છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ – પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂ ૧૦૬.૯૦ લાખના લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂ. ૩૨ લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હુત, એ.ટી.વી.ટી૨૦૧૮-૧૯ ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂ. (પ) પાંચ લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના ટેક્ટર તથા અંદાજિત રૂ. ૭૪.૦૪ લાખના ખર્ચે જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના સી.સી અને આર.સી.સી રોડનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય્ કેન્દ્ર, પીવાના શુઘ્ઘ પાણીની સુવિધા માટે સંપ, આર.સી.સી અને પેવિંગ બ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ વડાપ્રધાનશ્રી મોદી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોના ઘરે પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે.
ખાતમૂર્હુત અને લોકાર્પણ પ્રસંગે ફુલઝર ગામના સરપંચશ્રી કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ શ્રી ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ડાભી, પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.આર.રાબા, મામલતદારશ્રી આર.બી.ડાંગી સહિતના અગ્રણીશ્રીઓ સોશ્યલ ડીસસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
રાજ લક્કડ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો