અનુયાયીઓ

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં ગંદકી સહિતના પ્રશ્નો હલ ના થાય તો રેલી, ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા લત્તાવાસીઓ તૈયાર

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં

ગંદકી સહિતના પ્રશ્નો હલ ના થાય તો રેલી, 

ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા લત્તાવાસીઓ તૈયાર

જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં આરોગ્ય વિષયક અને ગંદકી સહિતના પ્રશ્નો  હલ નહિ કરાય તો આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર દરમિયાન રેલી અને ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા આ વિસ્તારની પ્રજા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.

 

આ બાબતે ચંદ્રેશભાઈ ધડુક, દિનકરભાઈ ગુંદણીયા, ફુલાભાઈ પટોડિયા, વજુભાઈ ગોહિલ, ગીરીબાપુ, ભુપતભાઈ ગજેરા, ચંદુભાઈ ગોસાઈ, વશરામભાઈ સાકરિયા વિગેરેએ આજે એકીસુરે ફરિયાદ કરી હતી કે તેઓના જમાદાર વાડી, પટેલનગરમાં અનિયમિત ગટરની સફાઈ, સફાઈનો ભારોભાર અભાવ, રોડ રસ્તા પર અનેક ખાડા ખબડાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રસ્ત, ગંદકી દુર કરવા નિયમિત ડીડીટી છંટકાવની નહીવત કામગીરી વિગેરે અણઉકેલ પ્રશ્નો બાબતે અગાઉ ૨૪ મી સપ્ટેમ્બરે નગર પાલિકામાં રજુઆતો કરાઈ હતી. પણ તંત્ર આ બાબતે રીતસરના આંખ આડા કાન કરતુ હોય આજની તારીખે પણ તેઓના ઉપરોક્ત પ્રશ્નો હલ ના થયા હોય, લત્તાવાસીઓમાં ભારે રોષ સાથે અસંતોષ વ્યાપ્યો છે. આ તમામ પ્રશ્નો હલ ના કરાય તો આગામી તા.૨૭/૧૦ ના રોજ લત્તાવાસીઓ રેલી પાલિકા કચેરીમાં દેખાવો કરશે. અને તા. ૨૮/૧૦ ના રોજ પાલિકા કચેરીના દરવાજા ઉપર ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરી કોઈ સત્તાધીશોને પાલિકા કચેરીમાં પ્રવેશવા નહિ દેવાય તેવું ચંદ્રેશભાઈ ધડુક સહિતના લોકોએ જણાવ્યું છે.


કશ્યપ જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ટિપ્પણીઓ નથી: