તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાનું નિદર્શન કરાશે
વડોદરા,
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના તૃણમૂલસ્તરે પ્રશાસન વ્યવસ્થાને સુદૃઢ કરવાના નિર્ધારના ભાગરૂપે તા.૨૨મી જુલાઇએ સવારે વડોદરા જિલ્લાના બોડેલીના આંગણે "ચલો તાલુકે' અભિયાનના શ્રીગણેશ થશે. તાલુકા પ્રશાસન પોતાના ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ આયોજન તાલુકાકક્ષાએથી જ ધડીને તેના નક્કર અમલ માટે અગ્રેસર બને તે હેતુસર રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં પ્રારંભાનારા "આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' અભિયાન અંતર્ગત રાજ્યના છ જિલ્લાઓમાં પ્રારંભિક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આવતીકાલથી આ ચળવળના મંડાણ થશે.
વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને નવી ચેતના આપવા માટેના "ચલો તાલુકે'' કાર્યક્રમનો મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાથી શુભારંભ થશે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશ સમક્ષ તાલુકા વિકાસનું નવતર મોડેલ પ્રસ્તુત કરવા અને તાલુકા સરકારની ક્રાંતિકારી વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને વેગ આપવા આ કાર્યક્રમ સધન મનોમંથનના નિચોડના રૂપમાં સૂચવ્યો છે. જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ કાર્યક્રમ યોજાવાનો છે જેનો શુભારંભ સંખેડા તાલુકાથી થશે. આ કાર્યક્રમ સંખેડા તાલુકાના વ્યાપાર મથક બોડેલીના એપીએમસી (ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ) ના સંકુલમાં યોજાશે.
તાલુકા માટે વિક્રમરૂપ ગણાય તે રીતે આ કાર્યક્રમમાં, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સહિત રાજ્ય સરકારના ૧૧ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવો, જિલ્લાના પ્રભારી અગ્રસચિવ તેમજ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત પંચાયત અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચાધિકારીઓ ભાગ લેશે. જ્યારે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો / ઉપસરપંચો, પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સવારના ૯-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. વડોદરા જિલ્લાના પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ કાર્યક્રમનું સંચાલન કરશે.
મંત્રીશ્રી પટેલ ઉપરાંત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, ફકીરભાઇ વાધેલા, પ્રદીપસિંહ જાડેજા, કનુભાઇ ભાલાળા, જયદ્રથસિંહ પરમાર, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, રણજીતભાઇ ગીલીટવાળા, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ અને પંકજ દેસાઇ જોડાશે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર વિનોદ રાવ તેના હેતુની જાણકારી આપશે. રાજ્ય સરકારની દશ વર્ષીય વિકાસ ગાથાનું સીડીના માધ્યમથી નિદર્શન કરાશે. જિલ્લાના પ્રભારી મંત્રી તથા અન્ય મંત્રીશ્રીઓ તેમના ખાતાની કામગીરીથી માહિતગાર કરશે. સરપંચો તેમની સાફલ્ય ગાથાઓ રજૂ કરશે. તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાના નિદર્શનથી તેનું સમાપન થશે.
કુદરતના અફાટ અને અકળ સૌંદર્યને માણવાનો અણમોલ અવસર એટલે સાપુતારા મોનસુન ફેસ્ટીવલ
૩૦ જુલાઇથી એક મહિલા સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને અનેકરીતે વિવિધતાસભર બનાવાયો છે
વડોદરા,
ગુજરાત પાસે ગિરનાર અને સાપુતારાના બે બેનમૂન ગિરીમથકો છે. તે પૈકી ડાંગ જિલ્લાના કુદરતે છૂટે હાથે વરેલા અફાટ અને અકળ પ્રાકૃતિક સૌંદર્ય અને નિસર્ગને માણવાનો ગુજરાતના અને ગુજરાત બહારના પ્રકૃતિ અને પ્રવાસન પ્રેમીઓને અવસર આપવા ગુજરાત ટુરીઝમ - રાજય પ્રવાસન વિકાસ નિગમે વધુ એકવાર સાપુતારા મોનસુન ફેસ્ટીવલ - સાપુતારા વર્ષા મહોત્સવનું આયોજન કર્યુ. છે. તા. ૩૦મી જુલાઇથી શરૂ થઇને એક મહિના સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને માણવા અને માતા પ્રકૃતિની સ્નેહાળતા સાથે એકાકાર થઇ જવા ભારતભરના પ્રવાસીઓને પ્રવાસન રાજય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ અને રાજય પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આમંત્રણ પાઠવ્યું છે.
સાપુતારા વર્ષા મહોત્સવને અનુલક્ષીને ટીસીજીએલએ તૈયાર કરેલા ટુરીસ્ટ પેકેજીસની માહિતી આપવાની સાથે તેમણે પ્રવાસનકારો (ટુરીઝમ પ્રોફેશનલ્સ) સાથે વિગતવાર ચર્ચા કરી હતી તથા તેમના સૂચનોના સંતાોજનક અમલની ખાતરી આપી હતી. તથા રૂા.૬૫૦ કરોડના પ્રવાસન સુવિધા વિકાસ આયોજનના અમલીકરણની માહિતી પણ આપી હતી. તેમણે ગુજરાતની સાથે પડોશી રાજયો અને અન્ય રાજયોના લોકો સાપુતારાના મનમોહક સૌંદર્યને માણે તે માટે યોગ્ય પ્રવાસ આયોજનો ગોઠવીને સહકાર આપવાનો વિશેષ અનુરોધ આ લોકોને કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજયના રણોત્સવ સહિતના પાંચ ચાવીરૂપ વાર્ષિક પ્રવાસન મહોત્સવમાં સાપુતારા વર્ષા મહોત્સવનો સમાવેશ થાય છે. ચોમાસામાં ડાંગના કથ્થાઇ રંગના પહાડો લીલી ચાદર ઓઢી લે છે, ૮૭૩ મીટરની ઉંચાઇએ આવેલા સાપુતારામાં ધુમ્મસીયા વાદળો અને જળસંકટોથી અને જળવૈભવથી ઉભરાતાં ધોધની વાંછટોથી ભીંજાવાના આહલાદક અનુભવો પ્રવાસીઓ જીવનભર ભુલી ન શકે તેવાં હોય છે. મોનસુન ફેસ્ટીવલ આ માયાવી કુદરતની સાથે પમ્પા સરોવર, શબરીધામ, પાંડવગુફા જેવા મહાભારત-રામાયણ કાળના સ્થળોની પાવનતા માણવાનો અવસર આપે છે. ટીસીજીએલના પેકેજીસમાં ડાંગના જાણીતા ધોધોની મુલાકાત પણ સમાવી લેવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં શહેરીકરણ નહીંવત છે અને તેના ૬૦ કરોડના ખર્ચે અમલીકરણ હેઠળના વિકાસ આયોજનમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના જંગલને કયાંય તક ન મળે, નદીઓ, ઝરણાં, જંગલો જળવાય તેની પૂરતી કાળજી લેવામાં આવી છે. ભાગ્યેજ જોવા મળતા વાંસના ફૂલ ડાંગ-સાપુતારામાં જોઇ શકાય છે. મોનસુન ફેસ્ટીવલના ભાગરૂપે સાહસિક રમતો, જળ રમતો (વોટર ગેઇમ્સ), ફન કોન્ટેસ્ટ રોપ કલાઇમ્બીંગ, લેઝર-શો, હેરીટેજ પરેડ જેવા આબાલવૃદ્ધ સહુ માટે રોચક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેની સાથે સાંસ્કૃતિક સંધ્યાઓના રોમાંચનું સંયોજન કરવામાં આવે છે. ડાંગની આદિજાતિ સંસ્કૃતિની અદ્ભૂધતતાની સોડમ તેમાં ભળેલી હોય છે. આમ, સંસ્કૃતિ વન્યજીવન, પ્રકૃતિ અને સાહસિકતાના સમન્વિત રોમાંચને માણવાની ખેવના હોય તો તા. ૩૦મી જુલાઇથી ૩૦ ઓગસ્ટ સુધી સાપુતારાની મુલાકાત લેવાની તક ચૂકવા જેવી નથી.
ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસન ઉઘોગનીઃ પ્રવાસન રાજય મંત્રી
વડોદરા, પાવાગઢ, નર્મદા સર્કિટ દ્વારા પ્રવાસીઓને આકર્ષવાનું પ્રવાસન નિગમનું આયોજન
વડોદરા,
ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસ ઉઘોગ ધરાવે છે, તેવી લાગણી વ્યકત કરતાં પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર બંધ પાસે સ્થપાનારી વિશાળકાય સરદાર પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપના પછી માત્ર દેશના જ નહીં, વિદેશોના અઢળક પ્રવાસીઓ ગુજરાતમાં આવવાની શકયતા છે. તેને અનુલક્ષીને ટીસીજીએલએ વડોદરા શહેર તેમજ તેની પાસે આવેલા પાવાગઢ-ચાંપાનેર અને જિલ્લાના પ્રવાસન આકર્ષણોને સમાવી લેતી વડોદરા સર્કિટ, નર્મદા કાંઠાના તીર્થ અને પર્યાવરણ પ્રવાસ ધામોને આવરી લેતી નર્મદા સર્કિટની રૂપરેખા ધડી કાડી છે.
તેના અમલીકરણથી સ્ટેચ્યુ ઓફ યુનીટીના મુલાકાતીઓ વડોદરા શહેર જિલ્લાના ધામો જોવાનું પણ પસંદ કરે અને પ્રવાસન દ્વારા વિકાસ અને રાજગારીને વેગ મળે તેવું આયોજન છે. ચોમાસાં પછી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગતિર્થ ચાંણોદ અને કુબેર ભંડારી ધામ કરનાળીના વિકાસ આયોજનનું અમલીકરણ શરૂ થઇ જશે તેવો સંકેત આપતાં શ્રી સુખડિયાએ જણાવ્યું હતું કે નર્મદા તટ વિકાસ માટે રૂા. ૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કચ્છની ટુરીસ્ટ સર્કિટમાં ઔઘોગિક વિકાસ ઉપરાંત ઇતિહાસધામો, રણ અને બાગાયતનો સમાવેશ કરાશે. વડોદરા ઉપરાંત ભરૂચમાં નર્મદા કાંઠે હાઇવે ટચ વિશાળ રીસોર્ટ બનશે જેનો લાભ વડોદરા, સૂરત, ભરૂચના પ્રવાસ શોખીનો લઇ શકશે.
ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લંબાઇનો દરિયાકાંઠો, ગિર અને ડાંગના જંગલો, વન્યપ્રાણીઓ, પહાડો, રણ ઐતિહાસિક અને પુરાતન સ્થળો તેમજ નર્મદા કાંઠા સહિતના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાટણ જેવા તીર્થસ્થળોની વિવિધતા ધરાવે છે, તેવો ઉલ્લેખ કરતાં સંસદિય સચિવશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે રાજય અને દેશના અન્ય રાજયોના પ્રવાસીઓના અનુભવોને વણી લઇને, પર્યાવરણ સચવાય તે રીતે રાજયમાં પ્રવાસન વિકાસની રૂપરેખા ધડવામાં આવી છે. રાજયના ટ્રાવેલ એજન્ટસ, પ્રવાસનકારોને યોગ્ય વળતર મળે અને પ્રવાસીઓની સગવડ સચવાય, મધ્યમ અને નિમ્ન વર્ગના લોકો પણ પ્રવાસનનો આનંદ માણી શકે તેવી કાળજી લેવાનો સંકેત પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આપ્યો હતો.
મોટર સાઇકલ વાહનો માટે પસંદગીનો નંબર મેળવવાની તક
વડોદરા,
આર.ટી.ઓ. વડોદરામાં મોટર સાઇકલ (બે પૈંડાવાળા વાહનો) વાહનો માટે તા. ૨૮/૭/૧૧ના રોજ જીજે-૬-ઇ.એમ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૮/૭/૧૧ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ પે ઓર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૮/૭/૧૧ ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલી અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ.
ગોરવા આઇ.ટી.આઇ.ના પાર્ટ ટાઇમ કોર્સિસમાં પ્રવેશ
વડોદરા
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, રીફાઇનરી રોડ, વડોદરા ઔઘોગિક કામદાર અને તેના આશ્રિતો અને અન્ય ઉમેદવારોને સંસ્થા ખાતે પાર્ટટાઇમ ચાલતા વ્યવસાય વેલ્ડિંગ અને ટેલરિંગ કટિંગમાં ઓછામાં ઓછું ધો. ૭ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓગસ્ટ-૨૦૧૧માં પ્રવેશ મેળવવા માટે તા. ૨૮/૭/૧૧ સુધીમાં ૧૨.૦૦ થી ૪.૦૦ કલાક દરમ્યાન વિનામૂલ્યે પ્રવેશ ફોર્મ મેળવી/ભરી પરત કરવાના રહેશે. વધુ વિગત માટે આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા વડોદરાને સંપર્ક કરવાનો રહેશે.
મહિલા આઇ.ટી.આઇ.માં પ્રવેશ
વડોદરા,
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, (મહિલા) ખાતે પ્રવેશ ઓગસ્ટ,૨૦૧૧ કટિંગ એન્ડ સુઇંગ (૮ પાસ), ઇલેકટ્રોકિસ મિકેનિક (૧૦ પાસ) ઇ-કોમર્સ, (૧૨ પાસ) ટ્રેડમાં ખાલી બેઠકો ઉપર પ્રવેશ મેળવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવાનો સંપર્ક કરવો અને અને તેઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જેની નોંધ લેવી.
પોણા ત્રણ વર્ષથી ભગવાનભાઇ માછી ગુમ થયા છે
વડોદરા,
આજવા રોડ પરના અવન્તીનગરના નિવાસી, ૪૭ વર્ષના ભગવાનભાઇ માછી તા. ૧૨/૧/૨૦૦૯ (લગભગ પોણા ત્રણ વર્ષ) થી ગુમ થયા છે. અસ્થિર મગજના આ ભાઇ મકરપુરા જીઆઇડીસીમાંથી છૂટીને પરત ધેર આવ્યા જ નથી. તેમના જમણા હાથના પંજા પર ઓમનું નિશાન છે. ગુજરાતી બોલે છે. તેમની ભાળ મળેથી કિસનવાડી પોલીસ મથકને જાણ કરવા જણાવાયું છે.
પંચમહાલ જિલ્લાઇમાં કેરોસીનના જથ્થાપબંધ તથા છુટક વેચાણ ભાવો નિયત કરાયા
ગોધરા,
પંચમહાલ જિલ્લાતના તાલુકાઓ માટે કેરોસીના જથ્થારબંધ તેમજ ઘરગથ્થુંા વપરાશ માટે વાદળી કેરોસીનના છુટક વેચાણ ભાવેા જાહેર કરવામાં આવ્યાા હતા. તાજેતરમાં પ્રેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વધારો થતા જાહેર વિતરણ વ્ય વસ્થા હેઠળ વિતરણ કરાતા કેરોસીનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ધી કેરોસીન (રીસ્ટ્રી કશન ઓન યુઝ એન્ડમ ફીક્સેશન ઓફ સેલીંગ પાઇઝ) ઓર્ડર ૧૯૯૩ ની કલમ ૨ (ડી) (૧) અન્વડયે કલેક્ટરશ્રી પંચમહાલે તા. ૨૫-૬-૧૧ થી અમલમાં આવે તે રીતે જિલ્લા ને અપાતા કેરોસીનના જથ્થાડબંધ અને છુટક વેચાણ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.
તદઅનુસાર છુટક વિક્રેતાઓ ગ્રાહકો પાસેથી ૧ લીટર કેરોસીનના ગોધરા તાલુકામાં રૂ.૧૪.૧૫, કાલોલમાં રૂ.૧૪.૦૦, હાલોલમાં રૂ.૧૩.૯૫, જાબુંઘોડામાં રૂ.૧૪.૧૦, શહેરામાં રૂ.૧૪.૨૫, લુણાવાડામાં રૂ.૧૪.૩૫,ઘોઘંબામાં રૂ.૧૪.૦૫, સંતરામપુરમાં રૂ.૧૪.૫૫, મોરવા(હ)માં રૂ.૧૪.૩૫, ખાનપુરમાં રૂ.૧૪.૫૦ તથા કડાણા તાલુકામાં રૂ. ૧૪.૬૫ નો ભાવ નિયત કરવામાં આવ્યોં છે.
વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના સાનિધ્યિમાં વિરાસત વનનું નિર્માણ
વિરાસત વનમાં વિકાસની થીમ આધારિત આરાધ્ય, આરોગ્યી, આજીવિકા સાંસ્ક્રૃ તિક, નિસર્ગ અને જૈવિક વન પંચવટી રાશિ અને નક્ષત્ર વન ઉભા કરાશે
આંતરરાષ્ટ્રી ય વન વર્ષ નિમિતે ચાંપનેર બાયપાસ પર જેપુરા ખાતે વિરાસત વનમાં મુખ્યરમંત્રીશ્રી વૃક્ષારોપણ કરી ૬૨ મા વન મહોત્્સષવનો રાજ્યમાં પ્રારંભ કરાવશે. પંચમહાલ જિલ્લા માં ૬૨ મા વન મહોત્સવ નિમિતે વૃક્ષ વૈભવમાં ૪૦ લાખ રોપાઓ ધરાના છોરુ બનશે
ગોધરા
હરિયાળુ ગુજરાતનો સંકલ્પ જનસહયોગથી સાકાર કરવા મુખ્ય મંત્રીશ્રીએ દર વર્ષે વન મહોત્સકવને નવા આયામો સાથે જોડવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. આ સંદર્ભરાજયનો ૬૨ મો વન મહોત્સમવ આ વર્ષે વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના સાંનિધ્યમાં વિરાસત વન નિર્માણ કરવાના હેતુથી યોજવામાં આવનાર છે. શક્તિપીઠ પાવાગઢમાં લાખો યાત્રિકો આધશક્તિની આરધના માટે આવે છે. ત્યાશરે વિરાસત વન દ્રારા વૃક્ષ ચેતનાનો સાક્ષાત્કાઆર કરીને શ્રધ્ધા ભાવે ભક્તિ કરે તે હેતુથી વિરાસત વનમાં આરાધ્યો વૃક્ષોનું સંવર્ધન કરનાર છે. પંચમહાલ જિલ્લામાં ૬૨ માં વન મહોત્સંવ નિમિતે ૪૦ લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
આંતરરાષ્ટ્રીય વન વર્ષની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાેના જેપુરા ખાતે ચાંપનેર બાયપાસ પર પાવાગઢની તળેટીમાં વિરાસત વનમાં આનંદ વન,સાંસ્ક્રૃ તિક વન,આરોગ્યન વન,આરાધ્યન વન,જૈવિક વન તેમજ આજીવિકા વન નિર્માણ કરવામાં આવશે.જેનો મુખ્યર ઉદેશ પાવાગઢમાં દર્શનાથે આવનાર શ્રધ્ધા ળુઓને આકર્ષી વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરવા તથા સ્થાઆનિક લોકોને સક્રિય રીતે સાંકળી વનની ટકાઉ વ્યષવસ્થાર ઉભી કરવાનો છે. જેપુરામાં નિર્માણ થયેલ થીમ આધારિત વિરાસત વનમાં આરાધ્યી વનમાં વનોનું આધ્યારત્મિસક મહત્વ , આરોગ્યઆ વનમાં ઔષધિય મહત્વા, આજીવિકા વનમાં લોકોની જરુરિયાત સંતોષવામાં વનોનું મહત્વ , આનંદ વનમાં વનોનું મનોરંજન મહત્વી , સાંસ્કૃુતિક વનમાં સાંસ્કૃયતિક મહત્વ , નિસર્ગ વનમાં પંચમહાભુત પૈકી જળ તથા જમીનના સંરક્ષણ અને વાયુના શુધ્ધિઔકરણમાં વનોનું મહત્વમ જ્યારે જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાઅરમાં આવેલ જૈવિક વિવિધતાની સમજણ આપવામાં આવશે.
આરાધ્યવ વનમાં વડ, પીપળ, રૂદ્રાક્ષ, બીલી, કદમ્બૈ, અશોક તથા નાળીયેરીનુ મહત્વં આત્મ્કથા રૂપે દર્શાવવામાં આવશે. આરોગ્યક વનમાં હરડે, બહેડા, આંબળા, અર્જુન સાદડ, બીપો, ગરમાળો અને ચંદનના વૃક્ષોનું ઔષધિય મહત્વ દર્શાવાશે.આજીવિકા વનમાં મહુડા, ચારોલી, રાયણ, અરડુસો, નીલગીરી જેવા લોકોની જીવન જરૂરિયાત સંતોષવા તથા આવક આપતા વૃક્ષો ઉછેરવામાં આવશે. આનંદ વનમાં ઘાસનું મેદાન, બાળ ક્રિડાગણ, ફુલોના કયારા ,સાંસ્કુઘતિક વનમાં પંચવટી રાશિ અને નક્ષત્ર વન તથા નિસર્ગ વનમાં પર્યાવરણની સમતુલા જાળવવા વાયું શુધ્ધિં કરણ, જળ અને જમીન સંરક્ષણ અંગેની માહિતી પુરી પાડવામાં આવશે.
જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાંરમાં મળી આવતા મહત્વશપુર્ણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.ચાંપાનેર બાયપાસ પર જેપુરામાં ૬.૫ હેકટરમાં પથરાયેલ વિરાસત વનમાં વૃક્ષ વૈભવમાં વિવિધ ૧૦ હજાર ઉપરાંત રોપાઓ ધરાના છોરુ બનશે. આ ઉપરાંત સ્મૃવતિ વનમાં એક હજાર, વન વિસ્તાપરમાં ૩૦ હજાર, રોડ સાઇડમાં ૧૧ હજાર, જેપુરા/ગોકુળપુરાની જમીનમાં ૧૨,૫૦૦, હાલોલ નગરમાં ૩૫ હજાર તથા ૨૫ હજાર રોપાઓના વિતરણ સહિત ૧,૧૪,૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વિરાસત વનમાં પાવાગઢનું મહત્વો દર્શાવતા મોડલ તથા બોર્ડ, તળાવ કાંઠે પંખીઓના મોડલ્સા, ફુવારા, પીવાના પાણી, કાફેટેરીયા, બેસવા માટે બાંકડા, ટોયલેટસ બનાવવામાં આવશે. એટલુ જ નહી વિરાસત વનને પ્રકૃતિ શિક્ષણની પાઠશાળા તરીકે વિકસાવાશે તેમજ વનવિભાગના કાયમી રોપ કેન્દ્રી તરીકે સ્થાઠપિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેઠખનીય છે કે વૃક્ષોનું માનવ જીવનમાં અનેરુ મહત્વદ છે આયોજન પંચે રાજયમાં બિન જંગલ વિસ્તાછરમાંથી ઉત્ન્ભા થતા લાકડાનું જીડીપીમાં યોગદાન અંદાજે રૂ.૩૫૦૦૦ કરોડનું આંક્યું છે. આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં જીડીપીમાં લાકડાનું યોગદાન રૂ.૫૦૦૦ કરોડે પહોચશે. રાજયમાં બિન જંગલ વિસ્તાંરમાં ૨૦૦૪ માં વૃક્ષોની સંખ્યા ૨૫.૧ કરોડ,૨૦૦૯ માં ૨૬.૯ કરોડ હતી. વર્ષ-૨૦૨૦ સુધીમાં આ સંખ્યા ને ૩૫ કરોડ સુધી પહોચાડવાનું નિર્ધારિત કરવામાં આવ્યુંધ છે.રાજયમાં બિન જંગલ વિસ્તા રમાં વૃક્ષોની ગીચતા હેક્ટરે ૨૦૦૪ માં ૧૪,૨૦૦૯ માં ૧૬ છે.જે ૨૦૨૦ સુધીમાં પ્રતિ હેક્ટરે ૨૧ વૃક્ષ સુધી લઇ જવાનું વનવિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાચમાં આંતરરાષ્ટ્રી્ય વન વર્ષ નિમિતે ૬૨ મા વન મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીએ કરવામાં આવી રહી છે. પાવાગઢ તળેટીમાં નિર્માણ થયેલ વિરાસત વનમાં માનનીય મુખ્યએ મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી વૃક્ષારોપણ કરી રાજયમાં વનમહોત્સાવનો પ્રારંભ કરાવશે.
આવો આપણે સૌ પણ ગુજરાતને હરિયાળુ બનાવવા મહત્મજ વૃક્ષોનું વાવેતર કરી તેનું સંરક્ષણ અને જતન કરીએ.
બામરોડાના ચિનલબેન ઉપાધ્યાળય ગુમ
ગોધરા-ચિનલબેન હરજીવન ઉપાધ્યા ય ઉ.વ. ૨૨ રહે મુ. પા બામરોડા તા. ખાનપુર કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્યંમ બાંધો, રંગે ઘઉવર્ણી, મોઢુ લંબગોળ, ઉચાઇ ચાર ફુટ બી. એડ સુધીનો અભ્યાસ કરેલ છે. શરીર આસમાની કલરનો ડ્રેસ પહેરેલ છે. આ અગેની જાણ બાકોર પો.સ્ટે. નં. ૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર કરવા વિનંતી છે.
માખલીયાના પુષ્પા.બેન ગુમ થયા છે
ગોધરા-પુષ્પા બેન વા. ઓફ. ભુરાભાઇ બારીયા ઉ.વ. ૨૫ રહે માખલીયા તા . લુણાવાડા કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્ય્મ બાંધો, રંગે ઘઉવર્ણી, પાતળા બાંધાની શરીરે સફેદ કલરની લાલ પટાવાળી સાડી પહેરેલ છે. ગુજરાતી ભાષા બોલે છે. આ અગેની જાણ કોઠંબા પો.સ્ટે . નં. ૦૨૬૭૪-૨૩૦૫૩૩ ઉપર કરવા વિનંતી છે.
ગોધરાના લુકમાન યાસીન અબ્દલ અજીજ ગુમ
ગોધરા-લુકમાન યાસીન અબ્દુધલ અજીજ કુરેશી ઉ.વર્ષ ૧૮ મૂળ રહે ઇન્દોંર મદીના ગેટ પાસે એમ.પી. હાલ રહે સિંગલ ફળીયા મસ્જિ૩દ પાસે ગોધરાથી ઇન્દોેર જવા નીકળે જે ઘરે પહોચેલ નથી .જેની તપાસ કરતા મળી આવેલ નથી .ગુમ થનાર શરીરે ઘઉવર્ણો, જીન્સીનુ કાળુ પેન્ટી તથા લાઇનિંગવાળુ ભુરા કલરનું શર્ટ, બાંધો મધ્યેમ, આગળનો દાંત તુટેલો છે જેની જાણ થયે ગોધરા શહેર બીડીવી. પો.સ્ટે્. ટે.નં. ૦૨૬૭૨-૨૪૨૧૪૭ ઉપર જાણ કરવા વિનંતી છે.
મોરનામુવાડાની લીલાબેન માલીવાડ તથા આંકલીયાના રાજુભાઇ પગી ગુમ
ગોધરા-લીલાબેન જેસિંગભાઇ સરદારભાઇ માલીવાડ ઉ.વ.૧૫ રહે મોરના તળાવ, તા.ખાનપુર આરોપી રાજુભાઇ રામાભાઇ પગી રહે આંકલીયા તા. કડાણા એ લલચાવી, ફોસલાવી ફરીયાદીના વાલીપણામાંથી પત્નીવ તરીકે રાખવાના ઇરાદે ભગાડી ગયા છે. જેમની તપાસ કરતા મળી આવેલ નથી. ભોગ બનનાર તથા આરોપી રાજુભાઇ રામાભાઇ પગીની જાણ થયે સર્કલ પો.ઇન્સ.. લુણાવાડા ટે.નં.૦૨૬૭૪-૨૫૦૧૯૯ તથા પો.સ.ઇ. બાકોર પો.સ્ટે.. ટે.નં.૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર જાણ કરવા વિનંતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો