અનુયાયીઓ

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

જેતપુરના નવાગઢમાં ત્રિપલ સવારી બાઈકને અક્સમાત નડતા યુવતીનું

જેતપુરના નવાગઢમાં ત્રિપલ સવારી

બાઈકને અક્સમાત નડતા યુવતીનું મોત

જેતપુર તા.૧૯  (કશ્યપ જોશી દ્વારા)

આજે સવારે જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક ત્રિપલ સવારી બાઈકને નડેલા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું. જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

 

મળતી વિગતો મુજબ આજે સવારે દસેક વાગ્યાની આસપાસ એકટીવા સ્કુટર પર રાજુભાઈ રમેશભાઈ રાદડીયા નામનો યુવાન એક ભાવના અને બીજી અન્ય યુવતીને લઈને નવાગઢ હાઈવે પર અચાનક ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવી દેતા એકટીવા રોડના ડિવાઈડર સાથે ભટકાતા ચાલક રાજુભાઈ અને ભાવનાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અહીની ખાનગી અને સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ભાવનાનું મોત થયું હતું. અને ચાલક રાજુને અહીની ખાનગી દવાખાનેથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે.

પોલીસે અમૃતલાલ વાલજીભાઈ રાદડિયાની ફરિયાદ પરથી ચાલક રાજુભાઈ સામે બેફિકરાઈભરી રીતે સ્કુટર ચલાવી ભાવનાનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે એ નોંધનીય છે કે આ અકસ્માતનો બનાવ સવારે દસેક વાગ્યાની આસપાસ બન્યો હતો પણ ભાવનાની ડેડબોડી છેક બપોરના દોઢ બે વાગ્યાની આસપાસ સરકારી હોસ્પીટલમાં ખસેડાતા તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે. આ તકે એક એવી પણ બાતમી મળી હતી કે રાજુના સ્કુટર પાછળ બેઠેલી એક અન્ય યુવતી કે જે ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહી છે તેના નામનો પોલીસ ફરિયાદમાં સુધ્ધા ઉલ્લેખ કરાયો ના હોય પોલીસે આ તરફ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ટિપ્પણીઓ નથી: