રાજકોટ
રાજકોટ જીલ્લામાં આજથી ઉજવવામાં આવનાર નિર્મળ ઉત્સવના પ્રારંભે રાજકોટમાં આજે સવારે સ્વચ્છતા જાળવાનો સંદેશો ફેલાવતી નિર્મળ પદયાત્રા જયુબીલી ચોક નજીક આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતેથી નિકળી હતી. રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજકોટ જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે નિકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો આગેવાનો અને નાગરિકો જોડાયા હતા. આ રેલીનું રેસકોર્ષ બહુમાળી ભવન ખાતે સમાપન થયું હતું.
ચોમાસાને અનુલક્ષીને તેમજ આગામી સમયમાં આવી રહેલા નવરાત્રી અને દિપોત્સવી તહેવારો પુર્વે તમામ ગામો/શહેરોમાં જાહેર સ્વચ્છતા જાળવવાના આશયથી લોકજાગૃતિ અર્થે સમગ્રરાજયમાં તા. ૧૯ સપ્ટે થી તા. ૧ ઓકટોબર સુધી નિર્મળ ઉત્સવ ઉજવવામાં આવનાર છે તેના ઉપલક્ષમાં રાજકોટમાં આ પદયાત્રા નિકળી હતી.
મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે આ પદયાત્રા પ્રારંભે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ હતું કે જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જળવાઇ રહે તે માટે દરેકે જાગૃત રહેવું જોઇએ અને સ્વચ્છતા જાળવવા પ્રતિબધ્ધ બનવું જોઇએ કેમ કે ગંદકીથી રોગો ફેલાય છે અને આરોગ્યને નૂકશાનકર્તા બને છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધીએ પણ વ્યકિતગત અને જાહેર આરોગ્ય જાળવવા પર ભાર મૂકયો હતો.
ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘોઘુભા જાડેજા તેમજ કોટડાસાંગાણીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘેલાભાઇ સહિત પંચાયતોના પદાધિકારીઓ અને નાગરિકો આ પદયાત્રામાં જોડાયા હતા.
જીલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાયે જયાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ છે તેમ જણાવી રાજકોટ જિલ્લાના ગામે ગામ નિર્મળ અભિયાન હેઠળ સ્વ્ચ્છતા અભિયાનને વેગ અપાશે અને આ પદયાત્રા નિર્મળતાના સંદેશાનોપ્રસાર કરશે.
મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતેથી પ્રસ્થાન થયેલી આ પદયાત્રા જયુબીલી ચોક, ચૌધરી હાઇસ્કુલ થઇ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી જયાં પૂ. સરદાર પટેલની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલી અર્પી હતી.
આ પદયાત્રા પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ અને નિર્મળ ઉત્સવનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. રેલીના આયોજનમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચેતનાબેન વ્યાસ તેમજ શિક્ષક ભાઇ-બહેનો તેમજ શિક્ષણ સંઘના મંત્રીશ્રી અશોકભાઇ સેતા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ વગેરે સહયોગી બની સૌ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા વિદ્યાર્થી ભાઇ બહેનો પદયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.

માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે યોજાનારા ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો
રાજકોટ
રાજકોટ
ફકત માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે સાગરખેડુ અંતર્ગત ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો યોજાશે.
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા ૨૬૦ કલાકના આ તાલીમવર્ગો યોજાશે. આ તાલીમવર્ગમાં ૧૬ થી ૧૯ વર્ષના ફીઝીકસ , કેમિસ્ટ્રી અને મેથ્સ વિષયો સાથે ધોરણ-૧૨ પાસ થયેલા અપરિણીત ભારતીય પુરૂષ ઉમેદવારો જોડાઇ શકશે. બહેનો અને અપંગ ઉમેદવારો આ તાલીમવર્ગમાં જોડાઇ શકશે નહીં. ૬(છ) માસના આ તાલીમવર્ગ સોમથી શુક્ર બે કલાક અથવા શનિ અને રવિ પાંચ કલાક યોજાશે. તાલીમવર્ગમાં જોડાનાર ઉમેદવારને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબનું સ્ટાઇપેન્ડ અને સાહિત્ય આપવામાં આવશે. આ અંગેનું ફોર્મ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટ ફોન નં-૦૨૮૧ ૨૪૪૦૪૧૯ અથવા ૨૪૪૭૪૨૯ ખાતેથી કામકાજના દિવસો દરમ્યાન વિના-મૂલ્યે મળી શકશે, તેમ શ્રી એ.કે.સચાણીયા, મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ઉપલેટાની ખોવાયેલ યુવતી વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટ
ઉપલેટાના મનસુખભાઇ પાદરીયાની ૨૬ વર્ષની ઉંમરની પુત્રી યોગીતાબેન તણસવા તા. ઉપલેટા ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨.૯.૨૦૧૧ના રોજ બપોરે ૩ વાગ્યે કોઇને કહયા વગર ગુમ થયા છે. સાધારણ બાંધાની, લંબગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ મરૂન કલરનો પંજાબી પહેર્યો છે. તેના જમણા હાથના પોંચા ઉપર ઓમ ત્રોફાવેલ છે. તથા આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
ઇન્ડીયન એરફોર્સનો ભરતી મેળો નવેમ્બરમાં યોજાશે.
રાજકોટ
રાજકોટ
રાજકોટ ખાતે ચાલુ માસ દરમ્યાન યોજાનારો ઇન્ડીયન એરફોર્સમાં એરમેનની ભરતી માટેનો ભરતીમેળો વીંગકમાન્ડર એરફોર્સ, મુંબઇ દ્વારા અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે. આ ભરતીમેળો હવે નવેમ્બર-૨૦૧૧માં યોજાશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટ
રાજકોટના કિરણભાઇ સોલંકીની ૨૦ વર્ષની ઉંમરના પત્ની જયોતિબેન પોતાના ઘરેથી ગત તા.૮.૯.૨૦૧૧ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે ગુમ થયેલ છે. મધ્યમ બાંધાના અને વાને ઘઉંવર્ણા આ બહેને પીળા સાડી-બ્લાઉઝ પહેર્યા છે. તથા આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧-૨૩૮૯૫૫૨ ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
તોલમાપ તેમજ ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્ઠ બનાવવાની સૂચના આપતાં જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહ
જિલ્લા કલેકટરશ્રી શાહના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર-ગ્રાહક સુરક્ષા ભંડાર માટેની સંયુકત સમિતિની મળેલી બેઠક

જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહના અધ્યક્ષપદે તેમની ચેમ્બરમાં મળેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિની એક સંયુકત બેઠકમાં નાગરિક પુરવઠો અને તેના વિતરણ તેમજ સંલગ્ન વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરતાં તેમણે જિલ્લાના તમામ તાલુકાઓમાં તોલમાપ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્ઠ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.
ઇનચાર્જ જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી અને સમિતિના સભ્ય સચિવશ્રી બી.સી. ચુડાસમા સહિત સમિતિના અન્ય સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વાજબી ભાવની દુકાનોની સંખ્યા તેમજ તેની પસંદગી, જિલ્લામાં કાયમી ૬૧૯ જેટલી વાજબી ભાવની દુકાનો દ્વારા માહે ઓગષ્ટ-૨૦૧૧ ના માસમાં આવશ્યક ચીજવસ્તુઓ અને નાગરિક પુરવઠાની વહેંચણી બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તોલમાપ વિભાગ દ્વારા માહે ઓગષ્ટ-૨૦૧૧ દરમિયાન જિલ્લામાં પેટ્રોલપંપ, ગેસ એજન્સી, વાજબી ભાવની દુકાનો, તથા અન્ય વેપારી-ફેરિયાઓ મળી કુલ ૨૮૨ સંસ્થાઓની કરાયેલી તપાસણીની કામગીરી અને તેમાં ૨૩ સંસ્થા સામે થયેલી કાયદેસરની કાર્યવાહી ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થના લેવાયેલાં ૪ નમૂના ઉપરાંત ૨૦ જેટલા ખાદ્ય પદાર્થના નમૂનાની કરાયેલી ચકાસણીની રજુ થયેલી વિગતોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

વઢવાણ ખાતેથી“નિર્મળ ઉત્સવ”- નિર્મળ પદયાત્રાનો શુભારંભ
દિવાળી પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામો નિર્મળ બને તે માટેના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
સુરેન્દ્રનગર,

રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા.૧૯/૯/૨૦૧૧ થી તા.૨/૧૦/૨૦૧૧ દરમિયાન સમગ્ર રાજયમાં નિર્મળ ઉત્સવ તરીકે ઉજવણી કરવા તેમજ આ દિવસો દરમિયાન સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા માટે ગામોના તમામ લોકોને આવરી લેવાના કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો નિર્મળ ઉત્સવ તથા નિર્મળ પદયાત્રાનો આજે સવારે વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી બચુભાઇ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી બચુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુખાકારી જળવાય તે માટે આગામી દિવાળી પર્વો પહેલા જિલ્લાના તમામ ગામોને નિર્મળ બનાવવામાં આવશે, જેમાં ઘરે-ઘરે શૌચાલયો ઉભા કરવામાં આવશે, ગામની આસપાસનો એક કી.મી.નો વિસ્તાર પ્લાસ્ટીક મુકત કરાશે. ગંદા પાણીનો નિકાલ, ઘરે-ઘરેથી ઘન કચરાનો નિકાલ, જાહેર સ્થળોની નિયમિત સાફ સફાઇ, તેમજ ઉકરડામાંથી કમ્પોસ્ટીંગ અને વર્મી કંમ્પોસ્ટીંગની કામગીરીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહે શૌચાલયોનો ઉપયોગ તથા હાલનાં ચોમાસાનાં સમયમાં રોગચાળાની પરિસ્થિતિ ન થાય તે માટે સફાઇનું મહત્વ સમજાવી ઘનિષ્ઠ સફાઇની કામગીરી માટે લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
આ તકે દશ તાલુકાની દશ પદયાત્રીઓની ટીમોને આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના અન્ય મહાનુભાવોની હાજરીમાં ફલેગ આપી તેમના તાલુકા માટે પ્રસ્થાન કરાવાયું હતું. આ પદયાત્રા જિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં જશે અને ત્યાંથી તા.૨૦/૯/૨૦૧૧ થી તાલુકાનાં કલસ્ટર વાઇઝ રૂટનાં ગામોમાં જઇ નિર્મળ ઉત્સવ અંગે લોકોમાં જાગૃતિ કેળવશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી. પટેલ, અધિક કલેકટરશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ. બી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ખીમજીભાઇ પરમાર, વઢવાણના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકાના આગેવાનો, સખીમંડળના સભ્યો, શાળાનાં આચાર્યશ્રીઓ, આંગણવાડી સ્ટાફ - સી.ડી.પી.ઓ.શ્રી, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

જામનગર તાલુકાના વિવિધ ગામોમાં તા.૨૧ અને ૨૨મીએ ગ્રામસભા
જામનગર તાલુકાના વિવિધ ગામોમાં સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાશે. જેમાં તા.૨૧ ના રોજ ધુતારપર, ધુંવાવ, ધુડસિયા, ધ્રાંગડા, ઠીંચડા, ઢંઢા, દરેડ, દળિયા, ચેલા, ચાવડા ખાતે તથા તા.૨૨ના રોજ ચંગા, ચંદ્રગઢ, ચંદ્રાગા, ચાપા બેરાજા, બેરાજા, બેડ, બાવરિયા, બાલંભડી, બાડા, અામરા, અલીયા ખાતે ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ જામનગર તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.

કાલાવડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં તા.૨૨ ના મળશે ગ્રામસભા
કાલાવડ તાલુકાના ભાંગડા, ભગત ખીજડિયા, બેરાજા, બેડિયા, બાવા ખાખરિયા, બાંગા, બામણગામ, બાલંભડી, અરલા, આણંદપુર ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ કાલાવડ તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.

જોડિયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં તા.૨૧ અને ૨૨ સપ્ટે. ના રોજ ગ્રામસભા
જોડિયા તાલુકાના ભીમકટા, ભાદરા, બેરાજા, બેલા, બારાડી, બાલંભા ખાતે તા.૨૧ ના રોજ અને બાલાચડી, બાદનપર(જોડિયા), બાદનપર(આમરણ), આણદા, આમરણ, અંબાલા ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. ગ્રામજનોને ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જોડિયા તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.

હાલારમાં ૯૦ ગામ નિર્મળ ગ્રામ અભિલાષી
જામનગર જિલ્લામાં ચાલુ સાલે નિર્મળ ગ્રામનો પુરષ્કાર મેળવવા ૯૦ ગ્રામ પંચયતોને દરખાસ્ત કરી છે. જિલ્લા ગ્રામ વિસ એજન્સીના નિયામકશ્રી પટ્ટણીના જણાવ્યા મુજબ જે ગામના તમામ ઘરોમાં શૌચાલય, ગંદકીમુકત ગામ હોય આ ગામો નિર્મળગામના તમામ ધારાધોરણો પૂર્ણ કરે તેની પૂરતી તપાસ કરી સબંધીત ગામને નિર્મળગ્રામનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્સવનો જામનગરથી પ્રારંભ
૮૦ ટકા રોગો, અસ્વચ્છતા અને પ્રદૂષિત પાણીના લીધે થાય છે
હાલારમાં હજુ ૭૫ હજારથી વધુ કુટુંબો શૌચાલય વિહોણા
હાલારના ૪ ગામમાં રૂ. ૨૮.૮૯ લાખના ખર્ચે ભુગર્ભ ગટર બનશે
હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્સવનો જામનગર સ્થિત ટાઉન હોલથી જિલ્લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટ્ટણી દ્વારા પ્રારંભ કરાયો હતો.
નિર્મળ ઉત્સવ અંતર્ગત યોજાયેલ પદયાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહજી જાડેજા, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગાભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી મુળુભાઇ કંડોરિયા ઉપરાંત વિવિધ શાળાના ૧૫૦૦ થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ ઉત્સવ નિમિતે વિશાળ પદયાત્રા યોજાઇ હતી.
આ પ્રસંગે ટાઉન હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના ૪ ગામમાં નિર્માણ થનાર ભૂગર્ભ ગટર માટે કુલ રૂ.૨૮.૮૯ લાખના ચેક રણજીતપુર, દડિયા, જંબુસર અને વાનાવડ ગામના સરપંચોને અર્પણ કરાયા હતા.
વ્યકિતગત સ્વચ્છતા માટે પ્રથમ પગલુ શૌચાલય છે. લોકો પાસે બાઇક, સ્કુટર, મોબાઇલ, જમીન, દોલત બધુ હશે છતાં શૌચાલય બનાવવાની માનસિકતાના અભાવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ૭૫૬૪૩ ઘરોમાં શૌચાલય નથી. જેમાં ૭૫૦૭૯ એપીએલ અને માત્ર ૫૬૪ બીપીએલ કુટુંબોનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બીપીએલ લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલય બનાવવા રૂ.૩૨૦૦ અને એપીએલ લાભાર્થીઓને રૂ.૨ હજાર સહાય આપવામાં આવે છે. શૌચાલય ન હોવાથી ખુલ્લામાં શૌચક્રિયાથી કમળો, કોલેરા, મરડો, ઝાડા, કૃમિ તથા ટાઇફોઇડ જેવા રોગોના લોકો ભોગ બને છે.
નિર્મળ મહોત્સવનો મુખ્ય આદેશ ખુલ્લામાં થતી શૌચક્રિયા સદંતર બંધ કરવાનો છે. તેમ આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટ્ટણીએ જણાવ્યુ હતું. આ મહોત્સવને સફળ બનાવવા ગ્રામ વિકાસ એજન્સીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ તથા ગ્રામ્ય લેવલે આંગણવાડી વર્કરો, આરોગ્ય કર્મચારીઓ, તલાટીમંત્રીઓ, શિક્ષકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિજય ગૌસ્વામી તથા સહયોગી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી નલીન રાજાણીએ કર્યુ હતું.

સ્વચ્છતા અને સફાઇને મિશન સ્વરૂપે અપનાવોઃ
કચ્છમાં નિર્મળ ઉત્સવનો પ્રારંભઃ કચ્છમાં આ વર્ષે ૨૭ લાખના ખર્ચે ૮૬૦૦ શૌચાલયો બનશેઃ
૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ જાહેર કરવા દરખાસ્ત કરાશેઃ
ભુજ,

કચ્છમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હેઠળ સફાઇ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર નિર્મળ ઉત્સવ ઉજવણી અંતર્ગત નિર્મળ પદયાત્રાનો પ્રારંભ થયો છે. રજી ઓકટો. સુધી જીલ્લામાં ગામડે ગામડે સફાઇ બાબતે જાગૃતિનો સંદેશ વહેતો કરાશે. ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતાને જીવનમાં મિશન સ્વરૂપે લેવા હાકલ કરવામાં આવી હતી.
જિલ્લાના દસે દસ તાલુકામાં પહોંચનારી ટીમને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગાએ સ્વચ્છતાને અભિયાન તરીકે લેવાનું જણાવી કહયું કે, કોઇપણ સામૂહિક આચરણ માટે વ્યકિતગત અમલ કરવો જરૂરી છે. તેમણે કહયું કે, પશ્ચિમના દેશો પાસેથી શીખવા જેવી બાબત કોઇ હોય તો તે સ્વચ્છતા છે. બીજી વણજોઇતી નકલ કરવાને બદલે ‘‘સ્વચ્છતાના પાઠ ભણવાનો’’ તેમણે અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા મિશન તો જ પુરૂં થાય જો કચ્છના દરેક ગામ નિર્મળ ગ્રામ બને.
જિલ્લા કલેકટરશ્રી એમ થેન્નારસને સ્વચ્છતા માટે લોકજાગૃતિ અત્યંત મહત્વનું પાસું છે એમ જણાવી કહયું કે, સફાઇ સ્વચ્છતાનો કાયદો તો જ અસરકારક બને જો લોકો જાતે આગળ આવે. એકલ-દોકલ કામ ચલાવવાથી કાંઇ ન થાય. પ્લાસ્ટિકના ઉપયોગ સામે પર્યાવરણને મોટો ખતરો છે તેમ જણાવી કલેકટરે કહયું કે, બજારમાં ખરીદી કરવા હવે પરંપરાગત પધ્ધતિ એવી થેલીનો ઉપયોગ કરાય તો જ ૨૦ થી ૪૦ માઇક્રોન પ્લાસ્ટિક આપો આપ નાબૂદ થઇ જાય. ઘરનો કચરો આમ તેમ ફેંકવા કરતા નિશ્ચિત જગ્યાએ રાખવાની ટેવ પણ પ્રજાએ કેળવવી પડશે, એમ તેમણે ઊમેર્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે સ્વચ્છ અને સુખી સમાજના નિર્માણ માટે સ્વચ્છતાને કાયમી ધોરણે જીવનમંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. ગામડામાં સફાઇનો સંદેશો પહોંચાડવા એન.એસ.એસ. અને એમ.એસ.ડબલ્યુના વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.જી.ભાલારાએ સ્વાગત કરી, કાર્યક્રમનો ઉદેશ સમજાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ વૈધએ અને આભારદર્શન ગ્રામ વિકાસ એજન્સીના જે.કે.છાયાએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી છાયાબેન ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદ ચાવડા, જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન અરવિંદ પિંડોરિયા, શાસક પક્ષના નેતા જયંત માધાપરિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હિતેષ ખંડોલ, સ્વચ્છતા અભિયાનના તપન ઘોષ, પાલજી ડોરિયા, આસીફ રાયમા રૂચિબેન વિગેરે ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ નિર્મળ ગુજરાત અંતર્ગત આ વર્ષે ૮૬૦૦ શૌચાલયો બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. એપીએલ, બીપીએલ શાળા શૌચાલય, આંગણવાડી શૌચાલય અને સામૂહિક શૌચાલય પાછળ ૨૭ લાખનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે કચ્છમાં ૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ બનાવવા સરકારને દરખાસ્ત કરાશે.

મોસમ જોઇ વિકસતો કચ્છનો તરણેતરઃ
રાજાશાહીના વખતથી ચાલતો મેળો એક જમાનામાં આર્થિક અને સામાજિક વ્યવહારનું શ્રેષ્ઠ માધ્યમ હતુંઃ
યક્ષનો મેળો ભાતીગળથી હવે વેબસાઇટ સુધી પહોંચશેઃ

કચ્છના મિની તરણેતર તરીકે ગણાતા યક્ષના મેળાનો પ્રારંભ થયો છે. માત્ર પશ્ચિમ કચ્છનો જ નહીં સમગ્ર કચ્છનો આ સૌથી મોટો મેળો છે. ચાર દિવસ ચાલનારા યક્ષના મેળામાં રવિવારની રાતથી બુધવારની બપોર સુધી સરેરાશ પાંચ લાખ જેટલા મેળાના માણીગરો ઉમટી પડે છે. રાજાશાહીના વખતથી ભરાતો આ મેળો સમયને સથવારે ચાલી રૂપ રંગ બદલે છે. એક સમયે તદન ભાતીગળ હતો. આજે સી.સી.કેમેરા સાથે સજ્જ છે તો આવતીકાલે વિશ્વના લોકો વેબસાઇટ ઉપર મેળો જોઇ શકે તેવું આયોજન સંચાલકોએ વિચાર્યુ છે.
મોસમ જોઇ વિકસતો યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. એક જમાનામાં આ મેળો યક્ષના આળા-પાંચાળામાં આર્થિક અને સામાજિક વ્યવહાર માટે પ્રચલિત હતો. ગામડાના કમી કસબીઓની સેવાના બદલામાં મેળામાં વાપરવા તેમને કૃષિપુત્રો તથા વેપારીઓ પાસેથી પૈસા મળતા તો આ મેળો દીકરા-દીકરીના સગપણ માટે પણ યોગ્ય સ્થળ ગણાતું. કારણ કે આજુબાજુના લોકો ગાડાંથી આવે ત્યારે એકાદ બે દિવસ તંબુ તાણીને રહી પરસ્પર પરિચય કેળવતા.
યક્ષનો મેળો તે વખતે માત્ર સલેહગાહ કે મનોરંજન પુરતો મર્યાદિત ન હોતો. ગ્રામ પ્રજા અહીં વાસણોની ખરીદી પણ કરતી. એક આખી કંસારા બજાર અસ્તિત્વમાં હતી. વાળંદની સલૂનો લાગતી. કપડાના તાકા મળતા. એકાદ દરજીની દુકાન પણ લાગતી. જો કે રમકડાં, પ્રસાધનો, કટલેરી તેમજ જલેબી, ગાંઠીયા અને ભજીયા મળતાં.... મનોરંજનમાં માત્ર ગોળ અને ઉભા ફરતાં ચકડોળ જ હતા.
પછી જમાનો બદલાતો ચાલ્યો.. ગાડાંનું ચલણ ઓછું થયું. એસ.ટી. સેવાની ધૂમ મચી. હવે તો બાઇક અને ફોર વ્હીલનો જમાનો છે. મેળામાં રોકાવાનો તો સવાલ જ નથી. મુંબઇની જેમ દિવસને બદલે રાત્રે તેની રોનક વધે છે. ચગડોળનું સ્થાન મેરીગો રાઉન્ડે લીધું છે. ડાન્સ-પ્રોગ્રામ, મોતનો કૂવો, બ્રેકજુલો, સેલબો, નાવ, ચિલ્ડ્રન આઇટમ, ટોરાટોરા જેવી અવનવી મનોરંજનની વસ્તુઓ ઉપલબ્ધ છે. મનોરંજન સાથે ખાણીપીણીનું મહત્વ વધ્યું છે. પ્રિન્સ્ટાર જેવો નજારો જોવા મળે છે. હવે તો રમકડા સહિત અનેક વસ્તુનાં સેલ લાગવા માંડયા છે.
આખા દિવસનો કલશોર અને રાત્રે શાંત વાતાવરણમાં મેળાની રોનક વધુ જામતી જાય છે. અવાજ હોય છે, માત્ર પોતાના સ્ટોલમાં આવકારનો.
યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. દેશ અને રાજયની પ્રાસંગિક બાબતને અહીં વણી લેવામાં આવે છે. સરદાર સરોવર ડેમના આંદોલનથી માંડીને, વાઇબ્રન્ટ ગુજરાત, કચ્છને નર્મદાના નીર મળે તો તેની વાત, કોમી એકતા વિગેરે બાબતો વખતો વખત જોવા મળે છે.
મેળા આયોજક સમિતિના ચેરમેન ધીરૂભાઇએ કહયું કે, આજે મેળાનો વિસ્તાર વધ્યો છે. સમયને અનુરૂપ અને બદલવા લાવીએ છે. આજે સી.સી.કેમેરા ગોઠવ્યા છે. કાલે અમે વેબસાઇટ તૈયાર કરવાના છીએ. જેથી અમેરિકામાં રહેતો કચ્છી તેના મેળાને જોઇ શકે.

માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્પના સ્થળે વિગતો રાખવા જાહેરનામું
નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશેઃ
ભુજ,
નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશેઃ
ભુજ,
આસો નવરાત્રિ પર્વ તા. ૨૬/૯ થી પ/૧૦ દરમિયાન તથા તા. ૬/૧૦/૧૧ના રોજ દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્લાનાં તથા જિલ્લાક બહારના શ્રધ્ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. આ સેવા કેમ્પો તા. ૨૨/૯/૧૧થી ખોલવામાં આવે તેવી સંભાવના છે.
જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૨/૯/૧૧ના સવારના ૬-૦૦ કલાકથી તા.૬/૧૦/૨૦૧૧ સુધી સંબંધિત કેમ્પ સંચાલકોને આ જાહેરનામાની વિગતોનો અમલ કરવા જણાવાયું છે.
તદ્દઅનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રધ્ધાળુઓ માટે કચ્છ અને કચ્છ બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નં. તેમજ કેમ્પના સેવા આપનાર સ્વયં સેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઇલ નંબરની સાથે કેમ્પમાં કોઇ ચીજ/વસ્તુ ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના હોય તો તેની સંપૂર્ણ વિગત. કેમ્પમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહીં. કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.
આ ઉપરાંત જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઇટ રીફલેકટર રાખવા, કેમ્પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્યવસ્થા કરવી. યાત્રાળુઓ માટે શુધ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્તા ઉપર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ નહીં કરવો. કેમ્પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા નહીં કરવા તેમજ સેવા કેમ્પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે.
આ તમામ વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને તેની જાણ કરવાની રહેશે. તેમ વધુમાં જાહેરનામા દ્વારા જણાવાયું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે .

તા.૨૬/૯ થી ૬/૧૦ રાત્રિના ૨૪ કલાક સુધી માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ
ભુજ
ભુજ
આગામી તા. ૨૬/૯ થી ૬/૧૦/૧૧ના રાત્રિના ૨૪ કલાક સુધી નવરાત્રિ અને દશેરા પર્વની ઉજવણી થનાર છે. દયાપર પોલીસ સ્ટેશનના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.પી. નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૬/૯ ના વહેલી સવારે ૬ કલાકથી ૬/૧૦/૧૧ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સજા થશે.
અબડાસામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્માર્ટકાર્ડ જોગઃ
ભુજ,
ભુજ,
જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્માર્ટ કાર્ડ બનાવવા માટે અબડાસા તાલુકાના ગામોમાં તા.૧૯/૯/૨૦૧૧ થી ૨૩/૯/૨૦૧૧ સુધી બી.પી.એલ.કુટુંબોના સભ્યોએ બીપીએલ યાદી મુજબ વ્યકિત દીઠ ૫ સભ્યોએ એક વર્ષની મુદત માટે નોંધણી ફી પેટે રૂપિયા ૩૦ ચૂકવી સારવારલક્ષી સ્માર્ટ કાર્ડ બનાવી લેવા. બીપીએલ લાભાર્થીઓ આ લાભથી વંચિત ન રહી જાય તે માટે ગામના સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ, લોક આગેવાનોને આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સ્માર્ટ કાર્ડ દ્વારા બીપીએલ કુટુંબોના નોંધાયેલા ૫ સભ્યો પૈકી ચોલા મન્ડલમ કંપની દ્વારા નિર્ધારિત દવાખાનાઓમાં એક વર્ષ માટે રૂપિયા ૩૦ હજાર સુધીની સારવાર પેટે ખર્ચની રકમ ચોલા મન્ડલમ કંપની દ્વારા કરવામાં આવનાર છે. જેથી આ રાષ્ટ્રીય સ્વાચ્થ્ય યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આયોજન અધિકારી એસ.કે.મોઢ દ્વારા જણાવાયું છે.
કોમર્શીયલ રીતે સ્પર્ધાત્મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું
ડોરફ્રેમ મેટલ ડીટેકટર, સી.સી. ટીવી કેમેરા રાખવાના રહેશેઃ

ચાલુ માસે નવરાત્રિ પર્વ દશેરા પર્વની ઉજવણી કચ્છ જિલ્લામાં આગામી તા. ૨૬/૯ થી તા. ૬/૧૦/૧૧ સુધી થનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્તારોમાં જિલ્લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપોને બોલાવી એન્ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્પર્ધાત્મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે.
જેથી આવા મોટા પાયે કોમર્શીયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્યુઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્થાઓએ હાલની સલામતીની પરિસ્થિતની દ્રષ્ટિએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત માનવ મેદની વગેરે બાબતે ચોકસાઇ અને તકેદારી રાખી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના ગરબાઓ મોડામાં મોડા રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત દરેક સંસ્થા/વ્યકિત તે સ્થળ અંગેનું પરફોર્મન્સ પ્રિમાઇસીસ લાયસન્સ નિયમાનુસાર મેળવી સ્થાનિકે રાખવાનું રહેશે.
સંબંધિત અધિકારી પાસે લાઉડ સ્પીકર વગાડવાની નિયમાનુસારની મંજૂરી મેળવી લેવાની રહેશે. ઇલેકટ્રીક અંગેના કનેકશનો સંબંધિત ઓથોરીટી પાસેથી મેળવી લેવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડીટેકટર રાખવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર તથા પાર્કીંગની જગ્યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. કાર્યક્રમમાં અવર-જવરનું રેકોર્ડીંગ(વિડીયોગ્રાફી) કરવાનું રહેશે અને કરેલ રેકોર્ડીંગની સી.ડી. પોલીસ કંટ્રોલરૂમને આપવાની રહેશે. પાર્કીંગ માટે પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે. સિકયુરીટી માણસો સલામતી માટે રાખવાના રહેશે, તેમ વધુમાં આ જાહેરનામાં દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામાના હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાનેપાત્ર થશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો