જેતપુર બાર એશો.ની ગઈકાલે વર્ષ ૨૦૧૯ માટેના હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારઘી(નોટરી) ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પાંચમી વખત જેતપુર બાર એશો.ના પ્રમુખ તરીકે વિજેતા થયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર બાર એશો.ની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સેક્રેટરી તરીકે અગાઉ હરેશભાઈ વાઘેલા અને વાઈસ સેક્રેટરી તરીકે જયેશભાઈ ગોહેલ બિનહરીફ થતા આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદોની જ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશ્નર તરીકે ઉમેદસિંહ ગોહિલની સેવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી ૪ વકિલમિત્રોએ નોંધાવી હતી.
જેમાં પ્રમુખ તરીકેની દાવેદારીમાં પ્રકાશભાઈ પારધી અને ગોવિંદભાઈ ડોબરીયાએ તેમજ ઉપપ્રમુખ માટે દિનેશભાઈ વાઘેલા અને મુકેશભાઈ મેરે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાન થયા બાદ ગણતરી કરાતા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારધી અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ વાઘેલા વિજેતા જાહેર કરાયા હતા. અત્રે એ નોંધનીય છે કે, પ્રકાશભાઈ હાલ એડવોકેટ અને નોટરી એમ બંને પ્રકારે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ પણ જેતપુર બાર એશોશીયેશન ના પ્રમુખ તરીકે ચાર વાર ચૂંટાયા હતા. ગઈકાલે તેમને ૫ મી વાર બાર એશો.નું શુકાન સંભાળતા તેઓને હિતેચ્છુઓ, મિત્રોએ તેમજ બાર એશો.ના અન્ય હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો