ફેસબુક ઉપર બ્રહ્મસમાજના આરાધ્ય દેવ એવા
પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર
તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના આગેવાનોનું મામલતદારને આવેદન
જેતપુર તા.5
કોઈ હરામખોર તત્વોએ બ્રહ્મ સમાજના આરાધ્યદેવ એવા શ્રી પરશુરામજી ભગવાન વિષે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર ફરતી કરતા આ વાતને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી કસુરવાર તત્વોને પકડી પાડી સજા સરાવવા સમસ્ત બ્રહ્મ સમાજના આવેવાનોએ આજે જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું..
મળતી વિગતો મુજબ છેલ્લાં 2 દિવસ થયા ફેસબુક ઉપર '' ભારત એક રહસ્ય '' નામની આઈડી ઉપર કોઈ હરામખોર તત્વોએ ભૂદેવોના આરાધ્ય દેવ ઉપરાંત સકળ સૃષ્ટિ માટે પૂજનીય રામાવતાર શ્રી પરશુરામજી ભગવાનના ફોટો ઉપર અહી લખી નાં શકાય તેવા અભદ્ર શબ્દો લખી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.
આવી બોગસ આઈડી બનાવી કોઈ પણ કોમ, સમાજ, દેવી-દેવતાઓને ઉતારી પાડવા કે તેઓ વિષે અભદ્ર વાણી વિલાસ કરવો તે સંબંધિત ધર્મ, સમાજ માટે દુઃખ-રોષના આંચકારૂપ હોય, આવી ગુસ્તાખી કરી ધાર્મિક વિવાદ છેડનારને પકડી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ જયંતીભાઈ(કાળુભાઈ)જોશી, હિતેશભાઈ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, અલ્પેશ વ્યાસ, ઉમાશંકર જોશી, નીલેશ જોશી, કશ્યપ જોશી(પત્રકાર) ઉપેન્દ્ર વ્યાસ, શુભાષ તેરૈયા, દીપક ત્રિવેદી, અશ્વિનભાઈ વ્યાસ, બ્રહ્મસમાજ મહિલા મંડળના ક્રિષ્નાબેન તથા નીતાબેન મહેતા આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી મામલતદાર ભોરણીયાને આવેદન સુપ્રત કર્યું હતું..
ફોટો અને સમાચાર- કશ્યપ જોશી જેતપુર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો