અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન દાતાશ્રીઓનું ઉષ્માભર્યું


મુખ્ય મંત્રીશ્રી
વરિષ્ઠ નાગરિકો માટેની સાર સંભાળનું આદર્શ ઊર્જા કેન્દ્ર ગુજરાત પુરું પાડશે
અડવાણીજી
શાંતિ નિકેતન જેવી વડીલો માટેની વ્યવસ્થા દેશમાં પ્રેરીત થવી જોઇએ
અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ
વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન
દાતાશ્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન
પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સંસદસભ્ય શ્રી એલ. કે. અડવાણીની અધ્યક્ષતામાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અડાલજમાં શાંતિ નિકેતન સિનીયર લીવીંગ સંકુલમાં વરિષ્ઠ વડીલો માટેના આધુનિક સારસંભાળ આવાસ નવદીપ સંકુલનું ઉદ્દધાટન કર્યું હતું.
અમદાવાદના પ્રતિષ્ઠિત મહાજન શ્રેષ્ઠીઓના બનેલા ગર્વનીંગ બોર્ડ અન્વયે આધુનિકતમ્‍ વરિષ્ઠ નાગરિકો માટેના નવદીપ સંકુલનું બે લાખ ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ થયું છે. સરસપુર સેવા સમિતિના સહયોગમાં અમદાવાદના અખિલ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરાશે. ટ્રસ્ટ વતી શ્રી અડવાણીજી અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું.
શ્રી એલ. કે. અડવાણીજીએ શાંતિ નિકેતનને વરિષ્ઠ નાગરિકો માટે સમાજશક્તિનો એક નવો પ્રયોગ ગણાવ્યો હતો. એવો અભિગમ છે જેનું સફળ પરિણામ દશ વર્ષ પછી જોવા મળશે તેવો વિશ્વાસ શ્રી અડવાણીજીએ વ્યકત કર્યો હતો.
જૂની અને નવી યુવા પેઢી વચ્ચેના અંતરથી સર્જાતા સામાજિક અને પારિવારિક પડકારોનો ઉલ્લેખ કરતાં શ્રી અડવાણીજીએ જણાવ્યું કે, પરિવાર પ્રથા હિન્દુસ્તાનની એવી વ્યવસ્થા છે જેની દુનિયામાં પ્રસંશા થાય છે. આજના યુગમાં ન્યુકલીયર ફેમીલીના સમાજમાં શાંતિ નિકેતન જેવી વ્યવસ્થા દેશમાં અન્ય પ્રદેશોમાં પણ સમાજશક્તિ દ્વારા વિકસીત થાય તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું અને નવદીપ સંકુલમાંથી પ્રેરણા લઇને પરિવાર વ્યવસ્થા નવા સ્વરૂપે સંક્રમિત થાય તેવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બદલાતા સમાજજીવનના પ્રવાહોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, પ૦૦૦ વર્ષથી સમાજજીવનમાં પરિવાર પ્રથાની વ્યવસ્થામાં આંતર ઊર્જા અને સ્વયંભૂ પ્રાણતત્ત્વ રહેલું છે તે ભારતની બૃહદ પરિવાર વ્યવસ્થા રહી છે પરંતુ કાળક્રમે સમયની થપાટો સાથે ગુલામીકાળની મુક્તિના આંદોલનમાં સમાજ શક્તિ લપેટાઇ ગઇ હતી અને પરિવાર વ્યવસ્થામાં દિપણ થવાનો પ્રારંભ આજે માઇક્રોફેમિલી રૂપે વિસ્તર્યો છે ત્યારે પરિવારપ્રથામાં વરિષ્ઠ વડીલો દેશ કે સમાજ ઉપર બોજ બની રહેતાં નથી. ભારતમાં હજુ પરિવાર અને સમાજ વૃદ્ધો-વરિષ્ઠોને સાચવે છે. કરોડ જનસંખ્યામાં માંડ ૧૭૦ વૃદ્ધાશ્રમો ચાલે છે તેની પ્રતીતિ કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પેઢીઓ વચ્ચેના અસંતુલનમાં જનરેશન ગેપથી સૌથી વધુ વરિષ્ઠ વડીલો અને બાળકો ભોગ બને છે ત્યારે વરિષ્ઠ વડીલોની જેમ બાળકના સારસંભાળની નવતર સમયાનુકુળ વ્યવસ્થા ઉભી થવી જોઇએ એવી હિમાયત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંયુકત કુટુંબમાંથી વાત્સલ્ય સ્નેહ, હૂંફ મળતા હોય તો સ્થિતિ બાળ પેઢીને કયાં લઇ જશે? માઇક્રો ફેમિલી જોતા બાળક કે વડીલને કોઇના ભરોસે છોડી દેવાય નહીં. દિશામાં બાળઉછેર અને બાળવિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી નવી પહેલ છે.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજમાં તરછોડાયેલા, બાળકો અને મહિલાઓના સ્વમાનભેર પુનઃસ્થાપન માટે બાલગોકુલમ્‍નો અભિગમ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી. 
સમાજજીવનની શક્તિમાં મહાજન પરંપરા સેવા પ્રવૃત્ત્િાના અનેક નવા સંસ્કાર સ્વરૂપો વિકસાવ્યા છે એને પ્રેરણારૂપ ગણાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતિ નિકેતન સમાજમાં વરિષ્ઠ નાગરિકો માટે નવી ઊર્જા ચેતનાનું કેન્દ્ર બનશે અને નવું નજરાણું દેશને મળશે, તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉત્કર્ષ શાહે સૌને આવકારી શાંતિ નિકેતન સિનીયર લીવીંગની અભિભાવના પ્રસ્તુત કરી હતી.
પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ તથા વેપાર-ઉઘોગ જગતના અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ ખાતે ૧૮ થી ૨૫ એપ્રિલ-૨૦૧૨ દરમ્‍યાન ભારતીય સૈન્‍યમાં વિવિધ કેટેગરીની જગ્‍યાઓની ભરતી રેલી અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૪ એપ્રિલના રોજ ઉપસ્‍થિત રહેવું


અમરેલી
ભારતીય સૈન્‍યમાં સોલ્‍જર જનરલ ડ્યુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ (એન.એ.), સોલ્‍જર 

ક્લાર્ક/સ્‍ટોર કીપર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ નર્સીંગ આસિસ્‍ટન્‍ટ, સોલ્‍જર ટ્રેડ્સમેન કેટેગરીની જગ્‍યાઓની ભરતી ટૂંક સમયમાં થનાર છે.
આર્મી રિક્રુટિંગ ઓફિસ જામનગર દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારો માટે સીટી પોલિસ હેડક્વાર્ટસ, રેસકોર્સ ગ્રાઉન્‍ડ-રાજકોટ ખાતે આગામી તા. ૧૮ થી ૨૪ એપ્રિલ ર૦૧૨ દરમ્‍યાન લશ્‍કરી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારોને આવરી લેવામાં આવશે.
ઉમેદવારોએ પસંદગી માટે  શારીરિક ક્ષમતા, દાકતરી તપાસ તથા સામાન્‍ય પ્રવેશના માપદંડો માંથી પાસ થવાનું રહેશે. તમામ કેટેગરી માટેની શારીરિક કસોટીની પરીક્ષાઓમાં ૧૮મી એપ્રિલે સુરેન્દ્રનગર, ૧૯મી એપ્રિલના રોજ રાજકોટ જિલ્‍લાના ઉમેદવારોએ શારિરીક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. તા. ૨૦મી એપ્રિલના રોજ જુનાગઢ જિલ્‍લાના ઉમેદવારો, જામનગર તથા પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૧લી એપ્રિલના રોજ હાજર રહેવાનું રહેશે. ભાવનગર તથા દીવ (યુટી)ના ઉમેદવારોએ તા.૨૩મીના રોજ ઉપસ્‍થિત રહેવા અને ૨૪મી એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ સ્‍ક્રીનીંગ અને શારીરિક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે.
આ તમામ કેટેગરી માટે એન.સી.સી. સર્ટીફિકેટ ધારક, સર્વિસમેનના પુત્રો, માજી સૈનિકોના પુત્રો અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્‍લાના સ્‍ટેટ અને નેશનલ લેવલના સ્‍પોર્ટમેન માટે તા.૨૫મી એપ્રિલના રોજ શારીરિક કસોટી યોજાશે. શારીરિક કસોટી માટે તમામ જિલ્‍લાના ઉમેદવારોએ નિયત તારીખે સવારે ૪.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
સોલ્‍જર ટેકનીકલ કેટેગરી માટેની અરજી કરનારે જો પરિક્ષાના પરિણામ બાકી હોય તો પ્રિન્‍સીપાલ કે હેડમાસ્‍તર દ્વારા આપવામાં આવેલું પ્રોવિઝનલ સર્ટીફિકેટ લાવવાનું રહેશે. કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ એડમિટ કાર્ડ આપવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો (સો. ટેક્નિ (એન.એ) સિવાય) માટે, આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર  દ્વારા તા.૨૯મી જુલાઇના રોજ કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ યોજાનાર છે.
ભરતી સંબંધિત વિવિધ કેટેગરી માટે આવશ્યક લાયકાત, અભ્‍યાસ, શારીરિક માપદંડ તથા અન્‍ય માહિતી અને વિગતો માટે આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર (૦૨૮૮) ૨૯૧૧૩૧૦ અથવા નજીકની જિલ્‍લા રોજગાર કચેરી (૦૨૯૭૨) ૨૨૩૩૯૪નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

જામનગરમાં તા.૩૧ માર્ચના રોજ મહિલા સંમેલન યોજાશે .


જિલ્‍લા પંચાયત, જામનગર દ્વારા તા.૩૧ માર્ચના રોજ ઓશવાળ સેન્‍ટરમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે
કલેકટર કચેરી, જામનગર ખાતે આજે કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષ સ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્‍થિતીમાં યોજાએલ બેઠકમાં આ સંમેલન યોજવા જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ મહિલા સંમેલનમાં જિલ્‍લાની  ૯૨ મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્‍માનીત કરાશે. ૧૧૩ કન્‍યાઓને કન્‍યા કેળવણીનિધિ અંતર્ગત અને ૩૧ વિવધ રમતોમાં શ્રેષ્‍ડ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને પુરસ્‍કૃત કરાશે.

ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી બંધ રહેશે
ગુજરાત રાજય નાગરિક પૂરવઠા નિગમનું નાણાંકીય વર્ષ ૩૧ માર્ચ ૨૦૧૨ ના રોજ પૂર્ણ થતું હોવાથી જામનગર જિલ્‍લાના તમામ ગોડાઉનોમાં હાજર રેહલા જથ્‍થાની ભૌતિક તપાસણી કરવાની હોવાથી ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી તા.૨૮/૩/૧૨ થી તા.૩૧/૩/૧૨ સુધી બંધ રહેશે. તો તમામ દુકાનદારોએ તેમનો જથ્‍થો તા.૨૭/૩/૧૨ સુધીમાં લાગુ પડતા ગોડાઉનો પરથી મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે.

કૃષિ મહોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે
કૃષિ મહોત્‍સવ-૨૦૧૨ ની જિલ્‍લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને તા.૨૮/૩/૧૨ના રોજ સાંજે ૪ કલાકે કલેકટર કચેરી, કોન્‍ફરન્‍સ હોલ, જામનગર ખાતે યોજાશે. તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇકે સીરીઝ શરૂ થશે


રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૭/૪/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇકે(GJ--EK) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્‍ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇકે સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇકે સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૩-૪-૨૦૧૨ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્‍ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇકે માં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૩-૪-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્‍ય રહેશે. ત્‍યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્‍ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્‍તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્‍સામાં નાના અંગ્રેજી આલ્‍ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્‍ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્‍સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને  નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્‍ટ તા.૭.૪.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્‍સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવવામાં આવશે.       
જી.જે.૩-ઇકે(GJ--EK) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૧૦.૪.૨૦૧૨ ના કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
પસંદગી નંબરની ફાળવણી દરમ્‍યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી ડી.આર.પટેલ,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે. 

અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા


અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા
અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા
રાજકોટ
રાજકોટ ખાતે રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દળ તેમજ પશુપાલનખાતુ અને ગુજરાત કાઠીયાવાડી મારવાડી અશ્વપાલક સહકારી મંડળી આયોજીત ૧૪માં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કામા અશ્વોશોના સમાપન પ્રસંગે ઉપસ્‍થિત રહેલા કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ અશ્વશોના આયોજન બદલ આયોજક સંસ્‍થાઓને બિરદાવી જણાવ્‍યું હતુ કે અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક છે. કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ ઘોડેશ્વારીના દાવ અને કૌશલ્‍ય રજુ કરનાર અશ્વપાલકોને બિરદાવતા જણાવ્‍યું હતુ કે આની પાછળ દિવસો સુધી લીધેલી તાલીમ જવાબદાર છે.
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે આજે રાજયમાં ૧૩ હજાર અશ્વો છે. રાજયમાં બે અશ્વસંવર્ધન કેન્‍દ્રો છે. કાઠીયાવાડી અશ્વની નસલ જળવાઇ રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ગુજરાતની લોકસંસ્‍કૃતિ સાથે વણાયેલી કાઠીયાવાડી અશ્વોની નશ્‍લના સંવર્ધન અને જતન માટે રાજય સરકારે રાજકોટ ખાતે સ્‍થાપેલ સૌરાષ્‍ટ્ર યુનિ.ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર અંતર્ગત કાઠીયાવાડી અશ્વ વિશે સંશોધનો અને અભ્‍યાસ થશે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્‍તે આ પ્રસંગે ઉત્તમ કાઠીયાવાડી અશ્વ સ્‍પર્ધાના પ્રથમ  વિજેતા રાજેન્‍દ્રસિંહ જાડેજા-પોરબંદર ઘોડો રત્‍નાકર, દ્વિતીય બાલાભાઇ કોડીયાતર-પોરબંદર ઘોડો-રાજા, તૃતીય- વિમલભાઇ ભદ્રેશા-પોરબંદર-ઘોડો વીર તથા રાજકોટના બહાદુરસીંહ ગોહિલ-ઘોડો-લકીને રોકડ પુરષ્‍કારો, શિલ્‍ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્‍થિત રહેલા રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંઘે જણાવ્‍યુ હતુ કે રાજય સરકારના પ્રોત્‍સાહનથી અશ્વ-શોના આયોજન તથા મળેલા આવકારને કારણે સમગ્ર ભારતમાંથી અશ્વ-પ્રેમીઓને અહિ બોલાવીને રાષ્‍ટ્રીય ક્ક્ષાનું આયોજન થાય તે દિવસો દૂર નથી.
રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહાએ જણાવ્‍યું હતુ કે દેશમાં ઘણા રાજયોમાંથી માઉન્‍ટેડ પોલીસ લુપ્‍ત થતી જાય છે જયારે ગુજરાતમાં માઉન્‍ટેડ પોલીસની પ્રગતિ થઇ રહી છે. ગુજરાત માઉન્‍ટેડ પોલીસને ચંદ્રકો પણ મળેલા છે. રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લામાં માઉન્‍ટેડ પોલીસ મથક ખાતે હોર્સ રાઇડીંગ સ્‍કૂલ શરુ કરેલ છે. તેથી સૌરાષ્‍ટ્રની અશ્વપાલનની પરંપરા આગળ વધશે. રાજકોટમાં કામા અશ્વ શોની સફળતા પછી આનાથી પણ મોટો કાર્યક્રમ યોજાશે એમ તેમણે જણાવ્‍યુ હતું.
રાજયના પશુપાલન નિયામકશ્રી ડો. એ.જે.કાછીયા પટેલે રાજય સરકાર અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી નશ્લના સંવર્ધન અને જતન માટે ધ્‍યાન આપી રહી હોવાનું જણાવ્‍યુ હતું. કચ્‍છમાં અશ્વની સીંધી જાત વર્ષોથી છે.
શરૂઆતમાં રાજકોટના એસ.પી.શ્રી પ્રેમવીરસિંહે સૌનું સ્‍વાગત કર્યુ હતુ અને અશ્વશોના આયોજનમાં સહભાગી બનનાર સંસ્‍થાઓ, માઉન્‍ટેડ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓ અને આ કાર્યક્રમને આવકારનાર રાજકોટના નાગરિકોનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી ઉપરાંત રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજન સિંધ, તથા રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહા, દરબારશ્રી સત્‍યજીત ખાચર, પૂ. ઘનશ્‍યામજી મહારાજ, ડો. કે.બી.રાવલ, શ્રી શામજીભાઇ ખુંટ તથા જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા વગેરે મહાનુભાવોના હસ્‍તે વિવિધ સ્‍પર્ધામાં વિજયી બનેલા અશ્વસવારોને રોકડ પુરષ્‍કારો અને શિલ્‍ડ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં શ્રી આર.ડી.ઝાલા, પૂ. શ્રી અમરાવાળા, શ્રી રાજેન્‍દ્રસીંહ જાડેજાએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી.
સમાપના દિવસે અશ્વપાલકોએ ગરો લેવો, ટેન્‍ટ પેગીંગ, મટકી ફોડ વગેરે જેવા દિલઘડક ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા. જયારે માઉન્‍ટેડ પોલીસ દ્વારા હેરતભર્યા ઘોડેશ્વારીના પ્રયોગો પોલીસ જવાનોએ રજુ કર્યા હતા. જેમાં પી.એસ.આઇ. શ્રી બળદેવસિંહ સરવૈયા, શ્રી રામવીર યાદવ, શ્રી જીતેન્‍દ્રસીંહ ઝાલા તથા શ્રી નાજુભાઇ ભુવા વગેરેનો સમાવશે થાય છે. એક માત્ર મહિલા ઘોડેશ્વાર ભગવતીબેન શામજીભાઇ ખુંટનું સન્‍માન શ્રીમતિ રેણુકાસિંઘના હસ્‍તે કરાયું હતું.
રાજકોટ રૂરલ માઉન્‍ટેડ પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે તા. ર૩ થી રપ ત્રણ દિવસ દરમ્‍યાન કૂલ ૧૬૦ અશ્વપાલકોએ ભાગ લીધો હતો અને ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા.
આ પ્રસંગે કાઠીયાવાડી-મારવાડી અશ્વપાલક સહકારી મંડળીના અધ્‍યક્ષશ્રી ઘનશ્‍યામજી મહારાજે આ પ્રકારના આયોજનમાં સહભાગી સૌનો આભાર માન્‍યો હતો.
કાર્યક્રમમાં વાંકાનેર રાજવી શ્રી દિગ્‍વિજયસિંહ ઝાલા, યુવરાજ શ્રી કેસરસિંહજી ઝાલા, રાજકોટ કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, કૃષિ સહકારી બેન્‍કના ડીરેકટરશ્રી ચેતનભાઇ રામાણી, રાજકોટ રૂરલ ડી.વાય.એસ.પી.શ્રી ચૌહાણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ અને ભાવનગરની હોર્સ રાઇડીંગ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓનું પણ સન્‍માન કરાયું હતું.

સોમવાર, 26 માર્ચ, 2012

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

સુરત ગુરુકુલમાં તા. 1-4-2012, શ્રીહરિ જયંતી – રામનવમીના દિવસે અખંડ ધૂનના સવાલાખ કલાક નિમિત્તે ઉત્સવ રાખેલ છે તેના ઉપક્રમે રાજકોટ અને તેની શાખા ગુરુકુલોમા અભ્યાસ કરેલ હોય અને હાલમાં સુરતમાં રહેતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન – સંમેલન તા.31-3-2012, શનિવારે રાત્રે : 8-00 કલાકે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રાખેલ છે 
ન્યુઝ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર
સૌજન્ય હિતેશભાઈ જોશી રાજકોટ 

JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..



JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..