અનુયાયીઓ

ગુરુવાર, 19 નવેમ્બર, 2020

ગામડાઓને સુવિધાસભર કરવા એ સરકારની નેમ છે- મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળિયા

 


૦૦૦૦૦૦૦

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના

કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત

૦૦૦૦૦૦

રાજકોટ, 





 રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મો યોજનાના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે બનનારા કડુકા થી ધારઇ સુધીના રસ્તાના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.

          આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. 

          ગામડાઓમાં શહેરો જેવી જ સુવિધા રાજય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ગામડાઓમાં વિવિધ સુવિધાના કામો કોરાનાની મહામારી વચ્ચે પણ અટકયા નથી. જસદણ તાલુકાનાકડુકામાં વિકાસ કાર્યનો પ્રારંભ કરાવતા અને ગ્રામજનોને નવા વર્ષ – લાભ પાંચમની શુભકામના પાઠવતા મંત્રીશ્રી એ વધુંમાં જણાવ્યું હતું કેકડુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાના કામો થશે. આ માર્ગ બની જતા મુસાફરો-વાહન ચાલકોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. આ કામની લંબાઇ ૧.૮૫૦ કી.મી તેમજ નલ સે જલ યોજના અન્વયે પાણી વિતરણની પાઇપલાઇન(ઘર કનેકશન) સાથેના કામો પણ થનાર છે. જેથી લોકોને પાણી વિતરણની સુવિઘા સુંદર અને સુદઢ બનશે.  ગામના  દરેક ઘરોને નળ કનેકશન પણ પ્રાપ્ત થશે. ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ હેઠળ કડુકાના બધા જ ઘરોને આવરી લેવાયા છે.

  મંત્રીશ્રીએ હાલ કોરાના સામે ફરી વધું સાવચેતી રાખવાની જરૂર છે તેમ જણાવી  સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવા, માસ્ક અને હાથ ધોવા સહિતની જાગૃતિ પર ભાર મુકયો હતો.

          આ કાર્યક્રમમાં સરપંચશ્રી પ્રભુભાઇઆગેવાનો શ્રી હરેશભાઇ હેરભા, શ્રીમતી જશુબેન બેરાણી, શ્રી વિનુભાઇ માંડાણી, શ્રી ભનાભાઇ ગોહિલ, શ્રીમતી વિશાલબેન અણીયાળિયા, શ્રી સોમાભાઇ માલકિયા, શ્રીમતી સોમીબેન કારેલિયા, શ્રીમતી ભાવુબેન માંડાણી, શ્રી રઘુભાઇ ખાચર, શ્રી પ્રભુભાઇ બેરાણી, શ્રી ઘનશ્યામભાઇ સોલંકી, શ્રીમતી આયકુબેન કેરભાનાયબ કાર્યપાલક ઇજનેરશ્રી હેમત ડાંગર અને શ્રી જોષી, યુનિટ મેનેજરશ્રી નીતિનભાઇ રૂપારેલિયા, શ્રી વિપુલ ડેરવાલિયા, શ્રી સંજય પાનસુરિયા, શ્રી મેઘજીભાઇ ડાભીઅધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: