અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

રાજકોટમાં દિવાળીના દિવસે ઠેર ઠેર આગજનીના બનાવો: જંગલેશ્વરમાં ઝુપડાંઓ ખાખ



- આખી રાત દોડતા રહ્યા ફાયરબ્રિગેડના દોઢસો જવાનો

- પોલીસનું સ્તુત્ય પગલુ, આગમાં ખાખ ઝુપડાંના રહેવાસીઓને અપાવી ઘરવખરી,ખાવાની વસ્તુ
- જીથરીયા પીર પાસે ૬ ક્વાર્ટર્સ આગની લપેટમાં, અનેક વંડા, કારખાનામાં આગ,વાહનો પણ ઝપટે
 રાજકોટમાં દિવાળીની રાતે એક તરફ લાખો લોકો પરિવાર સાથે પર્વ ઉજવણીમાં લીન હતા ત્યારે મનપાના સ્ટેન્ડ ટુ રખાયેલા ૧૬૦ ફાયરમેનોએ સ્ટેન્ડીંગ બદલે રનીંગ રહેવું પડયું હતું. દિવાળીની રાત્રે પરોઢ સુધી ધૂમ ફડાકટા ફૂટતા અને તેના પગલે આગના બનાવોનો વણથંભ્યો સિલસિલો શરુ થયો હતો. ફાયરબ્રિગેડમાં દિવાળીની રાત્રિથી બેસતાવર્ષની સવાર સુધીમાં આગના ૧૨૦ બનાવો નોંધાયા છે જેમાં જંગલેશ્વર પાસે ફટાકડાથી આગમાં ૭ ઝુપડાં સળગીને ખાખ થયા હતા અને ૧૫ બકરાં મૃત્યુ પામ્યાનું અને આગથી કૂલ અઢી લાખનું નુક્શાન થયાનું જણાવાયું છે.

ધનતેરસથી બેસતાવર્ષ સુધી તહેવારોની ઉજવણી ફટાકડા ફોડીને કરાતી હોય દર વર્ષની જેમ ફાયરબ્રિગેડની રજા આ દિવસોમાં રદ કરીને ફાયર સ્ટેશનો પર સ્ટાફને સ્ટેન્ડ ટુ રખાયો હતો. આગની શરુઆત ધનતેરસના બપોરના ત્રણ વાગ્યાથી જ થઈ ગઈ હતી અને વંડા, ગોડાઉન વીજ વાયર સાથે કાળી ચૌદશની રાત્રિના દોઢ સુધીમાં જ ૨૨ સ્થળે આગ લાગી હતી.


દિવાળીની પરોઢ થાય તે પહેલા જ સદર વિસ્તારમાં છકડોરિક્ષા, મોટરસાઈકલ સહિતના વાહનોમાં આગ ભભુક્યા બાદ, દિવાળીના દિવસ રાતમાં જ આગના આશરે સોએક બનાવો નોંધાયા છે.
દેવપરાથી જંગલેશ્વર તરફ જતા રસ્તે ઝપપડપટ્ટીમાં, રામનાથપરામાં લાકડાના ડેલામાં, દૂધસાગર રોડ પર કારખાનુ, રણછોડનગરમાં વાહન, અનેક સ્થળે ઠેરઠેર વંડાઓમાં, ચૌધરી હાઈસ્કૂલ પાસે ઝાડમાં, જંક્શન પ્લોટમાં અનાજનું ગોડાઉન તો યુનિ.રોડ, કેનાલરોડ, જાગનાથ પ્લોટ ,પવનપુત્ર ચોક, કેવડાવાડી સહિતના સ્થળે રહેણાંક મકાનોમાં, લાતી પ્લોટના ભંગારના ડેલામાં તો થોરાળામાં ભંગારની દુકાન, એંસી ફૂટ રોડ પર કોલસાનો ડેલો, મીલપરા રોડ પર મકાન, માલવિયા ચોકી પાસે અને મવડી રોડ પર શાકભાજીની રેંકડીઓમાં પણ આગ ભભુકી ઉઠી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર દિવાળીની રાત્રે ઉપરોક્ત જંગલેશ્વરમાં ૭ ઝુપડાં સળગીને ખાખ થયા ઉપરાંત જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહ પાછળ ઘંટેશ્વર ક્વાર્ટર્સના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક થેલીઓમાં આગ ભભુકતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણકરતા આજુબાજુના છ મકાનો (ક્વાર્ટર્સ) આગની લપેટમાં આવી ગયા હતા જેને ફાયરબ્રિગેડે સ્થળ પર જઈ બુઝાવી હતી. આગ ફટાકડાથી લાગ્યાનું જણાવાયું હતું. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બેસતાવર્ષની સવાર સુધી ફટાકડાથી આગ લાગવાના કોલ આવતા રહ્યા હતા.

જંગલેશ્વરમાં ઝુપડાંમાં આગ લાગી ત્યારે એક મહિલાને ડીલીવરી આવી હતી પણ સદ્ભાગ્યે રહેવાસીઓ બચી ગયા હતા. ૧૫ બકરાંના મૃત્યુ નીપજ્યાનું લોકોએ જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસતંત્રને જાણ થતા પોલીસે માનવતાભર્યું પગલુ ભરીને બોલબાલા ટ્રસ્ટ મારફત આ તમામ પરિવારજનોને તાત્કાલિક જમાડીને જરૂરિયાતના વાસણ,પહેરવા કપડાં,કરિયાણુ વગેરે પૂરું પાડયું હતું અને આજે પણ આ ગરીબ બાળકોને નવડાવીને નવા વસ્ત્રો પહેરાવ્યા હતા.


સિવિલના બર્ન્સ વોર્ડમાં પ્રાથમિક સારવાર લીધી
દિવાળીએ ફટાકડાના કારણે ૩૫ જેટલા લોકો દાઝી ગયા
નારાયણનગરમાં ફટાકડો બારીમાંથી ઘરમાં આવી જતા કપડા સળગતા યુવતી દાઝી,
ત્રણ બાળકો પણ દાઝતા સારવારમાં

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડી લોકો ઉલ્લાસ પુર્વક તહેવાર ઉજવતા હોય છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી ફટાકડાના કારણે દાઝી જવાના બનાવો પણ સામે આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૫ જેટલા લોકો ફટાકડાના કારણે દાઝી જવાના કેસમાં સારવાર લીધી હતી.
દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોએ ફટાકડાના ધુમધડાકા સાથે હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આગોતરા આયોજન રૂપે તબીબોની રજાઓ રદ કરી બર્ન્સ વોર્ડમાં પુરતા સ્ટાફને તૈનાત કરાયો હતો. દરમિયાન દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં જંકશન પ્લોટમાં રહેતા હર્ષ (ઉ.વ. ૧૦) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો.
આ ઉપરાંત રેલનગરમાં રહેતો ધૃવ ગોપાલભાઈ ચાવડા (ઉ.વ. ૧૩) ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે મોઢામાં ફટાકડો ઉડતા દાઝી ગયો હતો. જ્યારે ઢેબર કોલોની ફાટક નજીક નારાયણનગરમાં રહેતા તેજલબેન શંકરભાઈ (ઉ.વ. ૩૫) ઘરે સુતા હતા ત્યારે બારીમાંથી ફટાકડો અંદર આવી જતા કપડાને અડતા સળગતા દાઝી ગયા હતા. જેને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉપરાંત જસ્મીન વલ્લભભાઈ મકવાણા (૧૯, રહે. દોલતપરા, જૂનાગઢ) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે પડી જતા ઈજા તથા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે કોઠારીયા સોલવન્ટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પણ ૧૦ વર્ષનો બાળક ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે ફટાકડાના કારણે દાઝી જવાના કેસમાં કુલ ૩૫ જેટલા લોકોએ સિવિલમાં સારવાર લીધી હતી.
 

રાજકોટ બાર એસોનું આજે સ્નેહમિલન

રાજકોટ બારે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તારીખ 12 ના રોજ સવારના સાડા દસ વાગ્યા થી 11:30 રાજકોટ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલા માળે બાર રૂમમાં રાખવામાં આવે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ મિત્રો જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત



રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીકના રાજગઢ ગામે રહેતા જગદીશ બાબુ નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવતા લાગતી વળગતી પોલીસે આ બનાવમાં કાગળ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી

રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી
રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી

રાજકોટમાં દિવાળી બાદ તસ્કરોએ રાજકોટ નજીકના બેડી વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા સવા લાખના દાગીનાની ચોરી કરીને નવા વર્ષની કરી છે નવા વર્ષની કરી છે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ બેડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ સામે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ કરસનભાઈ ઝરમરીયા પ્રસંગોપાત પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે આ વાત નો મોકો જોઈને વિજયભાઈ ના મકાન માં તસ્કરોએ રૂમમાં અંદર પડેલ કબાટ નો લોક તોડી રૂપિયા એક લાખ રોકડા રૂપિયા સવા લાખની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે આ બાબતે વિજય ભાઈ ને તેમના ભાઈ સંજયભાઈ જાણ કરતા વિજયભાઈ બહારગામથી બેડી દોડી આવ્યા હતા આ બાબતે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે ફુલ દાર ફોજદાર બીપી આહીર તેમજ dog squad તેમજ ફિંગર પ્રિન્ટ ના નિષ્ણાંતોને મદદ વચ્ચે તસ્કરોનું પગેરુ શોધવા કવાયત હાથ ધરી છે

રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા ! પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ



રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા !  પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના એસ.ટી દિવાળી તહેવારો અનુલક્ષીને 50 જેટલી વધારાની બસો મુકી હતી જેનું સંચાલન આગામી તારીખ 20 નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે રાજકોટના એસ.ટી વાઘ બારસ ધન તેરસ દિવાળી નવું વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક મળી રહ્યો હતો રાજકોટ રાજકોટ ડિવિઝનના આ દિવસો દરમિયાન રોશની રૂપિયા 45 લાખની આવક થઇ હતી.



જે પાંચ દિવસો દરમિયાન ગણવામાં આવતા આશરે સવા બે કરોડ રૂપિયાની રાજકોટના એસટી તંત્રને આવક થઇ હતી scott એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે લોકોના ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઇને રાજકોટમાં ખાસ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ થી સોમનાથ દ્વારકા જામનગર ગોધરા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝન રોજની 45 લાખ રૂપિયાની આવક થઈ હતી તેમજ છેલ્લા પાંચ દિવસમાં સવા બે કરોડ રૂપિયાની આવક થઈ છે ખાસ બસો દોડાવવાનું ચાલુ જ રહેશે અને વેકેશન પૂરું થશે હજુ વધુ ટ્રાફિક મળતો જ રહેશે આ વર્ષે પણ ગીરનાર પરિક્રમા માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેઓ દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.