સાણંદના શખ્સને ઈન્સ્ટાગ્રામ હેક કરી ફોલોઅર્સની સંખ્યા વધારી નાણા કમાવા હતા: જેમ મહિલાએ નોંધાવેલી ફરીયાદ બાદ ગણત્રીની કલાકોમાં આરોપીને દબોચ્યો
ફેક આઈડી બનાવનાર મહિલા એકાઉન્ટ હેક કરનાર યુવક બાદ
રાજકોટમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત થયા બાદ છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ અને એકાઉન્ટ હેક કરવાના ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરી ડીટેકશનની હેટ્રીક કરી છે.
સાણંદના શખ્સે રાજકોટની મહિલાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યુ હતું જે પાછળનો તેનો હેતુ ફોલોઅર્સ વધારી નાણા કમાવાનો હતો. મહિલાએ આ અંગે ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની મહિલા કૌશાબેન હાર્દિકભાઈ ઝાલાવડીયાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેમનું ઈન્સ્ટાગ્રામ આડી (રાધા-કાન્હાની)નામનું હોય જે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સે હેક કરી નાખ્યુ હતું.
આ બાબતે મદદનીશ પોલીસ કમીશ્ર્નર સાઈબર ક્રાઈમ જે.એસ. ગેડમના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ પોલીસની ટેકનીકલ ટીમના પીઆઈ એ.એન. ઝાલા તથા ફોજદાર ડી.બી. ગઢવી, કે.જે. રાણા, એએસઆઈ સી.એમ. ચાવડા સહિતનાઓએ ગણતરીની કલામોમાં એકાઉન્ટ હેક કરનાર આરોપી કુલદીપસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા ઉ.વ.20 રહે. સાણંદ ની ધરપકડ કરી હતી.
આરોપીની પુછપરછ દરમ્યાન ફરીયાદી મહિલાના ઈન્સ્ટાગ્રામ પર 1.17 લાખ ફોલોઅર્સ હોય જે હેક કરવા માટે આરોપીએ ઝેડ સેડો ઈન્ફો નામની એપ્લીકેશન ઈન્ટરનેટમાંથી ડાઉનલોડ કરી અને યુ ટયુબમાંથી તેનો ઉપયોગ કરવાનું શીખી આ એપ્લીકેશનના માધ્યમથી મહિલાને લીંક મોકલી આ લીંક મારફત તેમનું પાસવર્ડ અને યુઝર નેમ મેળવી લઈ એકાઉન્ટ હેક કર્યુ હતું.
મહિલાની આઈડીના ફોલોઅર્સ 1.17 લાખ હોય તે વેચવા માટે 20થી 25 હજાર ભાવ નકકી કર્યો
રાજકોટ તા.19
રાજકોટની મહિલાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરનાર સાણંદના શખ્સ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ વાઘેલાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી કુલદીપસિંહ બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય મહિલાનું એકાઉન્ટ હેક કરી આ એકાઉન્ટ પોતાનું હોવાનું દર્શાવી મહિલાના 1.17 લાખ ફોલોઅર્સ જે વેચવા માટે 20થી 25 હજારનો ભાવ નકકી કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો