ખુનના આરોપીએ પેરોલ ઉપર છૂટી કત્તલખાનું ચાલુ કર્યું !!
જેતપુરના નવાગઢમાંથી 135 કિલો ગૌમાંસ સાથે એક પકડાયો..
જેતલસર(જેતપુર) તા.23
જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતો અને ખૂન કેશમાં પેરોલ પર છૂટી નવાગઢમાં કત્તલખાનું શરુ કરનાર ખાટકીને ફોજદાર સંઘાણીએ આજે સવારે 135 કિલો ગૌમાંસ સાથે પકડી પાડ્યો હોવાનું જાણવાં મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આજથી ઘણા સમય પહેલા જેતપુરના નવાગઢમાં નજીવી બાબતે ગફારભાઈ મકવાણા નામના પરોઢનું ઢીમ ઢાળી દેનાર ખાટકી હાજી ઈબ્રાહીમ ભાડુલા પેરોલ ઉપર છૂટીને પોતાના ઘરે આવ્યો હતો.
10 દિવસના પેરોલ પર આવેલા હાજીએ ધંધો કરી લેવાના વિચાર સાથે તેમના ઘરમાં કત્તલખાનું ચાલુ કર્યું હોવાની પોલીસને બાતમી મળી હતી.
જેના પરથી ફોજદાર પી.બી.સંઘાણીએ સ્ટાફના કમલેશ રાવલ, રાજુ જોશી, દિનેશ ગઢવી, ધર્મેન્દ્રસિંહ વી,ને સાથે રાખી હાજીના ઘર પર છાપો મારતા પોલીસને 135 કિલો ગૌ માંસ, કાતા, છરા સહિતના મુદામાલ સાથે (કી.રૂ.9450/-) હાજી પકડાઈ ગયો હતો.
અત્રે એ નોંધનીય છે કે નાવાગઢમાં વરસો થયા અનેક કતલખાના બેરોકટોક ધમધમે છે. પોલીસ સમયાંતરે દરોડા પાડતી હોય છે પણ પોલીસની ગંધથી ખાટકીઓ છટકી જતા હોય છે. પોલીસ કહે છે કે ગૌ સેવા પ્રેમીઓ નવાગઢમાં ચાલતા અને ચલાવાતા કતલખાના બંધ કરાવવા પરત્વે સજાગ બને અને ચોક્કસ બાતમીઓ આપતા રહે તો પોલીસ દરોડા પાડવા કાયમ તૈયાર જ રહેશે
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર)99742 62812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો