અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

સુધારેલી ખેતીથી જ નફાકારકતા વધશે - પ્રાંત અધિકારીશ્રી વાધેલા ગોરીયાદની કૃષિ મહોત્સવ સમાપન સભામાં સરગવાનું મૂલ્યવર્ધન કરવાનો અનુરોધ

નવમા કૃષિ મહોત્સવનું વડોદરા જિલ્લામાં સમાપન થયું છે. તેના ભાગરૂપે પ્રગતિશીલ ખેતી માટે જાણીતા પાદરા તાલુકાના ગોરીયાદ ગામે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાદરાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર અને કૃષિ સભા યોજવામાં આવી હતી. સભામાં પ્રાંત અધિકારીશ્રી જે.એન.વાધેલા, જિલ્લા ખરીદ વેચાણ સંધના અધ્યક્ષશ્રી પ્રવિણભાઇ પટેલ, એપીએમસી, પાદરાના અધ્યક્ષશ્રી ભાસ્કરભાઇ પટેલ, તાલુકા પંચાયત અધ્યક્ષા કાંતાબેન અને મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિ અને બાગાયતના કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પરંપરાગત ખેતીમાં સમયની માંગ પ્રમાણે વૈજ્ઞાનિક સુધારા કરવામાં આવે તો ખેતી નફાકારક બને તેવી લાગણી વ્યક્ત કરતાં પ્રાંત અધિકારીશ્રી વાધેલાએ જણાવ્યું હતું કે, એટલે કૃષિ સભાઓમાં કૃષિ વિશ્વવિઘાલયોના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો સંશોધીત ખેતીના સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપે છે. જેનો અમલ કરવો જરૂરી છે. સમયને અનુરૂપ મેનેજમેંટથી ખેતી સફળ બનશે તેવી લાગણી વ્યક્ત કરતાં શ્રી પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના ખેડૂતો જમીન વેચીને રોકડી કરી લેવાની લાલચ છોડીને, લાંબાગાળાના લાભ માટે ઉપલબ્ધ જમીનમાં સુધારેલી ખેતી કરવાનું આયોજન કરે.

ભારતમાં આરોગ્યપ્રદ સરગવાનું સહુથી વધુ ઉત્પાદન પાદરા તાલુકો કરે છે. તેનો ઉલ્લેખ કરતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યપ્રદ સરગવાની વિદેશોમાં મોટી માંગ છે. રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ વગર, સેન્દ્રીય પદ્ધતિથી ઉછેરવામાં આવેલ સરગવાની કટકાના રૂપમાં, તેના પાનના પાવડરના રૂપમાં અને ભાજીના રૂપમાં નિકાશ કરવાની ઉજળી શક્યતાઓ છે. બાગાયત ખાતા દ્વારા સરગવાના મૂલ્યવર્ધનનું માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતો તેનો લાભ લે. ડૉ. જે.બી.પટેલે લો કોસ્ટ અને નો કોસ્ટ ટેકનોલોજીઓ અપનાવીને ખેતીને લાભદાયક બનાવવાનો અનુરોધ કર્યો હતો. ખેતીમાં પ્લાસ્ટીકના ફાયદાકારક ઉપયોગનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

 

મોટા પડીકાના બીટી બિયારણની સાથે નાના પડીકાના નોન બીટી બિયારણનું વાવેતર અવશ્ય કરવું

 

પાદરા તાલુકાના ગોરીયાદ ગામે મળેલી કૃષિ મહોત્સવ સમાપન સભામાં આણંદ કૃષિ વિશ્વવિઘાલયના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે બીટી બિયારણોના વાવેતરમાં લેવા યોગ્ય તકેદારીઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બીટી બિયારણના મોટા પડીકાની સાથે નોન બીટી બિયારણનું નાનું પડીકું આપવામાં આવે છે. યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો નાના પડીકાના નોન બીટી બિયારણનું વાવેતર કરતાં નથી. ખરેખર તો બીટી બિયારણની સફળતા માટે, તેની સાથે નોન બીટી બિયારણનું વાવેતર કરવું જરૂરી છે. નોન બીટી બિયારણનું ચાર ચાસે એક ચાસ પ્રમાણે અથવા મોચમમાં એટલે કે શેઢે શેઢે વાવેતર કરવું જોઇએ. તેના કારણે બીટી પાકને રોગ જીવાત સામે સંરક્ષણ મળે છે. જો બીટીની સાથે નોન બીટીનું વાવેતર કરવામાં આવે તો ત્રીજા-ચોથા વર્ષે બીટી બિયારણ પણ નોન બીટી બની જશે તેવી ચેતવણી તેમણે આપી હતી.

ખેડૂતોએ મોનોક્રોટોફોસનો ઉપયોગ કરવો

વડોદરા,

કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે પાદરા તાલુકાના ગોરીયાદ ગામે મળેલી કૃષિ સભામાં ખેડૂતોને ધણી નુકશાનકારક જણાયેલી મોનોક્રોટોફોસ દવાનો ઉપયોગ સદંતર બંધ કરી દેવા અનુરોધ કર્યો હતો. પાદરા તાલુકો ગુજરાતની શાકભાજીની વાડી (વેજીટેબલ હબ) તરીકે ઓળખાય છે તેનો ઉલ્લેખ કરતાં ડૉ. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ કૃષિ વૈજ્ઞાનિકો શાકભાજીના પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ડામવા મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવાની ખાસ ભલામણ કરતાં હતા. હવે નવા સંશોધન પ્રમાણે તેની હાનીકારક અસરોને અનુલક્ષીને મોનોક્રોટોફોસ દવા ખેડૂતો ખરીદે કે વાપરે નહી તેની ખાસ લામણ કરવામાં આવે છે. 

 

જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં લેબર કોન્ટ્રાકટર્સ અને મુકાદમોએ શ્રમિકોની માહિતી પોલીસ મથકમાં જમા કરાવવી

વડોદરા,

ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડીને, તેમની હકુમત હેઠળના જિલ્લાના સમગ્ર ગ્રામ વિસ્તારના લેબર કોન્ટ્રાકટર્સ અને મુકાદમોએ તેમના દ્વારા કામે રાખવામાં આવતા શ્રમિકોની માહિતી નિર્ધારીત નમૂનાના પત્રકમાં સંબંધિત વિસ્તારના પોલીસ મથકમાં જમા કરાવવાનો નિયમ કર્યો હતો. તેનો અમલ તાત્કાલિક અસરથી તા. ૨૬/૦૭/૨૦૧૩ સુધી લંબાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

 

જિલ્લાના ગ્રામ વિસ્તારોના મોબાઇલ અને સીમકાર્ડ વિક્રેતાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો

વડોદરા,

આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ કાયદાની જોગવાઇઓ પ્રમાણે જિલ્લાના ગ્રામ વિસ્તારના મોબાઇલ અને સીમકાર્ડ વિક્રેતાઓએ પાળવાના નિયમો અમલી બનાવ્યા હતા. તેનો અમલ હવે તાત્કાલિક અસરથી તા. ૨૬/૦૭/૨૦૧૩ સુધી લંબાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

 

શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય પારિતોષિકો માટે મંગાવાતી અરજીઓ 

વડોદરા, ૩૧ મે, ૨૦૧૩ (શુક્રવાર) રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય કરતાં પ્રાથમિક / માધ્યમિક વિભાગના શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષક/ આચાર્યમાંથી દર વર્ષ પ્રમાણે રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી સપ્ટેમ્બર-૨૦૧૩માં પારિતોષિક એનાયત કરવા માટે જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક/મુખ્ય શિક્ષક આચાર્યો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવે છે.

રાજ્ય પારિતોષિક-૨૦૧૩ મેળવવાની ઇચ્છા ધરાવતા પ્રાથમિક/માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો/ આચાર્યોએ નિયત નમુનાના પત્રકોમાં તમામ માહિતી ભરી જરૂરી આધાર પુરાવા સાથેની દરખાસ્ત બાઇન્ડિંગ કરાવી ત્રણ નકલમાં રજૂ કરવાની રહેશે. માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક/આચાર્યએ સંબંધિત એસ.વી.એસ.સંકુલ ખાતેથી તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી તેમજ મહાનગર પાલિકાના શિક્ષકો/ મુખ્ય શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાંથી ફોર્મ મેળવવાનું રહેશે અને દરખાસ્ત જે તે તાલુકાના  કેળવણી નિરીક્ષકને રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ વડોદરા તાલુકાના કેળવણી નિરીક્ષકને પહોંચતી કરવાની રહેશે. રાજ્ય પારિતોષિક-૧૩ની દરખાસ્તો તા. ૧૭/૦૬/૨૦૧૩ને સોમવાર સુધીમાં રજૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરાએ જણાવ્યું છે.

 

ગુમાસ્તા ધારા હેઠળના શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા સૂચના

વડોદરા,

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨/૬/૨૦૧૩ને રવિવારના રોજ પંચમહાલ જિલ્લાની ૧૨૫-મોરવા હડફ (અજજા) ગુજરાત વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે મતદાન રાખવામાં આવ્યું છે.

તેને અનુલક્ષીને ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮ની કલમ ૧૮-(૧)(બ)(ક) હેઠળ શ્રમયોગીઓ/કર્મચારીઓ મતદાનનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેન્કો, રાષ્ટ્રીય અને ખાનગી બેન્કો અને સહકારી બેન્કો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔઘોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બિ્રગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓ માટે તા. ૨/૬/૨૦૧૩ રવિવારના ચૂંટણીના સંબંધિત દિવસે ઉક્ત સમગ્ર વિસ્તારમાં જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/ બદલીમાં મતદાનના દિવસે રજા આપવાની રહેશે. સંબંધિત વિસ્તારમાં કોઇ કારણસર તેમ થઇ શકે તેમ હોય ત્યાં વૈકલ્પિક  વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી (ત્રણ) કલાકની ખાસ રજા આપવા નાયબ શ્રમ આયુક્ત, વડોદરા દ્વારા સૂચના આપવામાં આવી છે.   

જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર

વડોદરા,

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય યુવક બોર્ડના ઉપક્રમે વડોદરા ગ્રામ્ય વિસ્તારની યુવક નેતૃત્વ તાલીમ શિબિર અને યોગાસન તાલીમ શિબિર જૂન મહિનામાં આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ૧૫થી ૩૫ વર્ષ સુધીના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે. રસ ધરાવતા યુવક યુવતીઅને સાદા કાગળમાં પુરુ નામ, સરનામું, ઉંમર વર્ષ, જન્મતારીખ, અન્ય પ્રવૃત્ત્િાઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક યોગ્યતાનું ડૉકટરનું પ્રમાણપત્ર, વાલીની સંમતી વગેરે સાથેની અરજી તા. ૨૫/૬/૨૦૧૩ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (ગ્રામ્ય) સી-૪, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા ખાતે મોદકલી આપવા જણાવાયું છે.    

 

ખારીવાવ રોડ પર અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા, ૩૧

 મે, ૨૦૧૩ (શુક્રવાર) શહેરના ખારીવાવ રોડ પર તા. ૩૦/૦૫ના રોજ અંદાજે ૪૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું બીમારીથી મરણ થયું છે. મૃતકે સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેર્યાં છે. તેના વાલીવારસોને તાત્કાલિક રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

માતર તાલુકાના સંધાણા ગામે જિલ્‍લા કક્ષાના કૃષિ મહોત્‍સવનું સમાપન

આધુનિક ખેતી પધ્‍ધતિથી ઓછી મહેનતે વધુ ઉત્‍પાદન મેળવી શકાય - તાલુકા પંચાયત પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

 

રાજયમાં યોજાઇ રહેલ કૃષિ મહોત્‍સવ અન્‍વયે આજે ખેડા જિલ્‍લા કક્ષાના કૃષિ મહોત્‍સવનો સમાપન સમારોહ માતર તાલુકાના સંધાણા મુકામે યોજાયો હતો. સંધાણા ખાતે કૃષિ રથનું ભવ્‍ય સ્‍વાગત માતર તાલુકા પંચાયત પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત કૃષિકારોને સંબોધતા શેલેષભાઇએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના કૃષિકારો આધુનિક ખેતી પધ્‍ધતિથી ઓછી મહેનતે વધુ ઉત્‍પાદન મેળવી શકે છે. ખેડૂત મિત્રોએ ખેતી અંગે આગોતરૂ આયોજન કરી સુધારેલા બિયારણ, ખાતર, દવા અને પાકની ઉચ્‍ચ ગુણવત્‍તા અને વધુ ઉત્‍પાદન મેળવવાની પધ્‍ધતિ તથા જમીનની ચકાસણી કરાવી લેવી જોઇએ. આના કારણે ઓછી મહેતને વધુ  ઉત્‍પાદન મેળવી શકાય છે. કૃષિ ઉત્‍પાદનનો સારો ભાવ મેળવી શકાય અને આર્થિક સમૃધ્‍ધિના દ્વાર ખોલી શકાય છે. આધુનિક ખેતી, આધુનિક ખેત ઓજારો, લેબ ટુ લેન્‍ડ અન્‍વયે પોતાની જમીનના નમુનાની ચકાસણી કરાવી ખેતરમાં ખૂટતાં પોષક તત્‍વો ઉમેરી કેવો પાક લેવાથી વધુ ઉત્‍પાદન મળે તે માટે સોઇલ હેલ્‍થ કાર્ડ, ટીસ્‍યુ કલ્‍ચર દ્વારા કેળાની ખેતી, ડ્રીપ પધ્‍ધતિ, સિંચાઇની નવી પધ્‍ધતિઓ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પોલી હાઉસ જેવી અત્‍યાધુનિક ખેત પધ્‍ધતિઓ સહિત અનેક વિધ વિષયોનું જ્ઞાન આ કૃષિ મેળા દ્વારા કિસાન મિત્રોને તેઓના ઘર આંગણે આપવામાં આવે છે. કૃષિ વૈજ્ઞાનિક શ્રી પરમારે કૃષિ સંલગ્‍ન જરૂરી વિગતો સવિસ્‍તર સમજાવી હતી. સરપંચશ્રી દિપેનભાઇ પટેલ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું જયારે જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પરમારે આભારવિધિ કરી હતી.

સમારોહમાં કૃષિના ઋષિઓ અને સફળ ખેડૂતોનું સન્‍માન મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતુ અને લાભાર્થીઓને કૃષિ કિટસ, સોઇલ હેલ્‍થ કાર્ડ તથા વિવિધ યોજનાઓના ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

સમારોહમાં ગ્રામ પંચાયતના ડેપ્‍યુટી સરપંચશ્રી, ગ્રા.પં.સદસ્‍યશ્રીઓ, જિલ્‍લા માહિતી અધિકારીશ્રી ભાવસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલ તથા વિવિધ અમલીકરણ યોજનાઓના અધિકારીઓ અને કમર્ચારીઓ, લાભાર્થીઓ અને વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયાં હતાં.                         કિડની હોસ્‍પિટલ,નડિયાદ ખાતે યુરો-એન્‍કોલોજીઃ-યુરો પેથોલોજી પર સેમિનાર યોજાયો

કિડનીને લગતા રોગો વિષે પ્રજામાં જાગૃતતા લાવવાથી જીવલેણ રોગોથી બચી શકાય -ર્ડા.મેહુલ અમીન

 

નડિયાદની વિશ્‍વ વિખ્‍યાત મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્‍પિટલ (કિડની હોસ્‍પિટલ)માં તા.૩૧, મે અને તા.૧, જૂન ૨૦૧૩ના રોજ 'ડાયલોગ્‍સ ઇન યુરો-એન્‍કોલોજીઃયુરોપેથોલોજી સમિટ'માં ઇન્‍ટરનેશનલ ફેકલ્‍ટી ર્ડા. મેહુલ અમીનની અધ્‍યક્ષતામાં ખુલ્‍લો મુકાયો હતો.

નડિયાદ કિડની હોસ્‍પિટલ દ્વારા લોકોમાં કિડનીના રોગો અંગે જાગૃતતા વધે તે માટે સતત પ્રયત્‍નો થાય છે. આ રોગો અંગેની જગૃતતાથી કિડનીના રોગો, પ્રોસ્‍ટેટ કેન્‍સર જેવી જીવલેણ બિમારીઓને ઉગતી જ ડામી દેવાય તેવા પ્રયત્‍નો થઇ રહયાં છે. જેથી અતિ ખર્ચાળ અને જોખમી રોગોથી બચી શકાય. તાજેતરમાં અમેરીકાના લોસ એન્‍જેલસમાં સેડાર્સ-સિનાઇ મેડિકલ સેન્‍ટરમાં ડિપાર્ટમેન્‍ટ ઓફ પેથોલોજી એન્‍ડ લેબોરેટરી મેડિસીનના ચેરમેન અને પ્રોફેસર ર્ડા. મેહુલ અમીનનો  બે દિવસીય સેમીનાર યોજવામાં આવ્‍યો છે. તેઓ પ્રોસ્‍ટેટ, યુરીનરી બ્‍લેડર, કિડની, વૃષણની ગાંઠ સહિતના રોગો બાબતના આંતરરાષ્‍ટ્રીય કન્‍સલ્‍ટન્‍ટ છે.  ર્ડા. અમીન જીનીટુરીનરી પેથોલોજીમાં વિશ્‍વવિખ્‍યાત નિષ્‍ણાત અને શિક્ષણકાર છે. યુરોપેથોલિયલ ટયુમર અને રિનલ નિયોપ્‍લાસમ્‍સ માટેની વર્તમાન ડબ્‍લ્‍યુએચઓ કલાસિફિકેશન સીસ્‍ટમના સહ લેખક છે. ર્ડો.અમીને ૧૯ દેશોમાં આયોજીત ૨૭૦ જેટલા વર્કશોપ, લેકચર, ગ્રાન્‍ડ રાઉન્‍ડસમાં પણ ભાગ લીધો છે. ર્ડા. મેહુલ અમીન દ્વારા નડિયાદ કિડની હોસ્‍પિટલમાં પેથોલોજી અને યુરોલોજીના ડોકટરો માટે એક તબીબી સેમિનારનું આયોજન કિડની હોસ્‍પિટલના સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

આ સેમિનારના આયોજન અને હેતુ અંગે કિડની હોસ્‍પિટલના ર્ડા.દેસાઇએ જણાવ્‍યું હતું કે, ભારતમાં કેન્‍સરના પ્રમાણ અંગે તથા આ રોગની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટેનો છે. આ રોગને શરૂઆતમાં જ રોકવામાં આવે તો તે સહેલાઇથી મટી શકે છે તે અંગેના પગલા અને સાવચેતીઓ રાખવી જરૂરી છે.  સામાન્‍ય રીતે ૪૦ વર્ષથી મોટી ઉમરની વ્‍યકિતઓમાં પ્રોસ્‍ટેટ કેન્‍સરનો રોગ લાગુ પડતો હોય છે અને તે રોગના લક્ષણો ઝડપથી દેખાતા ના હોવાથી રોગનું પ્રમાણ શરીરમાં વધી ગયા બાદ તે દેખાય છે. જેથી લોકોમાં આવા રોગ પ્રત્‍યેની જાગૃતતા કેળવાય તે માટે ખેડા જિલ્‍લાના ૪૦થી ઉપરની વયના લોકો માટે તબીબી  ચકાસણી (કલીનીકલ કેમ્‍પ) આવનાર દિવસોમાં આયોજન કરવામાં આવશે તેમ તેઓશ્રીએ જણાવ્‍યું હતું.

આ સેમિનારમાં મોટી સંખ્‍યામાં જિલ્‍લાના તથા રાજયના તબીબો ઉપસ્‍થિત રહયાં હતાં.

 

 

 

 

નડિયાદ ખાતે વ્‍યસન મુકિત દિવસે રેલીનું આયોજન

યુવાધનને બચાવવું હશે તો વ્‍યસન મુકિત અંગે જાગૃતતા કેળવવી પડશે – મહંતશ્રી બાલમુકુન્‍દદાસજી

 

સમગ્ર વિશ્‍વમાં તા. ૩૧મી મેને વ્‍યસન મુકિત દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ખેડા જિલ્‍લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સુપ્રસિધ્‍ધ સંતરામ મંદિરના પ્રાંગણમાંથી વ્‍યસન મુકિત એ સ્‍વાસ્‍થ્‍ય પર્યાવરણ રેલીને મંદિરના મહંતશ્રી   બાલમુકુન્‍દદાસજી  એ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલીને સંબોધતા મહંતશ્રીએ જણાવ્‍યું હતું કે, વિશ્‍વનું યુવાધન વ્‍યસનના રવાડે ચડી ગયું છે. તેઓ ક્ષણિક આનંદ માટે આખી જીંદગી અને સાથે સાથે કુટુંબની પાયમાલી નોતરી રહયા છે. આવા યુવાધનને બચાવવું હશે તો વ્‍યસન મુકિત અંગે જાગૃતતા કેળવવી પડશે. આના માટે સરકારી તંત્રની સાથે સાથે સમાજ અને ધાર્મિક સંસ્‍થાઓએ પણ સહભાગી થવું પડશે તોજ આવનારી પેઢી વ્‍યસનના દાનવથી મુકત થઇ શકશે.

આ રેલીમાં ખેડા જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખાના અધિકારીઓ, કર્મચારીઓએ વિવિધ પ્રકારના વ્‍યસનો, તે વ્‍યસનોના કારણે સમાજ અને વ્‍યકિતના જીવન પર પડનારી ખરાબ અસરો જેવા અનેક સૂત્રો દર્શાવતા બેનર સાથે સૂત્રો બોલાવી વ્‍યસનમુકિત રેલી યોજી હતી.

રેલીમાં ખેડા જિલ્‍લા ગાયત્રી પરીવારના કન્‍વીનર અને પત્રકારત્‍વ ક્ષેત્રના શ્રી વિનોદભાઇ ભટ્ટે સમગ્ર રેલીનું સફળ સંચાલન કર્યુ હતું. તેઓ દ્વારા અખીલ વિશ્‍વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ  અંર્તગત ગુજરાત ગાયત્રી પરીવાર પ્રેરીત ખેડા જિલ્‍લા ગાયત્રી પરીવાર દ્વારા સ્‍વસ્‍થ વ્‍યકિત, સભ્‍ય સમાજ  અને સુસંસ્‍કૃત અને સંગઠીત રાષ્‍ટ્ર બને તેમજ વ્‍યસન મુકત ખેડા જિલ્‍લા ના નિર્માણ માટે આદરણીય ર્ડા. અનીલ જહા, કાર્ડીયાક સર્જન, મહાગુજરાત હોસ્‍પિટલ દ્વારા તેમજ સમગ્ર જિલ્‍લા માંથી પધારેલા પરીજનોએ સાથે મળીને કલેકટરશ્રીને વ્‍યસન મુકિતનું આવેદન પત્ર આપ્‍યું હતું. આ રેલીનો મુખ્‍ય ઉદે્શ વ્‍યકિત પરીવાર, સમાજ, રાષ્‍ટ્ર સમૃધ્‍ધ બને સંસ્‍કારી બને, સંગઠીત બને અને ઉત્‍તમ સ્‍વાસ્‍થય પ્રાપ્‍ત કરે તેના માટે પર્યાવરણનું રક્ષણ પણ થાય તેવા શુભ આશયથી આ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ રેલીમાં જિલ્‍લા આરોગ્‍ય શાખા, નશાબંધી આબકારી ખાતુ, વિભાબેન પટેલના રાહબર નીચે ચાલતા ભજન મંડળો સામેલ થયા હતા. જિલ્‍લા નશાબંધી સંયોજક શ્રી ગૌત્‍તમભાઇ બ્રહમભટ્ટે પણ આ રેલીને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્‍નો કર્યા હતા. નાયબ માહિતી  નિયામક શ્રી ભાવસિંહ રાઠવા  તેમજ એસીડીએચઓ શ્રી પટેલે સાથે મળીને લીલી ઝંડી અને મશાલ પ્રાગટય કરી રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી.

 

શાળા, કોલેજો તમામ કચેરીઓમાં જાતિય સતામણી વિરોધ સમિતિ હોવી ફરજીયાત  - ડૉ.તૃપ્તિ શાહ

જાતિય સતામણી વિરોધ સમિતિની બેઠક યોજાઇ

 

મધ્ય ગુજરાતની જાતિય સતામણી વિરોધ સમિતિની બેઠક વડોદરા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મહિલાઓ સાથે કામના સ્થળો પર થતી જાતિય સતામણી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

૧૯૯૭ના સુપ્રિમ કોર્ટના વિશાખા જજમેન્ટ તરીકે જાણીતા ચૂકાદાની રૂપરેખા આપતા સહિયર મહિલા સંગઠનના ડૉ.તૃપ્તિબહેનએ જણાવ્યું કે રાજસ્થાનમાં મહિલા વિકાસ કાર્યક્રમમાં કામ કરતી સ્ત્રી કાર્યકર ભંવરીદેવી જ્યારે પોતાના ગામમાં બાળલગ્નનો સામે વિરોધ ઉઠાવ્યો ત્યારે તેમને ચૂપ કરવા માટે ગામના આગેવાનો દ્વારા જાતિય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો. વિશાખા નામની સંસ્થાએ તેમને સુપ્રિમ કોર્ટ સુધી લડવામાં મદદ કરી. આથી જયારે કોર્ટ ચુકાદો બહાર પાડયો ત્યારે તેનું નામ વિશાખા જજમેન્ટ આપવામાં આવ્યું.

વિશાખા જજમેન્ટ અતર્ગત સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય લઈ તમામ કામના સ્થળો પર જાતિય સતામણી વિરોધી સમિતિ રચવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.આ ચુકાદાની જોગવાઈ તમામ સરકારી-ખાનગી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ અન્ય કામનાં સ્થળોને પણ લાગુ પડે છે. સમિતિની કામગીરી વિશે જણાવતા તેમણે કહ્યું કે સમિતિની કામગીરી કામના સ્થળો પર ફકત ફરીયાદ લેવાની કે તેની તપાસ કરવાની નથી પરતું મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સકારાત્મક અને અનુકુળ વાતાવરણનું નિર્માણ કરવાની છે.

ડૉ તૃપ્તિબહેનએ સરકારી અને ખાનગી ક્ષેત્રમાંથી આવેલા મહિલા સભ્યોને જાતિય સતામણી વિશે પ્રાથમિક માહિતી આપી હતી. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઈન, જાતિય સતામણી રોકવા માટેના ઉપાય, જાતિય સતામણી વિરોધ સમિતિની રચના અને કામગીરી, શિસ્તભંગના પગલા જેવી બાબતો પર ઉપસ્‍થિત સભ્યો સાથે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે સરકારી અને ખાનગી કચેરીઓમાં નિયુકત થયેલ જાતિય સતામણી વિરોધ સમિતિના સભ્યો, સહિયર (સ્ત્રી સંગઠન)ની બહેનો ઉપસ્થિત રહી હતી.

 

 

 

કૃષિ મહોત્સવ-૨૦૧૩

આણંદ જિલ્લામાં ૧૨૯ પશુ આરોગ્યના કેમ્પ યોજાયા

૨૩૬૯૯ પશુઓને સારવાર આપવામાં આવી

૭૯૫૫૧૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું

આણંદ

આણંદ જિલ્લામાં કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ૧૪ મે-૨૦૧૩ થી ૩૧ મે-૨૦૧૩ દરમ્યાન યોજાયલ કૃષિરથના કાર્યક્મ દરમ્યાન આણંદ જિલ્લામાં પશુપાલન અંગેના કુલ ૧૨૯ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

આ ૧૨૯ પશુ સારવાર કેમ્પ જિલ્લાના ૨૫૦ ગામડાઓ ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં ૮૬૦૮ પશુપાલકો પોતાના પશુઓ સાથે હાજર રહ્યા હતા. જેમાંથી ૫૩૦૧ પશુઓને મેડીકલ સારવાર આપવામાં આવી  હતી. ૧૬૬ પશુઓને સર્જરી કરવામાં આવી ,૬૫૨૬ પશુઓને ગાયનેકોલોજીસ્ટની સારવાર આપવામાં આવી હતી. આમ, કુલ- ૨૩૬૯૯ પશુઓને સારવાર આપવામાં આવી તથા ૭૯૫૫૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું  હોવાનું નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા જણાવાયું છે.

 

આણંદ જિલ્લાના બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ ફાર્મર એવોર્ડ એનાયત કરાયા

દરેક ગ્રુપને રૂા.૧૦ હજારના ચેક આપી સન્માનિત કરાયા

આણંદ

કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત આણંદ જિલ્લામાં કાર્યરત બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપને રૂા.૧૦,૦૦૦/-ના ચેક આપી પ્રોત્સાહિત કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.  આ અન્વયે કૃષિ મહોત્સવ-૨૦૧૩ કાર્યક્રમના સમાપન સમયે આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગીતાસિંધ અને કલેકટરશ્રી ડો.કુલદીપ આર્ય તથા મહાનુભાવોના હસ્તે  ખંભાત તાલુકાના રાલજ ગામે યોજાયેલ કૃષિ મહોત્સવ-૨૦૧૩ના સમાપન  સમારોહમાં જિલ્લાના ૧૦ બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ ફાર્મર એવોર્ડમાં રૂા.૧૦,૦૦૦/-ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ખેડૂત વિકાસ મંડળ ગ્રુપ-ઓડ, હળધરી ગ્રુપ- નાવલી, આરાધના ખેડૂત મંડળ- તારાપુર, પ્રગતી ખેડૂત મંડળ-આમલીયારા,શ્રી રામ ખેડૂત મંડળ-  દુગારી, સંજીવની ગ્રુપ- શેખડી, દિવ્યા ગૃપ-શેખડી, શ્રી ઓમ શાંતિ મહિલા પશુપાલન- પલોલ, નેજા યોગેશ્વર કૃષિ મંડળ- નેજા  અને જયઅંબે ગ્રુપ- આસોદરને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

તાલુકા કક્ષાના આત્મા બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ વિજેતાઓનું

 સન્માન કરતા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગિતાસિંધ

આણંદ

આણંદ જિલ્લામાં યોજાયેલ કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત આજે ખંભાત તાલુકાના રાલજ ગામે કૃષિ મહોત્સવનો સમાપન સમારંભ  યોજાયો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગીતાસિંધ, જિલ્લા કલેક્ટરશ્રી ડો.કુલદીપ આર્ય અને મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાના આત્મા બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ વિજેતાઓને રૂા. ૧૦ હજારનો ચેક, ટ્રોફી, પ્રમાણપત્ર અને  શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં સોજીત્રા તાલુકાના પલોલ ગામના ભરતસિંહ પરમારને સજીવ ખેતી માટે, સોજીત્રાના મનોજભાઇ પરમારને ધાન્ય અને રોકડીયા પાકોની ખેતીમાં ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવા માટે, ઉમરેઠ તાલુકાના ભાટપુરાના કીન્નાબેન પટેલને આદર્શ પશુપાલન, બેચરી ગામના ગીરીશભાઇને મગફળીની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન મેળવવા, બોરસદ તાલુકાના ઝારોલાના સંદીપભાઇ પટેલને  આદર્શ પશુપાલન, આણંદ તાલુકાના બોરીયાવીના કનુભાઇ પટેલને ઓર્ગેનીક ખેતી માટે, નાવલી ગામના પ્રિતેશભાઇ પટેલને કોબીજ પાકનું  ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે તથા આંકલાવ તાલુકાના મુજકુવાના પઢિયાર દિનેશભાઇને ધંઉના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

આણંદ તાલુકાના ૪૫ ગામના રહીશો માટે ખાસ તાકીદ

નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા અનુરોધ

આણંદ

આણંદ તાલુકામાં સમાવિષ્ટ ૪૫ ગામોના રહીશોએ નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે વર્ષ ૨૦૧૦માં રેશનકાર્ડ ધારકોની જુના રેશનકાર્ડ મુજબ ફોર્મ-૧ની ડેટા એન્ટ્રી કરવામાં આવેલ છે. આ ડેટા એન્ટ્રીની કામગીરી થયેલ હોઇ નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાના થાય છે.

આણંદ તાલુકાના ૪૫ ગામોના રહીશો જેમણે નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવેલ નથી તેમણે દિન-૭ માં નવી કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી (પુરવઠા શાખા) ખાતે ફોટો ફીંગર પ્રિન્‍ટ આપી જુનુ રેશનકાર્ડ જમા કરાવી નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા મામલતદારશ્રી ગ્રામ્ય, આણંદની યાદીમાં જણાવાયું છે.

જે ગામના રહીશો નવીન બારકોડેઠ રેશનકાર્ડ મેળવવા માટે નહી આવે તેમનું ઓનલાઇન રેશનકાર્ડ રદ કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત નવા બારકોડેડ રેશનકાર્ડ લેવા આવો ત્યારે તમામે જુનુ રેશનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સાથે લાવવા જણાવવામાં આવ્યું છે.

 

અનુસુચિત જાતિની કન્યાઓ જોગ

વલ્લભ વિઘાનગર ખાતે નવી છાત્રાલય શરૂ

વિનામૂલ્યે રહેવા-જમવાની સગવડ મળશે

આણંદ –

આગામી જૂન-૨૦૧૩ થી અનુસુચિત જાતિની  કન્યાઓ માટે વલ્લભ વિઘાનગર ખાતે ૫૦ કન્યાઓની માન્યતા ધરાવતી રહેવા તથા જમવાની સુવિધા સાથેની નવી કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવનાર છે. કન્યા છાત્રાલયમાં એડમિશન મેળવવા માટે કોઇ આવક મર્યાદા રાખવામાં આવેલ નથી. અનુસુચિત જાતિની કન્યાઓ ધો.૧૧,૧૨, સ્નાતક, અનુ-સ્નાતક કે પી.ટી.સી. માં અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ ફોર્મ મેળવવા માટે તથા વધુ વિગત માટે સરકારી કન્યા છાત્રાલય, મહેશ્વરી  પેલેસ પાછળ, જી.સેટ.કોલેજ રોડ, વલ્લભ વિઘાનગર અથવા જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં.૨૨૯, ડી.એસ.પી.ઓફિસ સામે,આણંદનો રૂબરૂ કે ટેલીફોન નં.૦૨૬૯૨-૨૬૦૪૩૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

ખંભોળજના નિરલ કનુભાઇ પટેલે ૧૩ લાખની સબસીડી મેળવી

ઇઝરાયલી કલર કેપ્સીકમ અને ટામેટાની ખેતી દ્વારા ૧૦.૬૦ લાખની આવક મેળવી

આણંદ

વાત છે ખંભોળજના નિરલ કનુભાઇ પટેલની.  નિરલ પટેલ આત્મા પ્રોજેક્ટ્માં ગ્રુપ લીડર તેમજ ફાર્મસ્કુલ સંચાલક તરીકે કામ કરૂ છે. તેઓએ આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ યુનિવર્ષિટીના વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહી ખેતરમા એક એકર ફર્ટિગેશન અને ક્લાઇમેટ કંટ્રોલ ઓટોમાઇઝ ગ્રીન હાઉસ બનાવેલ છે. જેમાં ગયા વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં ઇઝરાઇલની ઝીલ કંપનીના કલર કેપ્સીકમ કરેલ હતા. જેમાથી ૪૦ ટન ઉત્પાદન મળેલ,  તેનો કુલ ખર્ચ રૂા.૩,૦૦,૦૦૦/ એક બીજની કિંમત દશ રૂપિયા છે, તે બાદ કરતાં રૂ. ૬૬૦૦૦૦/-ની ચોખ્ખી આવક નફો થયેલ છે, તેમજ ૮ ગુંઠા નેટ હાઉસમાં ઇઝરાઇલની ઝીલ કંપનીના ટામેટાનું ઉત્પાદન ૫૦૦ મણ લીધેલ છે, જેનો રૂા. ૨૫૦૦૦/-ખર્ચ (એક બીજની કિંમત રૂપિયા ત્રણ બાદ કરતા  રૂ.૭૫૦૦૦/-ની ચોખ્ખી આવક  નફો થયેલ છ,ે જે છોડની ઉંચાઇ ૧૭ ફુટ સુધી ડેવલોપ કરેલ છે ,જેને સ્વર્ણિમ ગુજરાત રક્ષાશક્તિ કાર્યક્રમ હેઠળ કૃષિ પ્રદર્શનમાં તેમજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રદર્શનમાં મુકેલ હતો. ગ્રીન હાઉસ અને નેટ હાઉસની ખેતી ખેડૂતો માટે ઘણીજ લાભદાયક છે એક એકર ગ્રીનહાઉસ બનાવવા પાછળ  રૂા.૩૩,૦૦,૦૦૦/-નો ખર્ચ થયેલ છે જેમાં  બાગાયત ખાતા તરફથી સંકલ્પ પત્ર યોજનામાં રૂા.૧૩,૦૦,૦૦૦/- સબસીડી મળેલ  છે.

 

આઇબીએનએમ જેવી ઇનોવેટીવ ટેકનોલોજીની સમજ કેળવી પીપળાવના હર્ષદભાઇએ  તડબુચ, કલકત્તી તમાકુ અને ટામેટા જેવા પાકોમાં બમણું ઉત્પાદન મેળવ્યું

આણંદ –

આણંદ આત્મા પ્રોજેકટ હેઠળ ખેડૂતોને નવીન તાંત્રિકતાઓ અને આઈબીએનએમ જેવી ઈનોવેટીવ ટેકનોલોજીની સમજ, તાલીમ સાહિત્ય  નિદર્શન અને રાજયના ખેડૂતો અ૫નાવતા થયા છે. ત્યારથી ખેડૂતોને એકમ વિસ્તારમાંથી વધુ ઉત્‍પાદન મળતા હવે ઓફ સીઝનમાં વધુ ભાવ મળે તે હેતુથી નવીન પાકો કરતા થયા છે. આવી જ રીતે, સોજિત્રા તાલુકાના  પી૫ળાવ ગામના યુવા ખેડૂત  હર્ષદભાઈ રાવજીભાઈ ૫ટેલ, ગયા વર્ષે કલકત્તી તમાકુ 1 વિઘે ૬૫ મણ વિક્રમજનક ઉત્પાદન અને હા.ટામેટી પાકિસ્તાન અને દુબઈ ખાતે નિકાસ કરી આર્થિક રીતે સઘ્ધર થતા તેઓનું ફાર્મ આજે એક ખેતીશાળા સમાન બની ગયુ છે.

આણંદ આત્મા પ્રોજેકટ તથા કૃષિ. યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ  તેઓએ સાહસ કરી ૩ વિઘા માં હા.તડબૂચની ખેતી રમઝાન માસમાં વધુ ભાવ મળે તેવુ આયોજન ગોઠવી વિશાલા, કિરણ અને રેણુકા હા.તડબૂચનું બીજ ૪૫૦ ગ્રામ ખરીદયું અને ૩ વિઘામાં ડ્રી૫, મલ્ચીંગ, આઈબીએનએમ ટેકનોલોજી બરા ૪૫૦૦ છોડમાંથી છોડ દીઠ ૮ કિલો વજન મળતા કુલ ૩૬,૦૦૦ કિલોના તડબૂચ થયા, જેનો ભાવ રમઝાન હોય રૂા.૧ર/- ­તિ કિલો વેચાણ કરતા રૂા.૪,૩ર,૦૦૦/-ના તડબૂચની આવક થઈ અને ખર્ચ રૂા.૯૦,૦૦૦/- બાદ કરતા ચોખ્ખો નફો રૂા.૩,૪ર,૦૦૦/- થયો જે ચાલુ વર્ષે વરસાદ ખૂબ ઓછો થયો તેમ છતા આવી ઉત્તમ ટેકનોલોજી અ૫નાવી યુવા ખેડૂતો ખેતી કરતા થઈ ગયા છે. આજ રીતે, આત્મા ­પ્રોજેકટ તથા કૃષિ યુનિવર્સિટી સાથે જોડાઈ તમે ૫ણ આવા જ પાકોનુ ઉત્‍પાદન કરી, આર્થિક રીતે સઘ્ધર બની શકો છો.

તેઓએ કલકત્તી તમાકુ જી.સી.ટી.-રનું ધરૂવાડીયુ તૈયાર કરી, બીજ ૫ુુખી દીધુ. ધરૂવાડીયામાં દિવેલીખોળ, યુરીયા, એમોનીયમ સલ્ફેટ, રેડોમીલ, વનસ્૫તિજન્ય વનવૃબ્નિો વ૫રાશ કરી તંદુરસ્ત ધરૂ તૈયાર કરેલ હતુ અને ફેર રો૫ણી બે ચાસ વચ્ચે ૩૦ ઈંચ અને બે છોડ વચ્ચે ૧૫ થી ૧૭ ઈંચ (સવા ફૂટે ડ્રી૫ આવે તે રીતે)ના અંતરે કરી હતી. તમાકુના ધરૂને ફેર રો૫ણી કરતા ૫હેલા જરૂર પુરતા પાણીમાં ર કિલો વનવૃબ્વિેટેબલ પાઉડર ઓગાળી ધરૂના મૂળને આ ફાવણમાં ડી૫ (બોળી) કરી રો૫ણી કરેલ હતી. આ માવજતથી છોડના મૂળને સંપૂર્ણ કુદરતી બાયોપોષણ મળતા, તંતુમૂળનો વિકાસ થતા બધા જ છોડ ફેર રો૫ણીમાં ચોંટી ગયા અને નહીંવત ખાલા જોવા મળેલ, જેથી છોડની પુરતી સંખ્યા જળવાઈ રહેલ હતી. ફેર રો૫ણી ૫છી મેં ડ્રી૫ ૫બ્તિ બરા ૩ વિઘામાં રાસાયણિક ખાતરો, આઈબીએનએમનુ  ફાવણ (એટલે કે ર૦૦ લી.૫ાણીમાં ૧૫ કિલો ગાયનુ છાણ, ૧૦ લી. ગૌમુત્ર, ર કિલો ગોળ, ર લી. છાશ, ર કિલો લોટ, 1 કિલો વડના ઝાડ નીચેની માટી અને ૪૦૦ ગ્રામ વનસ્૫તિજન્ય વનવૃબ્ પાવડર નાંખી, ડ્રમ છાંયડે મૂકી દરરોજ સવાર-સાંજ હલાવેલ અને ૬ થી ૭ દિવસ ૫છી તૈયાર થતુ ફાવણ ગાળીને વા૫રવું), સલ્ફર અને સુ૧મતત્વોનો વ૫રાશ કરેલ. આ વિસ્તારમાં અન્ય ખેડૂતોને 1 વિઘે ફકત ૩૫ મણ (૭૦૦ કિલો) ઉત્‍પાદન મળેલ હતું. ડ્રી૫ અને આઈબીએનએમ ફાવણના વ૫રાશથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્‍પાદન મેળવ્યુ  છે..

ડ્ર્રી૫માં ઈનોવેટીવ ખેત જરૂરીયાતોના વ૫રાશથી તમાકુનો વિકાસ, પાનની તંદુરસ્તી, લીલાશ, જાડાઈ અને ૫હોળાઈ સાથે ચમક ગજબની હતી. ૫ાનમાં ­પ્રકાશ સંશ્લેષણની કિ્રયા વધુ થતાં કાર્બોદિત ૫દાર્થનુ ­પ્રમાણ વધારે જેથી તમાકુ વધુ ગુણવત્તાવાળી બનતા વે૫ારીઓને ખૂબ જ ૫સંદ ૫ડતા વધુ ભાવે મેળવી શકયા હતા. ડ્રી૫થી ઉર્જા/વિઘુત, પાણીની બચત થઈ, જીવાતો ઓછી આવી. આઈબીએનએમના ફાવણથી છોડના મૂળનો જથ્થો વધતા, મૂળના અગ્રભાગ બરા નિકોટીનનું ૫રિવહન, પાનમાં વધતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્૫ાદન સાથે રાસાયણિક ખાતરોની બચત અને જમીન બગડતી અટકાવી શકયો. મને ડ્રી૫ અને આઈબીએનએના ફાવણની સમજ ન હતી. તે ૫હેલા જે તમાકુની ખેતી હું કરતો હતો, તેમાં ૩ વિઘામાં ર૦ ગુણ યુરીયા ખાતર વા૫રતો હતો. આ ઈનોવેટીવ ટેકનોલોજીથી મેં યુરીયા ખાતર ૮.૫ ગુણ (૪ર૫ કિલો) રૂા.ર૧૪ર/-ની બચત કરી. મારી જમીનનો પી.એચ.૮ અને પાણીનો ટીડીએસ ૧૮૦૦ હોવા છતાં, ખર્ચ ઘટાડી, વિક્રમજનક ઉત્‍પાદન મેળવ્યું.

પીપળાવના ખેડુતની આ ખેતીનુ નિદર્શન ખેડૂતો ફિલ્ડ ઉ૫ર જોઈ શકે તે હેતુથી આત્મા પ્રોજેકટ અને આણંદ કૃષિ યુનિવર્સિટી બરા વૈજ્ઞાનિકોની હાજરીમાં ફિલ્ડ મુલાકાત અને ખેડૂત શિબિરનું આયોજન હા.ટામેટી અને કલકત્તી તમાકુ ઉ૫ર ગોઠવેલ, જેમાં ૪૦૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. હા.ટામેટાની ખેતીમાં ૫ણ ઉ૫ર મુજબ ખેત જરૂરીયાત વા૫રી વધુ ઉત્‍પાદન સાથે ટામેટા વેપારી મારફત પાકિસ્તાન, દુબઈ નિકાસ કરેલ હતા. ખરીફમાં ઓફ સીઝનના હા.તડબૂચ ૫ણ ડ્રી૫, મલ્ચીંગ અને આઈબીએનએમના ફાવણના ઉ૫યોગથી વધુ ઉત્‍પાદન સાથે વધુ નફો મેળવેલ. તેઓની આ સાહસિકતાના ૫રિણામ સ્વરૂપે કૃષિ મહોત્સવ-ર૦૦૯માં મને કૃષિના ઋષિ તરીકે આણંદ ખાતે રાજય સરકાર બરા માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સન્માન મળેલ. આ ઉ૫રાંત, ૧૫ મી ઓગસ્ટ, ર૦૧૦ના રોજ માન. કૃષિ મંત્રી દિલી૫ સંઘાણીના વરદહસ્તે સરદાર ૫ટેલ એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવેલ. તેમજ ચાલુ વષૅ આત્મા ­પ્રોજેકટ ,આણંદ જીલ્લા લેવલે પણ તેમના ગ્રુ૫ને બેસ્ટ ફામૅર ગ્રુ૫નો એવોડૅ મળેલ છે.

ખેતીમાં ટેકનોલોજી અપનાવી નફો રળતા બેચરી ગામના ભગવતભાઇ પટેલ

આણંદ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભગવતભાઇ નારણભાઇ પટેલની આ વાત છે. તેઓ આજથી ત્રણ વર્ષ પહેલા વર્ષોથી  ચાલી આવતી ચીલા ચાલુ ખેતી પધ્ધ્તિ અપનાવતા હતા. ખેતી ઉત્પાદન સારુ આવતુ નહોતુ. કયારેક રોગજીવાતનો પ્રશ્ન હોય તો કયારેક ખરાબ બીયારણ હોય પરંતુ જયારથી આત્મા પ્રોજેકટમાં જોડાયા ત્યારથી તેના દ્વારા ચાલતી વિવિધ વિસ્તરણથી વાકેફ થયા, ઉતરોતર તેમની ખેતી તેમજ પશુપાલનમાં ધણી પ્રગતિ થઇ. એફ.આઇ.જી. ગ્રુપમાં જોડાયા બાદ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે તાલીમ મેળવી, જેનાથી જમીનનુ પૃથ્થકરણ કરાવવુ, ટપક પધ્ધતિ અપનાવી, વધુ ઉત્પાદન આપતી હાઇબ્રીડ બિયારણની જાતોની  વાવણી કરવી,બિયારણને વાવતા પહેલા બીજને જૈવિક કલચરનો પટ આપવો, રાસાયણિક ખાતરનો ખેતીમા વપરાશ ધટાડીને સેન્દ્રિય ખાતર, વર્મીકંપોસ્ટ જેવા જમીન સુધારક ખાતરોનો વપરાશ કરવો. ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો ખેતી ખર્ચમા ધટાડો કરવાની માહિતી મેળવી ખેત ઉત્પાદનમાં અનેક ધણો વધારો કર્યો, તેવી જ રીતે બહેનોના જુથોએ પણ પશુપાલનની તાલીમ મેળવી સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં વધારો થયો અને પશુપાલક બહેનાના કુટુબનું આર્થિક જીવન ઉંચુ આવ્યું અને માસિક બચત કરતા થયા. ગત વર્ષે ચોમાસું ડાંગરમાં ૩૬૪૦ કીલો ઉત્પાદન મેળવી ચોખ્ખો નફો રૂા. ૩૫૯૦૫/- મેળવ્યો હતો.

આત્મા પ્રોજેકટના ૧૪ એફ આઇ જી ગ્રુપમા બનેલ છે. જેમા  ૮ ગ્રુપ ખેતીના અને ૬ ગ્રુપ પશુપાલનના છે. એમ અમારા ગામમા આત્મા પ્રોજેક્ટમા  ૧૯૫ ખેડૂત સભ્યો જોડાયેલા છે અમારી એફ આઇ જી ગ્રુપની માસિક ખેડૂત મીટીગમા ખેડૂતોને સીઝનવાર વાવવામા આવતા પાકોની માહિતી બેન્કોની ખેતી વિષયક ધિરાણની જાણકારી અને  ખેતીવાડી ખાતા તરફથી વિવિધ સહાય યોજનાઓની જાણકારી આપવામા આવે છે.

સમગ્ર દેશમા સૌપ્રથમ વખત આણંદ જીલ્લામાં સ્વર્ણિમ કૃષિ મહોત્સવ ૨૦૧૦ દરમ્યાન તમામ બેચરી ગામની સરદાર કિસાન ક્લબ રાજય લેવલે બેસ્ટ ફાર્મસ ક્લબનો એવોર્ડ માનનીય કૃષિ મંત્રીશ્રી હસ્તે મળેલ હતો.

 

બિન વારસી લાશના વાલી વારસો સંપર્ક કરો

આણંદ –

આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા મુજબ તા.૨૨-૫-૨૦૧૩ના રોજ  બપોરે ૧૩-૦૫ કલાકે એક હિન્દુ માણસ આણંદ રેલ્વે ગોદી ,તુલસી ગરનાળા પાસે કુદરતી રીતે મરણ પામેલ હાલતમાં મળી આવેલ છે. જેની ઉમર  આશરે ૪૫ વર્ષ ,રંગે શ્યામ, ઉચાઇ ૫.૫ ફૂટ, શરીરે જાબલી રંગનું સફેદ પટ્ટા વાળી ટી શટર્, સલેટીયા રંગનું પેન્ટ પહેરેલ છે. આ મૃતકના વાલી વારસોએ આણંદ રેલ્વે પોલીસ સ્ટશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

સાપુતારા ખાતે સમર ફેસ્‍ટીવલ-૨૦૧૩ સંપન્ન રાજ્‍યના એકમાત્ર ગિરીમથક સાપુતારાના વિકાસ માટે વહીવટી તંત્ર કટીબધ્‍ધ.. - કલેકટર જી.આર.ચૌધરી..

રાજ્‍યના એકમાત્ર ગિરીમથક સાપુતારા ખાતે છેલ્લા ૧૧ દિવસથી ચાલતા સમર ફેસ્‍ટીવલ-૨૦૧૩ નો સમાપન સમારોહ જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચૌધરી, હોટલ એસોશીયેશન ના પ્રમુખશ્રી બલવંત પઠારે તેમજ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

સહેલાણીઓના આકર્ષણ માટે રાજ્‍ય સરકારશ્રી દ્વારા વર્ષભરમાં ત્રણ મહોત્‍સવ યોજાય છે. તે પૈકી ૨૦ મેથી શરૂ થયેલા આ ગ્રીષ્‍મ મહોત્‍સવમાં દરરોજ ખૂબ જ આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકડાયરો,નાટક,હાસ્‍ય દરબાર,બુગી-વુગી વિનર ક્રિએટીવ ડાન્‍સ,અંતાક્ષરી, સ્‍થાનિક લોકનૃત્‍યો,જુનિયર વોલીવુડ કલાકારો અને છેલ્લા દિવસે સુભાષ એન્‍ડ પાર્ટી-વલસાડ દ્વારા ઓર્કેષ્‍ટ્રા ના કાર્યક્રમે સહેલાણીઓને મનભરી ડોલાવ્‍યા હતા.  સમાપન સમારોહમાં સહેલાણીઓને સંબોધતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૈાધરીએ જણાવ્‍યું હતું કે રાજ્‍યના એકમાત્ર ગિરીમથકના બ્‍યુટીફિકેશન માટે સરકારશ્રી તત્‍પર છે. સાપુતારાના દરેક સ્‍થળો પ્રવાસીઓ માટે યાદગાર સંભારણુ બની રહે તે માટે વહીવટી તંત્ર કટીબધ્‍ધ છે. વહીવટી વિભાગ અને હોટલ એસોશિયેશન દ્વારા પ્રવાસીઓની સુવિધાઓ માટે સુચારૂ પ્રયાસ કરાશે.નોટીફાઈડ એરિયાની કચેરીમાંથી પ્રવાસીઓને તમામ સ્‍થળોની માહિતી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. સ્‍થાનિક લોકોની જનભાગીદારીથી  માટે  રોજગારીની તકો ઉપલબ્‍ધ બની રહેશે.  

હોટલ એસોસિયેશનના પ્રમુખ શ્રી બલવંત પઠારેએ જણાવ્‍યું હતું કે કુદરતના ખોળે વસેલુ સાપુતારા હવાખાવાનું સુંદર સ્‍થળ છે. અહીંનું રમણિય વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. સાપુતારાના વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જે પૈકી નવા તળાવ, ગવર્નર હિલ, સનસેટ પોઈન્‍ટ, ઈકો પોઈન્‍ટ જેવા અનેક સ્‍થળોના વિકાસથી સહેલાણીઓની સંખ્‍યામાં વધારો થયો છે.

સમર ફેસ્‍ટીવલના સમાપન પ્રસંગે ચીફ ઓફિસરશ્રી એન.એ.રાજપૂત,નાયબ મામલતદાર રાજુ પંચાલ, સાપુતારા હોટલ ના નટુમામા, જયપાલ કરાશી,ભરત ઠક્કર, શેખ અહમદ,દેવેન્‍દ્ર પાંડે,નવીન પટેલ,પુરૂષોત્તમ પટેલ,સેજલના ડી.એમ.કાઠીઆ સહિત મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

 

 

કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય ખેડૂતોને જાય છે - જિલ્લા કલેકટરઃ ડૉ.વિક્રાંત પાંડે

પારડી તાલુકાના નામધા ખાતે કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહમાં ૬૯ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું

વલસાડઃ રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતા કૃષિ મહોત્‍સવના કારણે ખેડૂતો કૃષિક્ષેત્રનું વ્‍યાપક માર્ગદર્શન મળતા ખેડૂતો આધુનિબ ઢબે ખેતી કરતા થયા છે. રાજયના કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય રાજયના મહેનતકશ કૃષકોના ફાળે જાય છે. એમ, વલસાડના જિલ્લા સમાહર્તા ડૉ. વિક્રાંત પાંડેએ પારડી તાલુકાના નામધા ખાતે યોજાયેલા કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહ દરમિયાન જણાવ્‍યું હતું.

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતા અમૂલ્‍ય માર્ગદર્શન અને રાજય સરકારની પ્રોત્‍સાહક કૃષિ નીતિને કારણે આજે રાજયના નાના અને સીમાંત ખેડૂતો પણ સફળતાપૂર્વક વળતરદાયક ખેતી કરી રહ્યા છે એમ જણાવી ડૉ. પાંડેએ કપરાડા અને ધરમપુર તાલુકામાં કરવામાં આવતી કાજુની ખેતી અને જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવતી ફુલોની ખેતીની પણ સરાહના કરી હતી.

વધુમાં કલેકટરશ્રીએ રાજય સરકારના સોઇલ હેલ્‍થ કાર્ડના અભિગમની સમજ આપતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારનો અભિગમ માત્ર લેબોરેટરી પુરતો સીમીત ન રહેતા ખેડૂતોના ખેતર સુધી પહોંચ્‍યો છે. સોઇલ હેલ્‍થ કાર્ડના માધ્‍યમથી ખેડૂતોને તેમની જમીનની તંદુરસ્‍તીની જાણકારી મળી રહે છે એમ જણાવી તેમણે જિલ્લાના કૃષકોને વૈવિધ્‍યપૂર્ણ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્‍યું હતું કે, તા. ૧૪મી મેથી શરૂ થયેલા આ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન પચાસ હજાર ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, ૬૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને કૃષિ કીટ, ૨૩૦૦ ઉપરાંત લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ અને ૨૫૦૦૦ ઉપરાંત પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

માજી મંત્રી ડૉ. કે.સી.પટેલે વલસાડની ઓળખ સમી હાફુસના ઘટતા ઉત્‍પાદન અંગે ચિંતા વ્‍યકત કરી હતી. તેમણે હાફુસના ઘટતા ઉત્‍પાદનના કારણોની યોગ્‍ય તપાસ કરી આ સમસ્‍યા સમયસર છુટકારો મળે એવા પગલા ભરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

પારડી વિસ્‍તારના અગ્રણી શ્રી નગીનભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી વલસાડ જિલ્લાના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. ઉપરાંત તેમણે તેમના વિસ્‍તારના ખેડૂતો ખેતી કરવા માટે ખુટતી કડીઓ યોગ્‍ય સમયે પુરી થાય એ માટે ઘટતું કરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન પારડી તાલુકા પંચાયતના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક સર્વશ્રી ડૉ.એન.એમ.શાહે આંબાવાડી અંગે અને ડૉ. એસ.એલ.ચાવડાએ પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. પ્રગતિશીલ ખેડૂતો સર્વશ્રી અમૃતભાઇ અને મનુભાઇએ શાકભાજીની ખેતી અને ખુશરોભાઇએ અધ્‍યાતિમક ખેતી અંગે તેમના અભિપ્રાય વ્‍યકત કર્યા હતા. ગુજરાત ગ્રીન રિવોલ્‍યુશન કંપનીના પ્રતિનિધિએ ડ્રીપ ઇરિગેશન અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાહર્તા સહિતના મંચસ્‍થ મહાનુભાવોએ નામધા, ચંડોર અને કુંતા ગામના ૫૪ લાભાર્થીઓને ખેતીવાડી વિભાગ અને ૧૫ લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પશુ આરોગ્‍ય મેળામાં ૧૮૭ પશુઓની સારવાર અને ૩૦૫ પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલ જાદવ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી સી.ડી.ચૌધરી, ઇન્‍ચાર્જ નાયબ ખેતી નિયામક શ્રી ગાબાણી, મદદનીશ ખેતી નિયામક શ્રી ગરાસિયા, તાલુકા પંચાયતના સદસ્‍યો, સ્‍થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ભરૂચઃ

કૃષિક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવી જરૂરી.

ખેડૂતોને કૃષિ કિટ્‍સ વિતરણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચ જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન.

ભરૂચઃ ગામડાંનો સર્વાંગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી  અઢાર હજાર  ઉપરાંત ગામડાઓના કિસાનોને આર્થિક સમૃધ્‍ધ બનાવવા તેમજ કૃષિક્ષેત્રમાં આધુનિક ખેત પધ્‍ધ્‍તિનો અને સુધારેલ ઓજારોની કૃષિ વિષયક જાણકારી મેળવી કિસાનોની આવક બમણી કરવાના અભિગમ ધ્‍વારા રાજય સરકારે કૃષિ મહોત્‍સવનું આયોજન કર્યું છે. જેના ધ્‍વારા કિસાનોની આર્થિક સમૃધ્‍ધિમાં વધારો થશે. તેમ જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમના સમાપન પ્રસંગે જણાવ્‍યું હતું.

ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનો ભાર મુકતાં કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે પ્રવર્તમાન રાજય  સરકારે છેલ્લા આઠ વર્ષથી કૃષિમહોત્‍સવનું આયોજન કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે શકિતમાન બનાવવા અથાગ પ્રયાસો આદર્યા છે. જેના લીધે ખેડૂતોને ઘર આંગણે કૃષિ વૈજ્ઞાનિકો ધ્‍વારા નવીન ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળવાથી ખેડૂતોને લાભ થયો છે. તેમણે ઉમેર્યુ હતું કે કૃષિમહોત્‍સવને લીધે ગામડાઓ કૃષિક્ષેત્રે ધબકતા અને ચેતનવંતા થયા છે, ખેડૂતોમાં જાગૃત્તત્તા આવી છે. રાજય સરકારના અવનવા પ્રયોગને કારણે ગુજરાત વિકાસના તમામ ક્ષેતોમાં અગ્રેસર રહી દેશના અન્‍ય રાજયોને ચાલકબળ બની રહયું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે.

ગામડાઓના વિકાસ માટે રાજય સરકારની કટિબધ્‍ધતા દોહરાવતા ખેડૂતોના ઘર આંગણે કૃષિ જાણકારી મળી રહે તે માટે રાજય સરકારે કૃષિમહોત્‍સવનું અભિયાન હાથ ધર્યુ છે. જેનો લાભ લઇ આત્‍મનિર્ભર બનવા પર ભાર મૂકી ખેડૂતોને ડ્રીપઇરીગેશન પધ્‍ધતિ અપનાવી ધાર્યુ ઉત્‍પાદન મેળવવા શિખ આપી હતી. તેમણે કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન દરેક ગામમાં કૃષિ તજજ્ઞો ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પધ્‍ધ્‍તિ વિશે માહિતગાર કરવામાં આવશે જે ભવિષ્‍યમાં ફાયદાકારક સાબિત થશે તેમ જણાવી કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષિ

મહોત્‍સવના સફળ આયોજનના લીધે ગુજરાત રાજયમાં કૃષિ ઉત્‍પાદન હાંસલ કર્યું છે. આ અવસરે કલેક્‍ટર આદ્રા અગ્રવાલે જરૂરીયાતમંદ ખેડૂતોને કૃષિ કિટ્‍સનું વિતરણ ર્ક્‍યું હતું. જિલ્લા માહિતી કચેરી - ભરૂચ ધ્‍વારા ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળે તે માટે પૂર્વિ સેવા ટ્રસ્‍ટ, અમદાવાદ ધ્‍વારા ધરતીનો છોરૂ અંગે નાટક તેમજ ભરૂચના કલાકાર ધ્‍વારા લોકડાયરા થકી સમજણ અપાઇ હતી.  

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી હિતેષ કોયા, પ્રાંત અધિકારીશ્રી જે.બી.દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.ડી.ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જયંતિભાઇ પટેલ, બાગાયત અધિકારીશ્રી, વાંસી ગામના સરપંચશ્રી સલીમભાઇ તેમજ સંબંધિત ખાતાના અમલીકરણ અધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામજનો, કિસાનો, મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં. 

ખેતીવાડી, બાગાયત, આરોગ્‍ય અને ગ્રામ વિકાસના પ્રદર્શનને નિહાળતા કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ ખેડૂતો વૈજ્ઞાનિક ખેત પધ્‍ધતિ અપનાવી ધાર્યું ઉત્‍પાદન મેળવી આર્થિક સમૃધ્‍ધ થાય તેમજ રાજ્‍યના કૃષિ વિકાસમાં સહભાગી બને તેવા આશયથી ભરૂચ જિલ્લાના તાલુકા પંચાયતની બેઠકોના ગામોમાં કૃષિ મહોત્‍સવનું આયોજન કરાયું હતું. આજ રોજ ભરૂચ જિલ્લાના કુરલા ગામે જિલ્લા કક્ષાના કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સમાપન થયો હતો.

છેલ્લા આઠ વર્ષથી રાજ્‍ય સરકાર ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી આમુલ પરિવર્તન લાવે તેવા પ્રયાસો કરવામાં આવ્‍યાં હતા. જેના પરિણામ સ્‍વરૂપ ભરૂચ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રે અવનવી ખેતી કરી આર્થિક સમૃધ્‍ધ થયા છે. જેના પરિણામો ખેડૂતોએ મેળવ્‍યા છે. જેમાં ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન બાગાયત અને ખેતીવાડી ક્ષેત્રે વિવિધ પાકોના પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યા હતા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી ધ્‍વારા સખીમંડળની બહેનો રોજગારી મેળવતા પ્રદર્શનો અને સંકલિત બાળ વિકાસ યોજના ધ્‍વારા માતા અને બાળકોના તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય માટે પૌષ્‍ટિક આહાર તથા આરોગ્‍ય ખાતા ધ્‍વારા પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યું હતું આ પ્રદર્શનને જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે નિહાળ્‍યું હતું.

પશુ આરોગ્‍ય સારવારનું નિરીક્ષણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલું  અવિભાજ્‍ય અંગ છે ત્‍યારે પશુપાલકોને પ્રોત્‍સાહન આપવા રાજ્‍ય સરકારે અથાગ પ્રયાસો આદરવામાં આવ્‍યા જેના લીધે ગુજરાતમાં દુધ ઉત્‍પાદક ક્ષેત્રે વધારો થયો છે. 

રાજ્‍ય સરકાર ધ્‍વારા છેલ્લા આઠ વર્ષથી કૃષિ મહોત્‍સવના આયોજનને લીધે પશુઓમાં થતાં રોગોને નાબુદ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત પશુઆરોગ્‍ય મેળાઓ અને પશુ આરોગ્‍ય સારવાર શિબિરો યોજાવાને લીધે પશુઓમાં થતાં રોગો નાબુદ થયા છે. જેના લીધે દુધ ઉત્‍પાદનમાં વધારો થયો છે. ગુજરાતે દુધ ઉત્‍પાદન ક્ષેત્રે નામના મેળવી છે. પશુઓના સાર-સંભાળ અને પશુ માવજતને લીધે પશુપાલકો આર્થિક સધ્‍ધર થયા છે.

ભરૂચ જિલ્લામાં ૧૧૦૨૧૬ પશુ રસીકરણ કરાયું

ભરૂચઃ રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી  મે ૨૦૧૩ થી ૩૧ મી  મે-૨૦૧૩ દરમ્‍યાન કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે દરમ્‍યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્‍ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.

ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્‍યાન આમોદ તાલુકામાં ૧૧૨૪૭-પશુ રસીકરણ કરયું છે. જયારે ૧૭૭૧૪ વાલીયામાં, ૧૦૧૮૦ અંકલેશ્વરમાં, ૮૩૭૬ હાંસોટમાં, ૧૭૭૯૨ ભરૂચમાં, ૨૨૭૦૧-ઝઘડીયામાં, ૧૯૮૬૧ જંબુસરમાં અને ૨૩૪૫-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.

રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્‍સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.          

ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ ફળશ્રૃતિ.

ભરૂચઃ ખેડૂતોને ઘર-આંગણા સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્‌શ્‍યથી કૃષિ મહોત્‍સવ-૨૦૧૩નું પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી કૃષિ મહોત્‍સવના માધ્‍યમ ધ્‍વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાનાં અત્‍યાર સુધી તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામો ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથનામાધ્‍યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્‍યમો દ્વારા પાણીની સ્‍ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

ભરૂચ જિલ્લામાં વિવિધ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૬૦૯૫-ખેતીવાડી, ૨૯૯૮-પશુપાલનના કિટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સાથે ૭૫૩-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૧૫૯૧-સોઇલ હેલ્‍થ કાર્ડ, ૧૧૦૨૧૬-પશુ રસીકરણ, ૫૧૦-ડ્રીપઇરીગેશનના કામો, ૨૪-બોરીબંધ, ૫૧-ચેકડેમ અને ૮૦-ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૨૩૭-સેલ્‍ફ ગૃપોના કામો, ૨૪૦-સોઇલ સેમ્‍પલ, ૧૦૫-ઈ-ગ્રામ, ૫૧-સીમ તળાવ, ૧૧૨-સ્‍વચ્‍છતા અભિયાન વગેરે કામગીરી હાથ ધરવામાં હતી. આમ રથના માધ્‍યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્‍ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્‍યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્‍વારા કિસાનોને પ્રોત્‍સાહિત કરવા લોકડાયરાના કાર્યક્રમ યોજાયા હતા.

 

 

 

 

નર્મદાઃ                             

કૃષિમહોત્સવ-૨૦૧૩

પશુપાલનના વ્યવસાયમાં પાંચ " ૫ "  ની મહત્વતા સમજાવી ૧૦ થી ૧૫ ટકા દૂધ ઉત્પાદન વધારવા વટરનીટી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કેલાવાલાનો અનુરોધ

વૈજ્ઞાનિકો-તજજ્ઞો- પાસેથી મેળવેલાં ભાથાને પચાવીને હવે તેને ઉપયોગમાં લેવાનું કામ ખેડૂતોએ કરવાનું છે.

બિયારણથી આવતા કોઇપણ રોગના રક્ષણ સામે બિયારણના ઉપયોગમા સજાગતા દાખવી થાઇસમ પાવડરના ઉપયોગનું સૂચન કરતાં કૃષિ વિજ્ઞાન  સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ. જનકભાઇ રાઠોડ

નર્મદા જિલ્લાના કુમસગામે કૃષિ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

રાજપીપળા નર્મદા જિલ્લામાં છેલ્લા સત્તર દિવસથી થઇ રહેલી કૃષિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ઘૂમી રહેલા કૃષિરથ આજે તેના અંતિમ ચરણમાં નાંદોદ તાલુકાનાં કુમસગામે આવી પહોંચતાં ગ્રામજનોએ કૃષિરથના આગમનને વધાવી લઇ ખેડૂત-સભા યોજવાની સાથે આ ઉજવણીનો જિલ્લાકક્ષાનો સમાપન સમારોહ યોજાયો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામક્શ્રી ડૉ. મનસુરી, નવસારી કૃષિ યુનિવર્સીટીના વટરનરી  કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, જિલ્લાના અગ્રણીશ્રી અને અકુવાડાના સરપંચશ્રી અભિલાલભાઇ વસાવા સહિત અન્ય સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ ખુલ્લો મુકાયા બાદ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગામેગામ હાથ ધરાયેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે, કૃષિ તજજ્ઞો દ્વારા રોગ-જીવાત નિયંત્રણ, જમીન અને સિંચાઇના પ્રશ્નો અંગે કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પડાયુ છે. સાથોસાથ જરૂરી સાહિત્ય અને માહિતી પુસ્તિકા અને વિવિધ પાકોની જાણકારી માટી સી.ડી.નું વિતરણ કરાયું છે. સરકારશ્રી તરફથી જમીનની તૈયારીથી માંડીને બિયારણ, ખાતર માટે ઇનપુટ કિટ્સ, પિયત માટે પાઇપલાઇન, ઓઇલ-એન્જિન પંપ, નેટહાઉસ, ગ્રીનહાઉસ, પોલીહાઉસ માટે સહાય, જંતુનાશક દવા વગેરે માટે અપાતી સહાય, આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને જિલ્લા અને રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસ તથા ટોલ ફ્રી નંબર-૧૫૫૧ ની હેલ્પલાઇન ઉપરથી માર્ગદર્શન વગેરે જેવી કૃષિ વિકાસલક્ષી બાબતોના સવિસ્તર ખ્યાલ આપ્યો હતો.

જિલ્લાના અગ્રણીશ્રી અભિલાલભાઇ વસાવાએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રમાં પારંગતતા કેળવવા માહિતી અને અભ્યાસની જરૂરિયાત રહે છે. કૃષિ મહોત્સવ અગાઉ ખેડૂતમિત્રોને તેમના ઘરઆંગણે વૈજ્ઞાનિક ઢબની ખેત-પધ્ધતિની કોઇ માહિતી ન મળવાને લીધે કૃષિક્ષેત્રે જોઇએ તેવો વિકાસ થયો ન હતો. પરંતુ કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને સંલગ્ન અધિકારીઓ તરફથી વૈજ્ઞાનિક ઢબની ખેતી અંગે માર્ગદર્શન મળવાની સાથે તેનો ખેતીમાં ઉપયોગ કરવાથી આજે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ખેતસમૃધ્ધિની સાથે આર્થિક સમૃધ્ધિની દિશામાં પણ તેઓ આગળ ધપી રહ્યાં છે. જે કૃષિ મહોત્સવને લીધે આભારી છે.

નવસારીની વેટરનરી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો પાસેથી મેળવેલા ભાથાને પચાવીને તેને ઉપયોગમાં લેવાનું કામ હવે ખેડૂતો-પશુપાલકોએ કરવાનું છે. તેમણે ઓછાં પશુ રાખીને વધુ દૂધ ઉત્પાદન મેળવવાની જરૂરિયાત પર ભાર મુકતાં ઉમેર્યું હતું કે, પશુપાલનના વ્યવસાયમાં પશુ પસંદગી, વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાયમાં ચાફ કટરનો ઉપયોગ, પશુ પોષણમાં ગુણવત્તાયુક્ત દાણ ખવડાવવું, પશુ પ્રજનનમાં કૃત્રિમ વીર્યદાન અને પશુપેદાશમાં મૂલ્યવર્ધનની બાબતો ઉપર પૂરતી કાળજી રાખવાથી હાલમાં મેળવાતા દૂધ ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થઇ શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે બાગાયત અધિકારીશ્રી રૂષભભાઇ મકવાણાએ બાગાયતી યોજનાઓમાં ફળ-પાક, શાકભાજી, ફૂલપાક વગેરેમાં ૬૫ થી ૭૫ ટકાની સહાય ઉપરાંત ચાલુ વર્ષથી આર.કે.વી.વાય. હેઠળ ૧૫ થી ૨૫ ટકાની પ્રેરક સહાય તથા શાકભાજી માટે વેજીટેબલ કલ્સ્ટર યોજના, મીની ટ્રેક્ટર સહાય, નેટ-હાઉસ, ગ્રીન-હાઉસ, પોલી-હાઉસ વગેરેમાં મળતી સહાય અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.

 ડેડીયાપાડાના કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ.જનકભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનું અહીં સમાપન થાય છે, પરંતુ નિરંતર ચાલ્યા કરે તેવી ખેતીની વાતો કહીં પૂરી થતી નથી. ખેતીમાં થઇ રહેલાં નીતનવા સંશોધનના આવિષ્કારની સાથે ખેતરમાં તેનો ઉપયોગ અને અમલ ખૂબ જ જરૂરી છે. તેમણે ડાંગરમાં થતાં ધાભમારાથી બચવાના ઉપાયો, ધરૂવાડીમાં ૧૫ દિવસે દવાનો છંટકાવ કરવા, કપાસના પાકમા મીલીબગ્સથી સજાગ રહેવા, શાકભાજીમાં જી.ટી.-૧ નું બિયારણ વાપરવાનો અનુરોધ કરતાં ઉમેર્યુ હતું કે, એટલે બિયારણની પસંદગી અને તેનો ઉપયોગમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે. તેમણે થાઇસમ પાવડર દરેક ખેડૂતને પોતાના ઘરમાં રાખવા અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવા આગ્રહ ભર્યુ સૂચન કર્યુ હતું.

 આ પ્રસંગે કૃષિ તજજ્ઞથી શૈલેન્દ્રભાઇ વિહોર અને શ્રી દિલેશ્વર નાયક, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી કનકલતાબેન ભગત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.મનસુરી, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, પ્રગતિશીલ ખેડૂતો શ્રી રમણભાઇ કાલીદાસ વસાવા અને શ્રી ધનજીભાઇ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતો અને પશુપાલકોને યોજનાકીય ઇનપુટ કિટ્સનું વિતરણ પણ કરાયુ હતુ.

 આહવા-ડાંગઃ

વઘઈ ખાતે પશુપાલન શિબિર યોજાઈ..

૭૦૦ થી વધુ મહિલા પશુપાલકોએ શિબિરમાં ઉપસ્‍થિત રહી જાણકારી મેળવી..

(માહિતી બ્‍યુરો ડાંગ) આહવાઃ કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ ની ઊજવણીના ભાગરૂપે વઘઇ દૂધ શીત કેન્‍દ્ર ખાતે વસુધારા ડેરી સંચાલિત 'પશુપાલન શિબિર' જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચોધરી ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી.

કૃષિવિકાસની સાથે સાથે પૂરક વ્‍યવસાય પશુપાલન કિસાનો માટે ખૂબ જ અગત્‍યનું છે. ડાંગ જીલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્‍યા છે ત્‍યારે સારી જાતના પશુધન વસાવીને આર્થિક સધ્‍ધરતા મેળવી શકાય તે માટે વસુધારા ડેરી આયોજીત શિબિરમાં ૮૦૦ થી વધુ પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા. જે પૈકી ૭૦૦ થી વધુ મહિલાઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ શિબિરને સફળ બનાવી હતી.

જીલ્લા સમાહર્તાશ્રી જી.આર.ચોૈધરીએ શિબિરને ખુલ્લી મુકતા જણાવ્‍યું હતું કે ખેતી અને પશુપાલન બંને એકબીજાના પૂરક છે. સારી જાતની ગાયો પાળવામાં આવે તો આપણી આવકમાં વૃધ્‍ધિ થાય. મહિલાઓ આ વ્‍યવસાયમાં ખૂબ જ સફળ રહી છે. અગાઉ ના વર્ષોમાં પશુપાલન ક્ષેત્રે ડાંગ જીલ્લો પાછળ હતો. આજે સરકારશ્રીની ટ્રાયબલ યોજનાઓના કારણે અહીંના કિસાનો પશુપાલનમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓએ ડેરી ક્ષેત્રે આમુલ પરિવર્તન આણ્‍યુ છે. જે ખરેખર પ્રસંશનીય છે. વધુને વધુ મહિલાઓ પશુપાલનમાં જોડાઈને પોતાના પરિવાર ને વિકાસના માર્ગે લઇ જાય એવી ભાવના તેમણે વ્‍યક્‍ત કરી હતી.

વસુધારા ડેરીના ર્ડા.સિંગે જણાવ્‍યું હતું કે ડાંગ જીલ્લામાં પશુપાલકોએ વાછરડી ઉછેર યોજનામાં જોડાઈને આ ક્ષેત્રમાં આગળ આવવુ જોઈએ. ડાંગ જીલ્લાની ગાયોમાં કૃત્રિમ બીજદાન કરીને અહીંની આબોહવાને અનુકૂળ થાય તેવી સંકર ગાયોની જાતો બનાવવાથી ગાયો વધુ દૂધ આપશે. આ ઉપરાંત નાની વાછરડી ઉછેરથી એક ગાયની કિંમત આવશે. ફક્‍ત દૂધ માટે જ નહીં પરંતુ ગાયો તૈયાર કરવાથી પણ સારી અને વધુ આવક મળી રહે છે. નિયમિત ગાયની માવજત કરીએ તો આપણું પશુધન તંદુરસ્‍ત રહે છે. પહેલા ડાંગમાં દૂધનું ઉત્‍પાદન નહીવત ્‌ હતું હાલમાં ૨૦,૦૦૦ લીટર દૂધનું ઉત્‍પાદન થાય છે. હજુ પણ દૂધ વધે તેવો અમારો પ્રયાસ છે.

દગુનિયાના મહિલા પશુપાલક શ્રીમતિ ભાવનાબેને જણાવ્‍યું હતું કે ટ્રાયબલ સહાયથી મારી પાસે ફક્‍ત એક જ ગાય હતી. વાછરડી ઉછેરની યોજનામાં જોડાઈને આજે મારી પાસે સાત ગાયો અને સાત વાછરડીઓ છે. દૈનિક ૫૦ લીટર દૂધ ઉત્‍પાદન હું મેળવું છું. મારી આર્થિક પરિસ્‍થિતિ આજે પશુપાલન થી ખૂબ જ સારી છે. બરડપાણી,મલીન ગામના પશુપાલકોએ પોતાના પ્રશ્નોની ચર્ચા શિબિરમાં કરીને નિરાકરણ મેળવ્‍યું હતું. શિબિરમાં ૬૯૦ પશુપાલકોને સ્‍ટીલની બરણી,તપેલુ  પશુપાલનકીટ અર્પણ કરાઈ હતી

રાયન ઈન્‍ટરનેશનલ શાળાનું CBSC બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ પરીક્ષાનું ૧૦૦ ટકા પરિણામઃ


 સૂરતઃ અડાજણ વિસ્‍તારની નવયુગ કોલેજ પાસે રાયન ઈન્‍ટરનેશનલ  સ્‍કુલનું CBSC બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવીને વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના ચેરમેન ડો.એ.એફ.પિન્‍ટો અને ડાયરેકટર મેડમ ગેસ પિન્‍ટો અને આચાર્ય શ્રી શૈલેષ સુતરિયાએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા. શાળાના છ વિદ્યાર્થીઓએ ૧૦ માંથી ૧૦ ગ્રેડ પોઈન્‍ટસ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં દિવ્‍ય પ્રકાશ પટનાયક, નિર્થ પંડયા, આસ્‍થા પટેલ, ધ્‍વની સચવાની, નગ્‍મા પટેલ, વૈશ્‍નવી ગુપ્તાનો સમાવેશ થાય છે.

બહીરીંગભાઈ નિનામાની ભાળ મળે તો જાણ કરશોઃ

સૂરતઃ સરથાણા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૯/૫/૧૩ના રોજ યોગીચોકના તીરુપતિ સોસાયટીની સામેના ખુલ્લા પોપડામાં રહેતા અને મૂળ એમ.પી.ના રતલામ જિલ્લાના બાજના તાલુકાના જમુવાણીયા ગામના રહેવાસી બહીરીંગભાઈ લુંજાભાઈ નિનામા(ઉ.વ.૬૦) રહેણાકથી કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્‍યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ આ. ૫.૫ ફુટ છે. સફેદ રંગનો શર્ટ તથા લીલા રંગની લુંગી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

નવી સીવીલ હો.માં સારવાર દરમિયાન અજાણ્‍યા વૃધ્‍ધનું નિધનઃ

સૂરતઃ ખટોદરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૫/૧૩ના રોજ સાંજે ૬.૦૦ વાગે નવી સીવીલ હો.ના પાર્કીગ પાસેથી કુદરતી બિમારીના કારણે આશરે ૬૦ થી ૬૫ વર્ષના અજાણ્‍યા વૃધ્‍ધને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જયા તેનું રાત્રે ૭.૪૫ વાગે તેનું મૃત્‍યૃ થયું હતું. જે રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. સફેદ પેન્‍ટ પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

બાળમજુરી નાબૂદી અભિયાન અન્‍વયે આઈ.એલ.ઓ. અને બાળમજુર પુનઃવસન સમિતિની બેઠક યોજાઈઃ ગત માસમાં ૧૫ બાળકોને છોડાવાયાઃ

સૂરતઃ બાળ મજુરી નાબુદી અભિયાન હેઠળ ટાસ્‍ક ફોર્સ અને નેશનલ ચાઈલ્‍ડ લેબર પ્રોજેકટ સો. સુરત તથા બાળમજુર પુનઃવસન અને કલ્‍યાણનિધી સંચાલક સમિતિની બેઠક ગતરોજ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી રેમ્‍યા મોહનના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી. આ બેઠકમાં બાળમજુરી અન્‍વયે મુકત કરાવેલા બાળકો માટે ૧૨ શાળાઓ પૈકી ૧૧ શાળાઓ શરૂ થઈ ચૂકી છે તેમજ અન્‍ય એક શાળા માંગણી કરવામાં આવી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. નાયબ શ્રમ આયુકતશ્રી પટેલે કહ્યું કે, ગત મહિને બે રેડ દ્વારા ૧૫ બાળકોને છોડાવવામાં આવ્‍યા હતા. જેમા પાંચ વ્‍યકિતઓ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી હોવાનું કહ્યું હતું. બાળમજુરને કામે રાખનાર માલિકો સામે કડક કાર્યવાહી થાય તે દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા ડી.ડી.ઓ.એ તાકીદ કરી હતી. આગામી ૧૨મી જુનના રોજ વિશ્વ બાળમજુરી વિરોધી દિનની ઉજવણી અંગે જાગૃતિ રેલી તેમજ મુકત કરાવાયેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવા અંગેની કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સંગીત, નૃત્‍ય, નાટય અને લોકકલા ક્ષેત્રે  પ્રદાન કરનાર કલાકારો પાસેથી ગૌરવ પુરસ્‍કારની પસંદગી માટે અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજયના સંગીત, નૃત્‍ય નાટય અને લોકકલાક્ષેત્રે વિશિષ્‍ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાત રાજય અને રાજયની બહાર સ્‍થાયી થયેલા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરી રૂા.૫૧ હજારની રોકડ રકમ, સાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે હેતુથી આવા સન્‍માનીય, નામાકિત અને સર્વમાન્‍ય કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કલાકારોએ અરજીમાં કલાકારનું નામ, સરનામું, ટેલીફોન/મો.નં., ગૌરવ પુરસ્‍કાર માટેનું કલાક્ષેત્ર, જે તે કલાક્ષેત્રમાં કરેલું પ્રદાન વગેરે વ્‍ગિતો સાથે સાદા કોરા કાગળ ઉપર રજીસ્‍ટર પોસ્‍ટ એ.ડી. કે રૂબરૂથી તા.૨૭/૬/૨૦૧૩ સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજય નાટક અકાદમી, બ્‍લોક નં.૯, પ્રથમ માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. ૨૦૧૧-૧૨ માટે અરજી કરી હોય પરંતું પસંદગી થઈ ન હોય તેવા કલાકારોએ પણ અરજી કરવાની રહેશે.  

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરઃ

સૂરતઃ રાજયના અનુસૂચિત જનજાતિની વસ્‍તી ધરાવતા ૧૨ જિલ્લાઓમાં યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૧૫ થી ૩૫ વર્ષના વય ધરાવતા યુવક-યુવતિઓ કે જેમાં સૂરત જિલ્લામાંથી પસંદગી થયેલા ૫૦ યુવક-યુવતિઓને માટે નિયત કરેલા સ્‍થળે સાત દિવસ માટે વ્‍યકિત્‍વ વિકાસ તેમજ યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે.  શિબિરાર્થીઓએ શારીરિક-માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોની પ્રત્‍યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. ભાગ લેનાર ઉમેદવારોને શિબિરના સ્‍થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજય સરકાર આપશે. જે માટે ઉમેદવારોએ સુરતની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જુની કોર્ટ બિલ્‍ડીંગ, બહુમાળી ભવનનો સંપર્ક સાધવાનો રહેશે.