રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્જ ખાતે તા. ૨૧-૧૧-૨૦૨૦ થી ૫-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે તાલીમ લઈ રહેલ ૧૬૬ તાલીમાર્થીઓ મળી કુલ ૨૫૨ તાલીમાર્થીઓ માટે ઓટોમેટીક હથિયારોનું ફાયરીંગ પ્રેકટીસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તા. ૫-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
પ્રિયંકા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો