે ૬ થી ૭:૩૦ દરમ્યાન *ઓનલાઈન* નૂતનવર્ષ મહાપૂજા 


👉🏻 રાજકોટ *બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર 🛕* ખાતે યોજાનાર અન્નકૂટના દર્શન ભક્તો-ભાવિકો સોશિયલ ડીસ્ટન્સ સાથે સવારે ૭:૪૫ થી ૧૨ અને સાંજે ૩:૪૫ થી ૭ વાગ્યા સુધી કરી શકશે. 

👉🏻 દર્શન તેમજ વાહન પાર્કિંગ માટે *ગેટ નંબર ૧* થી જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે પધારીએ ત્યારે ફરજિયાત માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  

*👉🏻 આપ સૌ મીડિયાના મિત્રો આવતીકાલે મંદિરે સમગ્ર દિવસ દરમ્યાન સવારે ૮:૪૫ થી ૧૨ વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું કવરેજ લઇ શકશો.*

*👉🏻 આ વર્ષે કોરોના મહામારીને અનુલક્ષીને, દર વર્ષે યોજાતા મહાઅન્નકૂટને બદલે મર્યાદિત વ્યંજનો સાથે સાદગીપૂર્વક અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે.*

*👉🏻 આપ જ્યારે મંદિરે પધારો ત્યારે નીચે  જણાવેલ મીડિયા કો ઓર્ડીનેટરનો જ સંપર્ક કરવો.*

નિર્મલ ટાંક - *9033766561*

નયન કલોલા - *7096466717*

આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં આગળ વધવાની આશા બંધાઈ છે - એડવોકેટ નીલમબેન લુંભાણી

 આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં


આગળ વધવાની આશા બંધાઈ છે


- એડવોકેટ નીલમબેન લુંભાણી



000000000


સગર્ભા મહિલાનો દ્રઢ નીર્ધાર, આત્મનિર્ભર યોજનાએ ખરા અર્થમાં નાગરિકોને બનાવ્યા આત્મનિર્ભર


0000000000


સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા-વ્યવસાય બંધ રહ્યા અને તેની વ્યાપક અસરો પડી. તેમાં વકીલાતનું ક્ષેત્ર પણ બાકાત ન રહ્યું. ઉપરાંત નાના વ્યવસાયકારો, કારીગરો, મજૂર-શ્રમિક વર્ગ ઉપર માઠી અસરો વર્તાઈ. રાજ્ય સરકારે આ પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ તથા ૨ જાહેર કરી. જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના લોકડાઉન બાદ ફરી લોકોના ધંધા-રોજગાર શરૂ કરવામાં પ્રાણવાયુ સાબિત થઈ રહી છે.  ત્યારે આ યોજનાના લાભાર્થી રાજકોટના ક્રિમિનલ એડવોકેટ નીલમબેન લુંભાણી પોતાના વ્યવસાયને ગતિ આપવા માટેનો નવો ઉત્સાહ અને દ્રઢ નિર્ધાર વ્યક્ત કરે છે.


            આ અંગે વાત કરતા નીલમબેન જણાવે છે કે, "લોકડાઉનનો સમયગાળો ખુબ જ કપરો હતો, હું ચિંતામાં હતી કે હવે આગળ શું થશે ? આવા સમયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી, જે અમારા માટે પીઠબળ સમાન સાબિત થઇ,  આ યોજનાનાં લાભ લેવા માટેના ફોર્મ વિતરણની જાહેરાત થતા હું રાજકોટની જીવન કોમર્શિયલ બેન્કમાં ગઈ, જ્યાંથી મેં લોન વિશે માહિતી મેળવીને જરૂરી દસ્તાવેજો જોડીને લોન મેળવવા માટે અરજી કરી હતી. જે બાદ મારી અરજી સ્વીકારાતા મને આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂા. ૨.૫૦ લાખની લોન મળી છે. આ લોન થકી અત્યારે હું મારી ઓફિસનું રીનોવેશન કરાવી રહી છું, હવે હું ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને આધુનિક અપડેશન મુજબ કાર્ય કરીશ, હાલ મારી સગર્ભા અવસ્થાનો આઠમો મહિનો ચાલે છે, ત્યારે આ લોન થકી હું મારા આવનારા બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકીશ, ખરેખર ! આત્મનિર્ભર યોજના થકી જીવનમાં આગળ વધવાની અને ફરી વાર બેઠા થવાની આશા બંધાઈ છે, આ લોનને કારણે અમે ફરી એક વાર આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આર્થિક રીતે ટેકો પણ મળ્યો છે."


            આમ, ગુજરાતની સંવેદનશીલ સરકારની આત્મનિર્ભર સહાય યોજનાએ સાચા અર્થમાં કેટલાય પરીવારોને લોન આપીને પુનઃ બેઠા કરીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.  


00000000000


શુભમ અંબાણી, રાજકોટ

શનિવાર, 14 નવેમ્બર, 2020

શબ્દછળથી સંસ્કૃતિનો નાશ નૂતન વર્ષે હેપ્પી ન્યુ યર નહીં પણ મંગલ કામના

નૂતન વર્ષે સામાન્ય રીતે આપણે બધાને સાલમુબારક કે હેપ્પી ન્યુ યર કહેતા હોઈએ છીએ, સવારમાં ઉઠતા જ આપણે સામાન્ય રીતે ગુડ મોર્નીંગ કહેતા હોય છે. કોઈના લગ્નમાં જઈએ તો કોન્ગ્રેચ્યુલેશન્સ કહેતા હોઈએ છીએ. પરંતુ આ શબ્દો વાપરવાથી જે વ્યક્તિને આ શબ્દ કહ્યો હોય તે દિવસ દરમ્યાન કે પોતાના સમગ્ર વર્ષ દરમ્યાન, દિવસ દરમ્યાન કે લગ્નજીવન દરમ્યાન જે કંઈ કાર્ય કરે તેમાં અનુમોદના સ્વરૂપે તે કાર્યમાં આપણે ભાગીદાર થઈ જતા હોઈએ છીએ. કોઈપણ વ્યવહારીક પ્રસંગમાં આવા સમયે મંગલ કામના શબ્દ વાપરવાનો આપણને મહાપુરૂષોએ આદર્શ આપ્યો છે. આ શબ્દ આધ્યાત્મિક હોવાથી તેમની સવાર, તેમનું વર્ષ કે તેમનું જીવન આખરે મંગળમય અને કલ્યાણકારી બને તેવી ભાવના આ શબ્દોમાં છૂપાયેલી છે.


સવારમાં ઉઠતી વખતે વિમલશ્રી સુપ્રભાતમ કહેવાનો આપણે ત્યાં રિવાજ હતો. પેથડશાના પરીવારના સુશ્રાવિકા વિમલશ્રી શ્રી જિનમંદીરે દર્શન કરવા જતા ત્યારે સવા શેર સોનાના સિક્કાનું દાન કરતા. તેમની આ દાનવૃત્તિ એટલી બધી પ્રશંસાને પામી હતી કે ત્યારપછી યાચકો જ્યારે પણ યાચના કરવા નીકળે ત્યારે વિમલશ્રી સુપ્રભાતમ્ની આહલેક જગાડતા હતા. આ શબ્દ જેને સંભળાય તેના ઘરમાં મંગળ થતું હતું. બેસતા વર્ષે મીઠાની નાનકડી ગાંગડી આપીને સબરસના ઉચ્ચારણ દ્વારા આજે પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક આ પરંપરાઓ જીવંત છે.


શબ્દછળ દ્વારા સંસ્કૃતિનો નાશ એ શ્રી વેણીશંકર મુરારજી વાસુનું પુસ્તક આ વિષયમાં સુંદર પ્રકાશ ફેકે છે. સ્વરાજ મળ્યાને 70 વર્ષ થયા પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છૂપાયેલા ગગનભેદી ષડયંત્રોની જાણ હજી પારખવામાં આપણે ઘણા અજાણ છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે 31 મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે 12 વાગે કોઈ પાર્ટીઓમાં, પબમાં કે હબમાં આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે જરાપણ સુસંગત ન થાય તેવા તહેવારો અને વહેવારો ઉજવતા જેને માં તરીકે બીરૂદ મળ્યું છે તેવી ભારત માતાની હૃદયમાં ખૂની શેરડો પડતો હશે તેમાં શંકાને સ્થાન નથી.


આ વિશ્ર્વની સાહસયુક્ત અને બાહોશ એવી ધીમંત અને શ્રીમંત પ્રજા તરીકે ભારતીયોની ગણના થતી. તે 120 કરોડ ભારતીયોને યુરેનિયમ બોમ્બથી નાશ કરવાનો મનસૂબો પૂરો થાય તેમ હતું નહીં તેથી આયોજનપૂર્વક ગણતરીબદ્ધરીતે તેનો અણજાણપણે નાશ થઈ જાય તેવા પેંતરાઓ રચવામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચવામાં આવ્યા છે. એક તળાવમાંથી બધી માછલીઓને દૂર નહીં કરી શકાય પરંતુ તેમાં રહેલું પાણી સુકવી નાખો એટલે બધા માંછલાઓ એકસાથે સામુહિક મૃત્યુ પામે છે. તેમાં આટલી મોટી પ્રજાનો દ્રવ્યનાશ શક્ય ન હતો તેથી તેનું સંસ્કૃતિ નામનું પાણી જો સુકવી નાંખવામાં આવે તો શરીર ઊભું રહેશે પરંતુ અંદરનો માણસ મૃત્યુ પામશે. અને તેના પ્રથમ ચરણમાં આ પ્રજાને તેની માતૃભાષાથી વિખૂટી કરી દેવામાં આવી. અને તેનાથી બીજી અનેક બાબતોનું વિલીનીકરણ આપોઆપ થવા લાગ્યું.


જન્મદિન નિમિત્તે ગુજરાતી તિથિને બદલે અંગ્રેજી તારીખે જ્યારે 80 અને 90 વર્ષના માજીઓ પાસે મીણબત્તીઓ ઓલવવામાં આવે એ આ સંસ્કૃતિ મરણને શરણ થવાની છે તેનું અપશુકન જાણે કરાવાય છે. આપણે ત્યાં શુભ પ્રસંગોએ દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા. ઘરની બહાર જાય તો પણ પ્રગટાવેલો દીવો માંગલિક (બંધ) કર્યા વગર જવાનો રીવાજ હતો. જુઓ બંધ ને બદલે પણ માંગલિક શબ્દ મુક્યો છે. આપણા વડવાઓની દુરંદેશી તો જુઓ અપેક્ષાએ ભારે એવા મંગળ ગ્રહનું નામ પણ મંગળ રાખ્યું. એટલે અડધું અપમંગળ તો મંગળ શબ્દ બોલવાથી જ દૂર થઈ જાય. મૃત્યુ પામે ત્યારે મરી ગયા એ શબ્દ હલકો ગણાતો, ગુજરી ગયા શબ્દ મધ્યમ ગણાતો. પણ અસલમાં શાંત થયા તે શબ્દ વપરાતો હતો. સમગ્ર જીવનની અધ્યાત્મની ફિલસૂફી શાંત થયા શબ્દથી પ્રસ્થાપિત થઈ જતી. હજી તો નવ સદી પહેલા કુમારપાળ રાજાના રાજ્યમાં કોઈ માર શબ્દ બોલે તો તેનું ધન હણી લેવામાં આવતું હતું. તે જ દેશમાં હું તને મીસ્ડ કોલ મારૂ છું એવું આપણે કેટલીવાર પ્રયોજીએ છીએ? સેક્ધડે સેક્ધડે ઓકે શબ્દ બોલતા આપણને ખ્યાલ નથી કે તેને બદલે ત્યાં શુકનશાસ્ત્ર કહે છે કે ભલે શબ્દ વાપરવો. પ્રયત્નો કરી જો જો આપને ચોક્કસ ફરક જણાશે.


આવો કમ સે કમ તારીખ લખતી વખતે વીર સંવત અને વિક્રમ સંવતને યાદ કરતી ગુજરાતી તિથિઓ લખીને તેની સાથે જોડાયેલી ધર્મ અને સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખી અને તારીખ કદાચ લખીએ તો પણ ત્યારે આ અંગ્રેજી તારીખ છે એટલું લખવાનું ન ભુલીએ તો ક્યારેક ફિનિક્સની જેમ આ શબ્દોની રાખમાંથી સંસ્કૃતિની તવારીખ પેદા થયા વિના નહીં રહે.

લેખક : અતુલકુુમાર વ્રજલાલ શાહ, સી.એ.

ભેમાપુર-મોડાસામાં ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ વિતરણ..


ભેમાપુર તેમજ મોડાસામાં ઝૂંપડપટ્ટી માં મીઠાઈ વિતરણ 150 બોક્સ માં મોહનથાળ બુંદી જલેબી બનાવી ને  વોટ્સએપ ગ્રુપ માનવસેવા જીવદયા ના વિવિધ દાતાઓ થી છેલ્લા 8 વર્ષ થી જરૂરિયાત વાળા બાળકો ને મદદરૂપ થવાનું કામ ટીમ લીડર અલકાબેન ઉપાધ્યાય કરી રહ્યા છે..

મયુર શાહ..સુરેન્દ્રનગર

જૂનાગઢના તત્કાલીન ડીવાય.એસ.પીને 3 વર્ષની સજા ફાટકારતી કોર્ટ

 જુનાગઢમાં ડીવાયએસપી તરીકેની ફરજ બજાવતા જે.બી.ગઢવીને વર્ષ ૨૦૦૬ ના કેસમાં સગીર સાથે મારકૂટ કરવાના ગુનામાં દેવગઢ બારીયા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૦૬ માં

દેવગઢ બારીયાના પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકેની ફરજ સમયે એક સગીરને માર માર્યો હતો. કોર્ટે ડીવાયએસપીને સજા ફટકારતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડીવાયએસપીને જે કેસમાં સજા મળી છે તે કેસ ર૦૦૬ના વર્ષનો છે. જેમાં તેમણે PSI તરીકે ફરજ દરમિયાન એક સગીરની ગેરકાયદે રીતે અટકાયત કરી

 હતી.જે બાદમાં તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તેઓ જૂનગાઢના કેશોદ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.કેસની વિગત જોઈએ તો ૧૩મી

 ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ દેવગઢ બારીયાના તત્કાલિન પીએસઆઈ ગઢવીએ બેંણા ગામના એક યુવક સરજનકુમાર પસાયાની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી.જે બાદમાં યુવકને દંડાથી માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ યુવક સગીર હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ બાદ સગીરે દેવગઢ બારીયા કોર્ટમાં આ મામલે ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આઈપીસીની ક્લમ ૩ર૩ અને ૩ર૪ હેઠળ અલગ અલગ સજા ફટકારી કુલ ત્રણ વર્ષની સજા તેજ દંડ ફટકાર્યો છે. ડીવાયએસપી ક્ષાના અધિકારીને સજા થઈ હોવાની વાત સામે આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

રાજકોટના દિવાળી ધમાકેદાર ઉજવણી

 કોરોના મહામારી ભલભલાને અકળાવી દીધા છે. મોટા ભાગના લોકોમાં ભારે ડર અનુભવાઇ રહ્યો છે. લોકો વધુ પડતા બહાર નીકળવામાં ભારે અકળામણ અનુભવી રહ્યા છે ત્યારે આજે દીપોત્સવી પર્વની રાજકોટવાસીઓ ધમાકેદાર ઉજવણી કરી હતી.

 શહેરીજનોમાં કોરોના નામની મહામારી રીતસરની ભુલાઈ ગઈ હોવાનું જોવા મળતું હતું .રાજકોટમાં કોઈને કોરોનાનો ભય દેખાતો ન હતો. સરકારે ફટાકડા ફોડવામાં જાહેરનામુ બહાર પાડીને ફટાકડા ફોડવા અંગે સમય જાહેર કર્યો હોવા છતાં રંગીન રાજકોટવાસીઓએ આવા સરકારી જાહેરનામાનો બેરોકટોક ઉલાળિયો કરી ને મન મૂકીને ફટાકડા ફોડ્યા હતા.


ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

જુનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની ચાલતી ભઠ્ઠી પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ

જુનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની ચાલતી ભઠ્ઠી પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ


જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્રસિંહ પવારની સુચના તેમજ

પોલીસ અધિક્ષક  રવિતેજા વાશમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતી સંપુર્ણપણે ડામી દેવા સૂચના આપી હતી.

જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા.પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા વિસ્તારમાં હાલમાં પ્રોહી/જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય. 

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર રાજદીપસિંહજી કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડીજી.બડવા પો.સ્ટાફ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર હતા. દરમ્યાન પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ગણેશનગર કામદાર સોસાયટીમાં રહેતા પ્રોહી બુટલેગર બકુલ હરજી દેવીપુજક તથા તેનો દિકરો ગૌતમ બકુલ, ગોપાલ બકુલ, દીવાન બુકલ ચારેય જણા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા. રીતે દેશી પીવાના દારૂની ભઠ્ઠી ગાળે છે અને તેની આ પ્રવુતી હાલ ચાલુ છે.

જે હકિકત અન્વયે મજકુર પ્રોહી બુટલેગરના રહેણાંક મકાને રેઇડ કરતા ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી પીવના દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહી લગત મુદામાલ કબજે કરી જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ...કબજે કરવામાં આવેલ મુદામાલ આથો આશરે લી,૪૮૦૦ બેરલ સહીત કિ.રૂ.૧૪,૮૦૦/

દેશી દારૂ ભરેલ ૪૦-૪૦ લીટરના પ્લા.ના કેરબા નં.૭ તથા સિમેન્ટના બાચકા નં.૫ જેમાં પ્લાસ્ટીકના બુંગીયા નં. ૨૯ દારૂ લી.૪ ૨પ કેરબા સહિત કિ.રૂ.૮,૮૫૦, તગારા ને ૨ કિ.રૂ. ૨૦૦/-, - ગેસના બાટલા .-૬ કિ.રૂ.૬૦૦૦/-, ગેસના ભઠીના બેરલ નં.૨ કિ.રૂ.૪૦૦/-, ઇલેકટ્રીક મોટર નળી સહીત કિ.રૂ. ૧૦૦૦/ બર્નર નં.-૨ કિ.રૂ.૨૦૦/-, મો.સા. રજી.નં. જીજે-૦૩-એલઇ-૭૦૭૪ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી..કુલ કિ.રૂ.૬૬૪૫૦/

પકડાયેલ આરોપી :

દિવાન બકુલભાઇ ઝાલા દેવિ પુજક રહે. જુનાગઢ કામદાર સોસાયટી જુનાગઢ

સારી કામગીરી કરનાર પો.અધિ/કર્મચારી: બી. કે.સોનારા, બી.બી.ઓડેદરા, એસ.એ.બેલીમ, તથા પો.કો. ડાયાભાઇ કાનાભાઇ કરમટા, કરશનભાઇ જીવાભાઇ કરમટા, દિનેશ જગમાલભાઇ કરગીયા, વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

રવિવાર, 12 એપ્રિલ, 2020

જામનગરના છાત્રનું અનોખું યોગદાન !! ગુડ ન્યુઝ : PM મોદીનું ચિત્ર વેચીને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં અર્પણ કરશે તમામ રકમ

www.lokcharcha.in
જામનગરના છાત્રનું અનોખું યોગદાન !!

ગુડ ન્યુઝ : PM મોદીનું ચિત્ર વેચીને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં અર્પણ કરશે તમામ રકમ !
(કશ્યપ જોશી)


સમગ્ર દેશ આજે કોરોનાની લપેટમાં સપડાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં અનેકવિધ આ સેવાયજ્ઞ ચાલી રહ્યા છે. જેમાં નાની મોટી સેવાભાવી સેવાભાવી સંસ્થાઓ તેમજ નાના-મોટા દાતાઓ પોતપોતાની રીતે આર્થિક સહયોગ રૂપે આહુતિ  આપી રહ્યા છે. ત્યારે મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીએ પણ પોતાની રીતે વડાપ્રધાન રાહત ફંડમાં ફંડમાં બનતું યોગદાન આપવા સુંદર વિચાર કર્યો છે.

મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ ફેકલ્ટીમાં એમટેક કરતા ભાવિક જગદીશભાઈ પરમાર નામના નામના પરમાર નામના  તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સાથે પહેલેથી જ પેઈન્ટિંગનો પણ ભારે શોખ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે અનેક ચિત્રો દોર્યા છે.

તે પોતાના કલાના કામણ કેનવાસ પેઇન્ટિંગ પર પાથરી રહ્યો છે. ગત 2016 ના વર્ષમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હુબહુ કેનવાસ પેઇન્ટિંગ  બનાવ્યું હતું.  આ ચિત્રને તે હાલ સમગ્ર દેશની જનતા સમક્ષ મૂકી રહ્યો છે. ભાવિકે  કહ્યું કે આ ચિત્ર તે વેચવા માંગે છે છે અને તેનાથી મળનારી તમામ રકમ કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકારે ખોલેલા વડાપ્રધાન રાહત ફંડમાં આપવા માગે છે.

ત્યારે દેશ અને રાજ્યભરની જનતાએ આ યુવાન છાત્રના દેશ પ્રત્યેના લગાવને   આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે પેન્ટિંગના ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે કેવી આશા ભાવિક પરમાર વ્યક્ત કરી રહ્યો  છે.

તેમણે ટેલીફોનિક સંપર્ક દરમિયાન પત્રકાર કશ્યપ જોશીને જણાવ્યું હતું કે આજે દેશમાં કોરોના વાયરસ ના લીધે લીધે સરકારે lockdown અમે બનાવ્યું છે છે બનાવ્યું છે છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગ વર્ગ મધ્યમ વર્ગ પોતપોતાનું ગુજરાન ચલાવવા ભારે હાડમારી ભોગવી રહ્યો છે.

આવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારે રાહત નિધિ ફંડ શરૂ કરીને દેશના દાતાઓને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હોવાથી  આ વાતમાં ભાવિક પોતે પણ પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે.   તેમણે આ રીતે પોતાનું નરેન્દ્ર મોદીનું દોરેલુ કેનવાસ પેન્ટિંગ પ્રજા સમક્ષ મુકીને તેની આવક વડાપ્રધાનના રાહતનિધિ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે છે. ભાવિકના આવા વિચારને જાણી ગયેલા લોકોમાં ભાવિકની સરાહના થઈ રહી છે. આ માટે વિશેષ જાણકારી માટે લોકો તેમનો મોબાઈલ નંબર  7878 989399 પર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.