અનુયાયીઓ

શુક્રવાર, 22 જુલાઈ, 2011

ગુજરાતના યુવાધનને હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયાનમાં જોડાવવા માટેની અમુલ્ય તક


ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના નિયંત્રણ હેઠળની કમિશ્નર, યુવક સેવા અને સંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દવારા સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ દવારા આગમી માહે:-સપ્ટેમ્બર/૨૦૧૧ દરમ્યાન હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવમાં આવ્યું છે.
તા.૦૧/૦૭/૨૦૧૧ની સ્થિતિએ ગુજરાતના ૧૮ થી ૫૦ વર્ષની વય ધરાવતી સાહસિક વ્યક્ત્તિઓ આ અભિયાનમાં ભાગ લઇ શકશે. હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયનમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્ત્તિઓએ બરફ ચઢાણનો એડવાન્સ કોર્ષ અથવા બેઝીક કોર્ષ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. શિખર આરોહણ અભિયાનમાં સફળતા મેળવનાર કે અગાઉ ભાગ લેનાર સાહસિકને તથા બરફ ચઢાણના મેથડ ઓફ ઇન્સ્ટ્રકસન કોર્ષ અથવા સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષ પુર્ણ કરનાર અથવા માઉન્ટઆબુ ખાતે ખડક ચઢાણનો કોચીંગ કોર્ષ પૂર્ણ કરનારને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
દરેક ઉમેદવારે બાયોડેટામાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલીફોન નંબર,જન્મ તારીખ ,શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણક્ષેત્રે કરેલ કોર્ષ વગેરે વિગતો જણાવવાની રહેશે.બરફ તથા ખડક ચઢાણના પ્રમાણપત્રો ઉપરાંત સ્વાસ્થ્ય અંગેનું ડોકટરનું પ્રમાણપત્ર અને અભિયાનમાં જોડાવવા માટે વાલીનું સંમતિપત્ર પણ બીડવાનું રહેશે. ખાસકિસ્સામાં ઉમેદવારની લાયકાતના ધોરણમાં કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છૂટછાટ મુકી શક્શે.
ઇચ્છુક ઉમેદવારે પોતાના બાયોડેટા તથા જરૂરી પ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સાથેની અરજી તા.૦૩/૦૮/૨૦૧૧ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખરોડ, માઉન્ટઆબુ, રાજસ્થાનને અરજી મોકલવની રહેશે. જેની નોંધ લેવા યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, કમિશ્નરશ્રી એમ.એમ.કોટવાલની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: