પ્રોફેશનલ અને નોનપ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો મહાકુંભ
સ્ટુડન્ટ્સ ઓફ ધી ફોટોગ્રાફી ક્લબ દ્વારા ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક કોન્ફરન્સ કમ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન આગામી રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ વર્કશોપને અવન્ત ગ્રેડ-૨૦૧૩ એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ પ્રિમિયર ઇનસ્ટીટયુટ જેવી કે એનઆઇડી, સેપ્ટ, ડીએઆઇઆઇસીટી, નિફ્ટ, આઇઆઇએમ-એ અને પીડીપીયુ વગેરેના સ્ટુડન્ટ્સ એક મંચ પર એકત્ર થશે. આ વર્કશોપમા યંગ સ્ટુડન્ટ્સ, ઇમેચ્યોચર ફોટોગ્રાફર્સ ઉપરાંત પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ ભાગ લેશે. આ અંગે ફોટોગ્રાફી ક્લબના સેક્રેટરી ભાસ્કર દાસ કહે છે કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કેે શહેરની આવી વિવિધ પ્રિમિયર ઇન્સિટયૂટના સ્ટુડન્ટસ એક પ્લેટફોમ પર આવે. જેથી તેઓ આર્ટને અન્ય સામે પણ રજૂ કરી શકે અને એકબીજા વચ્ચે ઇન્ટરએક્શન પણ સ્થપાય. જેમાં ઇમેચ્યોર ફોટોગ્રાફર્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ અને આર્ટ લવર ભાગ લેશે. જેને લઇને શહેરની વિવિધ ઇન્સ્ટિટયૂટ અને કોલેજોના સ્ટુડન્ટ્સનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ વર્કશોપ માટે કોઇ પણ જાતની ફી રાખવામાં આવી નથી. આ વર્કશોપ બાદ અમે 'વિમેન એમ્પાવરમેન્ટ' વિષય પર એક ફોટોગ્રાફી કમ્પીટીશનનું પણ આયોજન કરવા જઇ રહ્યાં છીએ. જ્યારે આઇઆઇટીજીનો સ્ટુડન્ટ પંકજ ગૌતમ કહે છે કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કે યંગ ફોટોગ્રાફર્સને એક પ્લેટફોર્મ મળી રહે. કે જ્યાં તેઓ પોતાની આર્ટને લોકો સમક્ષ રજૂ કરી શકે. આ વર્કશોપ એનઆઇડીના ડૉ.દીપક જ્હોન મેથ્યુ દ્વારા કન્ડક્ટ થશે. તેઓ ફોટોગ્રાફીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત છે. ઉપરાંત દિલ્હીના જાણીતા ફોટોગ્રાફર શિવ આહુજા કે જેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે તે પણ ઉપસ્થિત રહેશે. આ વર્કશોપથી સ્ટુડન્ટ્સને પણ ફોટોગ્રાફીથી વાકેફ કરવામાં આવશે. ઉપરાંત તેઓને ફોટોગ્રાફીમાં રસ ઉભો થાય એવા ્પ્રયાસો પણ કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો