ભસ્ટ્રાચારથી કંટાળેલા ટાઉન પ્લાનિંગ કમિટીના 4 સદસ્યોના રાજીનામાથી ખફા..
જેતપુર નવાગઢ નગર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત કરવા પ્રમુખ-ઉપપ્રમુખ મેદાને
કોઈ એકપણ પૈસો માંગે તો અમોને ફોન કરો : ઉપપ્રમુખ સુરેશ સખરેલીયા
જેતલસર(જેતપુર) તા.23
જેતપુર નવાગઢ નગર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના 4 સભ્યોએ ગઈ કાલે પોતાના હોદાઓ પરથી રાજીનામાં ધરી આ વાત પાછળ ટીપીના ચેરમેનનો ભસ્ટ્રાચાર અને ત્રાસ કારણભૂત બતાવતા ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ જેતપુર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત બનાવવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયાએ રીતસરની જેહાદ જગાવતા પાલિકાના દંડક અશોકભાઈ મંગલાણી સહિતના સુધરાઈ સભ્યોમાં રાજીપો જોવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમીટીમાં હાલના દિવસોમાં વિવિધ બાંધકામોની 60 થી 70 ફાઈલો મંજુર થઈને પડી છે. પણ આ ફાઈલો મેળવવા અરજદારોને રૂપિયા 500 થી 1500 અને 2000 જેવી રકમ ટાઉન પ્લાનિંગ કમિટીના મુખ્ય કર્તા હર્તાને દેવા પડતા હોવાની બીપીનભાઈ ઘેટિયા નામના અરજદારની ફરિયાદ પરથી આવા આર્થિક વહીવટની વાત પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સંબંધિતો અને પ્રજા વચ્ચે આવી જતા ગઈ કાલે ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યોમાં ભારે હોહા અને દેકારો દેકારો મચી ગયો હતો.
ટીપી કમિટીની ફાઈલો અરજદારોને સોંપવાની કામગીરી કરતા રમેશ પટેલીયાએ પોતાની ફાઈલ મંજુર કરવા રૂપિયા 1500 માંગ્યા હોવાની બીપીનભાઈ ઘેટીયાની ફરિયાદ બાદ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે ટીપીની તમામ ફાઈલો પોતાની પાસે કબજે કરી લેતા આ વાતમાં ભસ્ટ્રાચાર આચરવા મથતા સંબંધિતોની મેલી મુરાદ પર પાણી ફરી ગયું છે. પાલિકાના દંડક અશોક મંગલાણીએ એક એવું દુખ વ્યક્ત કર્યું કે અમો સૌ ભાજપના સભ્યો છીએ અને શહેર ભાજપના ખજાનચી એવા અરજદાર બીપીનભાઈ પાસેજ આર્થિક નીવેદની વાત અમારા પક્ષની ગરીમાને અસર કરતી હોય, ટાઉન પ્લાનિંગ કમિટીના 4 સદસ્યોના રાજીનામાં બાદ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ તત્કાલ અસરથી ટીપી કમિટી વિખેરવા હુકમ કરેલ છે.
બોક્સ: કોણે કોણે રાજીનામાં આપ્યા ?
જેતલસર(જેતપુર): પૈસા આપ્યા વગર કોઈના કામો નાં થતા હોવાના આક્ષેપ સાથે ગઈ કાલે જેતપુર પાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચારેય ભાજપના સદસ્યો કંચનબેન વોરા, દીપકભાઈ લૂણી, મુક્તાબેન નંદાણીયા તથા ગોપાલભાઈ ડોબરીયાએ પોતપોતાના સદસ્ય પદેથી પ્રમુખ સમક્ષ રાજીનામાં રજુ કરતા ચારેય સભ્યોના રાજીનામાં મંજુર કરાયા હોવાનું પ્રમુખ જણાવે છે.
બોક્સ: તમારી ફાઈલ લઇ જાઓ, પૈસા કોઈને આપતા નહિ !!
જેતલસર(જેતપુર): જેતપુર નવાગઢ નગર પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા(લાલભાઈ)એ આજે ટાઉન પ્લાનિંગ કમિટીમાં મંજુર થયેલી ફાઈલોના અરજદારોને સામેથી ફોન કરી પૈસા માંગનાર રમેશ પટેલીયાની હાજરીમાંજ જણાવેલ કે તમારી મંજુર થયેલી ફાઈલો લઇ જાવ, ટીપીની ચેરમેન કે કોઈને પણ એક પણ પૈસો આપવાનો નથી, કોઈ પૈસા માંગે તો અમોને ફોન કરજો, હવે અમારે જેતપુર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત કરવી છે એ નક્કી છે.
બોક્સ: પૈસા માંગનાર સામે કેવા પગલા ભરશો ??
જેતલસર(જેતપુર): પાલિકાની ટીપી કમિટીની ફાઈલો આપતી અખતે રમેશ પટેલીયા નામનો કર્મચારી ભાજપનાજ મિત્રો પાસે પૈસા માંગી ખુલ્લેઆમ ગેરરીતી આચરવાના પ્રયાશો હોય, તમે શું પગલા ભરશો ? તેવા સવાલના જવાબમાં પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, પાલિકાના દંડક અશોક મંગલાણીએ જણાવેલ કે અમારી પાર્ટીનું નામ ખરાબ થાય તેવી ચેષ્ટા કરનાર રમેશ પટેલીયાને ફરજ પરથી મુક્ત કરાશે.
બોક્સ: પ્રભારી મંત્રી નીતિન પટેલને રજુઆતો
જેતલસર(જેતપુર): પાલિકામાં ટીપીના કાગળો અને ફાઈલો સંભાળતા રમેશ પટેલીયા એ શહેર ભાજપના ખજાનચી બિપીનચંદ્ર દેવરાજભાઈ ઘેટિયા પાસે ફાઈલ મેળવવાના રૂપિયા 1500 માંગ્યાની વાતની ફરિયાદ ગઈકાલે એક સરકારી કાર્યક્રમમાં હાજર પ્રભારી મંત્રી નીતિન પટેલને શહેર ભાજપના મંત્રી બળવંતભાઈ ધામીએ કરતા પ્રભારીએ ફરિયાદની તપાસ કરાવી આ કર્મીનું ટેબલ બદલાવી નાખવાની વાત દોહરાવી હતી.
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) - 99742 62812
ફોટો કેપ્શન: જેતપુર પાલિકા કચેરી તથા પૈસા માંગવાની જેમની સામે ફરિયાદ ઉઠી છે તે રમેશ પટેલીયા(ઉભેલા) તથા ઉપપ્રમુખ સુરેશભાઈ સખારેલિયા છે. (કશ્યપ જોશી - જેતલસર(જેતપુર) 99742 62812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો