અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત



રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીકના રાજગઢ ગામે રહેતા જગદીશ બાબુ નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવતા લાગતી વળગતી પોલીસે આ બનાવમાં કાગળ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી

રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી
રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી

રાજકોટમાં દિવાળી બાદ તસ્કરોએ રાજકોટ નજીકના બેડી વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા સવા લાખના દાગીનાની ચોરી કરીને નવા વર્ષની કરી છે નવા વર્ષની કરી છે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ બેડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ સામે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ કરસનભાઈ ઝરમરીયા પ્રસંગોપાત પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે આ વાત નો મોકો જોઈને વિજયભાઈ ના મકાન માં તસ્કરોએ રૂમમાં અંદર પડેલ કબાટ નો લોક તોડી રૂપિયા એક લાખ રોકડા રૂપિયા સવા લાખની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે આ બાબતે વિજય ભાઈ ને તેમના ભાઈ સંજયભાઈ જાણ કરતા વિજયભાઈ બહારગામથી બેડી દોડી આવ્યા હતા આ બાબતે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે ફુલ દાર ફોજદાર બીપી આહીર તેમજ dog squad તેમજ ફિંગર પ્રિન્ટ ના નિષ્ણાંતોને મદદ વચ્ચે તસ્કરોનું પગેરુ શોધવા કવાયત હાથ ધરી છે

રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા ! પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ



રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા !  પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના એસ.ટી દિવાળી તહેવારો અનુલક્ષીને 50 જેટલી વધારાની બસો મુકી હતી જેનું સંચાલન આગામી તારીખ 20 નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે રાજકોટના એસ.ટી વાઘ બારસ ધન તેરસ દિવાળી નવું વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક મળી રહ્યો હતો રાજકોટ રાજકોટ ડિવિઝનના આ દિવસો દરમિયાન રોશની રૂપિયા 45 લાખની આવક થઇ હતી.



જે પાંચ દિવસો દરમિયાન ગણવામાં આવતા આશરે સવા બે કરોડ રૂપિયાની રાજકોટના એસટી તંત્રને આવક થઇ હતી scott એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે લોકોના ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઇને રાજકોટમાં ખાસ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ થી સોમનાથ દ્વારકા જામનગર ગોધરા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝન રોજની 45 લાખ રૂપિયાની આવક થઈ હતી તેમજ છેલ્લા પાંચ દિવસમાં સવા બે કરોડ રૂપિયાની આવક થઈ છે ખાસ બસો દોડાવવાનું ચાલુ જ રહેશે અને વેકેશન પૂરું થશે હજુ વધુ ટ્રાફિક મળતો જ રહેશે આ વર્ષે પણ ગીરનાર પરિક્રમા માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેઓ દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.

રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર વર્ષના દિવસો સૌથી વધારે વાનગી અન્નકુટ દર્શન યોજાયા




ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ તેમજ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ના પરિસરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ છે પાણી મી જન્મ જયંતી નિમિત્તે કલાત્મક ગોળીઓ બનાવી હતી દિવાળીના દિવસે બે હજારથી વધુ હરિભક્તોએ અહીં ચોપડા પૂજન નો લાભ લીધો હતો નૂતન વર્ષના પ્રથમ દિવસે સવારના ૬ થી ૭ દરમિયાન પ્રમુખ સ્વામી સભાગૃહમાં મોંગલ મહા પૂજા વિધિ યોજાઇ હતી.



નૂતન વર્ષે ભગવાનના અન્નકુટનો આશરે ૨૦ હજાર થી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો વિશ્વના 55 દેશોમાં 1300 મંદિરમાં નૂતન વર્ષે વાનગીઓ દર્શનના કાર્યક્રમો યોજાયા હતા રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આ વર્ષે 500 જેટલી મીઠાઈ ૪૫૦ જેટલા વિવિધ ફરસાણ 450 જેટલા શાકભાજી તેમજ ની વાનગીઓ સો જાતના આઇસ્ક્રીમ જ્યુસ તેમજ કેક મળીને પંદરસોથી વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો આ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના વજુભાઇ વાળા રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા રેલવેના ડી.આર.એમ પોલીસ કમિશનર સિદ્ધાંત ખત્રી રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય વિગેરે અનુકૂળ દર્શનનો લાભ લીધો હતો

બુધવાર, 7 નવેમ્બર, 2018

પિતા-૨ પુત્રોને ૫ દિવસના રીમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજુ કરાશે “અમે જયેશને એસીડ પીવડાવ્યું જ નથી” તેવું રટણ કરતા ત્રણેય આરોપીઓ



સંતકબીર રોડ પર રહેતા ચાંદીકામના ધંધાર્થી જયેશ રામાણીની હત્યામાં પકડાયેલા



પિતા-૨ પુત્રોને ૫ દિવસના રીમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજુ કરાશે

અમે જયેશને એસીડ પીવડાવ્યું જ નથી તેવું રટણ કરતા ત્રણેય આરોપીઓ


જીયાણાના ખૂનીઓ સામે સયોગિક-સજ્જડ પુરાવાઓ શોધવા કુવાડવા પોલીસની સધન કવાયત



રાજકોટ તા.૭
શહેરના સંત કબીર રોડ પર રહેતા અને રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા જીયાણા ગામે ગયેલા યુવાનનું એસીડ પીવડાવી ઠંડે કલેજે હત્યાના ગુનામાં પકડાયેલા પિતા-૨ પુત્રો એમ ત્રણેય શખ્શોને આજે પોલીસ ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરશે. બીજી બાજુ પકડાયેલા ત્રણેય શખ્શોએ અમોએ જયેશને એસીડ પીવડાવ્યું જ નથી તેવી વાતની કેસેટ વગાડતા હવે પોલીસ ત્રણેય સામે સજ્જડ સયોગિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયતમાં લાગી છે.

મળતી વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર રહેતા અને ચાંદી કામની મજુરી કામ સાથે સંકળાયેલા ધંધાર્થી જયેશ છગન રામાણી નામનો યુવાન પોતાના બાકી નીકળતા રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી માટે જીયાણા ગામે ગયો હતો. ત્યારે તેમણે લેણદાર પર હુમલો કરી જાતે એસીડ પી લીધાની અને સારવાર દરમિયાન મોત નીપજયાની પ્રાથમિક વિગતો પોલીસ પાસે પહોચતા પોલીસે શંકાસ્પદ બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.


દરમિયાન પોલીસને એસીડ પી જનાર મૃતક જયેશના ગજવામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા તે જીયાણા આવ્યો હતો અને ઉઘરાણી દરમિયાન કિશોર ચના રામાણીએ તેમને એસીડ પીવડાવી દીધું છે. આ સ્યુસાઈડનોટના આધારે પોલીસે પોતના પર જયેશે હુમલો કર્યો હોવાની ખોટી સ્ટોરી ઘડી હોસ્પીટલમાં દાખલ થયેલ કિશોર ચના, તેમના ભાઈ જતીન ઉર્ફે જીતેન્દ્ર અને પિતા મોહન રામાણી સામે ખુનનો ગુનો નોંધી ગઈકાલે જ હિરાસતમાં લઇ લીધા હતા. અને આકરી પૂછપરછ ચાલુ કરી હતી.

પણ ત્રણેયે એકી સાથે એ વાતનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું કે તેઓએ જયેશને એસીડ પીવડાવ્યું નથી. બીજીબાજુ કિશોર, જતિન અને તેમના પિતા મોહન સામે પોલીસે વિધિવત ખુનનો ગુનો નોંધી આજે ત્રણેયના ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરનાર છે. પ્રસ્તુત તસવીરોમાં જેમની હત્યા થઇ તે જયેશ(ડાબે) તેમજ હત્યાના ગુનામાં સંડોવાયેલા કિશોર ચના દેખાય છે.

પુત્રની હત્યાનો પિતાનો આક્ષેપ પુરવાર થયો
એસીડ પીધેલી હાલતમાં જયેશને હોસ્પીટલે ખસેડાયો ત્યારે તેમના પિતા છગનભાઈ રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, કિશોર ચનાએ તેમના પિતા અને ભાઈને સાથે રાખી પોતાના પુત્ર જયેશને બળજબરીથી એસીડ પીવડાવી દીધું છે. પણ સામે પક્ષે કિશોરે પણ પોતાના પર જયેશ સહીત બે જણાએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતા પોલીસેને તે સમયેજ શંકા ઉપજી હતી. આવા સમયે  એ.સી.પી.એસ.આર. ટંડેલ, કુવાડવા પોલીસના પી.આઈ. એ. આર. મોડીયા, અને રાઈટર હિરાભાઈ રબારી સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલે જઈ તપાસ હાથ ધરતા જયેશના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં ઉઘરાણી અને એસીડ પીવડાવ્યાનો જયેશે ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અને આ વાત પુરવાર થઇ હોય તેમ જયેશની લાશના ફોરેન્સિક પીએમ રીપોર્ટે એ વાતની પૂર્તતા કરી હતી કે જયેશ સાથે બળજબરી આચરાઈ છે.