અનુયાયીઓ

શુક્રવાર, 17 મે, 2013

Uzebekistan



-

 
Region: Central Asia, Area Total: km2 
Coast Line:
Doubly landlocked country
Capital: Tashkent
 
What does doubly landlocked country mean?
A landlocked country surrounded only by other landlocked countries may be called a "doubly landlocked" country.
A person in such a country has to cross at least two borders to reach a coastline.
There are currently two such countries in the world: Liechtenstein in Central Europe surrounded by Switzerland and Austria.  Uzbekistan in Central Asia surrounded by Afghanistan, Kazakhstan, Kyrgyzstan, Tajikistan, and Turkmenistan.

 
 
 
Tashkent
 
 
Independence Square, Tashkent
 
 
The Amir Timur Monument in Tashkent. National hero of the Uzbeks
Timur,  historically known as Tamerlane was a Turkic ruler. He conquered West, South and Central Asia and founded the Timurid dynasty.
He was the grandfather of Ulugh Beg, who ruled Central Asia from 1411 to 1449 and the great-great-great-grandfather of Babur Beg, founder of the Mughal Empire, which ruled South Asia for centuries
 
 
The Museum of History of Timurids
 
 
Interior  of Timur's mausoleum
 
 
The Khast Iman mosque in Tashkent, Uzbekistan
 
 
Navoi Theater.Tashkent
 
 
Prince Romanov Palace in Tashkent
 
 
Memorial to the victims of the earthquake in Tashkent in 1966
 
 
Khiva
 
 
Khiva Islam Khodja minaret
 
 
View of  Khiva from Islam Khodja minaret
 
 
Interior of Juma Mosque.Khiva
 
 
Monument to Al-Khorezmi.Khiva - the founder of algebra
Abu Abdallah (or Abu Jafar) Muhammad ibn Musa al Khorezmi (783-850) was Central Asian mathematician, astronomer, historian, geographer, as well as one of the greatest scientists of the Middle Ages.
 
 
Architectural gem in the city of Khiva
 
Carpet maker
 
 
Colourful breads
 
 
Souvenirs from Soviet Era
 
 
 
 
 
Bazaar in Bukhara
 
 
Folkloric dance group
 
 
 
 
 
Instrument maker
 
 
 
 
 
 
 
 
Herbal tea vendor
 
 
Bazaar
 
 
Streets of Khiva

 
The Registan
The Registan was the heart of the ancient city of Samarkand of the Timurid dynasty, now in Uzbekistan. The name Registan means "Sandy place" in Persian.
The Registan was a public square, where people gathered to hear royal proclamations, heralded by blasts on enormous copper pipes called dzharchis - and a place of public executions.
It is framed by three madrasahs (Islamic schools) of distinctive Islamic architecture.
The three madrasahs of the Registan are: the Ulugh Beg Madrasah (14171420), the Tilya-Kori Madrasah (16461660) and the Sher-Dor Madrasah (16191636).
 
 
The great hall in the madrasa at Registan square
 
 
Detail of the Registan in Samarkand best known symbol of Uzbekistan..Part of the cultural heritage of UNESCO
 
 
The Amir Timur Monument in Samarkand, National hero of the Uzbeks
Timur,  historically known as Tamerlane was a Turkic ruler. He conquered West, South and Central Asia and founded the Timurid dynasty.
He was the grandfather of Ulugh Beg, who ruled Central Asia from 1411 to 1449 and the great-great-great-grandfather of Babur Beg, founder of the Mughal Empire, which ruled South Asia for centuries
 
 
Gur-e Amir
is a mausoleum of the Asian conqueror Tamerlane (also known as Timur) in Samarkand.
 
 
Madrasa Ulughbek .Samarkand
 
 
Detail from the necropolis Shohi Zinda.Samarkand
 
 
Shad-i Mulk Aqa Mausoleum in Samarkand
 
 
Street of Tombs, Samarkand
 
 
The Dor Madrassah.Samarkand
 
 
Amurdar ja
 
 
Pamir mountains
 

 
Teabowls. Ceramics in Uzbekistan have a long tradition
 
 
Breads
 
Bazaar
 
Pottery maker
 
Soviet Era buildings
 
Stories of Scheherazade's One Thousand and One Nights
 
 
The council of the wise old men
 
 
 
 
 
 
 
 
A precious commodity on the edge of the desert in Khiva in Uzbekistan.
Also children  transport  water in various vessels from the wells outside the town to their homes.
 
In many cities of the country cleaning the streets is in the hands of women.
 



મંગળવાર, 14 મે, 2013

મોબાઇલ લે- વેચ કરતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવા


રાજકોટ

રાજયમાં બનતા ગુન્‍હાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્‍હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્‍હાઓ શોધી કાઢવા માટે ગુન્‍હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મુળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે.

        ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્‍યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્‍હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્‍હાના મુળ સુધી પહોંચે ત્‍યારે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્‍યકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્‍યકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્‍ડ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્‍તુત બાબતે આવા ગુન્‍હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્‍યો તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્‍વયે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્‍તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્‍ટરો નિભાવવાનો હુકમ કર્યો છે.

        જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને  ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.

        આ હુકમ તા. ૧૪/૦૭/૧૩ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

 

 

હોટેલ, ગેસ્‍ટ હાઉસોમાં આવતા ગ્રાહકોની

માહિતી પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવવા જાહેરનામું

રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલ તમામ નિવાસી હોટલો/ગેસ્‍ટહાઉસ/બોર્ડીંગ હાઉસ/લોજમાં આવતા જે કોઇ પણ ગ્રાહકો કે પ્રવાસીઓ હોટલમાં રાત્રી રોકાણ કરે, તેમના નામ, સરનામા, વિગેરે વિગતનું પત્રક દરરોજ સવારે ૧૧-૦૦ વાગ્‍યા સુધીમાં સંબંધકર્તા પોલીસ સ્‍ટેશન ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે, આ હુકમનો અમલ તા. ૧૪-૭-૨૦૧૩ના કલાક ર૪-૦૦ સુધી કરવાનો રહેશે.

        સબંધકર્તા પોલીસ સ્‍ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્‍યા મુજબના છે.

(૧)    એ.ડીવીજન પોલીસ સ્‍ટેશન                   polstn-adiv-raj@gujarat.gov.in

(ર)    બી.ડીવીજન પોલીસ સ્‍ટેશન                   polstn-bdiv-raj@gujarat.gov.in

(૩)    થોરાળા પોલીસ સ્‍ટેશન                        polstn-thorala-raj@gujarat.gov.in

(૪)    ભકિતનગર પોલીસ સ્‍ટેશન                    polstn-bhakti-raj@gujarat.gov.in

(૫)    માલવીયાનગર પોલીસ સ્‍ટેશન               polstn-malviya-raj@gujarat.gov.in

(૬)    પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશન                  polstn-pradyuman-raj@gujarat.gov.in

(૭)    ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન                     polstn-gandhi-raj@gujarat.gov.in

(૮)    રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટઠેશન              polstn-rural-raj@gujarat.gov.in

(૯)    કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન                  polstn-kuvadva-raj@gujarat.gov.in

(૧૦)  ડી.સી.બી. શાખા                               dcb-cp-raj@gujarat.gov.in

    આ આદેશનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે તેમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી એચ.પી. સિંઘના જાહેનામામાં જણાવાયું છે.

 

રાશન કાર્ડના મેપિંગ માટે અન્ય આધારો રજૂ કરી શકાશે

 

રાજકોટ

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા હાલમાં નવા બારકોડેડ રાશન કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે, કલેક્ટરશ્રીએ એક મહત્વનો નિર્ણય લઇ ચૂંટણી કાર્ડમાં મિસ મેચ થતાં હોય એવા કાર્ડના મેપિંગ માટે અન્ય આધારો પણ માન્ય કર્યા છે. જિલ્લા પુરવઠા વિભાગની એક યાદીમાં જણાવાયા પ્રમાણે પરિવારના કોઇ પણ સભ્યનું જો ચૂંટણી કાર્ડ વાજબી ભાવની દૂકાને જઇ આપવામાં આવે તો પણ મેપિંગ કરી આપવામાં આવશે. એથી, કાર્ડધારકોએ ચૂંટણી કાર્ડના મેપિંગ માટે કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં આવવાની જરૂરિયાત રહેતી નથી. મેપિંગ થયા બાદના માસથી જથ્થો આપવામાં આવશે. હાલમાં ચૂંટણી કાર્ડ ન હોય અથવા રદ્દ થઇ ગયા હોય એવા કિસ્સામાં રહેણાંક અંગેના આધાર, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, ખેડૂત ખાતા વહી, સાતબારની નકલ, નરેગાનું જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઓળખ આપનારા વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોવું જોઇએ. તેમના ચૂંટણી કાર્ડની નકલ અવશ્ય સાથે લાવવી. આ મુજબની વિગતો રજૂ કર્યા બાદ સક્ષમ અધિકારી દ્વારા પૂરતી તપાસ કરાવી મેપિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ બાદ જથ્થો મળી શકશે. જેમની પાસે ચૂંટણી કાર્ડ નથી, તેમણે મતદાર યાદીના આગામી કાર્યક્રમમાં યોગ્ય કાર્યવાહી કરી ચૂંટણી કાર્ડ મેળવી લેવાનું રહેશે. 

 

 

૭૪-જેતપુર વિધાનસભા માટે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ

 

રાજકોટ

૭૪- જેતપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ડાંગર જયંતિભાઇ દેવાભાઇએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ પૂર્વે સતાસીયા મુકેશભાઇ દામજીભાઇએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ ત્‍યાં કૂલ ૨ ઉમેદવારોએ ફોર્મ્‍સ ભર્યા છે.

 

 

૭૫- ધોરાજી વિધાનસભા માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યુ

રાજકોટ

૭૫- ધોરાજી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે એક વ્‍યકિતએ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ચૌહાણ જીતેન્‍દ્રભાઇ ભુરાભાઇએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજુ કર્યુ હતું. ધોરાજીમાં આજ સુધીમાં કૂલ એક ફોર્મ ભરાયું છે.

 

 

                              

ધોરાજીના વેગડીની ૨૨ વર્ષની પરિણીતાનો વહેલી સવારે ગૃહત્યાગ

રાજકોટ

-ધોરાજી તાલુકાના વેગડી ગામમાં રહેતા જગમાલભાઇ ચારણની ૨૨ વર્ષની પત્ની ડાહીબેન તા.૧૪-૪-૧૩ના રોજ વહેલી સવારે ૬ વાગ્યે ઘરે કોઇને કશુ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મજબૂત બાંધાના, વાને રૂપાળી, ચહેરો ગોળ અને ઉંચાઇ ૫ ફૂટ બે ઇંચ ધરાવે છે. તેમના વિશે કોઇ ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવાયું છે.

 

 

શાપર વેરાવળની મહિલા ઘર છોડી ચાલી ગઇ

રાજકોટ

-શાપર વેરાવળમાં શ્રદ્ધા પોલીમર્સ નામના કારખાનાની ઓરડીમાં રહેતા રવજીભાઇ ગીરધરભાઇ વ્યાસ નાયકની ૨૫ વર્ષની પુત્રી ચંદ્રિકાબેન તા. ૨-૫-૧૩ના રોજ સાંજના સાતેક વાગ્યે ઘરે કોઇને કહ્યા વિના ચાલી ગઇ છે. જે આજ સુધી મળી આવી નથી. તે શરીરે મધ્યમ બાંધાની, વાને ઘઉં વર્ણી તેમજ ૫ ફુટ ઉંચાઇ ધરાવે છે. તેની ભાળ મળ્યે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવાયું છે.

 

                                                           

        

ઘરેથી કોલેજ જવાનું કહી ૨૦ વર્ષની યુવતી ગુમ

રાજકોટ

-ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામમાં રહેતા કાંતિભાઇ પાનસુરિયાની પુત્રી ભૂમિ (ઉ.વ. ૨૦) તા.૨૭-૪-૧૩ના રોજ ઘરેથી કોલેજ જવાનું કહીને ગુમ થઇ ગયેલ છે. તે શરીરે મધ્યમ બાંધાની, વાને ઉજળી, ચહેરો ગોળ ધરાવે છે. આ યુવતી ક્યાંય મળી આવે તો તેની જાણકારી નજીકના પોલીસને આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જેતપુરની શ્રૃતિ ઘરેથી ચાલી ગઇ

રાજકોટ

-જેતપુર શહેરમાં ડોબરિયાની વાડી નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા કરશનભાઇ ઠાકરશીભાઇ પાદરીયાની ૨૦ વર્ષની પુત્રી શ્રૃતિ ગઇ તા. ૧૩-૪-૧૩ના રોજ પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઇ છે. શ્રૃતિ શરીરે પાતળા બાંધાની, વાને ઘઉં વર્ણી, ઉંચાઇ ૫ ફુટ ૩ ઇંચ ધરાવે છે. તેના નીચેના દાંત સહેજ આગળ પડતા છે. તેના વિશે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

                                                           

નર્મદા જિલ્લામાં આજથી તા.૩૧ મી મે સુધી ૪ જેટલા કૃષિરથ ગામેગામ ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપશે

રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચની ૧૬૦૯૨ લાભાર્થીઓને યોજનાકિય કિટસનું થનારૂં વિતરણ : ૮૦ હજાર પશુધનનું રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બિજદાન

જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન હેઠળ કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની ઉજવણીનું સુચારૂ આયોજન

રાજપીપળા, પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની થઇ રહેલી રાજ્ય વ્યાપી ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આ ઉજવણી અસરકારક અને પરિણામદાયક બની રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન  અને રાહબરી હેઠળ જિલ્લા વહિવટીતંત્રએ ઘડી કાઢેલા સુચારા આયોજનની તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ તા.૧૪ મી મે, ૨૦૧૩ થી આ ઉજવણીનો ધારીખેડા ખાતેથી, તિલકવાડા તાલુકામાં ભાદરવા ખાતેથી, ડેડીયાપાડા તાલુકામાં કુંડીઆંબા ખાતેથી અને સાગબારા તાલુકામાં અમીયાર ખાતેથી પ્રારંભ થશે અને ત્યાંથી કૃષિરથનું પ્રસ્થાન કરાવાશે.

 નર્મદા જિલ્લામાં તા.૩૧ મી સુધી થનારી કૃષિ મહોત્સવની આ ઉજવણી દરમિયાન નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતની ૧૮-૧૮ બેઠકો અને ડેડીયાપાડા અને સાગબારાની ૧૭-૧૭ બેઠકોમાં સમાવિષ્ટ ૭૦ જેટલા ક્લ્સટર ગામોમાં આ કૃષિરથ ગામેગામ ફરીને કૃષિ વૈજ્ઞાનિકો અને સંબધિત અધિકારીઓ દ્વારા જે તે તાલુકાની થીમ આધારીત તૈયાર થયેલા કૃષિરથ મુજબ વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ અંગેનું ખેડૂત ભાઇ-બહેનોને માર્ગદર્શન પુરૂ પડાશે. જિલ્લામાં સારૂ ઉત્પાદન મેળવવા માટેના મુખ્યત્વે કપાસ, કેળ, શેરડી, તુવેર, ડાંગર, શાકભાજી, સોયાબીન, મકાઇ અને જુવાર જેવા પાકોની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લામાં આ કૃષિ મહોત્સવ દરમિયાન રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચે ૧૬૦૯૨ લાભાર્થીઓને કૃષિલક્ષી વિવિધ યોજનાકીય કિટસ સહિતનાં લાભોનું વિતરણ કરાશે. તેની સાથોસાથ ૮૦ હજાર પશુધનને રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બિજદાન હેઠળ આવરી લેવાશે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન  મેળવવા માટે નક્કી કરાયેલ થીમ આધારીત ખેતઉત્પાદન વધારવા અને લક્ષ્યાંકસિધ્ધિની પ્રાપ્તિ માટે  જિલ્લામાં તમામ ખેતી પાકોમાં ૭૫ થી ૯૦ ટકા સુધીની બીજ માવજત હેઠળ આવરી લેવા સહિતના જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ પાસાઓને આવરી લેતું જરૂરી આયોજન પણ ઘઢી કઢાયુ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પટેલે જણાવ્યું હતું.

 જિલ્લામાં નક્કી થયેલા રૂટ મુજબ નિર્ધારીત ગામોમાં થનારી આ ઉજવણી બે વિભાગમાં વહેંચાઇ છે. જેમાં પ્રથમ વિભાગમાં પશુ આરોગ્ય કેમ્પ અને બીજા વિભાગમાં જળ સંપત્તિ, જી.જી.આર.સી., જી.એલ.ડી.સી., ડી.આર.ડી.એ. દ્વારા જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન વગેરે જેવા વિષયો ઉપર પરિસંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા તથા સિંચાઇના કાયદા અંગે  માહિતી/વ્યક્તવ્ય ઉપરાંત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો  તેમના અનુભવોનું અદાનપ્રદાન કરશે. મુખ્યમંત્રીશ્રીનું વિડીયો લિંકેજ દ્વારા ગ્રામજનોને સંબોધન તેમજ કૃષિ યુનિવર્સીટી અને માહિતી વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે કૃષિલક્ષી સી.ડી.નું નિદર્શન પણ કરાશે.

આ ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે તે ગામોમાં પરંપરાગત પ્રચાર માધ્યમ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ પ્રચારલક્ષી લોકડાયરા, નાટક, પપેટ-શો વગેરે જેવા કાર્યક્રમો યોજીને કૃષિલક્ષી બાબતોની જાણકારી પહોંચાડવાના પ્રયાસો પણ હાથ ધરાયાં છે. આ તમામ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લાભ લેવા ખેડૂત ભાઇ-બહેનો-ગ્રામજનોને જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.                           

 

તા. ૧૭ મી એ જિલ્લા લાંચરૂશ્‍વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાશે


રાજપીપળા, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાકેશ શંકરના અધ્યક્ષપદે તા. ૧૭ મી મે, ૨૦૧૩ ને શુક્રવારના રોજ બપોર ૩=૪૫ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના બેઠક ખંડમાં નર્મદા જિલ્લા લાંચરૂશ્‍વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાશે, જેમાં ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરના નર્મદા જિલ્લાના લાંચરૂશ્‍વતના અન્ય કેસોની ચર્ચા કરવામાં આવશે, જે અંગેની સંબંધકર્તા અધિકારીશ્રીઓએ નોંધ લઇ તે અંગેની માહિતી સાથે બિનચૂક જાતે જ હાજર રહેવા અધિક જિલ્લા મેજીસ્ટેટશ્રી, નર્મદા–રાજપીપળા તરફથી જણાવાયું છે.

તા. ૧૭ મી એ જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર અને તકેદારી સમિતિની બેઠકો યોજાશે

રાજપીપળા, જિલ્લા કલેક્ટરશ્રી રાજેશ શંકરના અધ્યક્ષપદે આગામી તા.૧૭ મી મે, ૨૦૧૩ ને શુક્રવારના રોજ બપોરે ૧=૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ બપોરે ૧=૩૦ કલાકે નર્મદા જિલ્લા પંડિત દિનદયાલ ગ્રાહક મંડળ માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાશે, જેની સંબધિત તમામે નોંધ લઇ બિનચૂક ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપલાની સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાં નવા સત્રથી પ્રવેશ મેળવવા માટે વાલીઓ સંપર્ક સાધે

રાજપીપળા, ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ – સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત અને નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે કાર્યરત સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલે છે, જેમાં ફક્ત ૬ થી ૧૨ વર્ષના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં સરકારશ્રી તરફથી રહેવા, જમવા, તબીબી સેવા તથા સ્કુલ યુનિફોર્મ તેમજ શિક્ષણમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સ્પીચની તાલીમ આપવા સહિતની અદ્યતન સુવિધા સંસ્થાના નવા મકાનમાં પુરી પાડવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ પગભર થઇ શકે તે હેતુથી તેમને કોમ્પ્યુટર શિક્ષણ અને ઉદ્યોગમાં શિવણકામ, ભરતકામ, સુથારીકામ, ચિત્રકામ જેવાં વિષયો શિખવવામાં આવે છે. તા.૧૦/૬/૨૦૧૩ થી નવું સત્ર શરૂ થનાર હોઇ, વિનામૂલ્યે ઉપર મુજબની અદ્યતન સુવિધાઓ પુરી પાડતી આ સંસ્થામાં બહેરા-મુંગા પ્રવેશ મેળવવા માટે તેમના વાલીઓને આચાર્યશ્રી, બહેરા-મુંગા શાળા, મહાવિદ્યાલય રોડ, સંદિપ ટાયરની સામે, રાજપીપલા, જિ.નર્મદાના સરનામે સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.     

મયંકકુમાર સોનીની ભાળ મળે તો જાણ કરશોઃ


સૂરતઃ ખટોદરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૮/૫/૨૦૧૩ના રોજ ભટારના અલથાણ ખાતેના ૧૮, મંગલધામ એપાર્ટમેન્‍ટ રહેતા ૧૯ વર્ષીય મયંકકુમાર જયંતીલાલ સોની કયાંક ચાલ્‍યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ડાબા હાથે ચાઇનીઝનું છુંદણું કરાવેલું છે. કાળા રંગનું શર્ટ તથા ક્રિમરંગનું પેન્‍ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.


વલસાડ જિલ્લામાં ગર્ભના જાતિય પરીક્ષણ અંગે પ્રસુતિના આંકડાઓ ઉપર બાજ નજર રખાશે :

પી.સી. એન્‍ડ પી.એન.ડી.ટી. એક્‍ટ-૧૯૯૪ એડવાઇઝરી કમિટિની બેઠકમાં કલેકટર ડૉ.વિક્રાંત પાંડેનું માર્ગદર્શન

સૂરતઃ વલસાડ જિલ્લામાં કાર્યરત હોસ્‍પિટલોમાં ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનો દ્વારા વિશેષ કરીને ગર્ભ પરીક્ષણ બાદ, જિલ્લામાં થતી પ્રસુતિઓનો કયાશ કાઢી તેનો અદ્યતન ડેટા નિયત સમયે ઉપલબ્‍ધ કરાવવાની હિમાયત વલસાડ કલેકટરશ્રી ડૉ.વિક્રાંત પાંડેએ કરી છે.

વલસાડ જિલ્લાની પી.સી.એન્‍ડ પી.એન.ડી.ટી. એક્‍ટ-૧૯૯૪ની તાજેતરમાં મળેલી એક એડવાઇઝરી કમિટિની બેઠકમાં કલેકટર શ્રી પાંડેએ વધુમાં સંસ્‍થાકિય પ્રસુતિ તરફ લક્ષ કેન્‍દ્રિત કરી, પ્રજાજનોમાં સરકારી સંસ્‍થાઓમાં મળતી પ્રસુતિની સારવાર તથા માતા અને બાળકો માટેની યોજનાકિય સહાય અંગે વ્‍યાપક જાગૃતિ કેળવાઇ, તે દિશામાં પ્રયાસો હાથ ધરવા પણ આરોગ્‍ય વિભાગને જણાવ્‍યું હતું.

વલસાડ જિલ્લાના પ્રજાજનો માટે પ્રજાભિમુખ વહીવટની નેમ વ્‍યક્‍ત કરી, કલેકટર શ્રી પાંડેએ જિલ્લામાં અમલી આરોગ્‍ય સેવાઓની વિગતો મેળવી, જિલ્લામાં આરોગ્‍યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મુક્‍યો હતો.

બેઠકમાં વલસાડના મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અજયકુમાર સંઘવીએ બેઠકના એજન્‍ડાવાર ચર્ચા હાથ ધરી હતી. નાડકર્ણી હોસ્‍પિટલ-પારડીના ડૉ.પૂર્ણિમા નાડકર્ણીએ ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા. જ્‍યારે તાલુકા હેલ્‍થ ઓફિસરો અને અન્‍ય સંબંધિત કમિટિ મેમ્‍બરોએ પણ ઉપસ્‍થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો. દરમિયાન ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને કરેલી કાર્યવાહીનો રીપોર્ટ રજુ કરાયો હતો. જ્‍યારે નવી મળેલી અરજીઓની ચકાસણી, રજીસ્‍ટર્ડ થયેલી સંસ્‍થાઓમાં સોનોગ્રાફી મશીન ઉપર સોનોલોજીસ્‍ટ, રેડીયોલોજીસ્‍ટ તરીકે નવા નામ ઉમેરવા તેમજ નામમાં ફેરફાર કરવા, સરકારી પરિપત્રો, ઠરાવોનું વાંચન જેવા મુદ્દે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

નાડકર્ણી હોસ્‍પિટલ-પારડી ખાતે ઉપલબ્‍ધ સવલતોનો વિનામૂલ્‍યે લાભ મળશે :

તા.ર૬મી મે, ર૦૧૩થી પુરા એક સપ્તાહ સુધી વિનામૂલ્‍યે તપાસ કરાશે

સૂરતઃ વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વિખ્‍યાત નાડકર્ણી હોસ્‍પિટલ અને ટેસ્‍ટ ટયૂબ બેબી સેન્‍ટર ખાતે ઉપલબ્‍ધ વિશ્વ સ્‍તરીય આરોગ્‍ય સેવાનો લાભ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે મળવા જઇ રહ્યો છે.

અદ્યતન સુવિધાઓથી સજ્જ નાડકર્ણી હોસ્‍પિટલના નવિનિકરણ અને વિસ્‍તરણ સાથે પ્રજાજનોને ઉત્‍કૃષ્‍ટ આરોગ્‍યલક્ષી સવલત મળી રહે તે માટે કટીબદ્ધ નાડકર્ણી ગૃપ ઑફ હોસ્‍પિટલ્‍સ દ્વારા તા.ર૬/પ/ર૦૧૩નાં રોજ સવારે ૧૦ થી ર વાવ્‍યા દરમિયાન એક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. ત્‍યાર બાદ પુરા એક અઠવાડિયા સુધી હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ અત્‍યાધુનિક સુવિધાનો લાભ જરૂરિયાતમંદોને વિનામૂલ્‍યે મળી શકશે. એમ, ડૉ.પૂર્ણિમા નાડકર્ણીએ એક મુલાકાતમાં જણાવ્‍યું છે.

સપ્તાહ દરમિયાન દર્દીઓને જરૂરી તપાસ માટે સો ટકા ડીસ્‍કાઉન્‍ટ એટલે કે વિનામૂલ્‍યે તપાસ કરાશે. આ માટે દર્દીઓએ એડવાન્‍સમાં તેમનું નામ નોંધાવવું જરૂરી છે. જ્‍યારે આગળની વધુ સારવારમાં પણ પ૦ ટકા જેટલુ ડીસ્‍કાઉન્‍ટ આપી, આરોગ્‍યલક્ષી સેવા કરાશે એમ ડૉ.નાડકર્ણીએ વધુમાં ઉમેર્યું છે.

વાપીના ૨૫ વર્ષિય પ્રેગનન્ટ યુવતિ સોનુ સોલંકી ગુમ થઇ

સૂરતઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ખાતે રહેતી ૨૫ વર્ષિય યુવતિ નામે સોનુ મગનભાઇ સોલંકી ગત તા.૨૧મી માર્ચ, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર સોનુ સોલંકી તા.૨૧/૩/ર૦૧૩નાં રોજ તેમના ઓળખીતા ભરતભાઇ તથા શોભનાબેનને ત્‍યાં રાત્રી રોકાણ કર્યા બાદ, કયાંક ચાલી જતા ગુમ થઇ છે તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબુત બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ, મોઢુ ગોળ છે. તેણી પ્રેગનન્‍ટ છે. ગુમ થનારે  પંજાબી ડ્રેસ પહેરેલ હતો. ગુમ થનાર મહિલા ગુજરાતી, મરાઠી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી યુવતિની ભાળ કે પત્તો મળે તો વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૦૧૨૦૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.