વર્ષાઋતુમાં વીજળીના આંચકાથી કેમ બચવું..?
ચોમાસાના દિવસોમાં આપણને અવારનવાર એવા સમાચાર વાંચવા મળે છે કે પછી ભારે વરસાદને પગલે થયેલી શોર્ટ-સર્કીટને કારણે અકસ્માત સર્જાયો. આવી સ્થિતિમાં વીજળીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોય એવાં વાયર જમીન પર પડી જાય, પાણી ભરેલા ખાડામાં પડી જાય ત્યારે જો કોઈનો પગ તેના ઉપર પડે તો શોક લાગવાથી તેનું મૃત્યુ થઈ શકે. બહેતર છે કે ભારે વરસાદ દરમિયાન નીચે જોઈને ચાલવું. સડક કે ફૂટપાથ પર વાયર પડેલો દેખાય તો તેનાથી દૂર રહેવું. વૃક્ષ પડી ગયું હોય તો તેનાથી પણ દૂર રહેવું.
- જો ગાજ-વીજ સાથે ધોધમાર વરસાદ વરસતો હોય તો તમારા ઇલેક્ટ્રિક ડિવાઈસની સ્વીચ બંધ કરીને સોકેટમાંથી પ્લગ કાઢી નાખો.
- વીજળીના થાંભલાને અડવાની ભૂલ ન કરો.
- કોઈપણ ઇલેક્ટ્રિક એપ્લાયંસનું સમારકામ કરતી વખતે મેન સ્વીચ બંધ કરી દો. સમારકામ કરતી વ્યક્તિએ રબરના સ્લીપર પહેરવા.
- ટેલિવિઝન એન્ટેના કે સેટેલાઈટ ડિશ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રાખો.
- ખુલ્લા વાયર કે ભીના ઇલેકટ્રોનિક એપ્લાયંસને ન અડો,
- ઇલેક્ટ્રિક એપ્લાયંસ બારી પાસે ન રાખો. ભારે વરસાદ અને પવનને પગલે આવતી વાછંટથી તેમાં શોક લાગવાનો ભય રહે છે. શક્ય હોય ત્યાં સુધી તેને પ્લાસ્ટિકમાં વીંટળીને અથવા એકદમ કોરી જગ્યા પર રાખો.
- જો ઇલેક્ટ્રિક મીટર પાસે પાણી ભરાઈ જાય તો તેને તાત્કાલિક સ્વીચ ઓફ કરી દો.
- જો ઘરમાં શોર્ટ-સર્કિટ થાય તો મેન સ્વીચ બંધ કરી દો,
- જ્યારે જરૃર ન હોય ત્યારે સોકેટમાંથી પ્લગ કાઢી નાખો.
- જો રસ્તા પર ક્યાંય લાઈવ વાયર પડેલું જુઓ તો તરત જ એમએસઈડીસીએલને તેની જાણ કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો