અનુયાયીઓ

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

૬પમા આઝાદી દિવસે મુખ્ય મંત્રીશ્રીની મહત્વની જાહેરાતો રાજ્ય સરકારની નોકરીઓમાં યુવાશક્તિનો સાક્ષાત્કાર કરવા આ વર્ષે ૬૦,૦૦૦ યુવાનોની વિવિધ સરકારી સેવાઓમાં ભરતી કરાશે.





સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ યુવાશક્તિ કૌશલ્ય વર્ષ તરીકે ઉજવાશે.
રપ લાખ યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રોજગારીના વિશાળ અવસરો ઉપલબ્ધ કરાશે.
મિશન મંગલમ્‍ યોજના હેઠળ સખી મંડળોનું આર્થિક સશક્તિકરણ કરીને, ગરીબ માતાઓ-બહેનોના લાખો હાથમાં રૂ. પ૦૦૦ કરોડનો નાણાંકીય કારોબાર સોંપાશે.
આ વર્ષે ગુજરાતના ૧૦,૦૦૦ ગામોને નિર્મળ ગ્રામ બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક.
આખા દેશમાં ઔઘોગિક વિકાસની હરણફાળ સાથોસાથ કૃષિ વાવેતર જમીન વિસ્તારમાં વધારો એકમાત્ર ગુજરાતે જ કર્યોઃ આઠ લાખ હેકટર વાવેતર વિસ્તારની વૃદ્ધિ થઇ.
સમગ્ર દેશમાં એકલા ગુજરાતની યુવા રોજગારી આપવાની સૌથી ઉંચી પ૯ ટકા ટકાવારી-અન્ય તમામ રાજ્યો મળીને ભારતની રોજગારીની ટકાવારી માત્ર ૪૧ ટકા.
ગુજરાતના ખેડૂતોની, ખેતીની, ગામડાના વિકાસની અને હિતોની રખેવાળી કરવાની પ્રતિબદ્ધતા.
ગુજરાતમાં જમીન કાયદાઓ અને નીતિઓની સર્વોચ્ચ અદાલતે પણ મોડેલ ગણાવી પ્રસંશા કરી.
નરેન્દ્રભાઈ મોદી
છ કરોડ ગુજરાતીઓના ભારતના વિકાસ માટેના પુરૂષાર્થમાં સહભાગી બનવાને બદલે ગુજરાતને તબાહ કરવાના પેંતરા રચતા તત્ત્વોને "રૂકજાવ'નો પડકાર કરતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતની સર્વાંગીણ વિકાસયાત્રા માટેની સમ્યક નીતિઓ ધાર્યા પરિણામો લાવી છે તેનાથી આવા સત્તા વગર તરફડતા લોકોના પેટમાં તેલ રેડાયું છે
ગુજરાતે ઔઘોગિક વિકાસની હરણફાળ સાથે દશકામાં આઠ લાખ હેકટર કૃષિ વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ કરી છે
પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન ૬૦ ટકાથી અધિક વધ્યું
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૬પમા આઝાદી દિવસે ધ્વજવંદન
સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાનો નિર્ધાર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬પમા આઝાદી દિવસે નડિયાદમાં ત્રિરંગા ધ્વજને સરદાર પટેલની જન્મભૂમિ ઉપર શાનદાર સલામી આપતા ભારતને શક્તિશાળી બનાવવા માટે લગાતાર ગુજરાતનો વિકાસ કરી રહેલા છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થમાં સહભાગી થવાને બદલે ગુજરાતને બદનામ અને તબાહ કરવા સતત કારસા કરનારા પરિબળોને "રૂકજાવ'નો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
માછલી જેમ પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડીયા મારતા લોકો બંધારણીય સિદ્ધાંતોની લાજશરમ છોડીને ગુજરાતને તબાહ કરવા કોઇ કચાશ છોડતા નથી તેમને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકારની વિકાસની સમ્યક નીતિઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
નડિયાદમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકોને આઝાદી પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, અનેક મહાપુરૂષોએ, વીર સ્વાતંત્ર્ય લડવૈયાઓ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા ત્યાગ, તપસ્યા અને જીવન ખપાવી દીધા તેના પરિણામે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ. એમનો ઋણ સ્વીકાર કરીએ અને સ્વરાજ્ય મેળવ્યા પછી સુરાજ્યનું સપનું જે અધુરું છે તે પુરું કરવા ગુજરાતના છ કરોડ નાગરિકોએ કમર કસી છે. જેણે દેશમાં સમૃદ્ધિ અને સુખશાંતિ માટે નવી આશા જન્માવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાત કોઇ પાછી પાની નહીં કરે એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના અન્ન ભંડાર ભરવા માટે ગુજરાતનો કિસાન પુરો પરિશ્રમ કરશે. આ દેશમાં કૃષિ વિકાસ સ્થગિત થઇ ગયો છે. વડાપ્રધાને પણ તેની ચિંતા વ્યકત કરી છે. ખેડૂત, ગામડા નિરાશામાં ગરકાવ છે ત્યારે ગુજરાતે કૃષિ વિકાસનો દર દશકામાં લગાતાર દશ ટકાનો દર હાંસલ કરી કમાલ કરી છે.
ઔઘોગિક વિકાસ થાય તો દેશમાં કૃષિની જમીન ધટે છે તેમ છતાં ગુજરાત એકમાત્ર અપવાદ છે કે કૃષિ અને ઉઘોગના વિકાસની સમ્યક નીતિ કરીને એક દશકમાં આઠ લાખ હેકટર ખેતીના વાવેતરલાયક વિસ્તારમાં વૃદ્ધિ કરી છે.
ગૌવંશ રક્ષા કાયદા માટે સુપિ્રમ કોર્ટ સુધી ગુજરાતે લડત આપી અને ગૌરક્ષા જીવદયા માટે ગુજરાતે જ કાયદો કર્યો છે પણ ગુજરાતને બદનામ કરવા જાૂઠાણા ફેલાવી રહ્યા છે. પરંતુ એક દશકમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળા કરીને દૂધ ઉત્પાદનમાં ૬૦ ટકાથી વધારે વૃદ્ધિ હાંસલ કરી છે અને ૧૦૦ કરતાં વધુ પશુરોગો સદંતર નાબૂદ કરી દીધા છે. ગામડાની નારીશક્તિ પશુપાલકમાં સમૃદ્ધિ લાવી રહી છે. જે લોકોને ગુજરાતની આ સમૃદ્ધિ ગમતી નથી તેવા લોકો પૈસાના જોરે, ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને અને બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરનારા લોકોને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.
ગુજરાતને બરબાદ કરનારા તત્ત્વો માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડતા તત્ત્વો ગુજરાતને તબાહ કરવા બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે તેમણે લાજી મરીને ગુજરાતની શરમ નેવે મુકી છે તેમને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા તત્ત્વો જૂઠાણાને બદલે ગુજરાતના વિકાસમાં લોકશાહી ઢબે ભાગીદાર બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ગુજરાતે ગરીબી સામે સર્વગ્રાહી જંગ માંડયો છે પરંતુ જે લોકો ગુજરાત વિશે જાૂઠાણા ફેલાવી રહ્યા છે તેને સરદારની ભૂમિ ઉપરથી પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૦ થી ૧૬ના બીપીએલ આંક ધરાવતા તમામ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આવાસના પ્લોટ એકલા ગુજરાતે આપી દીધા છે અને પાંચ લાખ ગરીબી રેખા નીચેના પરિવારોને આવાસ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના રપ લાખ યુવાનોને કૌશલ્ય નિર્માણ માટે તાલીમબદ્ધ કરી તેમને રોજગારીના લાખો વિશાળ અવસરો આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો અને સ્વામી વિવેકાનંદજીના ૧પ૦મા વર્ષની ઉજવણી યુવાશક્તિના કૌશલ્ય વર્ધન વર્ષ તરીકે કરવાનો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત, ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાશક્તિ, યુવા કૌશલ્યથી ધબકતી થાય તે માટે ૬૦ હજાર સરકારી નવી નોકરીમાં યુવાશક્તિ માટે ભરતી કરવાનું અભિયાન આ વર્ષે હાથ ધરાશે અને ગુજરાતના વહીવટીતંત્રમાં દશ ટકા યુવાધન પ્રશાસનિક સેવાઓમાં કાર્યરત થશે એવી જાહેરાત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ર૧મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ૪ ગામો નિર્મળ ગ્રામ હતા જે આજે ૪ર૦૮ ઉપર પહોંચી ગયા છે અને આ વર્ષે ૧૦,૦૦૦ ગામો નિર્મળ ગ્રામ કરવાનો લક્ષ્યાંક પાર પાડવો છે. શા માટે પરિસ્થિતિ બદલાય નહીં? તેવો પ્રશ્ન કરતાં તેમણે શહેરી ગરીબોની સુખાકારી અને જીવનધોરણ સુધારવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજની પ૦ ટકા નારીશક્તિને વિકાસ અને નિર્માણમાં ભાગીદાર બનાવી મિશન મંગલમ્‍ યોજના નીચે બે લાખ સખી મંડળો દ્વારા ગરીબ માતા-બહેનોનું કૌશલ્ય વધારીને આર્થિક પ્રવૃત્તિને રૂ. એક હજાર કરોડનો કારોબાર રૂ. પાંચ હજાર કરોડ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
ગુજરાતમાં ઉઘોગો આવે નહીં તે માટે કારસા કરનારાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉઘોગોના વિકાસની નવી સ્થિતિ સર્જીને ગુજરાતે એકલાએ આખા દેશની રોજગારીની ટકાવારીમાં પ૯ ટકા રોજગારી યુવાનોને ઉઘોગોના વિકાસ દ્વારા આપી છે. એક બાજુ એકલા ગુજરાતે પ૯ ટકા રોજગારી યુવાનોને આપી બીજી બાજુ આખો દેશ માત્ર ૪૧ ટકા રોજગારી આપી શકયો છે.
દેશની સુપિ્રમ કોર્ટે ગુજરાતની જમીનના કાયદાની નીતિની પ્રસંશા કરી તેનાથી પણ ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોના પેટમાં તેલ રેડાયું છે પણ આ ગુજરાત સરકારે ખેડૂતોના હિતોની ખેડૂતોની ખેતીની અને જમીનની રક્ષા-રખેવાળી કરીને ઔઘોગિક વિકાસ માટેની સમ્યક નીતિ અપનાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત એની જવાબદારી સંપૂર્ણપણે નિભાવશે અને સરદાર સાહેબની આ ધરતી ઉપર ગુજરાત દેશના કલ્યાણ માટે સમૃદ્ધ ગુજરાત માટે યુવાશક્તિ, માતૃશક્તિ, કિસાન શક્તિ, વનવાસી, સાગરખેડુ, દલિત, ગરીબો સહુને વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું આહ્વાીન આપ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાની આઝાદી પર્વની ઉજવણીના ઉમંગમાં સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનાસભર કાર્યક્રમો નિહાળવા વિશાળ સંખ્યામાં નગરજનો ઉમટયા હતા.
૬પમા સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન સમારોહમાં સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી અને શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ, મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, નડિયાદના નગરપતિ શ્રી સંજય દેસાઇ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક માટે પસંદ થયેલા રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરજન સિંધ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, ઉચ્ચ પોલીસ અમલદારો, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય સાંગલે સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.
આઝાદીનો આ રાષ્ટ્રીય અવસર વિકાસ માટેના સંકલ્પ અને પ્રતિબદ્ધતાનું પર્વ બને તે માટે પ્રેરક આહ્્ ‍વાન આપતા મુખ્યમંત્રીશ્રી
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ખમીરવંતો ખેડા જિલ્લો રાષ્ટ્રભકિતના કર્તવ્યભાવથી બન્યો ભાવવિભોર
નડિયાદમાં શાનદાર સાંસ્કૃતિક સમારોહ સંપન્ન
જિલ્લાના સાર્વજનિક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન
"ગુજરાત' સભ્ય નોંધણીના એક લાખના અભિયાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
રાજયકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની સ્મૃતિભેટ રૂપે ખેડા જિલ્લાને વિકાસ પુરસ્કાર તરીકે રૂ. ત્રણ કરોડ જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના વિકાસની જેને તકલીફ થાય છે તેની સાન જનતા જ ઠેકાણે લાવશેઃ નરેન્દ્ર મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૫માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડિયાદમાં શાનદાર સાંસ્કૃાતિક સમારોહ પ્રસંગે આઝાદીના અવસરને વિકાસના સંકલ્પનું, પ્રતિબદ્ધતાનું પર્વ બનાવવા આહ્વા્ન કર્ર્યું હતું. સૌનો સાથ અને સૌનો વિકાસ મંત્ર લઇને ગુજરાત વિકાસની નવી ઊંચાઇ સર કરે તે માટે લોકશકિત અને સરકારના સાથ સહયોગનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આઝાદીની લડતમાં ખમીરવંતુ યોગદાન આપનારા ખેડા જિલ્લામાં આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ રાત્રે મેધરાજાની હેલી વચ્ચે પણ મન મૂકીને સાંસ્કૃૃતિક ઉત્સવ માણવા અનેરા ઉમંગથી વિશાળ જનમેદની ઉમટી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાની વિશિષ્ઠ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા ખેડા જિલ્લાના મહાનુભાવોનું રાજય સરકાર વતી આદરપૂર્વક સન્માન કર્ર્યું હતું. ખેડા જિલ્લાની પ્રવાસન પુસ્તિકાનું વિમોચન કર્ર્યું હતું અને માહિતી ખાતા "ગુજરાત' પાક્ષિકના એક લાખ સભ્ય નોંધણી અભિયાનની પ્રશંસા કરી હતી. સત્યબોધની સીડી પણ અર્ર્પણ કરી હતી.
"ખમીરવંતુ ખેડા'ની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ખેડા જિલ્લાનાં જ કલાકાર કસબીઓના કૌશલ્યને નિહાળી જનતા અત્યંત અભિભૂત થઇ હતી. લોકશકિતના સહયોગ અને જનભાગીદારી વડે રાષ્ટ્્‍ભકતનું પ્રેરક વાતાવરણ સર્ર્જવા માટે નડિયાદ અને ખેડા જિલ્લાની જનતાને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નડિયાદની ઐતિહાસિક ધરોહરનો મહિમા મંડિત કર્યો હતો.
આપણા ઉજજવળ ઇતિહાસને સમજવા અને આઝાદીનાં પર્વને વિકાસનું, સંકલ્પ, પ્રતિબદ્ધતાનું પર્વ અને દેશ કાજે ત્યાગ-તપસ્યાનો અવસર બનાવીશું તો આઝાદીની લડતમાં નેતૃત્વ આપનારા, જીવન ખપાવી દેનારા મહાપુરૂષોનાં સ્વપ્ના સાકાર થશે અને ગુજરાતે વિકાસ કોને કહેવાય તેવી ઓળખ દુનિયાને બતાવી છે. જનતા જનાર્દન અને સરકાર સાથે મળીને વિકાસના કેવા ચમત્કારિક પરિણામો લાવી શકે તેનાથી દેશને ચક્તિ કર્યો છે, એમ તેમણે સહર્ષ જણાવ્યું હતું.
ગુજરાતે ગામડું સમૃદ્ધ બને, ખેતી સમૃદ્ધ બને તે માટે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરીને દેશને દ્રષ્ટાંત પૂરું પાડયું છે. આખો દશકો દશ ટકાથી વધુ ગુજરાતે કૃષિ વિકાસ દર મેળવ્યો છે. ગુજરાત આખું યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે પરંતુ કેટલાક લોકોને આની તકલીફ થાય છે. પરંતુ જનતા જ એવા લોકોની સાન ઠેકાણે લાવશે. આ સરકારની પુરી શક્તિ માત્ર વિકાસમાં લગાવી દઇશું અને દેશના કલ્યાણ માટે બધા રાજ્યો સારું કરે તે માટે વિકાસની નવી ઊંચાઇને આંબીશું, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના આંગણે રૂ. ૭પ૭ કરોડના કામો વિકાસની હેલી તરીકે આવ્યા છે. આ નાની ધટના નથી. ખેડા જિલ્લાએ આ વિકાસના પર્વને વધાવ્યો તેને ધ્યાને લઇને રૂ. એક કરોડ ખેડા ગ્રામ જિલ્લાને, રૂ. એક કરોડ ખેડા જિલ્લાની તમામ નગરપાલિકાઓને મળીને તથા રૂ. એક કરોડ નડિયાદ નગરપાલિકાને ઇનામ આપવાની જાહેરાતો કરી હતી અને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી.
સરદાર પટેલની જન્મભૂમિના શ્રદ્ધાંજલિરૂપે ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આજે દરેકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે, "સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો?'' અને ""સરદાર સાહેબ આજે હોત તો?'' એ પ્રશ્નોમાં જ સરદાર સાહેબ પ્રત્યેની ભાવાંજલિ ઉત્તમ રીતે અપાઇ જાય છે. આવા સરદાર પટેલ અને આઝાદીના ખમીરવંતા લડવૈયાને શતશત વંદન તેમણે કર્યા હતા.
ખમીરવંતુ ખેડાના પ્રબુદ્ધ દર્શકોને આવકારતાં સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલાએ જણાવ્યું હતું કે, ખેડા એ સરદાર સાહેબની જન્મભૂમિ છે અને મહાગુજરાતના શિલ્પી ઇન્દુચાચા આ ભૂમિના સપૂત છે, એટલે ૬પમા સ્વતંત્રતા પર્વની રાજ્યસ્તરની ઉજવણી માટે ખેડાની પસંદગી સાર્થક છે. મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણા પામીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ રાષ્ટ્રીય પર્વોની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત દ્વારા ગરવી ગુજરાતના યશસ્વી ઇતિહાસના માનબિંદુઓનું પ્રજાને દર્શન કરાવીને ગરવા ગુજરાતીનું આત્મગૌરવ જગાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ "ખમીરવંતુ ખેડા'' દ્વારા જિલ્લાના ઉજળા ઇતિહાસની પ્રભાવશાળી રજૂઆત અને જિલ્લાના વિશિષ્ટ મહાનુભાવોના સન્માનના આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, નગરપતિ શ્રી સંજયભાઈ દેસાઇ, પદાધિકારીઓ અને અગ્રણીઓ, અગ્ર સચિવશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર, સાંસ્કૃતિક સચિવ શ્રી ભાગ્યેશ જહા સહિત સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાએ ઋણ સ્વીકાર કર્યો હતો.


શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે પ્રસ્થાપિત કર્યું અનોખું સિમાચિન્હ
વિઘાસહાયકોની ભરતી પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્તઃ શિક્ષકો ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપેઃ શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા
રાજ્ય વિઘાસહાયક ભરતી નીતિ અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ભાષા-ગણિત અને વિજ્ઞાન વિષયના ૧૩,૦૦૦ શિક્ષકોની
ઓનલાઇન ભરતીનો પ્રારંભ કરાવતા શ્રી રમણલાલ વોરા
ગાંધીનગર,
ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે અનોખું સિમાચિન્હ પ્રસ્થાપિત કર્યું છે. ગાંધીનગર ખાતે આજથી રાજ્યની વિઘાસહાયક ભરતી નીતિ અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ૧૩,૦૦૦ જેટલાં વિઘાસહાયકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજથી તા. ૧૬-૮-ર૦૧૧થી તા. રપ-૮-ર૦૧૧ દરમિયાન વિઘાસહાયકોની ભરતી કરાશે. જેમાં મેરીટના ધોરણે ઓનલાઇન ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાનો મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાવતાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનશક્તિની જ્યોત દ્વારા ગુજરાતને સિદ્ધિઓના શિખરે લઇ જવા અવિરત પ્રયાસો થઇ રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગતવર્ષે દશ હજાર વિઘાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ વર્ષે વધુ ૧૩,૦૦૦ વિઘાસહાયકોની ભરતી મેરીટના ધોરણે ઓનલાઇન પ્રક્યિાથી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રીન ઉપર વિઘાર્થીઓ અને વાલીઓ જોઇ શકે છે. આ પ્રક્રિયા બિલકૂલ પારદર્શક હોઇને કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર થાય જ નહિ તેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળાપ્રવેશોત્સવ થકી સો ટકા નામાંકન હાંસલ કરી શકાયું છે. ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેના થઇ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરીને શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે વિઘાસહાયકોની ભરતી ઓનલાઇન-મેરીટના ધોરણે પ્રક્રિયા અપનાવીને રાજ્ય સરકારે દિશાસૂચક કાર્ય કર્યું છે. પ્રાથમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલાં શિક્ષકોને ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવા મંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
સ્થળપર જ પસંદગી પામેલાં ઉમેદવારો પૈકી રાજકોટના શ્રી કમલેશ તૈરૈયા, સાવરકુંડલાના શ્રી ચંદ્રેશ પરમાર અને મહેસાણાના શ્રી અશોક પ્રજાપતિએ ઓનલાઇન ભરતી પ્રક્રિયાની સરાહના કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષણનું મહાત્મ્ય સવિશેષ છે ત્યારે એક પાઇના પણ ભ્રષ્ટાચાર વિના માત્ર મેરીટના ધોરણે જ શિક્ષકોની ભરતી થાય તેવું કયાંય જોયું નથી. આ પ્રક્રિયામાં પસંદ થવાથી ખૂબજ સારી રીતે રોજગારી પ્રાપ્ત કરવાની તૃષ્તિનો અનુભવ થયો છે. આવા ભ્રષ્ટાચારમુક્ત સુસાશનન માટે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગને અભિનંદન આપીએ તેટલાં ઓછા છે.
વિઘાસહાયક ઉમેદવારો સાથે આવેલાં વાલીઓ પૈકી બનાસકાંઠા જિલ્લલાના પાલનપુરથી આવેલાં હર્ષાબેન ડાહ્યાભાઇ ગજ્જર અને મહેસાણાના નંદકિશોર શર્માએ કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં આ યોગ્ય દિશાનું અને ખૂબજ પ્રશંસનીય પગલું છે. ભૂતકાળમાં કયારેય આ પ્રકારની કાર્યરીતી જોવા મળી નથી તેનો ઉલ્લેખ કરીને આ વાલીઓએ કહ્યું કે, આયોજનબધ્ધ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ચાવી અપનાવીને આ સરકારે શિક્ષણ વિભાગની કાયાપલટ કરી છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ અને પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર.પી. ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર. સી. રાવલે વિઘાસહાયક ભરતી અંગેની જાહેરાતથી માંડીને પસંદ થયેલાં ઉમેદવારોને જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગીના કેમ્પો યોજીને નિમણૂંકના હૂકમો આપવા અંગેની સમગ્ર પારદર્શી પ્રક્રિયાની વિગતો આપી હતી. આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી ગરાસિયા, પ્રાથમિક શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી પંડિત, શ્રી એચ.વી. ભટ્ટ સહિત વિઘાસહાયકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: