જેતલસરના યુવા પત્રકારની રજુઆતને સફળતા
ગોંડલના ચોરડી-શેમળા ગામો નજીક રાજકોટ
હાઈવે પર 'નીલગાય ઝોન'ના બોર્ડ મુકાયા !
જેતલસર તા. ૨૧ (કશ્યપ જોશી દ્વ્રારા)
ગોંડલના શેમળા અને ચોરડી નજીક નીલગાય ઝોન દર્શાવતા બોર્ડ મુકવાની જેતલસર(જેતપુર)ના યુવા પત્રકાર કશ્યપ જોશીની સંબંધિતોને કરાયેલી રજુઆતને સફળતા મળી છે.
જેતપુરથી રાજકોટ સુધીના ફોર લાઈન હાઈવેની કામગીરી દરમિયાન ગોંડલના શેમળા, ચોરડી, વીરપુર ગામો નજીક સીમ વિસ્તારને લીધે નીલગાય, રોઝની માહિતી દર્શાવતા ચેતવણીદર્શક બોર્ડ પુનઃ ના મુકાતા આ ગામોના રોડ પર રોજબરોજ નીલગાયના ધણ રોડ પર આવીને અકસ્માત સર્જતા હોવાની ઘટનાઓ બનતી હતી. આ વાતનો ભોગ જેતલસરના યુવાન કશ્યપ જોશી સહિતનો પરિવાર પણ બન્યો હતો.
બીજીબાજુ જેતપુરથી રાજકોટ પુરપાટ ઝડપે જતા અને આવતા નાના મોટા વાહનો કે બાઈક ચાલકોની સલામતી માટે ઉપરોક્ત ગામોના રોડ ઉપર નીલગાય-રોઝની ચેતવણી દર્શાવતા બોર્ડ પુનઃ ઉભા કરી અકસ્માતો બનતા અટકાવવા કશ્યપે સંબંધિતોને જાણ કરવા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાવ્યા હતા. આ અહેવાલો અને રજુઆતને સફળતા મળી હોય તેમ શેમળા, વીરપુર, ચોરડી નજીક રોડની બંને બાજુએ રાજકોટના વન ખાતે અકસ્માત સંભવ ક્ષેત્ર જાહેર કરી નીલગાય-રોઝ જેવા વન્ય પ્રાણીઓથી ચેતવણી દર્શાવતા બોર્ડ ઉભા કરતા આ વાતના જાણકારોમાં રાજીપો છવાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) ૯૯૭૪૨૬૨૮૧૨

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો