વિરપુરના(જલારામ)ના યુવાનને સર્વિસનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર
મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્તર અને અમદાવાદ
સ્થિત પોસ્ટ માસ્તર જનરલને દંડ ફટકારાયો !
રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી બેદરકાર કર્મીઓ સીધાદોર !!
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
વર્ષ ૨૦૧૪ દરમિયાન જેતપુરના વીરપુર(જલારામ)ગામે રહેતા એક યુવાનને બેંક સર્વિસ માટેનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પીજીએમ(પોસ્ટ માસ્તર જનરલ)ને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના જજ વી.કે.વ્યાસે રૂપિયા ૧ હજાર ૬ ટકા પેનલ્ટી સાથે નોકરી ગુમાવનાર યુવાનને ચુકવવા હુકમ કરતા પોસ્ટ બેડામાં ચકચાર જાગી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વીરપુર જલારામ ગામે રેહેતા પ્રશાંત સોલંકીને બેંક ઓફ બરોડા દ્વારા નોકરી માટેનો કોલ લેટર મોકલ્યો હતો. પણ આ પત્ર પ્રશાંતને મહેસાણા બેંકમાં હાજર થવાની તારીખ અને સમય વીત્યા પછી મળતા તેમને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેશ નંબર ૬૮૬/૨૦૧૪ થી ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન બે અઢી મહિના પહેલા એટલેકે તા.૧૦ મી નવેમ્બર ૨૦૧૫ ના રોજ ફરિયાદી યુવાનના વકીલ રશ્મીન દવેએ પ્રશાંતે સંબંધિત પોસ્ટ તંત્રની બેદરકારીને લીધે નોકરીની તક ગુમાવી હોવા અંગે વિવિધ દલીલો જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરતા, ઉપસ્થિત ફોરમના જજ વી.કે.વ્યાસે મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પોસ્ટ માસ્તર જનરલ(પીજીએમ) એમ બંનેને યુવાને નોકરી માટે ખર્ચેલા રૂપિયા ૧૦૦૦-૦૦ ૬ ટકા દંડ સાથે ચુકવવા હુકમ કરતા આ વાતના જાણકાર પોસ્ટબેડામાં ચકચાર જાગી હતી.
રા.જી.ગ્રા.ત.નિવારણ ફોરમનો ચુકાદો પણ જાણવા જેવો !
જેતપુર : કેશ ચાલ્યો તે દરમિયાન ફોરમે જણાવેલ કે કોલ લેટર મળવાથી નોકરી મળી જ જાય તેવું માની ના શકાય. પોસ્ટ તંત્રને નક્કી કરેલી વળતરની રકમ ઉપરાંત વળતર ના આપી શકાય. કાનૂની જોગવાઈઓ અને કાનૂની પ્રસ્થાપિત સિદ્ધાંતો લક્ષમાં લેતા યોગ્ય અને વાજબી-વ્યવહારુ અભિગમ અપનાવી પ્રતિવાદીઓને ખર્ચ ચુકવવા હુકમ નહિ કરતા પ્રતીકાત્મક વળતર અને ખર્ચની રકમ ચૂકવવાનો હુકમ કરવો ન્યાયોચિત જણાય છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો