અનુયાયીઓ

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

(Bhaashaa-Vichaar} parishad-sabha

*સહયોગીઓ,*

*
*

*ઘણા સમયથી અમદાવાદમાં ભાષાપરીષદના સભ્યોનું મળવાનું બન્યું નથી. *

*
*

*છેલ્લે મળેલા ત્યારે એક મંત્રી તરીકે મારી પણ પસંદગી થયેલી જેને માટે મેં
મારા બદલે વધુ સક્રીય તેવા શ્રી ભીખુભાઈ સુરાણીનું નામ સુચવ્યું હતું જેને
બીજી સભામાં મંજુરી મળે. પણ એ હજી શક્ય બન્યું ન હોઈ અને હું પણ સક્રીય રહી
શક્યો ન હોવાથી કામ અટકેલું છે.*

*
*

*આ સમય દરમીયાન છેલ્લાં પાંચેક વરસથી હું નીયમીત રીતે કેટલાંક સામયીકોને નેટ
ઉપર ચડાવવાની કામગીરી તો કરી જ રહ્યો છું જેના વાચકો ઠીક ઠીક સંખ્યામાં જોવા
મળે છે. *

*
*

*મારા બ્લૉગ પર પણ હું વર્ષોથી એક ઈ–ઉમાં લખું છું જેનાં આજ સુધીમાં કુલ ૬૯૭
લખાણો પ્રકાશીત થયાં છે ! *

*
*

*પુરંતુ આ કાંઈ પુરતું કે સંતોષજનક તો નથી જ. જોડણીસભાને ૧૩ વરસ થયાં ને હવે
સમાજમાં છાપ પડતી જાય છે કે ઉંઝાને ઉંઘ આવી ગઈ છે. નિરીક્ષકમાં તો લખાયુંય
ખરું (રમેશ દવે) કે રામજીભાઈનું કામ બંધ જેવું છે વગેરે.*

*
*

*આના અનુસંધાનમાં બે બાબતો જણાવવાની થાય છે –*

*
*

*૧) વહેલી તકે એક સભા બોલાવવામાં આવે અને પ્રવૃત્તીને માટે કોઈ નક્કર નીર્ણય
થાય;*

*
*

*૨) દરમીયાન એક નવો બ્લૉગ શરુ કરવામાં આવે જેના પર સીધા લેખો જ મુકાતા હોય. *

*
*

*અત્યારે કેટલીક સાઈટ પર મારા અને સુનીલભાઈના દ્વારા કેટલાંક સામયીકો જ મુકાય
છે જે ફક્ત લીંકરુપે જ હોય છે ને જે સીધા વાંચી શકાતા નથી. માટે બ્લૉગ
બનાવવામાં આવે તો અનેક પ્રકારની કામગીરી ત્યાં દર્શાવી શકાય તેમ હોઈ થોડી વધુ
અસરકારક કામગીરી થઈ શકે. આપણી કને ઘણું બધું સાહીત્ય પડ્યું છે જેને નેટ પર
મુકવાની તાતી જરુરીયાત છે. *

*
*

*આ કાર્ય ઘણું મોટું છે અને તેને માટે ટાઈપ કરવાનો સાધારણ ખર્ચ પણ કરવો પડે
તેમ હોઈ નાનકડું બજેટ પણ બનાવવું જોઈશે. અત્યારે અમારા આયુ ટ્રસ્ટના બ્લૉગ પર
હું નીયમીત રીતે લેખો ટાઈપ કરાવીને તથા જોડણી અને અન્ય સુધારાઓ કરીને પ્રકાશીત
કરું છું...ને તેનો પ્રચાર પણ ખુબ સારો એવો થાય છે. આ જ રીતે ઉંઝાકાર્યોના
હેવાલો અને કેટલુંય સાહીત્ય મુકી શકાય. *

*
*

*આ બધાંનો વીચાર કરવા માટે આપણે સૌ વહેલી તકે મળીએ તે જરુરી છે. આશા છે, આપણું
મળવાનું બનશે. *

*
*

*આપનો, – જુગલકીશોર.*

* *

--
*
*
*– જુગલકીશોર.*
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*

-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ* * http://sites.google.com/site/vachanyatra/*

ટિપ્પણીઓ નથી: