અનુયાયીઓ

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

મિસ્ત્રી પરિણીતાની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

જેતપુરમાં માથાના દુઃખાવાની બીમારીથી કંટાળેલી

મિસ્ત્રી પરિણીતાની ગળાફાંસો ખાઈ આત્મહત્યા  

પોણા ત્રણ વરસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા લત્તાવાસીઓમાં શોક..

 

જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના ડોબરિયા વાડી વિસ્તારમાં આજે એક મિસ્ત્રી પરિવારની પરિણીતાએ માથાના દુઃખાવાની બીમારીથી વાજ આવી જઈ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધાની ઘટનાથી લત્તામાં અરેરાટી જન્મી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ડોબરિયા વાડીના નંદનવન વિસ્તારમાં રહેતા મિસ્ત્રી પ્રવીણભાઈ નાથાભાઈ પાટણવાડિયા પોતાના નિત્યક્રમ મુજબ તાલુકાના વીરપુર ગામે મિસ્ત્રી કામકાજ માટે પોતાના ભાઈ સાથે ગયા હતા.

દરમિયાન પ્રવીણની પત્ની અમીતાબેન (ઉ.વ.૨૪) એ આજે સવારે તેમના મક્નાનના ઉપરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધાની ઘટના બહાર આવતા પ્રવીણના માતાએ પોતાના પુત્રોને વિરપુરથી તાત્કાલિક બોલાવી લઇ પોલીસને જાણ કરી હતી.

ઘટના સ્થળે દોડી ગયેલા પીએસઆઈ એસ.બી.જાડેજાએ અમિતની લાશને નીચે ઉતરાવી પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. ત્યાં પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અમીતાના પતિ પ્રવીણ મિસ્ત્રીએ જણાવેલ કે પોતાના ચાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન છેલ્લા અઢી-ત્રણ વર્ષ થયા અમિતાને માથાનો દુખાવો સતત હેરાન કરતો હતો અને આ બીમારીની રાજકોટ સહિતના દવાખાનાઓમાં દવા-સારવાર ચાલુ હતી.

કદાચ આ બીમારીથી જ કંટાળી અમિતાએ આ પગલું ભરી લીધાનું પ્રવીણે પોલીસને જણાવેલ. આત્મહત્યા કરી લેનાર અમીતાબેનને એક પોણા ત્રણ વર્ષની નવ્યા નામની બાળકી છે. અચાનક માતૃત્વ ગુમાવનાર આ બાળકીના ઉછેરની જવાબદારી હવે પિતા સહિતના પરિવારજનો ઉપર આવી પડ્યાની વાતથી સમગ્ર નંદનવન વિસ્તારમાં શોક સાથે અરેરાટી ફેલાવી ગઈ છે.


ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


ટિપ્પણીઓ નથી: